લોકતંત્ર ની વસંત
અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ નરેન્દ્ર મોદી ની લડાઈ …
મોદી ભક્તો માટે મોદી હારી ને પણ જીતી ગયા છે ..અને વિરોધી માટે મોટું શસ્ત્ર મળ્યું ….પ્રજા ગાંડી થઇ છે ..જોકે પરિણામો દિલ્લી ના ગાંડા કરે એવા જ છે …
એક સારી વાત એ છે કે સામાન્ય જનતા જબરજસ્ત રસ લેતી થઇ ગઈ છે રાજકારણમાં ..અને એના કારણે નેતાઓ ને જખ મારીને નેતાઓ ને પર્ફોમન્સ આપવું પડે એવી પરિસ્થિતિ પેદા થઇ છે ..
એકદમ ફૂલગુલાબી તેજી છે લોકતંત્ર માં ..સાચા અર્થ ખરી લોકશાહી ભારતવર્ષ માં અત્યારે ઉછરી રહી છે ..દિલ બાગ બાગ થઇ જાય છે જોઈ ને …જયારે શાકવાળો એમ કહે કે દસ લાખ ના તે કઈ સુટ પેહરાય ..અને પસ્તીવાળો એમ કહે કે અરે જોજો હવે મોદી સાહેબ કામ કરે એ આખા દેશ ની શકલ બદલી નાખશે …મોદી સાહેબ એટલે મોદી સાહેબ …
કોણ સારું અને કોણ ખરાબ એની પંચાત મૂકી અને મને તો આ સરસ મજાની લોકશાહી ની પાંગરેલી વસંત જોવાની મજા આવે છે …આજે જયારે દુનિયા ના ઘણા બધા દેશો માં લોકશાહી નું મર્ડર થાય છે ત્યારે ભારતવર્ષ માં ધુઅધાર બેટિંગ કરીને નરેન્દ્ર મોદી દિલ્લી ની ગાદીએ બેસે છે અને એ જ મોદી ને આઠ મહિના માં દિલ્લી ની જનતા નકારે છે …વાહ વાહ …આવો સિનારિયો તો અમેરિકા માં પણ માંડ જોવા મળે છે …
મુખ્યમંત્રી ની શપથ લીધા વિના જ એ કામે લાગ્યા કેજરીવાલ અને પ્રધાનમંત્રી નો શપથવિધિ માં સાર્ક દેશો …બધું બરાબર જાય છે …
દસ લાખ નો સુટ તો જનતા અને મીડિયા ઉતરાવે જ છૂટકો કરશે અને કેજરીવાલને લાઈટ અપાવે ..અને જો સસ્તી લાઈટની એ ઘો ઘુસી ….દિલ્લી માં તો આખા દેશ માં લાહ્ય લાગશે.. વીજળી ના ભાવ ઘટાડવા ની ….ડોસી મરી તો જમ પેંધો પડવાનો એ નક્કી છે ..
બધા મુખ્યમંત્રી ના જીવ કેજરીવાલે અધ્ધર કરી નાખ્યા છે ..આ માણસ રોજ નવું ગતકડું કરશે અને અમારી પ્રજા અમારી બજાવશે …કરશે ગતકડા કેજરીવાલ અને ભરશે બીજા પચ્ચ્ચીસ ..વત્તા મોદી સાહેબ …
દસ લાખ ના સુટ પર સો રૂપિયા નું મફલર ભારે પડ્યું એવો ઘાટ થશે ….
દંભ ને એટલો મોટો ફટકો પાડ્યો છે કે …ના પૂછો ને વાત ..એટલે સૌથી મોટી દંભી કોંગ્રેસ (આઈ) ગઈ..ફરી કોન્ગ્રેસ ને બેઠા થતા દસકો નીકળશે ..પણ બેઠી ચોક્કસ થશે એની ચર્ચા ફરી ક્યારેક કરીશું…
સવાર સવાર માં મોદી સાહેબ અને કેજરીવાલ એ મળી લીધું …બયાનો બહુ પોઝીટીવ આવી રહ્યા છે આ બધું ખરેખર આટલું સરસ હોય તો તો ભારતવર્ષ ના ભાગ્ય ઉઘાડી ગયા છે એવું માનવા નું થશે …એક ડાહપણ ભર્યો નિર્ણય અરવિંદ કેજરીવાલ એ લીધો …હવે એક વર્ષ સુધી એકપણ ચુંટણી નહિ લડીએ ….
સીધી બીજી આમ આદમી ની સરકાર હવે કદાચ હવે પંજાબ માં બનશે ..અત્યારે એમના ચાર એમપી પણ ત્યાં થીજ આવે છે …અકાલી અને ભાજપ ની લડાઈ માં માથું કાઢશે આપ ….શિવસેના એ બયાનો અને રાજીનામા ધરી ને પાછુ તાપણું કર્યું છે ….
ટૂંક માં કહીએ તો જીત નશો ઉતારી અને કામ પર લાગવા નો ટાઈમ આવ્યો છે …જો કામ નહિ કરી બતાડીયે તો માં ગંગા કે જમના એકે હાથ નહિ ઝાલે અને સાબરમતી કાંઠે રેહાવનો વારો આવશે …
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા