૧૫ મી ઓગસ્ટ ..
૩૭૦ ના પ્રત્યાઘાતરૂપે પીઓકેમાં પાકિસ્તાન પાસે છે એટલું લાવલશ્કર મિંયા ઈમરાને ખડકી દીધું છે, મિંયા ઈમરાને લગભગ પાંત્રીસ મિનીટના ભાષણમાં ત્રીસ મિનીટ ભારત ઉપર બગાડી ..
કેટલી બધી માનસિક કંગાલિયત છત્તી થઇ..!!
મિંયા ઇમરાનજી તમે તમારું કરોને ભાઈ..
પણ ડર બીજો છે ..!!
એક સોશિઅલ મીડિયા ઉપર ફોટો આવ્યો હતો કે ઇસ્લામાબાદ ના રોડ ઉપર શિવસેનાના સંજય રાઉતજી ના ટ્વીટ સાથે નો અખંડ ભારતના પોસ્ટર લાગ્યા હતા ..
જોરદાર ઘભરામણ ત્યાં છે..
દરેક પાકિસ્તાની ચેનલ ઉપર એક જ વાત આવી જાય છે કાશ્મીરને ૧૯૪૭ ના સ્ટેટ્સ ઉપર લાવી ને મૂકી દીધું છે..!
રખે ને `અખંડ ભારત` માટે કઈ કરી મુક્યું તો …?
આજે અજીત ડોવાલજી ને સેલ્યુટ કરવાનો દિવસ છે.. ભારતમાં હજી થોડાક વર્ષ પેહલા પાકિસ્તાની ધ્વજ ફરકતા હતા એની બદલે અખંડ ભારતના પોસ્ટર ઇસ્લામાબાદમાં લાગે છે..!!
આખે આખું પાકિસ્તાની થીંક ટેંક આજે સંઘના છાપેલા પુસ્તકો જ્યાંથી મળે ત્યાંથી ખરીદીને વાંચતું થઇ ગયું છે..!!
મિંયા ઇમરાનના પોઈન્ટ ઓફ વ્યુથી જોઈએ તો બહુ મોટી ભૂલ છે આ …
પાકિસ્તાની થીંક ટેંક ભારત સરકારનું આગળનું પગલું શું હશે એ સમજવા માટે કદાચ પુસ્તકો ફંફોસી રહી છે પણ એની આડ અસર એવી થશે કે ધીરે ધીરે એ વાંચનારા પણ અખંડ ભારતના હિમાયતી થઇ જશે…!!
૩૭૦ના મુદ્દે લગભગ કોઈ જ દેશે સમર્થન આપ્યું નથી અને આ સમાચાર ઓનલાઈન પાકિસ્તાની અખબાર ધ ડોનમાં વાંચ્યા છે..નાહકની તતુડી વગાડીને મિંયા ઇમરાનખાન પોતાનો કક્કો ખરો કરવાની કોશિશ કરી રહ્યા છે ..
એક બીક બીજી પણ છે સરહદ પાર ,
જો કાશ્મીરને `નાથી` લીધું તો પછી ભારત માટે પાકિસ્તાનના ટુકડા કરવા એ બહુ સેહલી વાત થઇ જશે , એટલે કાશ્મીરને અનસ્ટેબલ કરવાના થાય તેટલા બધા જ પ્રયત્નો કરી લેવામાં આવશે મિંયા ઇમરાન તરફથી..
એક ધમકી એવી પણ અંકલ સામ ને આપવામાં આવી કે અમે અમારું બધું લશ્કર પશ્ચિમેથી ખસેડીને પૂર્વમાં મૂકી દઈશું..
જો એવી ભૂલ કરે મિંયા ઇમરાન તો આપણે તો ટાઢે પાણીએ ખસ જાય.. પાકિસ્તાનની પશ્ચિમ સરહદે અફઘાન વિદ્રોહીઓના ધાડેધાડા હજી છે અને જેવું પાકિસ્તાની લશ્કર ખસ્યું એ ભેગા એ બધાય છેક ઇસ્લામાબાદ સુધી ઉતરી આવે , એ જાહિલ પ્રજા છેલ્લા દસ સૈકાથી પોતાના અને પારકા નો ભેદ સમજી નથી , એમને તો બસ `મર, મારું,માર કે મારવા દે` આ સિવાય નું બીજું કશું સુઝતું નથી …
ઓવરઓલ જોઈએ તો ડોવાલ સાહેબે ગજ્જબ પાના પક્કડ લઈને મિંયા ઇમરાન ને ફીટ કર્યા છે ..
