અમદાવાદની હોટેલ હયાત ના પેલા શેખરભ`ઈ ને ત્રણ ઈંડા બહુ મોંઘા લાગ્યા..!!
૧૬૭૨ રૂપિયાના ત્રણ ઈંડા..ભાઈ ની આંખો ફાટી ગઈ..!
આટલું મોંઘુ ?
બોલો એવું તે શું થયું હશે તે એમને આ ઈંડા આટલા મોંઘા લાગ્યા ?
હોટલમાં ભૂલથી નળ નું પાણી પી ગયા હશે .. ઓરીજીનીલ સાબરમતી નું પાણી ભૂલમાં આ શેખરભ`ઈ પી ગયા ,
હવે જન્મારો આખો મારી જેમ `સસ્તું` શોધવામાં કાઢશે..!!
અમારી સાબરમતીનું પાણી છે જ એવું કે તમને સસ્તું ,નમતું ,સારું અને ઉધાર શોધતા કરી મુકે ..!! અને કોઈ કઈ મફત આપે તો બે વસ્તુ માંગે.!!
ખરું ખરું આ ફિલ્મવાળા પણ સોશિઅલ મીડિયામાં પોસ્ટ કરે છે ..!!
અલ્યા ભ`ઈ તમે કઈ હોટેલમાં અને ક્યાં રહો છો ? ક્યાં ઓર્ડર કરો છો અને પછી બીલ આવે ત્યારે આવી રાડો નાખો..?
અઘરો હો ભાઈ ,
હયાતમાં જઈએ ઈંડા ખાવા છે તો પછી હયાત ના રૂપિયા આપવા પડે, એટલા બધા મારી જેમ તમારા ખિસ્સામાં કાણા હતા તે હયાતની બાહર નીકળે ને એવા સામે ઉસ્માનપુરા-વાડજમાં ઢગલો લારીએ ઈંડા મળે અને થોડાક આગળ એઈસી એ આવો તો જમણી બાજુ ફૂટપાથ ઉપર પેલો સોનુ`ડો દોઢસો બસ્સો રૂપિયામાં પેટ ભરાવી દેતો ..
ત્યારે શું વળી ?
હવે અહિયાં સ્પષ્ટતા કરું કે હું ઈંડા ખાતો નથી, ગઈકાલની પોસ્ટમાં એવું થયું કે તમે સિગારેટ પીવો છો શૈશવભાઈ ? અરે બાપા નથી પીતો ,પણ દિલ્લીમાં પ્રદુષણ માટે એવું કેહવાય છેકે નોન સ્મોકર પણ રોજ ની પંદર સિગારેટ જેટલો ધુમાડો ફેફસામાં ઉતારે છે એટલે અમે અલ્ખું કે અમે પંદર સિગારેટ પી ગયા ..!
બેક ટુ ઈંડા..
રેહવું ફાઈવ સ્ટારમાં અને પછી રડવા બેસવાનું ? સોળસો રૂપિયાની પથારી ફરી ગઈ ત્રણ ઈંડામાં ?
ફાઈવ સ્ટાર બાપડી એના ખર્ચા ક્યાંથી કાઢે ? રૂપિયા બચાવવા કાણા વાળો ટુવાલ મુકે તો પણ તરત સોશિઅલ મીડિયામાં નાખો ..અને તમારા જાંગીયાના કાણા ?
એક સર્વે એવું કહે છે કે ચાલીસ ઉપરના સીતેર ટકા પુરુષો એમના અન્ડરવેરમાં કાણા પડી જાય તો પણ ઝટ ફેંકતા નથી .. બિચારો ભારતીય મધ્યમ વર્ગ નો પુરુષ..!
આપણને શોખ ખરો ફાઈવ સ્ટારોમાં રખડવાનો અને પચાસ વર્ષની જિંદગીમાં ગણી ગણાય નહિ એટલી પોતાના રૂપિયે ને પારકા (કમ્પનીઓ ના ) રૂપિયે રખડ્યા છીએ પણ દરેક વખતે ઓર્ડર કરતી વખતે જમણી બાજુ ને જરાક જોઈ લઈએ..
