Page:-15
એક પછી એક બધા મેનેજરો આવતા ગયા ટીમ ગુજરાતનું પેહલું પ્રેઝન્ટેશન શર્વરીએ આપ્યું , થોડી તાળીઓ પડી પછી રાજકોટ અને બરોડાવાળાએ આપ્યું, અને વારો આવ્યો ઇશાનનો ..
ઈશાને શરુ કર્યું રીસ્પેક્ટેડ ડાયના મેમ ,સિલ્વા સર, ચઢ્ઢા સર એન્ડ માય કલીગ્સ ,માય ઈંગ્લીસ ઇસ પુઅર બટ આઈ સ્ટ્રોંગલી બીલીવ ધેટ લેન્ગવેજ ઇસ નેવર બેરીયર ફોર એની બીસનેસ ..
ઇશાન ના આ શબ્દો ઉપર જોરદાર તાળીઓ પડી હોલમાં ..
શર્વરીને લાગ્યું કે આ કાઠીયાવાડી તો ધાર્યા કરતા વધારે તેજ નીકળ્યો ઈશાને એના કાઠીયાવાડી ઈંગ્લીશમાં આગળ ચલ્વ્યું ..
સર્વરી મેમ આઈ એમ સોરી યુ ટ્રાયડ વેરીહાર્ડ વિથ મી ,આટલું બોલીને ઇશાન અટકી ગયો …એટલે આખા હોલમાં હસાહસ થઇ ગઈએટલે એ આગળ બોલ્યો ..ટુ ઈમ્પ્રુવ માય પ્રોનાઉંસેસન્સ બટ આઈ એમ ફેઈલ..આઈ કાન્ટ..
ડાયન મેમ..
ભૂલથી ઇશાન ડાયનાને બદલે ડાયન બોલી ગયો એટલે હોલમાં સન્નાટો છવાયો, સર્વરી મેમ ઓલ્વેઝ ટોલ્ડમી કોન્સ્ટ્રેટ ઓન ટાર્જેત ઓન્લી ,એન્ડ આઈ ડુ ધેટ ઓન્લી..ટુડે આઈ ક્લીયર માય સેલ્ફ ડાયન મેમ આઈ વોન્ટ ટુ સીટ ઇન યોર ચેર ઇન માય લાઈફ..
ફરી પાછો ડાયનાને બદલે ડાયન બોલી ગયો ઇશાન,
શર્વરીને ધક ધક થવા માંડ્યું કે આજે આ મરશે અને જોડે મને લેતો જશે મીનીટે મીનીટે ડોબો મારું અને ડાયના મેમનું નામ લીધા કરે છે ..ફરી એકવાર વધારે જોરથી ઇશાન બોલ્યો..
ડાયન મેમ યોર સીટ ઇસ ઓન્લી માય ટાર્જેત એન્ડ ટુ એચીવ ધેટ આઈ વિલ ડુ એનીથિંગ …
ડાયના રોચાને ઇશાનનું ડાયનમાં ડાયના જ સંભળાતું હતું,ડાયના મેમની આંખોમાં ઇશાન ઉતરી ગયો હતો ,
ડાયના રોચા બોલ્યા ..આઈ એમ ઈમ્પ્રેસ વિથ યોર ટાર્ગેટ ઇશાન એન્ડ આઈ વિશ ગુડ લક માય બોય કંટીન્યુ માય બોય..ઈશાન ખુશ થઇ ગયો ડાયનાના શબ્દોથી એને ખબર નોહતી કે આ એ જ ડાયના છે જેને એણે આજે રાત્રે હેપી કરવાની છે,
અને પંચાવન વર્ષની ગોવાનીઝ ડાયનાને હેપી કરતા કરતા કઈક સીડીઆઈસી બેંકના મેનેજરો રડી પડતા હતા..! CONT..16