આજ ની તારીખે દેશમાં કોગળિયા ની હાલત શું ..?
તો કહે સત્તા ઉપર રહેલા દેશભરના રાજકારણીઓ એ “દુરંદેશી” વાપરી ને આદેશો કર્યા , મોટા મોટા અધિકારીઓ જેમને ચાન્સ મળ્યો એમણે લોકપ્રિય થવાનો બિલકુલ અજાણતા જ “પ્રયત્ન” કરી ને સોશિઅલ મીડિયા ઉપર પોતાના પ્રમોશન કર્યા ને “સુંદર મજાની વ્યવસ્થા” ગોઠવી, ડોક્ટર્સ એ પ્રોટોકોલ ના અભાવે “ઘાસચારો” કાપ્યો ,પત્રકારો આંકડાશાસ્ત્રી થવાનો “અનુભવ” લીધો , કોલમિસ્ટ ઉર્ફે સ્તંભ લેખકો એ મનભરી ને વિચારધારાઓ ની “લડાઈ” લડી રહ્યા છે ,પોલીસ શરૂઆતમાં “ફરજપરસ્ત” થઇ પછી “ઘાંઘી” અને હવે જે “થવું” હોય તે થાય..
આ બધાની વચ્ચે સામાન્ય પાંત્રીસ વર્ષનો “જણ” શું કરી રહ્યો છે આજે ..?
બાપા :- એ ..ઈ જણ
ઘરમાં બેઠો રહે, ક્યાંય આઘાપાછા થવાનું નથી, જે હશે એમાં ચલાવી લેશું, હુકો રોટલો ને મરચું ખાશું પણ જીવતા રે
વા નું છે..!
બા :- તારા બાપા ક્યે છે એ સાચું , તને મોટો કરતા ઘણા દ:ખ વેઠ્યા છે.. જણ :- પણ મમ્મી ,પપ્પા આમ બેઠા બેઠા રાજા ના રાજ ખૂટી જાય ને હવે તો સરકારે ધીમે ધીમે બધું ખોલવાની પરમીશન આપી છે તો હું ઓફિસે કે સાઈટ ઉપર તો જાઉં ને..? બાપા :- એવા તે શા ધંધા ફાટી નીકળ્યા છે તે ઓફીસ જવું છે તા
રે ..?
બા :- રખડવાના બહાના જોઈએ છે ..!
જણ :- તમારી લોકો જોડે તો વાત કરવાનો મતલબ નથી..
અર્ધાગના :- મમ્મી એ મમ્મી ..ઓલો તૈયાર થાય છે ક્યાંક બાહર જશે હો બા :-તારા પપ્પા ને ક્યે મારું તો નથી સાંભળતો ..
જણતૈયાર થઇ ને એનું ફટફટયુ લઈને બાહર દોડ્યો..!! રસ્તામાં હતો ને શૈશવકાકા નો ફોન આવ્યો ..ફટફટયુ સાઈડ ઉપર પાર્ક કરી ને
જણએ વાત ચાલુ કરી .. શૈશવકાકા :- અલ્યા ક્યાં ગુ
ડાણો છે આટલા દિ થ્યા ..? જણ :- કાકા ક્યાં છો ? મને અત્યારે ને અત્યારે મળો નહિ તો હું રીવરફ્રંટ એ હેન્ડ્યો ભુ
ચકો મારવા..સીધી ધમકી ..
શૈશવકાકા :- હારુ હેંડ શેરાની કીટલીએ આવ .. જણ :- પણ કીટલી તો બંધ છે કાકા .. કાકા :- ઘોડીના ત્યાં બાહર તો ઉભા રેવાય ને .. જણ :- આયો કાકા ..પણ આજે તમે ગાળો ના કાઢતા, મારો વારો છે..!! કાકા :- ઝટ આવ ને હવે ફોન પર જક કર્યા વિનાનો..!! શૈશવકાકા એમનું ઇટાલિયન ફટફટયુ લઈને ઉપડ્યા ને જણ એનું દેસી ફટફટયુ.. સ્થળ ...શેરા ની કીટલી..ઇટાલિયન ફટફટયુ વેહલું પોહચ્યું , વાં
હે દેશી આવ્યું..!!