અરે બહુ મોટી હોટેલ હોય જેમ કે ઉમેદભવન જોધપુર કે પછી તાજ મુંબઈ કે પછી ગ્રાન્ડ ચોલા ચેન્નાઈ , એવા બધામાં લંચ ડીનર લેવા જઈએ તો રેસ્ટોરન્ટમાં ઘુસતા પેહલા જ બાહર મેન્યુ કાર્ડ પડ્યું હોય છે અને છતાં પણ જો આપણા કે કોઈના રૂપિયાની પત્તરફાડવાનું નક્કી જ કર્યું હોય તો પણ નફફટ થઇ ને એકવાર જોઈ લેવાનું અને એવું લાગે તો મેનેજર ને બોલાવી અને સબ્જીની ક્વોન્ટીટી પણ પૂછી લેવાની ?
અઢી ત્રણ હજાર ની સબ્જીમાં બે જણ જમશે કે ત્રણ ?
શરમાય એ કરમાય વળી ?
મારો એક મિત્ર મને એમ કહે તને શરમ નથી આવતી ?
મારો સામો સવાલ હોય કે શરમ કોની પણ ? આ હોટેલના સ્ટાફની ? તને લાગે છે કે મારાથી વધારે આ રાષ્ટ્રના વિકાસમાં ફાળો (ઇન્કમટેક્ષ ) આપતો હશે ? અને બીજું મારું ઓળખીતું અહિયાં કોઈ છે નહિ ,અને હોય તો પણ શું છે ? ઓળખીતો હોય અને ટણીમાં જો એ રૂપિયા ચુકવવા નો હોય તો આપણે એની ક્રેડીટ કાર્ડની લીમીટ પૂરી કરાવી આપીએ એક જ લંચ કે ડીનરમાં ..!!
આ મોટી મોટી હોટેલોમાં શરમ ના પુછ્ડા થવામાં માલ જ નથી..!!!
ફૂટર ફુટર અંગ્રેજી બોલે અને થોડાક સારા એટીકેટ હોય એટલે જો આપણે ના લુંટાવું હોય તો ના જ લુંટાવાય ..!!
હું મારો એક કિસ્સો કહું..!
અઢાર વર્ષ પેહલાની ૨૦૦૧ ની સાલ ની વાત છે ,
બિન લાદેને ઘમ્મ કરતા જહાજ ઘાલી દીધા હતા વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં અને દુનિયા આખી હેબતાઈ ગઈ હતી ,
આખી દુનિયાના ટ્રાવેલ પ્લાન કેન્સલ થઇ ગયા હતા અને આપણે તો બધી આપણી પ્રજા ગાતા ભેગી ગાતી હતી અને રોતા ભેગી રોતી હતી ..!
દુનિયા હવાઈ મુસાફરી ટાળતી હતી અને આપણી પ્રજા રોડ મુસાફરી પણ ટાળી રહી હતી..!
આખું રાજસ્થાન નવરું થઇ ગયું હતું ..પાંચ સિતારા કે અડધો સિતારો બધુય ખાલી ખમ્મ..!
અમે રણકપુર ના એક ઓર્ચાડ ને ફોન લગાવ્યો બે કપલ અને બે ટેણીયા ૨-૨ વર્ષના, બે રાતના રૂપિયા બોલ ?
બાપડો ફોન પર ઘુટણીએ પડી ગયો .. હુકુમ પધારો પધારો..!
લગભગ મફતની ડીલ મળી એમ કહીએ તો ચાલે.. વેહલી સવારે ગાડી મારી મૂકી શામળાજી અને ત્યાંથી રાજભોગ નાથદ્વારા કરી ને નમતી બપોરે રણકપુર ..!!
રણકપુર પોહ્ચ્યા ત્યાં બંને મિત્રોના શ્રીમતીજી ઓ એ બાળકોની દૂધની બાટલીઓ કિચનમાં આપી ઉકાળવા અને કીધું ભરતા આવજો ..!!
બીલ મુક્યું પેલા એ ૧૬૦ રૂપિયા .. એક ગ્લાસ દૂધના ૮૦ ..સાલ ૨૦૦૧ ..!
મિત્ર બોલ્યો એની બેન ને ..XXX
મેં કીધું ના મુન્ના ના ..હવે જો એનો વારો પાડુ પણ પેહલા તો દૂધ નો વહીવટ કરવો પડશે..!!
અમદાવાદી અને એમાં પણ વાણીયો હોટેલ છોડી જઈએ પછી ખબર પડે કે એના `પપ્પા` આવ્યા હતા..!!!
