ઉત્તર પ્રદેશનું આ છેલ્લું ઈલેક્શન છે. હવે ફરીથી ઉત્તર પ્રદેશમાં ચુંટણી નહિ યોજાય અને યુપીનું આ છેલ્લું ઈલેક્શન નરેન્દ્ર મોદી ભવ્ય રીતે જીત્યા..
યુપીની જીતને લીધે હવે ભાજપની રાજ્યસભામાં બહુમતી થઇ જશે, અને રાષ્ટ્રપતિ પણ હવે ભારતીય જનતા પક્ષના બનશે.. કોણ બનશે ? એવું ના પૂછતા નહિ તો હું એમ જ કહીશ કે જો અમિત શાહ ભાજપના પ્રમુખ બનતા હોય તો આનંદીબેન પટેલ ભારતના રાષ્ટ્રપતિ બનશે..!
હું જરાક પણ હરખપદુડો થઈને નથી કેહતો અને પેલો તામિલનાડુના ગવર્નર વાળો મેસેજ મેં ક્યારેય કોઈને ફોરવર્ડ નથી કર્યો, પણ નરેન્દ્ર મોદી ઘણી બધી વાતમાં ઇન્દિરા ગાંધીની જેમ વર્તે છે અને ઈન્દિરાજીએ જેમ જ્ઞાની ઝૈલસિંહને બેસાડ્યા અને પછી પેલુ ઝાડું મારવાવાળું સ્ટેટમેન્ટ આવ્યું હતું એ બધાને યાદ હશે..અને રાયસીના હિલ્સમાં રેહવાનું હોય અને ઝાડુ મારવાનું કામ તો …. કરાય એમાં કઈ વાંધો નહિ,
માટે જ હું કહુ છુ સમજયાને..
આનંદીબેન જેવા રાષ્ટ્રપતિ બની જાય કે તરત જ ઉત્તર પ્રદેશનું વિભાજન કરવામાં આવશે..ત્રણ ચાર કે પાંચ રાજ્યોમાં વિભાજન થશે અને એક જ રાજ્યના હાથમાં રહેલી દિલ્લીની સત્તાની ચાવીનું વિસર્જન કરવામાં આવશે..!
યુપીની લોકસભા સીટો ૨૦ -૨૦ ના આંકડામાં આવી જશે..!
હવે પૂછો કે નવા મુખ્યમંત્રી કોણ..? તો રાજનાથસિંહ તો ચોક્કસ નહિ,સત્તાની અડવાણીજીથી લઈને નાનામાં નાની આટલી બધી “ધરી” કાપી કાપીને સરખી કર્યા પછી અહિયા પોહ્ચ્યા પછી હવે યુપીમાં બીજી કોઈ મોટી ધરી ઉભી ના થવા દેવાય..!
એટલે વિજય રુપાણી જેવું ઈદમ તૃતીયમ નામ યુપીમાં આવે તો નવાઈ નહિ..!
સેફોલોજીસ્ટ અને અમુક મીડિયા હજી એમના જુના જ ગણિત માંડે છે “જાતી” ના ..
અગડી જાતિ અને પિછડી જાતિ ,દલિત અને મહાદલિત ,મુસલમાન અને ઈસાઈ પણ આ બધ્ધું ખોટું છે..!
માયાવતીની બોખલાહટ ફુલ્લી ફેઈલ થયેલા સ્ટુડન્ટ જેવી છે “મુસલમાન ભાજપને મત આપે જ નહિ” એવું હજી એમના મગજમાંથી જતું જ નથી..!
દુરદર્શનના વિનોદ દુઆ અને નલીનીસિંહના જમાનાથી ચાલુ થયેલું આ સેફોલોજીસ્ટ નામનું પ્રાણી હવે ઘણું ઘરડું થયું છે, છતાં પણ પુંછડા પછાડવાનું છોડતું નથી, અને ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના ચડી બેઠેલા ડોસા ડગરા એમની આંખે જ જોવે છે..!
સેફોલોજીસ્ટ નામની જાતિના લગભગ બધા ડોસા ડગરાના મોતિયા ઉતરી ગયા પણ તો ય એ બધા એમ જ માને છે કે અમને જે દેખાય છે ને એ જ સાચું અને ચોખ્ખુ.. કોઈ કોઈ ડોસા પાછા એમ પણ બોલે કે અમે તો વસાવડા સાહેબને ત્યાં લાખ રૂપિયામાં મોતિયો ઉતરાવ્યો છે..!તો શું થઇ ગયું ?મોતિયો એટલે મોતિયો..! લાખ ખર્ચો કે પાંચ લાખ નકલી આંખ એ નકલી..!