જણ
એક જ શ્વાસે :- કાકા જિંદગી ઝંડ થઇ ગઈ છે, ઘરની બાહર જ નથી નીકળવા દેતા , નથી ઓફીસ ખોલવા દેતા , નથી સાઈટ ઉપર જવા દેતા , પેહલા બાપા આડા ફાટે ઉપર મમ્મી, ને ઓલી ને તો એ જ જોઈતું હોય , છેલ્લે કોઈનું ના સાંભળું તો છોકરા છુટ્ટા મુકે છે મારી ઉપર અને ઈમોશનલી બ્લેક મેઈલ કરે છે..બાહર નીકળું એ ભેગું દસ મિનીટમાં બાપા નો ફોન આવશે .. ત્યાં તો રીંગ વાગી .. લો આ
ઈ ગયો .. ફોન કાપ્યો ,હમણા મમ્મી પછી બૈરા અને છેલ્લે છોકરા.. મારી મિનીટ મિનીટ ની જાસુસી કરે છે..! તમે જ કોકાકા , આ પાં
ત્રી વરસે એટલી તો અક્કલ હોય ને .. હવે ગામ આખું ખુલ્લું હોય ને આપડે ઘેર બેઠા રહીએ તો સ્ટાફ ના આવે ને પછી બજારમાં ધીમે ધીમે નામ બગડે ,આટલા દસ વર્ષ ની મેહનત પાણીમાં જાય , શૈશવકાકા એ ઠંડો પાડવા કીધું :- પણ બકા તું હમણા ધીમે ધીમે ખોલ ને તારી ઓફીસ સવારે અગિયારથી બે રાખ ને.. જણ નું બોઈલર ફાટ્યું બરાડ્યો :- અરે એક મિનીટ ઘરની બાહર નથી જવા દે
તા .. આખો દિવસ મોટ્ટા અવાજે ટીવી જોઈ જોઈ ને બાપા ગાંડા થઇ ગયા છે ને ભેગા આખા ઘર ને ગાંડા કરી મુક્યા છે ,કાકા આ જુવો ,માસ્ક એની અંદર ટીસ્યુ પેપર ,આ ગ્લોઝ , આ સેનેટાઇઝરની બાટલી.. રોજ ની બે પૂરી કરું છું પેલો માથાની આગળ પેહરવા નો મુગટ એ લઇ આવ્યો છું , આખા ઘરના કપડા ડેટોલથી ધોવાય છે ઓફીસ સેનેટાઈઝ કરી ને અઠવાડિયે બે વાર કરવાની એવો કોન્ટ્રકટ આપ્યો , માણસો ને પણ આ બધું આપ્યું , ઉકાળા રોજ પી
ઉ છું , હોમીયોપેથ ખાધી , વિટામીન સી ,ડી ,બી બધું ખાઉં છું ને ખવડાવું છું ,હવે તમે કયો તો સેનેટાઈઝર પી જાઉં..! શૈશવકાકા :- અલ્યા ગાંડા જો જે એવું કરતો ,એવું ના કરાય.. જણ :- કાકા તમને ખબર છે કેવા ગાંડા કાઢે છે મારા બાપા ? ઘરમાં ને ઘરમાં રહી ને ત્રણ ચાર વખત મીનીમમ ન્હાય ને પાછા પોતે જાતે કપડા ધોવા બે
હે..અને મારી મમ્મી ને પણ કીધા કરે ન્હાવા જા..કાકા શું કહું તમને લોકડાઉન પેહલા પેહલા તો બઉ હારું લાગ્યું પણ હવે ત્રાસ થાય છે, ઘેર બેઠા બેઠા બાપા
માનસિકથતા જાય છે , મમ્મી ને મંદિર બંધ છે એટલે એ
ય ઘરની ઘરમાં ,ઓલી ને રસોડામાંથી નવરાશ નહિ અને છોકરા દા
ડે ઊંઘે છે ને રાતે જાગે છે મોબાઈલમાં મોઢા ઘાલી ને પડ્યા રહે છે .. એ બધાય ને જે કરવું હોય એ કરે પણ મને બાહર જવા દેતા નથી..
પછી એક્દામ રડમસ અવાજે જણ બોલ્યો :- કાકા સવાલો તો એવા એવા પૂછે ને કે ક્યાં ગયા તા ..? કે ગયા
તા ? એવું તો શું કામ હતું ? શું વાતો કરી ? બોલો જાણે આપણે તો ઓલી સ્પા વાળી ને ઘેર ના જતા હોઈએ એવી ઉલટ તપાસ કરે .. શૈશવકાકા એ કીધું :- હશે બકા તારા માટે જ છે ને બધું તું તારા ઘરના બધા
ય ને વાહલો છે એટલે તારા માટે લાગણી છે માટે તારું આટલું ધ્યાન રાખે છે..!!
એકદમ સજળ નેત્રે જણ
બોલ્યો :- શું કામ ખોટો ખોટો મને તમે ઉંધે રવાડે ચડાવો છો..? કેટલું વ્હાલ છે એની મને ખબર છે..! આ બાવીસમી માર્ચ થી તેઆ
જ દિવસ સુધી આખા ઘરના કચરા પોતા મારી જોડે કરાવે છે , અત્યારે કચરા કાઢ્યા છે ને પોતા બાકી છે , બાપા કામવાળા ને ધરાર ઘરમાં ઘુસવા દેતા નથી..! શૈશવકાકા બોલ્યા :- હશે બકા ઘેર ઘેર માટીના ચુલા છે ..! “કાકા એક કામ કરો ને..” મેં કીધું બોલ બકા .. જણ :- કોઈ એક ઓળખીતા કોવીડવાળા પેશન્ટ ને કહો ને મને
કિસકરે મારે તો હવે કોવિડ જોઈએ છે , મુઆ એસવીપીમાં જઈને પંદર દિવસ પડી રહીશું , આ બધાથી તો છૂટીશ.! મેં કીધું :- અલ્યા ગાંડા ત્યાં એસી નાં હોય..એ હોસ્પિટલ છે હોટેલ નહિ લ્યા..! જણ :- તે આપણે તો સાઈટો ઉપર ઉભા રહી રહી ને આ ચામડા બાળી નાખ્યા, માથે છાપરું હોય તો
ય ઘણું ,પંખો નહિ હોય તો પણ ચાલશે..!! સાલા ના સિગરેટ પીવી , ના મસાલા ખાવા , ના દારુ ,ના સ્પા અને તો પણ આખું ઘર તમારી ઉપર ચડી ને હેરાન કરે.. કચરા પોતા કરવાના મારે ..હજી કેટલા દિવસ..? કાકા એસવીપી નો વહીવટ ગોઠવો નહી તો હું સીધો રીવરફ્રન્ટ..! છેલ્લો શૈશવકાકા ની છટકી ધમકી સાંભળી સાંભળી ને :- હેન્ડ લઇ જાઉં રીવરફ્રન્ટ તને ધક્કો પણ હું જ મા
રી સુવ્વર તને , ક્યાર નો સાંભળું છું , તે મચ્યો છે..ચલ હેન્ડ તો..
“એ કાકા આવું યાર લવ યુ ..ગુસ્સે ના થાવ કૈક રસ્તો બતાડો..તમને તો ખબર છે આપણે સ્વીમીંગમાં કેટલા મેડલ લીધા છે કુદીશ તોય વાસણા બેરેજથી બાહર..!! કૈક રસ્તો બતાડો..!!” શૈશવકાકા બોલ્યા :- તું એક થોડો છે ભાઈ આવો ? આ રસ્તે જતા ગમે તે ને ઉભો રાખ તો.. ત્યાં એક જીમ નો જુનો મિત્ર એકટીવા ઉપર જતો દેખાયો એટલે બુમ મારી એ
ઈ ઉભો રે ...
બે..
પેલા એ ચાલુ એકટીવામાં હાથ કરી ને કીધું અત્યારે નહિ ભાઈ ..બપોરની ચા નો ટાઈમ છે , બાપા ને ટાઈમસર ચા નહિ મળે તો એમની છ્ટકશે, પછી મમ્મી ને છેલ્લે પેલી .. બપોરના વાસણ પણ પડ્યા હશે હું જાઉં સાંજે સાતેક ની આજુબાજુ ફોનથી વાત કરીએ ભાઈ ઘરમાં કામ કામ ના ઢગલા પડ્યા છે..!!
જણ બોલ્યો :- કાકા હાલો એસવીપી હવે તો આ સંસારમાં સાર નથી ર
યો ..!! એક કોવિડવાળો કે વાળી મળી જાય ને તો હું તો હવે કિસ કરી જ લેવાનો છું..!!
હરે કૃષ્ણ હરે રામ ..રામ રામ હરે હરે..!!
કોઈ ઓળખીતામાં આવો અડી ને આ`ઈ રહેલો જણ ખરો ?
અરીસો નહિ ધરવા નો.. બીજા નું પૂછું છું..!! સાચવી ને ઘરની બાહર નીકળવાનું અને નીકળતા હોય એનું લોહી નહિ પીવાનું..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)