Page 6
ખાલી સોળ વર્ષનો હુ, અને બાવીસ વર્ષની પૂર્વી ભાભી, સત્યાવીસ વર્ષનો ઉમેશ , પૂર્વી તરફના ઈર્ષ્યા ભાવને કારણે એ રાત્રે હું તો સૌથી પેહલો એમના ફૂલોથી શણગારેલા પલંગમાં જઈને સૂઈ ગયો ઉમેશ ના કોલેજના બધા જ મિત્રો ઍ પૂર્વી ને ચેતવી, આ “ટીનો” છે ને તારી સૌતન છે પૂર્વી, ધ્યાન રાખજે.. હું બિલકુલ ક્રોસમાં આખો પલંગ રોકીને પગ પોહળા કરીને ઊંધું માથું નાખીને સુઈ ગયો હતો..!
ઉમેશ અને પૂર્વીભાભી બંને એમના રૂમમાં આવ્યા મને પલંગ પર સૂતેલો જોઈ ઉમેશે ઈશારો કર્યો …
શું કરશુ આનુ….???
પણ ભાભી ઍ ઇશારાથી કીધુ હું છુ ને.. ધીમેક થી પૂર્વી મારી નજીક આવી પલંગ પર બેઠી, હુ ઉંધુ માથું ઘાલી ને પડી રહ્યો..
ભાભી મારી બાજુમાં બેસી અને ભાભી ઍ મારા માથા મા હૅત થી હાથ ફેરવ્યો, એકાદ મિનીટ થઇ, ભાભી મારા માથામાં હાથ ફેરવતી રહી મે ઉંચુ જોયુ..મારૂ માથુ ભાભી ઍ ઍના પાનેતર પેહરેલા ખોળામાં લઇ લીધુ અને મારા વાળમાં હેતથી હાથ ફેરવતા ફેરવતા એમના મીઠા અવાજે બીલ્યા બૉલ બેટા શું જોઈયે છે તારે..!!!? મને ભાભીના અવાજનો રણકાર અને નેહ નીતરતી નજર આકર્ષી ગઈ મારી ઈર્ષ્યા ઘડીના છઠ્ઠા ભાગમાં ઓગળી ગઈ અને હું ભાભીને વશ થઇ ગયો..
મે કીધુ ફ્રેન્ડસ ,મેં તરત જ બેઠા થઈ ને હાથ ધર્યો ભાભી ઍ એમનો હાથ આપ્યો..નો ફ્રેન્ડસ..ફ્રેન્ડસ ફોર ઍવર..ફોર લાઈફ ઑકે..
હું ભાભી ને વળગી પડ્યો અને ઉમેશે અમને બંનેને બાથમાં લઈ લીધા ,અને એ દિવસથી પૂર્વીભાભી મારી બેસ્ટ ફ્રેંડ બની ગઈ ,ઉમેશ થી પણ વધારે.. ભારતી કાકી અને યોગેશકાકા , સાસુ સસરા સવાયા થી પણ માંબાપ બન્યા પૂર્વીભાભીના…
ઍક દિવસ એમના સાસુ ભારતીકાકી ઍ ટકોર કરી બેટા હમણા તમારે છોકરા ના થવા દેવા હોય તો થોડુ આગળ ભણી લો.
પૂર્વી ને તો ખુશીઑ ઉપર થી ખુશી મળી, તરત જ બી.ઍડ. મા ઍડમિશન લીધુ ભાભીએ અમદાવાદ માં અને ભણવા મંડી પડી,બી ઍડ પૂરુ થયુ અને ભાભીનો ખોળો ભર્યો.. ઉમેશ પૂર્વીને સુંદર દિકરો અવતર્યો અને નામ પડ્યુ “અંશ” ઇશવર ખોબલે ખોબલે ખુશીઑ આપતો ગયો.
અંશ નો પેહલો જન્મદિવસ મારી સાથે બીજા બધા મિત્રો અને ટોટલ ઍક હજાર માણસો નો જમણવાર થયો , જોરદાર ધમાલ કરી અંશની બર્થડેમા .
મારું લગભગ રોજ નુ ઉમેશ પૂર્વી ના ઘરે આવવા જવા નુ હોવાથી અંશ મારો બહુજ હેવાયો હતો, હુ તેમના ઘર નો ઍક ભાગ જ હતો.
દોઢ વર્ષનો અંશ થયો ,પણ કશુક પકડી ને ઉભો થાય અને પડી જાય,પૂર્વીના સાસુ ભારતીબેન ની નજરમાં આવી ગયુ નક્કી કાઇ ખોડખાંપણ છે અંશમાં , ડોકટર ને બતાવ્યુ બધા ટેસ્ટ થયા.
ફરી ઍક્વાર યમરાજ પૂર્વીના પેટ ના જણ્યો લેવા આવ્યો ,અસાધ્ય રૉગ મસ્ક્યુલર ડિસ્ટ્રોપી લઈ ને જ અંશ જન્મ્યો હતો..
કકળતા હૈયે ..બે વરસ નો દિકરો યમરાજ ને આપ્યો મારી પૂર્વીભાભીએ ..એમના દુ:ખમા સહભાગી થવા હું હવે રોજ સવાર સાંજ જતો એમના ઘરે , છ મહિના વીત્યા, ઉમેશ બીજું છોકરુ ફટાફટ થવા દે, કાકીએ પૂર્વીભાભીને પણ કીધું પણ ભાભીએ સાંભળ્યું ના સાંભળ્યું કર્યું ..
Previous Page | Next Page