ટ્રમ્પ કાકાએ ફરી એકવાર ભચડી માર્યું..ફ્રેંચ ફર્સ્ટ લેડીને પેહલીવાર મળ્યા અને ઉવાચ્યા “યુ આર ઇન સચ અ ગુડ શેઈપ..બ્યુટીફૂલ..!” અને ધમ્માલ મચી ગઈ કે “તું” આવું કેહનારો કોણ..?
વાત “તું” “તારી” સુધી આવી ગઈ છે સોશિઅલ મીડિયાની કમેન્ટ્સમાં..!
ભાઈ આપણને તો ફ્રેંચ અને અમેરિકન આ બંને ફર્સ્ટ કપલ્સને જોવાની મજા આવે છે, “ડોહા” લાવ્યા “દીકરી” ની ઉંમરની અને “જુવાનીયો” લાવ્યો “માં” ની ઉંમરની ઘરવાળી..!
એક ની દીકરી માં જેવડી છે અને બીજા દીકરો એના વર જેવડો છે..બહુ અજબગજબના જોડા ગોઠવાયા છે..!
અને જ્યારે આવા જોડા ભેગા થાય ત્યારે જગત જોણું તો થાય જ બાપલિયા..!
જબરજસ્ત ગાળો હફિંગ્ટન પોસ્ટ ઉપર જનતા કાઢી રહી છે, લોકો છેક મોનિકા લેવેન્સ્કી સુધી પોહચી ગયા છે..ચિંતાના કરો આ “કાકા” એની ઇન્ટર્ન જોડે ઓવલ ઓફીસમાં.. હા હા હા (ભાઈ હોં આપણે તો હા હા હા જ કરવું પડે ઇન્ટર્ન જોડે ઓવલ ઓફીસમાં જે થયેલું એ આપણે તો લખી પણ ના શકીએ “સંસ્કાર” નડે… )
પણ યાર આવા બહુ જ મોટી ઉંમરના તફાવતવાળા જોડા કે કજોડા જો નજીકથી જોઈએને તો આપણને તો ખરેખર મજા આવે..!
મારો એક બીજી પેઢીનો (ફ્રેન્ડ નો ફ્રેન્ડ એક પેઢી આગળ કેહવાય) એક ફ્રેન્ડ એનાથી લગભગ ચૌદ વર્ષ નાની “ઉપાડી” લાવ્યો હતો..!
“ઉપાડી” લાવ્યો જ લખવું પડે ભાઈ, પેલી અઢારની થઇ અને એને લઈને બીજા દિવસે એ બત્રીસનો સાંઢ એને લઈને ભાગી ગયો હતો ગુજરાતથી સીધો ગુડગાંવ..!
અમને તો જયારે સમાચાર મળ્યા ત્યારે રીતસર હબકી ગયા હતા કે અલ્યા બત્રીસ વર્ષે આ હીરો અઢારવાળી લાવ્યો..આપણને તો એમ શીખવાડવામાં આવે કે જોડે ઘરડા થવાનું, આ તો પેહલા “ઉછેરી”ને “મોટી” કરવી પડે પછી “જોડે ઘરડા” થવાના વારા આવે, અને એ પણ વારો આવે તો આવે, નહિ તો તું એકલો ઘરડો થઇ જાય અને પેલી કોઈ “બીજા” જોડે ઘરડી થાય..!
એ જુગતે જોડીના “ઘરબાર” જોવાનું “સૌભાગ્ય” મને એમના લગ્નના ત્રણ મહિનામાં જ મળ્યું હતું, આપડે તો પેહલે થી જ ભટકતી આત્મા એટલે એકવાર દિલ્લી પોહચીને ફોન કર્યો નોઇડા કામ છે પતાવીને જીકે-૨ માં રોકાવા નો છું આવી જા રાત્રે..
પેલા હીરો ને તો એનો “પીયરીયો” મળ્યો હોય એમ ઉછળ્યો હું હાફ લીવ મુકું છું અને આવું છું..હીરો મારતી એસયુવી એ આવ્યો અને જોડે બીજી એક દીલ્લીવાળી ને લઈને આવ્યો હતો, સાંજ ઢળી ગઈ હતી પબ ના હેપી અવર્સ ચાલતા હતા..બે માર્યા એણે..બે માર્યા પેલીએ પછી હીરો બોલ્યો બે યાર શૈશવ કઈ સમજાતું નથી શું કરવું..તું ચલ મારી સાથે અત્યારે મારા ઘેર તું જો યાર તું જો મેં કેવી હાલત કરી છે મારી જીંદગીની.. મેં કીધું પણ અલ્યા આ કુણ સે ભેગી ઘાલતો આયો છે..દેખાવે પેલી પંજુ લાગે એટલે એ ગુજરાતી સમજે નહિ એટલે મેં દેશીમાં પૂછ્યુ..હીરો બોલ્યો આનાથી જ કામ ચાલવું છું અત્યારે..હું તો શોક થઇ ગયો લગનના ત્રણ મહિના અને આ..? પણ હું કઈ બોલ્યો નહિ, પેલો મને કહે મારે ઘેર ચલ, મેં કીધું યાર જીકે-૨ થી ગુડગાંવ અલ્યા પાછા આવતા મારે રાતના ત્રણ વાગે.. હીરો બોલ્યો કઈ વાંધો નહિ, આ તને મૂકી જશે અને આને જોડે રાત રાખવી હોય તો રાખી લેજે તારી જોડે..!