મારા જેવા ઘણા લોકો આ દેશમાં અખંડ ભારતના સપના લઈને જીવે છે , સિંધુ અને બ્રહ્મપુત્ર મારી માં ની બે ભુજાઓ છે અને તિબેટ મારી માં નો મુગટ નહિ કે કાશ્મીર , કાશ્મીર તો માં ભારતીના મુગટનો કોહીનુર છે એ આખે આખો મુગટ હરગીઝ નથી..!!
સાહેબ ભાષા શુદ્ધિ જરૂરી છે..!!!
રીપીટ,
તિબેટ માં ભારતી નો મુગટ અને એ મુગટ ની વચ્ચે આવેલો હીરો એ કાશ્મીર..!!
વિખ્યાત પાકિસ્તાની મૂળના વિચારક તારક ફ્ત્તાહ સાહેબ એમ કહે છે કે અખંડ ભારતના સપના ને ભારતે હાલ પુરતું ભૂલી જવાની જરૂર છે કેમકે પાકિસ્તાન અને બંગલાદેશ ની પ્રજા સંપૂર્ણ જાહિલ પ્રજા છે, અને એ પ્રકારની ઘણી `વસ્તી` આપણા યુપી બિહારમાં પણ વસી રહી છે ,એટલે જ્યાં સુધી તમે ભારતીયો યુપી બિહાર ક્લીયર કરી અને દેશના બીજા ભાગ ની સમકક્ષ નાં લાવી મુકો ત્યાં સુધી પાકિસ્તાન એના પાપે પણ જો તૂટી પડે તો પણ તમે એને તમારામાં ભેળવવાની ભૂલ ના કરશો..!!
વાતમાં દમ છે , યુપી માં તો જબરજસ્ત સાફસૂફી ચાલુ જ છે અને બિહારમાં પણ અમુક અંશે ચાલુ છે અને બીજી મહત્વની વાત એ પણ ખરી કે ભારત દેશની ટોટલ વસ્તી અને જીડીપી નો ફાળો હજી ગંગા જમનાના મેદાની ઇલાકામાંથી જ આવી રહ્યો છે એટલે જ્યાં સુધી ગંગા જમના ના મેદાની ઇલાકા દેશના બીજા ભાગો જેટલા આર્થિક રીતે અને કાનૂન વ્યવસ્થામાં સક્ષમ ના થાય ત્યાં સુધી બીજી પળોજણ માથે લેવાય નહિ..!
એક મિત્રની ઓફિસે બેઠો હતો ત્યાં મંદી ની વાતો થઇ રહી હતી.. મિત્ર એ સાવ સાદું ઉદાહરણ મુક્યું અને બોલ્યો ..શૈશવભાઈ હજી મંદી તો આવી જ નથી ખરી મંદી તો આવનારા ચાર પાંચ વર્ષમાં આવશે..?
મેં કહ્યું કેમ અલ્યા આવું ?
જવાબ હતો સાહેબ આપણે ઘરમાં બે રૂમ રીનોવેટ કરીએ તો ખર્ચો આવે ત્યારે સેહજ ધીમા પડી જઈએ કે નહિ ?
આ તો આખું કાશ્મીર રીનોવેટ કરવાનું છે તો પછી રૂપિયા ક્યાંથી જવાના ? આખા દેશમાંથી તો ખેંચ તો આવવાની જ ને ..!!
સેન્સીબલ વાત હતી પણ બીજો એક પ્રોબ્લેમ પણ છે..ભારત સરકાર લગભગ મોટા મોટા પચ્ચીસ થી ત્રીસ પ્રોજેક્ટ ચલાવી રહી છે અને દુનિયા ની કોઈપણ સરકાર એકસાથે દસથી વધારે મોટી પરિયોજનાઓ સાચવી કે સંભાળી શકતી નથી ..આ વાત ક્યાંક વાંચેલી છે રેફરન્સ યાદ નથી આવતો
અને આજ ના ભાષણમાં છલાંગ મારવા ની વાત હતી એટલે કદાચ ઉપર ની વાત સાચી પણ હોઈ શકે પરંતુ એક સાથે જો બહુ જ મોટા પ્રોજેક્ટ ખોલી નાખે સરકાર તો પછી બજારોમાં મંદી ઘેરાઈ જાય એ વાત નક્કી ..
