સુપ્રભાત..
ચંડીગઢ ના સૈનિક હવાઈ અડ્ડા ઉપર બેઠો છું અને દરેક એરલાઈન નો સ્ટાફ એમના ઘેટા-બકરા ભેગા કરી કરીને જહાજમાં ચડાવી રહ્યો છે…!!
યે અંતિમ સુચના હૈ વો યાત્રીઓ કે લિયે જો ઈન્ડીગો, સ્પાઈસજેટ કે પછી એર ઇન્ડિયા..સે દિલ્લી કી ઓર જા રહે હૈ..!!
આપણે પણ હવે બાવા હિન્દીમાં લખને કા ચાલુ કરને કા છે..!!
થોડાક સમયથી ફરી પાછું મારું ભારત ભ્રમણ શરુ થયું છે,ત્રણ દિવસથી રોજ રાતે શેહર બદલાય છે..
એક વાત હમણાં હમણા ફરી પાછી નોટીસ કરી છે,જેમ કેપ્ટન ગોપીનાથ અને માલ્યા સાહેબના જમાનામાં એરપોર્ટ ઉપર ગમે તે સીઝનમાં કીડીયારા ઉભરાતા હતા એમ જ ફરી એકવાર ભારતભરના એરપોર્ટો ઉપર કીડીયારા ઉભરાઈ રહ્યા છે..
બજેટમાં જેટલી સાહેબની પોટલી ખુલી કે ના ખુલી એ તો અયોધ્યામાં ઝુપડીમાં બેઠલો મારો રામ જાણે,પણ છેલ્લા ત્રણ ચાર મહિનાથી ભારતભરના એરપોર્ટ ઉપર ના ઉભરાતા કીડીયારા થોડાક તેજીના સંકેતો દેખાડે છે..!!
અને હા હવે કોઈ એરલાઈન મફત ના ભાવની ટીકીટો નથી ફેંકતી અને છતાં પણ દરેક ફ્લાઈટ નેવું ટકા ફુલ્લ હોય છે…
ઉદ્યોગ જગતમાં પણ ક્યાંક ક્યાંક સળવળાટ દેખાઈ રહ્યો છે.. જીએસટીઅને નોટબંધી પછી ઉદ્યોગકારોને જે બીક હતી કે સિપાઈ સપરા એમની ઉપર તૂટી પડશે અને તોડપાણીના રૂપિયા ચૂકવી ચૂકવીને દમ નીકળશે એવું કશું થયું નથી એટલે ક્યાંક થોડુક વિશ્વાસનું વાતવરણ બનતું દેખાય છે..!!
જો કે એમાં મોદી સાહેબની વાણી પણ બહુ કામ કરે છે..!!
દરેક વખતે જાહેર મંચ ઉપરથી પ્રજાને ધમકાવે કે હું કોઈ ને નહિ છોડું તો પછી દરેક જણ ગભરાય..
કેમ કે આપણી અમલદારશાહી ને કોઈ ના પોહચે..એ લોકો ધારે તો ગધેડાને મારી મારીને હું “હરણ” છું એવી એફિડેવિટ કરાવી ,અને કબુલાતનામું ફાઈલ કરી અને ગધેડાને જીવનભર જેલમાં ઘાલી રાખવાને સક્ષમ છે..!
અંગ્રેજો એ એમને ગધેડા ને હરણ બનાવતા શીખવાડ્યું હતું અને એમને આજે પણ એ ભૂલવું નથી,અને એમની પાછળ આવતી જનરેશનને પણ એ જ શીખવાડતા જવું છે..!!
સરકાર ઘણા ઉધામા કરે છે ઈકોનોમીને કેશલેસ કરવાના પણ ગઈકાલના જે આંકડા જેટલી સાહેબે નેશનલ ટીવી પર આપ્યા એમાં એવું કહે છે કે દેશના પચાસ ટકા ઇન્કમટેક્ષ પેયર નોકરીવાળા છે..!
સેહજ નાના મોઢે મોટી વાત કરીએ તો જેટલી સાહેબ એવું કઈ ગોઠવાય કે નોકરીવાળા એમના તમામ ખર્ચા જો કેશલેસ કરે તો ઇન્કમટેક્ષમાં દસ ટકાની છૂટ..!
પણ શરત એ કે કરીયાણું હોય કે શાક-બકાલું ,ગમે તેનું બીલ હોય પણ કેશલેસ જ હોવું જોઈએ..!
કદાચ એનાથી ઈકોનોમીનો ઘણો ભાગ કેશલેસમાં આવી જાય..
પછી વારો આવે ધંધાવાળા નો, તો એને તો “ડંડા” કર્યા કરવાના અને એ કામમાં તો તમારી અમલદારશાહી પાવરધી છે..!!
ઘણી બધીવાર એમ વિચાર આવે કે આ નોટબંધીમાં પ્રજા સરકારે છાપેલા રૂપિયે રૂપિયાની “એન્ટ્રી” લઇ ને આવી,
અને અત્યાર સુધી ની તમામ સરકાર, એમાં છેક પૃથ્વીરાજ ચૌહાણ પછીથી લઈને આજની મોદી સરકાર સુધીની તમામ સરકારો દેશની રૈયતને “ચોર” કેમ સમજતી આવી છે ..? અને ખરેખર રૈયત “ચોર” છે ખરી ..?
મને તો જવાબ એવો મળે છે કે બિલકુલ, રૈયત “ચોર” જ છે..