મારી અંદરનો વૈષ્ણવ જીવડો ભડક્યો મેં કીધું હું ટેક્ષીમાં પાછો આવીશ પણ આ માયાને અત્યારે ને અત્યારે અહીંથી તું પેહલા ફૂટાડ..! નકામા રાત પડ્યે ક્યાંક લાલચ જાગે તો..? એના કરતા પેલીને પેહલા રવાના કરો બાપા…!
હું એના ઘેર જવા તૈયાર થયો એટલે એણે પેલી જોડે કઈ લવરા-લવરી કર્યા અને રવાના કરી, અમે ભારે ટ્રાફિકમાં એની એસયુવીમાં દોઢ કલાકે એના ઘેર પોહચ્યા. ફ્લેટનું બારણું ખુલ્યુ જાનુ જાનુ કરીને બંને ચોંટયા..સાલું શકલથી લાગે જ નહિ કે આ અઢારની છે, માંડ પંદર સોળની લાગે, હું પણ ત્યારે બત્રીસનો પેલી સાવ ભોળી ભોળી બાળક જેવી ગુજરાતના એક નાના ટાઉનની છોકરી..પેલા હીરો માટે બાળકે બાજુવાળા આંટી પાસેથી શીખી અને એક વાડકી ભાત બનાવ્યા હતા, અને ગઈકાલના હોટેલથી મંગાવેલા બે ત્રણ શાક ફ્રીજમાંથી કાઢ્યા માઈક્રોવેવમાં મૂકી અને ગરમ કરીને આપ્યા મારા માટે બીયરનું કેન લાવી,
પેલા એ ના પાડી શૈશવ નથી પીતો કોક આપ એને..બાળક ખુશ ખુશ થઇ ગયું બીયરનું કેન ખુલી ગયું હતું એટલે “બાળક” ઠોકારી ગયું..! રાધે રાધે..!
કલાક એક મેં એ “કાકા” અને “દીકરી”નો પ્રેમ જોયો અને ઓબ્ઝર્વ કર્યું બધુ..મેં કીધું હું જાઉં તો પેલો કહે નાં હું મૂકી જાઉં છું..મેં કીધું રેહવા દે..હીરો એ ભાર દઈને કીધું ના હું આવું છું, આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ..પેલા બાળકે બીજા બે કેન ખોલીને ઠોકી લીધા હતા, એટલે બાળક ઊંઘમાં આવી ગયું હતું..!
અમે ગાડીમાં ગોઠવાયા મને કહે શું કરું..? મેં કીધું શું કરવાનું લાયો છું તો ભોગવ.. અરે પણ યાર દિમાગથી જ સેટ નથી થતું, મેં કીધું પેહલા કેવી રીતે થયું..? અરે ત્યારે તો બધું ક્યુટ લાગતું હતું, હવે આને તો કઈ જ ખબર નથી પડતી..મેં પૂછ્યું એટલે તારે હવે બૈરી જોઈએ છે ? પેહલા રમવા ટેણી જોઈતી હતી સાલા “ચાઈલ્ડ એબ્યુઝર” હલકા.. અરે યાર ભૂલ થઇ ગઈ માફ કર પણ રસ્તો શું.. મેં કીધું “મોટી” કર,
એટલે ?
એનો બાપ બની અને નિશાળે ભણવા મુક ગ્રેજ્યુએશન પૂરું કરાવ તારી માં ને ગુજરાતથી અહિયાં રેહવા બોલાવ..ધીમે ધીમે એને ટ્રેઈન કરો બધા ભેગા થઈને અને કર્યા ભોગવો..!
હવે બીજો કિસ્સો તદ્દન ઉન્ધો મારો ચોથી પેઢીનો મિત્ર (મિત્રના મિત્રના મિત્રનો મિત્ર) આપડી ખાલી આંખની ઓળખાણ, અને એકવાર ક્લબમાં ભેગો થઇ ગયો આ હીરો, જ્યારે પરણ્યો ત્યારે અમદાવાદ આખુ ગાંડુ કર્યું હતું, અમારા બધાને ઘેર બબ્બે વાર ઘોડીયા બંધાઈ ચુક્યા હતા ત્યારે આ હીરો એનાથી બાર વર્ષ મોટી જોડે પરણ્યો, લગભગ “ડોસી” થઇ થઇ ગઈ હતી પણ લાગે નહિ હો..!!