બજારો ધીમે ધીમે ધીમા પડતા જાય છે ઓટો સેક્ટર ની મંદી વિષે તો હવે ઘણું લખાઈ ચુક્યું છે પણ વ્હાઈટ ગુડ્સ પણ તેહ્વારોની સીઝન હોવા છતાં ધીમા જઈ રહ્યા છે ..
એક ભયજનક સિગ્નલ છે.. રૂપિયા વાપરવાની ટેવ પ્રજા ભૂલી ગઈ તો ફરી રૂપિયા વાપરતી કરતા બહુ સમય લાગે છે, આ બહુ સમય એટલે એક આખો દસકો મીનીમમ..
જીએસટી ના ઊંચા દર સરકારની આવક વધારી રહ્યા છે પણ ધંધા મંદા પાડી રહ્યા છે..
છલાંગ મારવામાં સામે છેડે જમીન જ પોચી થઇ જાય તો ક્રેશ લેન્ડીંગ થાય..
જેટલીનોમિક્સ લગભગ ફેઈલ મોડેલ છે, આજે પણ જીએસટી ના ૧૭-૧૮ ના વાર્ષિક રીટર્ન લગભગ ૧૫% લોકો એ જ ભર્યા છે, દેશભરના વેપારી આલમ નો મૂડ સમજવા માટે નું આ એક ઉત્તમ ઉદાહરણ છે..
એક નહિ અનેક મોરચે લડત આપવાની છે ,એક સાદી છાપ ઉભરી ને આવે છે કે ભાજપ ની સરકાર વિદેશ ,ગૃહ ,અને સંરક્ષણ મુદ્દે સોમાંથી સો માર્ક લાવે છે પણ કોમર્સ અને ઈકોનોમીમાં પાસ થતા પણ ફાંફે ચડે છે ..
અત્યંત નાજુક સમય છે , એટલી રાહત છે કે ભ્રષ્ટાચાર ના કોઈ જ મોટા કૌભાંડ નથી..
છેવાડાના માનવી સુધી પોહચવું એ સારી વાત છે પણ ત્યાં સુધી પોહચી અને ખબર પડે કે જે છેવાડેથી આગળ નીકળી ગયો હતો એ પણ સરકી ને પાછો છેવાડે આવી ને ઉભો રહી ગયો છે..!!
વધુ આવક ની લાલચ બાજુ પર રાખી અને થોડોક સમય જીએસટીના દરો નીચા કરીને બજારોમાં પ્રાણ ફૂંકવાની તાતી જરૂર છે ..
આ જમાનો `આધી રોટી ખાયેંગે ઇન્દિરા કો લાયેંગે` નો નથી ..
એમને તો ખબર પડી જ ગઈ હતી કે આ ડફોળને આધી રોટી જ ખાવી છે અને અડધી આપીશ તો જ મને લાવશે એટલે આખી કોઈ દિવસ ધરવી જ નહિ..
આપણે એવું ના થાય ..
કામ કરાવી ને દરેક ને ભરપેટ જમાડવા છે, છેવાડા નો માનવી હોય કે આન્તાલીયા નો ..!
શ્રમ કર્યા વિનાનું ભોજન પાપ છે, એ આપવું કે કરવું ..
આપણી પણ આદતો બગડતી જાય છે, શારીરિક કે માનસિક શ્રમ નું પ્રાધાન્ય જીવનમાં ઘટાડી રહ્યા છીએ અને `સ્માર્ટનેસ` નું પ્રધાન્ય વધારી રહ્યા છીએ ,
મારું કામ બીજો કરે એનું નામ સ્માર્ટનેસ.!! એ કામ પછી ટેકનોલોજી કરે કે માણસ..!!
ચાલો આજે આટલે અટકું છું
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*