મંગોલિયા….
કોઈ દાડો નામ પણ ના સાંભળ્યું હોય ત્યાં પોહચી જાય એનું નામ નરેન્દ્ર મોદી …. ખાસ્સા એવા રમણે ,સોરી ભ્રમણે ચડ્યા છે .. એક જ વર્ષમાં તો લગભગ દુનિયા આખી ફરી લીધી ..અરે ભાઈ ગુજરાતી માણસ છે યાર હરવા ફરવાના શોખ તો રેહવાના .. એમાં પણ બહુ ખર્ચો ના હોય .. અને મજા કરવાની હોય તો નીકળી જ પડાય ને યાર …અમે ક્યાં વેકેશન કે રજા લિયે છીએ હે …રવિવારે પણ કામ કરું છું ..હેઈ મસ્ત મજાના નવા નવા કપડા પેહરવાના …અને કોઈ કઈ બોલે તો એ જ કપડા ને વેચી મારીને ચેરીટી કરવાની ….
પણ યાર તમને નથી લાગતું કે આ મોદી સાહેબ છે ને પેલા ઘરડા કાકાઓ જેવું નથી કરતા …??? જ્યાં હોય ત્યાં મંદિર શોધવાના અને પૂજા કરવાની અને ઓળખાણો કાઢવાની .. ના હોય તોય ઓળખાણ શોધી પાડવાની…..તારા મોટા બાપા ના સાઢુ ખરાને એની બેનના દીકરા જોડે મારે એકદમ સારો સબંધ …
ચાલો હવે થોડી સીરીયસ વાત … મને ગમ્યું મંગોલિયા ગયા તે … મંગોલિયા ની ભૌગોલિક પોઝીશન એવી છે કે જો ભારતને ત્યાં ટાંટીયો ઘાલવા મળે તો મજા પડી જાય … જેમ ચીન પાકિસ્તાનમાં પેઠું છે એમ જ આપણે મંગોલિયામાં પેસવાનું છે .. કુટનીતિની રીતે તો એક સારું પગલું છે … ચીની રાષ્ટ્રપતિ શી પીંગ ની પાકિસ્તાન યાત્રા નો જવાબ છે મંગોલિયા , અને બીજો જવાબ દક્ષીણ કોરિયાની યાત્રા છે કે ભાઈ ચીના તમે એકલા અમને ઇલેક્ટ્રોનીક્સ આપનારા નથી .. દુનિયા માં બીજા લોકો છે … એટલે વધુ હુશ્યારી કરશો તો અમે ત્યાં વળીશું …સારો જવાબ છે …
વત્તા સાહેબ દુનિયાના જેટલા દેશો માં બુદ્ધ મંદિર છે ત્યાં ચોક્કસ જાય છે … ઇસ્લામિક કટ્ટરવાદ નો જવાબ છે બુધ્ધિઝમ … શાંતિ અમને ખપે એવો બહુ સોલીડ મેસેજ જાય છે.. આમાં પાકિસ્તાન ની હાલત ખરાબ થાય છે … સારી વાત છે .. આપણી લીટી મોટી થઇ રહી છે … પાકિસ્તાનની લીટી ભૂસવાનો પ્રયત્ન કરવો એના કરતા આપણી લીટી મોટી કરો …આમ પણ ઘર માં આગ લગાડવી હોય તો ઘર નો દીવો જ લગાડી શકે .. બહારવાળા નું કામ નહિ .. એ ન્યાયે હવે પાકિસ્તાન ના પેદા કરેલા ઘણા દીવા એને દઝાડી રહ્યા છે …. પોઝીટીવ રાજનીતિ અને કુટનીતિ નો નિયમ જે તમારી પાસે સારું છે એનો ઉપયોગ કરો અને બતાડો દુનિયાને ….બુદ્ધ હજી પણ સેલેબલ છે બહારના દેશો માં વેચો બિન્દાસ તમ તમારે …..
પાછો મંગોલિયા પોહચું … મંગોલિયા પોતાને પણ મજા પડી ગઈ છે .. પેહલીવાર કોઈ ભારત થી આવ્યું છે ….અને ચીન અને રશિયા વચ્ચે સેન્ડવીચ થયેલા મંગોલિયા ને ઘેર્ર કાકા નો દીકરો ભાઈ અમેરિકા થી આવ્યો હોય એવું લાગે છે , હકીકત માં એવું છે કે મોંગોલિયા માં મિનરલ્સ ખુબ જ મોટી માત્ર માં દટાયેલા છે …. જમીનમાંથી મિનરલ્સ ખોદી કાઢવામાં આપણને સારી ફાવટ છે …એમાં ચોરી કરવા માં પણ છે એ વાત જવા દઈએ .અત્યારે .. પણ એ ખાણો ખોદવા ના કોન્ટ્રકટ મળે તો પણ મજા આવે … એવી આશા રાખવી કે એ બધા મિનરલ્સ આપણે આપણા દેશ સુધી તાણી લાવશું તો એ વાતમાં માલ નથી કેમેકે આખું ચીન ક્રોસ કરવું પડે પછી દરિયો મળે …કોઈ પણ મિનરલ હિન્દુસ્તાન લાવવા હોય તો દરિયા માર્ગે જ લાવવા પડે …હિમાલય ઓળંગી ને લાવવા મુશ્કેલ પડે ત્યાં વચ્ચે આખું ચીન પડે … એટલે યુરેનિયમ જેવી મોંઘી જણસ હાથ લાગે તો પ્લેન માં લેતા અવાય.. બાકી તો ખાલી ચીન ને સળી કરીને મજા કરીને મોંગોલિયાથી પાછા … સીધા કોરિયા … અત્યારે દક્ષીણ ચીની મહાસાગર નું લથ્ઠું પડ્યું છે અમેરિકા એ પાછા ડોળા કાઢ્યા છે ચીન ની સામે પણ આ તો બધું ચાલ્યા કરે ….
હું તો માનું કે ઘેર બેઠા રહીને ગાતી ભેગી ગાવા બેસવું અને રોતી ભેગું રોવા બેસવું એના કરતા તો બહાર ફરી ફરી ને કઈ રસ્તો શોધવો ….અને શક્યતાઓ ને હમેશા શોધતા જ રેહવું પડે ..
સાહેબ મેહનત ચાલુ રાખો .. ક્યાંક કઈ ચીન પર લગામ કસવા નો રસ્તો મંગોલિયા કે દક્ષીણ કોરિયા થઈને નીકળે તો દોડી જવાય ….
ઓગણસાહીઠ દિવસ બેંકોક માં પડી રેહવું એના કરતા તો ફરી ફરી ને કઈ ધંધો કરવો સારો …
ઘર સે ભલી બજાર ….
શુભ રાત્રી
શૈશવ વોરા …..