(મેં એક વાર્તા પણ લખેલી આ આઈટમ પરથી ખારી શીંગનું પડીકું) અમે બધા છત્રીસે અને પેલા માડી અડતાલીસના..જો કે “મા
ડી” કેહવા પૂરતા જ “મા`ડી” હતા, જોરદાર મેન્ટેનન્સ કરેલું એમણે એમની જાતનું..
એક અમદાવાદની વિઝા ઓફીસમાં કામ કરે અને ફૂટર ફૂટર અંગ્રેજી બોલે અને સ્કર્ટટોપ પેહરી અને બહાર આવે તો અચ્છી અચ્છી નાની છોકરીને પાછળ ફેંકી દે..
ત્યારે તો બધા એમનુ દામ્પત્ય સ્વીકારી લીધું, પણ ખરો ફર્ક હવે દેખાય છે અમે છેન્ત્લીસે પોહ્ચ્યા ત્યારે “મા`ડી” તો ઘણા આગળ જતા રહ્યા..
પ્રેક્ટીકલી જે શારીરિક અને માનસિક ફર્ક દેખાય જ છે એને કોઈ નજરઅંદાજ ના કરી શકે.. પણ રહી વાત દાંપત્યજીવનની તો ભાઈનું ધ્યાન એટલું બધું રાખે કે ના પૂછો ને વાત..બિલકુલ મમ્મીની જેમ..! અને પેલાને હવે એની આદત પડી ગઈ છે..!
જો કે હકીકતે આજે દુનિયાની નજરે જે “બાળક” અને “મા`ડી” લાગે છે એ બંને લગ્નજીવન એક ખુબ જ સુખી જિંદગી જીવી રહ્યા છે, જોવાની ખૂબી એ છે કે સરખી ઉંમરવાળા કપલ્સ એકબીજા સાથે કૂતરા બિલાડાની જેમ ઝઘડે છે પણ આવા ઉંમરના વધુ તફાવતવાળા વચ્ચે ઝઘડા બિલકુલ નથી.. અને એના કારણમાં કદાચ ઉંમરના તફાવતની સાથે એ લોકો એમના એકબીજાના અવગુણ કે ડીફરન્સ ઓફ ઓપિનિયનને ખુબ સહજતાથી સ્વીકારી છે ,અને એકબીજાની લાગણી ને સામાન્ય કપલ કરતા વધારે સાહજીકતાથી રીસ્પેક્ટ આપે છે અને જેને આપડે “નીચું મૂકી દેવું” કહીએ છીએ એવી ભાવના વધારે જોવા મળે છે, એને કારણે એમના વચ્ચે ઝઘડા નથી હોતા, બીજું કારણ એવું પણ હોઈ શકે કે ઉંમરના વધારે પડતા તફાવત ને લીધે નાની ઉંમરનું કોઈ ભૂલ કરે તો પાત્ર મોટી ઉંમરના પાત્ર પોતના અનુભવ અને ઉંમરને લીધે આવેલી મેચ્યોરીટીને આધારે ઝઘડા થવાવાળી નબળી ક્ષણને સાચવી લે છે..!
અને દુનિયાનો નિયમ છે કે એકવાર નબળી ક્ષણને સાચવી લ્યો તો પછી સુખ જ સુખ છે..!
મને આવી બધી પંચાતો કરવી બહુ ગમે, પણ અમારા શ્રીમતીજી હમેશા કહે “રાજાને ગમી તે રાણી” તું મુકને પંચાત,પણ હું કેહવતનો પાછલો ભાગ જોડીને કહું “રાજાને ગમી તે રાણી, છાણા વીણતી આણી..!”
અને સામે જવાબ આવે…બસ હો “જ્ઞાનેશ્વર મહારાજ”,હવે તમારું જ્ઞાન તમારી પાસે રાખો..
અને વારો આવે આપણો અને આપણા જ્ઞાનને અમલમાં મુકવાનો..
સારું ચાલો આપણી વાત કરીએ..! નકામી કોક ની પંચાતમાં આપણું ઘર ક્યાં બાળવું હે કો
ક ની પંચાત કરવામાં આપણું “બાળક” વંઠે તો..?
છ વર્ષનો ફર્ક તો આપણે પણ છે, મિત્રો મારા “પ્રૌઢ લગ્ન” અને પત્નીજીના “બાળલગ્ન” કેહતા..!
શુભ રાત્રી
શૈશવ વોરા