ફરી ગાડી પલાણી ,અને ત્રણ ચાર કિલોમીટર આગળ ગામમાં જઈને દૂધની ચાર થેલી દુકાનમાંથી લીધી, કીટલીવાળા જોડે ગરમ કરાવી લીધું દૂધ અને થર્મોસમાં ભરી લીધું ,
ઓર્ચાડમાં પોહ્ચ્યા દૂધ ને ઠંડું પાડ્યું અને બે તપેલી જેવું પાત્ર કિચનમાંથી મંગાવીને બે રૂમના ફ્રીજમાં ભરી મુક્યું..
બ્રેકફાસ્ટ અને ડીનર ફ્રી હતા , લંચ બાહર હતા , ત્રણ દિવસ અને બે રાતમાં ૧૬૦ રૂપિયાથી એક રૂપિયાનું બીલ વધવા દીધું નહિ ,બધું જ બાહરથી આવે ..
જોડે રહેલો મિત્ર બીયર પીવે એ પણ એ `બાહર`થી લઇ આવે અને હોટેલ ના ફ્રીજમાં મુકવા આપવાનું ઠંડું કરીને લાવ..વેટરો જેટલી વાર મળે ત્યારે પૂછે સર કુછ બીયર વગેરે લેંગે ? અને પેલો મિત્ર બહારથી આણેલી એના જ ફ્રીજમાંથી કાઢીને ઢેંચે ..
છેલ્લે ચેક આઉટ વખતે મેનેજરને ખબર પાડી દીધી “નાખરીદી” નું આંદોલન કરીને કે ભાઈ તારી એકેય વસ્તુ અમે ના લઈએ…
બિચારો બોલ્યો હુકુમ હમને આપકો પ્રાઈઝ તોડકે એકોમોડેશન દિયા યે સમજ કે કી આપ આઓગે તો થોડા કન્ઝયુમ કરોગે તો હોટેલ ઉસમેં કમા લેગી લેકિન આપને તો એક બીયર તક નહિ ખરીદી..
મેં કીધું અલ્યા એશી રૂપિયાનો દૂધ પ્યાલો ખરીદ્યા પછી અમદાવાદી જીવ કઈ ના ખરીદે .. અમદાવાદી તો ઉપરથી તારા બાથરૂમના શેમ્પા શેમ્પી બેગમાં ઘાલતો જાય..!!
આજકાલ ફાઈવ સ્ટારો દેશ ની હોય કે પરદેસની પાણી આપવામાં બહુ કંજુસી કરે છે બે નાની નાની બાટલીઓ મૂકી જાય બાકીનું ચાર્જેબલ ..
હમણાં બેંગ્લોરની એક ફાઈવ સ્ટારમાં આવો દાવ હતો ,અમે તો બિન્દાસ્ત લોબીમાં ઉભેલી હાઉસકીપિંગની ટ્રોલીમાંથી બે ચાર બાટલીઓ ઉપાડી લઈએ અને પાછો ઉપરથી સ્ટાફ ને મસ્ત બ્રોડ સ્માઈલ આપવાનું અને એની છાતીએ લગાડેલી નેઈમ પ્લેટ વાંચી ને ફૂટર ફૂટર અમેરિકન એક્સેન્ટમાં અંગ્રજીમાં કહીએ થેંક યુ સો મચ વેંકી (વેંકટેશ નું વેન્કી કરી જ નાખવાનું ) ફોર ધીસ..!!એમ કરી ને બાટલીઓ હાથમાં દેખાડી પણ દેવાની..!!
ઠોકી જ લેવાનું ..!!
એક રાતના અઢાર હજાર ઠોકતો હોય અને પાણી ના આપે એ તો કેમ ચાલે ? આપણે નોહતા આપવના ..ભલે કોઈ કંપની ચુકવવાની હતી તો પણ શું ? લઇ લેવાનું પણ રડવા નું નહિ સોશિઅલ મીડિયામાં ..
અલ્યા ના પોસાય .. મને તો સંકલ્પના ઢોંસા ખાતા પણ જીવ નથી ચાલતો ..કેટલા મોંઘા બાપા ..! અને પાપડ તો હું જિંદગીમાં ના મંગાવું સાલું બે-ત્રણ પાપડના રૂપિયામાં તો આખું ઘેર પાપડ નું પેકેટ આવે યાર..!!
અમદાવાદી જીવ ક્ન્જુસીયો તો ખરો ..
આટલા વર્ષમાં એક વસ્તુ તો આખા દેશમાં મેં જોઈ છે ..કોઈપણ ફાઈવ સ્ટાર ભારત ની હોય પણ એની સો બસ્સો મીટરની રેંજમાં જ તમને નાનકડી સારી કેહવાય એવી હોટલ જમવા માટે કે કોફી માટે મળી જ રહે છે ,એટલે બ્રેકફાસ્ટ ફ્રી હોય તો દબાવી લેવું અને ના હોય તો બાહર પેલી હોટેલમાં જઈને જમાવટ કરી લેવી..!!
પણ આવી રીતે ચીપ`ડા વેડા નહિ કરવાના ,બીલો ને સોશિઅલ મીડિયા ઉપર પોસ્ટ કરી કરી ને..!!
ગામ આખા ને ખબર પાડી કે ૧૬૭૨ રૂપિયાના ત્રણ ઈંડા ખાધા..
હેન્ડ મારી જોડે આય તને ૧૬,૭૨૦ ના તૈણ ઈંડા ખવડાવું..બાહર પરદેસ ની કોઈ હોટેલમાં લઇ જવાનો અને ઉંધો પાડી દેવાનો..
એકવાર ચાઈના ડેલીગેશનમાં ગયો હતો અને ત્યાં એક જાપાનીઝ કંપનીએ શાંઘાઈની કોઈ ફાઈવ સ્ટારમાં લંચ આપ્યું હતું અને જાપાનીઝ લોકો ને ઇન્ડિયન ખાવું હતું શું સારું કે ખરાબની ખબર નોહતી એટલે ઓર્ડર આપવાની જવાબદારી અમદાવાદી શૈશવ ને માથે હતી ..શાંઘાઈમાં ફાઈવ સ્ટાર અને એમાં પાછું ઇન્ડિયન ફૂડ એટલે મોંઘુ તો હોય જ..!!
લગભગ ૧૧૦૦ આરએમબી(દસ એ ગુણવા રૂપિયા કરવા ) ની એક એક સબ્જી અને દોઢસો આરએમબીની એક રોટી ઉર્ફે ઇન્ડિયન બ્રેડ હતી..
રેડ વાઈન અને બીજા બધા સાથે જે જોર બીલ આવ્યું હતું ..
અરરર …ચક્કર ચડી ગયા હતા ,
પણ જાપાનીઝના ડે`બે હતું એટલે આપણે તો હરખભેર ઓર્ડર કર્યા હતા..!!
અને ઠાઠ થી વોરા સાહેબ ..બાહર ..!!
અમદાવાદી જીવડા એ નક્કી રાખ્યું છે ફાઈવ સ્ટારમાં કોઈક જમાડે તો પ્રેમથી વખાણ કરતા કરતા જમવું બાકી તો લો ગાર્ડનના પેલા મહારાજના ચણાપૂરી ચકાચક..
આજકાલ કોમર્સ લેડીઝ હોસ્ટેલની બાજુમાં બેસે છે ચનાપુરીવાળો કાકો ..!!
પણ આવી રીતે ૧૬૭૨ ના ત્રણ ઈંડા કરી ને રડવાનું નહિ..
અને થયા તો થયા ..એન્ની માં ને ..
એક બે ને સાડા XXX..!!
એવું પણ થાય કે આવડા મોટા માણસ ને સાવ હયાતમાં પોતિયા ઢીલા થઇ ગયા ? ઓબેરોય ,તાજ ,લીલા ,આઈટીસી ..આ બધે તો
વર્લ્ડ ઓફ હયાત ની મેમ્બરશીપ લઇ લો વીસ ટકા ડિસ્કાઉન્ટ આપશે ત્રણસો વીસ બચશે..!
આપની સાંજ શુભ રહે
શૈશવ વોરા
કોઈ ને ઈચ્છા હોય તો .. હયાત માં જવા ની ..આપણે તૈયાર ..ઈંડા તમે ખાજો ,બાકીનું હું ..અને મારું વોલેટ તો ..ધત તેરી ..ઘરે રહી ગયું યાર..!!
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*