ઇન્કમટેક્ષથી લઈને બીજા તમામ જેટલા “બચાવાય” એટલા બધા જ ટેક્ષ રૈયત બચાવવાની કોશિશ કરે છે, અને કરતી રેહવાની..!!
કારણ એક જ છે કે હસ્તિનાપુર કે દિલ્લીના છેલ્લા હિંદુ રાજા પછી જેટલી સરકારો આવી એ તમામ હિંદ ને લુંટવા આવી હતી, એકપણ સરકાર રૈયતના સારા-ખોટે આવીને ઉભી નથી..રૈયત બિચારી બાપડી અને રાંક જ રહી છે,
રૈયતે એમના સારા-ખોટા સમયે એકબીજાને માનવતા ના ધોરણે મદદ કરી છે, અને એમાંથી અર્વાચીન જ્ઞાતિવાદ જાતપાત અને “અપની જાતવાલા” નો જન્મ થયો છે..!!
આજે પણ ઓવેસી સાહેબ એમ પૂછે છે કે મુસલમાનો કે લિયે યે બજેટ મેં ક્યા હૈ..?
સરસ..!!
બજેટ પણ હવે હિંદુ મુસલમાન કરવાનો સમય આવી ગયો છે, ડાયરેક્ટ ટેક્ષ અને ઇનડાયરેક્ટ ટેક્ષ બધામાં જેટલા ટકા ટેક્ષ હિંદુ ભરે છે,અને જેટલા ટકા મુસલમાન ભરે છે, એ પ્રમાણે એના રેશિયા નક્કી કરો અને પછી એ પ્રમાણે એલોકેશન કરો…
કેવી હાલત થાય..??
પાકિસ્તાન જેવી..!!
દુર ક્યાં જોવા જવાનું રહ્યું..
ભારત નો મુસલમાન નસીબવાળો છે કે એને મુસ્લિમ નેતાગીરી જ નથી મળી,
આજે અંબાજી,સોમનાથ કે પછી તિરુપતિમાં જઈને હોશભેર પોતાના ઘરેણા સુધ્ધા ચડાવી દેતી પ્રજાને સરકારને રૂપિયા આપવા કેમ કઠે છે ?
એક ગરીબ સ્ત્રી પોતાના કાન ની વાળી મંદિરે હોશથી મૂકી દે છે પણ સરકારના ખજાનામાં નથી આપતી..કારણ ..? અનેકોઅનેક ..
લોકતંત્રને ગાંધી ચિંધ્યા માર્ગે ચલાવવાની વાત હતી, નરેન્દ્રભાઈ પોતે પગાર નથી લેતા પણ આ બજેટમાં મહામહિમથી લઈને બધાના પગારોમાં વધારો કર્યો જુના રાજા રજવાડા ને નાબુદ કરીને નવા રાજા રજવાડા ઉભા કર્યા..
ધારાસભ્યો અને બીજા બધાને પેન્શન આપવાના ચાલુ કર્યા,
અરે લાલ કિલ્લેથી બોલો છો કે હું “પ્રધાન સેવક” છું ,તો તમારી પાછળ ઉભેલી “સેવકો” ની “ફોજ” ની આ આજીવન “સેવકી” બંધ કરોને,અમે ક્યાં આ બધાને મઉં કર્યા તા કે ભાઈ અમારી સેવા કરવા આવો ..!
એ એમની મરજીથી સેવા કરે છે અને એમના જીવન નો રસ્તો એમણે નક્કી કર્યો છે..!
પ્રજાને મુર્ખ સમજતા રાજનેતાઓને પ્રજા રાનરાન ને પાન પાન કરી નાખે છે.. દિલ્લીના કઈ કેટલા ઘાટ ઉપર કુતરા મુતરે છે,અને ઘેર જઈને ભારતરત્ન આપવા ગયા હોય તો પણ સ્વીકારનારાના મુખારવિંદ દેશને નથી બતાડી શકાતા..!!
ફરી એકવાર,
આ દેશમાં છેલ્લા બારસો-ચૌદસો વર્ષથી જે પણ સરકાર રહી છે એ પારકી રહી છે,અને જેને પોતાના ગણી અને સત્તા પર બેસાડ્યા એણે પણ આ દેશ એક એક જનસાધારણને “ચોર” ગણી અને નોટબંધી કરી..!!
ક્યારેક એવો આંકડો મળે કે હિંદુઓ નોટબંધીમાં કેટલા રૂપિયા ભર્યા અને મુસલમાનો એ કેટલા ભર્યા તો એ જરાક ઓવેસી સાહેબને મદદરૂપ થાય હો..!
ઓવર ઓલ બજેટ લીપાપોથીનું રહ્યું ,ભારતના ઈતિહાસમાં “ડોબા” નાણામંત્રી ઘણા રહ્યા છે અને એક નો વધારો..
તક ચુક્યા..
અમારા પત્રકાર મિત્ર જયવંતભાઈ પંડ્યાનું એક ફેસબુક સ્ટેટ્સ
ગામડા લેવા જતા શેહરો ના ગુમાવી બેસાય..!
ઇન્ડિયા શાઈનીગ ૨૦૧૯ નો યશ જેટલી સાહેબને..!!
૨૦૧૯માં ૮૦ હજારના જેકેટ પેહરતા ગાંડાજી ને તો વકરો એટલો નફો જ છે..પણ આપણે નુકસાન છે..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા