સ્વીકાર્યતા ….
કોઈ પણ માણસ ની કે પરિસ્થિતિ ની સ્વીકાર્યતા સમય સમય પર જો રીન્યુ ના કરીએ તો એક ચોક્કસ ઓપીનીયન પર કાયમ થઇ જવાય છે અને એક ખતરનાક અહંકાર પેદા થાય છે અને પતન નોતરે …..
આ સ્ટેટમેન્ટ ને થોડું ઝૂમ કરું…
મોટે ભાગે આપણે વીસ પચીસ પ્રકાર ના માણસો ની કેટેગરી મન માં ધારી લીધી હોય છે અને જેટલા સગા વહાલા મિત્રો બધા ને એ પચીસ ટોપલા માં પુરીએ .. જેમ કે ફલાણો એકદમ હોશિયાર .. ઢીકણ દોઢ ડાહ્યો .. પુછડો સળંગ ડાહ્યો ..પેલો વન્ત્યક તો સાવ ડોબો ..અને આવી બધી કેટેગરી વાળી ટોપલી માં બધા પૂરી ને તેમના વજૂદ ને સ્વીકાર્યે છીએ …
હવે આ કહાની માં ટ્વીસટ ક્યારે આવે ??
જયારે વાનત્યક ડોબા માંથી ડાહ્યો થાય અને ફલાણો હોશિયાર માંથી મૂરખ બને … જો યોગ્ય સમયે બંને ની ટોપલી બદલાય નહિ તો બંને પ્રત્યે એક ગંદા પ્રકાર નો ભાવ જન્મે અને …..હું ..હ …જવા દે સાવ નકામો છે ….અને સીધી પોતાની જાત સાથે સરખામણી કરે આપણે તો બંને કરતા સારા …. અહંકાર નો જન્મ અને છેલ્લે પતન …
આજ નિયમ પરિસ્થિતિ માટે લાગુ પડે છે જયારે કોઈ પરિસ્થિતિ નો સ્વીકાર કરી અને તેને જીવન ના ભાગ રૂપે વણી લઈ ને આગળ વધીએ …ત્યારે ….
જો સારી પરિસ્થિતિ ને જકડી રાખીએ ત્યારે અહંકાર અને ખરાબ પરિસ્થિતિ ને પકડીએ ત્યારે ટણી પેદા થાય જોકે સારી કે ખરાબ પરિસ્થિતિ એ બંને સાપેક્ષ હોય છે….
મને જિંદગી હમેશા કેલીડો સ્કોપ માં બનતી ડીઝાઈન જેવી લાગી છે … કોઈ વય્ક્તિ કે પરિસ્થિતિ મારા જીવન માં રીપીટ થતી નથી … સતત બદલાતી પરિસ્થિતિઓ અને એક જ માણસ પણ તેના માં આવતા બદલાવ ને સમજી સ્વીકારી ને આગળ વધવા નો યત્ન કરવા ની કોશિશ કરું છું .. ચોક્કસ પણે આ પ્રક્રિયા મને સખત પેઈન આપે છે ..લોડ આપે છે પણ અંતે એક નવી ડીઝાઈન જોવા નો અદ્વિતીય આનદ આપે છે .. મોટા માં રહેલા બાળક કે જુવાન નો સ્વીકાર … સાદા ક્લાર્ક માંથી ટેકનોક્રેટ નો સ્વીકાર … અતિશય બુદ્ધિ શાળી પ્રતિભા માં રહેલા તીતાલી પણ નો સ્વીકાર …
બહુ બધી ટોપલીઓ છે અને છ અબજ લોકો અને તેમની પેદા કરેલી એટલીજ પરિસ્થિતિઓ … મજા લો … દુખ દર્દ ઈર્ષા વેર હરીફાઈ તાપ સંતાપ … સુડતાલીસ ડીગ્રી માં ઇવોપરેટ કરી પરસેવાથી શરીર પલાળી ગરમ હવા ને પરસેવા થી ઠંડી કરી માટી ના નવા માટલા નો લોટો પાણી ….
સુપ્રભાત
– શૈશવ વોરા 10-6-14