કાલે એક મેસેજ આવ્યો મિત્ર વિપુલ માંકડિયા પાસેથી , એમાં લખ્યું હતું કે આલ્ફા વન મોલ વેચાઈ ગયો ૯૫૦ કરોડમાં , મને બહુ આશ્ચર્યના થયું ,પણ ક્રોસ ચેક કરવા ખાલી એમ પૂછ્યું કે સાચી વાત છે કે ફોર્વર્ડેડ મેસેજ છે ..?? પણ આજે સવારે છાપામાં આવી ગયું કે ૯૦૦ કરોડ રૂપિયામાં સોદો પડી ગયો અને આ અમદાવાદનો સૌથી મોટો સોદો છે રીયાલીટીનો …. ૯૦૦ કરોડમાં વેચાયો .. આલ્ફા વન
હજી ત્રણ ચાર વર્ષ પેહલા મારા ભાઈની આલ્ફા વનમાં દુકાન છે ,અને અમે એના ઉદઘાટનમાં ગયા હતા…. ત્યારે જ મને થોડો ડાઉટ ક્રિયેટ થયો હતો કે આ આટલું મોટું તોસ્તાન ચાલશે ..??? મારે મારા ભાઈ સાથે ડિસ્કશન પણ થયું , ઘણું અઘરું છે અમદાવાદમાં આવડા મોટા મોલને ચલાવવો ….
થોડો ઇતિહાસમાં પાછળ જઈએ અમદાવાદની મોલ કલ્ચરમાં તો પેહલો સોફેસ્ટીકેટેડ ડીપાર્ટમેન્ટલ સ્ટોર મારી જાણ પ્રમાણે અમદાવાદમાં થયો પારેખ્સ …. જે આજે પેલી હોટેલમાં કન્વર્ટ થયો છે , અગાશીએ … મિલમાલિક શ્રી મંગળ ગીરધર પારેખના બંગલાના એક નાનકડા ભાગમાં આ સ્ટોર પારેખ્સ ખુલ્યો હતો ….સમય ગાળો કહું તો આશરે આજથી પાંત્રીસ વર્ષ પેહલાનો , નેહરુબ્રીજ ઉતરીએ એટલે એની એકદમ સામે આવે પારેખ્સ , સારી સારી અને ઘણી મોંઘી ચીજ વસ્તુઓ મળતી ત્યાં …અમદાવાદના પરંપરાગત બજારો રીલીફ રોડ, પાનકોરનાકા ,ગાંધીરોડ, રમકડામાર્કેટ , ઢાલગરવાડ, રતનપોળ , આ બધાથી કઈક હટકે માલ ત્યાં મળતો ,અને અમદાવાદનો એક ઉચ્ચ વર્ગ ત્યાં પારેખ્સમાં ખરીદીએ જતો ,અને મધ્યમ વર્ગ ખાલી જોઈને પાછો આવતો ,અને ઉદગારો કાઢે ઓ બાપરે .. કેટલું મોંઘુ છે ..!!!! છે એકદમ મસ્ત ..!!! પણ બહુ છે મોંઘુ ભાઈસાબ …!! , અને અમદાવાદી જીવડો ખાલી હાથ હલાવતો પાછો બહાર નીકળે પારેખ્સની ,અને જાય સીધો રીલીફ રોડ કે ગાંધી રોડ ….. અને હટાણું પતાવી અને પાછો ઘેર જાય ….
એ અમદાવાદનો સ્વભાવ આજે પણ હજી ક્યાય ગયો નથી ,પેઢીઓ બદલાઈ ગઈ પણ પરચેઝ માં પ્રોફિટ કરવાની આદતે આ બધા મોલ નું સત્યાનાશ વાળ્યું , મોલમાં ખાલી પિકચરો જોવા જાય અમદાવાદી….
અમદાવાદમાં સારો મોલ અને પેહલા બન્યો ફન રિપબ્લિક ,પણ બહુ જલ્દી એનું મરણ થયું પછી આવ્યો બીજો સારો મોલ ગેલોપ્સ , પછી ઇસ્કોન ..અત્યારે ઇસ્કોન હજી જીવે છે , પછી પેલો દેવાર્ક મોલ સ્વર્ગે છે …… આશ્રમ રોડ પર એક પણ મોલ ચાલ્યા નહિ , સીજી રોડ ના પણ એજ હાલ હવાલ છે ,રોડ પરની દુકાનો ચાલે અંદર જાવ તો ભૂતડા ફરે …ખાલી ડી માર્ટ અને નેશનલ હેન્ડલુમ ચાલ્યા … અને એમાં પણ નાની નાની કચરા જેવી વસ્તુઓ જ વધારે વેચાય … કોઈ પણ જેને હાઈ એન્ડ મોલ કેહવાય એ બહુ ઝાઝું ટકી શકતો નથી …
ગયા અઠવાડિયે મુંબઈના પેલેડીયમ મોલમાં હું રખડતો હતો , એક જુવોને એક ભૂલો એવી બ્રાંડના કપડા અને બીજી એસેસેરીઝ હતી … એકાદું ટીશર્ટ મેં હાથમાં પકડ્યું , બ્રાંડ બરબેરી ભાવ ફક્ત ૧૮,૫૦૦ રૂપિયા , રીતસર હું દાઝી ગયો .. ટીશર્ટને અડ્યો એમાં તો ….હવે શું કરવાનું ..?? કઈ જ લીધા વિના અમે બહાર …અમદાવાદી જીવડો ગભરાઈ ગયો …
મોટા મોલમાં શોપિંગ હમેશા જયારે જયારે સેલ આવે ત્યારે વધી જાય ,બાકી મોટે ભાગે આમ અમદાવાદી મોલમાંથી મારી જેમ શોપિંગ કરતો નથી ,મોટા મોલ માં દુકાનદારોને આ મોટા મોલમાં એક તો મોટુ ભાડું આપે ત્યારે દુકાનો ભાડે મળે ,અને પછી દુકાન સુધી સાચો કસ્ટમર ખેંચીને લાવવાનો દુકાન માલિકે , મોલ માલિક તો ફૂટફોલ ગણીને દુકાન માલિકોને પકડાવી દે છે, પણ હકીકત એ છે કે એકલા ફૂટ ફોલ નહિ પણ હાથમાં થેલી લઈને મોલની બહાર નીકળતા લોકો કેટલા ..? એ ગણો તો સાચી વાત ખબર પડે … આ તો એમ કહી દે કે આજે વીસ જાર લોકો મોલમાં આવ્યા , પણ એમ પૂછો કે એમાંથી શોપિંગ કેટલા એ કર્યું ..?? તો કહે બે હજાર લોકોએ પણ નહિ … તો દુકાનવાળાને કામના ફૂટ ફોલ કેટલા ..? ફક્ત બે હજાર….
અને બે હજાર લોકો જો શોપિંગ કરતા હોય તો આટલા મોટા મોલના ખર્ચા કેમના નીકળે ..? તકલીફો ઘણી છે , હજી અમદાવાદ અને એના જેવા બી ગ્રેડ ના સિટીમાં મોટા મોલ બહુ લાંબુ જીવે એવું લાગતું નથી…
અત્યારે તો આલ્ફા વન મોલનું બચ્ચું સી જી સ્ક્વેર મોલ સારો ચાલે છે , પણ એની સામે બીજા બે મોલ ડચકા ખાય છે …. શુભ રાત્રી
શૈશવ વોરા