નવી “આંખ“નો જમાનો છે, અને એ “આંખ” છે સોશિઅલ મીડિયા અને ઈ-મીડિયા.. જાતિઓ મરી પરવારી છે,અને જોડે માયાવતી પણ, હવે આ જમાનામાં ઈલેક્શન ના આંકડા માંડવા હોય તો એઈજ ગ્રુપથી માંડવા પડે કયું એઈજ ગ્રુપનું યુથ ક્યાં ગયું અને કોની સાથે ગયું ? કઈ ઉમરની છોકરી કે સ્ત્રીએ કોને મત આપ્યો એના આંકડા મારવાનો સમય છે.. ભૈયાજી,ભાભીજી,બેહનજી,જીજી અને બાબા.. બધાના દિવસો પુરા..!
ઈમોશનલ અત્યાચાર કરીને કે રડી કકળીને ફાટેલા કુર્તા બતાડીને હેલીકોપ્ટરમાં બેસી જવાનું, એ બધા દિવસો ગયા..જનતાના મોબાઈલમાં રહેલા કેમેરા ચારેબાજુ અને દરેક ખિસ્સામાં છે..નાટક કરીને રડીને કે લાગણીઓમાં પ્રજા ખેચાતી જ નથી..”ધીટ” થઇ ગઈ છે પ્રજા..!
છટા વિખરેતા અને દિવસમાં ત્રણ વાર કપડા બદલીને પણ પ્રેઝન્ટેબલ દેખાતા લોકો જ યુથને ગમે અને એ જ જીત્યા..! બાકી ગંગાપુત્ર તો કેહવાની વાતો છે, પણ જેમ આપણે કાઠીયાવાડીમાં જેન “લોંઠકો” કેહવાયને એમ યુપીમાં જે કેહવાય છે એ લખાય એમ નથી ગાળ થાય..આ નવી જન્મેલી ૭૦ની સાલ પછીની “લોંઠકી” પ્રજા ને “લોંઠકો” ગમ્યો..!
જેને પાછળ જોતા આવડે છે એને આગળ જોતા પણ ફાવતું હોય છે, નવા પાણી આવી ગયા જોઈએ શું થાય છે..
ગુજરાતી ચેનલો પર તો લગભગ “લવારા” ચાલતા હોય છે, ભયંકર મેઇક-અપ કરેલી એન્કર બે ચાર ઢીલાઢાલા કાકાઓ જોડે ખેંચમતાણી કરતી હોય છે અને પછી એમને વચ્ચેથી કાપી નાખે અને પોતાનુ ઝૂડી નાખે..
શો પૂરો..!
આજકાલ ગુજરાતી લેખકો અને વિવેચકોને ભગવદ્ ગીતાના શ્લોકો ઠપકારવાની મજા આવતી હોય છે વિદ્વતા પુરવાર કરવનો સારી રીત છે.. ચાલો આપણે પણ કરીએ..
पांचजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जय। पौण्ड्रं दध्मौ महाशंखं भीमकर्मा वृकोदर।।
अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिर। नकुल सहदेवश्च सुघोषमणिपुष्पकौ।।
काश्यश्च परमेष्वास शिखण्डी च महारथ। धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजिताः।।
द्रुपदो द्रौपदेयाश्च सर्वश पृथिवीपते। सौभद्रश्च महाबाहुः शंखान्दध्मुः पृथक्पृथक्।।
अर्थात् श्रीकृष्ण भगवान ने पांचजन्य नामक, अर्जुन ने देवदत्त और भीमसेन ने पौंड्र शंख बजाया। कुंती-पुत्र राजा युधिष्ठिर ने अनंतविजय शंख, नकुल ने सुघोष एवं सहदेव ने मणिपुष्पक नामक शंख का नाद किया। इसके अलावा काशीराज, शिखंडी, धृष्टद्युम्न, राजा विराट, सात्यकि, राजा द्रुपद, द्रौपदी के पाँचों पुत्रों और अभिमन्यु आदि सभी ने अलग-अलग शंखों का नाद किया।
જય હો..
શંખનાદ થઇ ગયો અને ગુજરાતનું મીડિયા ઊંઘતુ જ રહ્યુ..સીધા ગંગાપુત્ર માં ગંગાના ખોળેથી માં નર્મદાના આશીર્વાદ લેવા આવી ગયા,ત્યાંથી સીધા સોમનાથ.. સાલુ નસીબ તો કેહવાય હો આગલે દિવસે કાશીવિશ્વનાથ અને બીજા દિવસે સોમનાથ..શંભુ શંભુ .. તારા ખરેખર ચાર હાથ છે, બાકી મારા જેવાને તો કાશીવિશ્વનાથના દર્શન કર્યે જ ત્રીસ વર્ષ થઇ ગયા,
ગુજરાત કોંગ્રેસ હજી ઊંઘે છે,જો કે આખા દેશ ની કોંગ્રેસ ઊંઘે છે હમણા દિગ્વિજયસિંહએ બયાન આપ્યુ કે રાહુલ ગાંધી ને ખસેડવાની વાત ના કરશો..!
ડોબો બોસ હોય અને સેલરી ટાઈમસર થતી હોય તો કોઈ મુર્ખ મેનેજર જ બોસને બદલવાની વાત કરે, આખી કોંગ્રેસ એટલી બધી હોશિયાર છે કે આ ડોબો ભલે રહ્યો,આ નરેન્દ્ર મોદી જેવો કોઈ ડાયનેમિક આવ્યો તો દોડાઈ દોડાઈ ને તોડાવી નાખશે અને પાછો પોતે ચડી ને રાજ કરશે, એના કરતા આ ડોબો સારો, અને ભૂલ ભૂલમાં પણ રાજા બને તો એને રાજ કરતા પણ નહિ આવડે,પાછલા બારણે આપણે જ છીએ ને , અને નહિ બને તો જે છે એ બરાબર છે, ભલે બેઠો આ..!
પૂર્વ અમદાવાદની દીવાલો ઉપર આમ આદમી પાર્ટીના સ્લોગન ચિતરાઈ ગયા છે અને એની સામે ભાજપએ જવાબ પણ ચીતરી નાખ્યા છે, પણ કોંગ્રેસ હજી અવઢવમાં છે , ગુજરાત કોંગ્રેસ એટલે બારહ એક્ટર અને તેરા મેનેજર વાળી કંપની.. કોઈ રણીધણી નહિ..!
યુપીના પરિણામો ભારતની રાજનીતિ માટે ખુબ મહત્વના છે, ઉત્તરપ્રદેશમાં રાજ કોણ કરશે અને એની નીતિ શું હશે એ જોવાનું છે..દેશની ચાલીસ ટકા જનતા આ ગંગા જમનાના મેદાનોમાં રહે છે..એને જો ગ્રોથ મળે તો જીડીપી ક્યાંનો ક્યાં જાય અત્યાર્રે પણ ચાર ટકા જીડીપીનો આધાર ગંગા-જમનાના મેદાનોની વસ્તી પર આધાર છે..!
મેદાની ઇલાકાની જનતા જ્યાં સુધી રેલો છેક ના આવે ત્યાં સુધી હલવા ટેવાયેલી નથી..
સોશિઅલ મીડિયા એ આ લડાઈ ભાજપને જીતાડી આપી છે નરેન્દ્ર મોદીની મેહનત ચોક્કસ પણ હાથમાં રહેલો મોબાઈલ અને એમાં વોટ્સ એપ અને ફેસબુક એ હિંદુ મુસલમાન,દલિત બ્રાહ્મણ એવા ઘણા બધા ફેક્ટરને લગભગ નલીફાઈ કરી આપ્યા અને અને યંગ ઇન્ડીયા એ માયાવતીને ધોબી પછાડ આપી છે..
ગુજરાતમાં હાર્દિકનો ઉદય અને પતન બધું જ સોશિઅલ મીડિયાને આભારી છે આનંદીબેનનો નેટ નસબંધી નિર્ણય યોગ્ય હતો, અને એ ના કર્યું હોત તો અત્યારે હાર્દિક ફેક્ટર જબરજસ્ત ચડી વાગ્યુ હોત..પણ સમય વર્તે સાવધાન એમ આનંદીબેન એ કામ કર્યું..
હવે ગુજરાતનો રસ્તો ઘણો સેહલો છે પણ ૧૮૨ માંથી ૯૧ બદલે તો જ, બાકી તો ગડબડ થશે અને પછી રોડ શો કરાવવા પડશે..!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા