આજે અનંત ચતુર્દશી ગઈ..ગણપતિ આવ્યા અને ગયા ઈતિહાસના પરિપેક્ષમાં જોઈએ તો થોડો નવો કેહવાય એવો તેહવાર,પણ લોકોએ મન ભરીને માણ્યો..અને એની સામે પ્લાસ્ટર ઓફ પેરીસના ગણપતિ કે ઇકો ફ્રેન્ડલી ગણપતિ એ બધા વિવાદ વામણા લાગ્યા..!
સામાન્ય જનસાધારણ રોડ ઉપર મન મૂકીને નાચ્યો એ જ મોટી વાત છે.. અમદાવાદની ધોરી નસો કમ્પ્લીટલી બ્લોક હતી..સાતે સાત બ્રીજ એકદમ જામ પેક, આજે સવારથી દરેક રેડિયોના આરજે મચ્યા હતા..
જો એવોઈડ કરી શકાય હોય એવું હોય તો નદીની પેલી બાજુ કે આ બાજુ આવવાનું ટાળજો..અને એની અસર સાંજ પડ્યે દેખાઈ,બજારોમાં સુસ્તી વર્તાઈ ગઈ અને બજારો થોડા વેહલા બંધ થવાના ચાલુ થઇ ગયા અને બાકી હતું તો મેઘરાજા કડાકા ભડાકા કરતા આવીને એક ઝાપટું વરસાવી ગયા,એટલે જનતા ચુપચાપ ઘરમાં ભરાઈ ગઈ..!
અને બીજો કડાકો એપલ એ કર્યો આઈફોનમાં સીધા બાવીસ હજાર રૂપિયા ઓછા કરી નાખ્યા..સેલફોનના ઈતિહાસનો સૌથી મોટો કડાકો..જેણે તાજેતરમાં બે ચાર મહિનામાં જ નવા મોંઘાદાટ આઈફોન લીધા છે, એવા જુવાનીયાના દિલના તો કકડે કકડા થઇ ગયા..!
અમદાવાદમાં વિસર્જન માટે નીકળેલા ભક્તો હજી નાચી ગાઈને થાકીને ધીમે ધીમે ઘરભેગા થઇ રહ્યા છે..એકંદરે અમદાવાદનો દિવસ ભક્તિ ભાવથી ભરેલો વીત્યો..
બીજો ભક્તિનો સાગર અરવલ્લીના આરાસુરના ડુંગરોમાં ઉમટ્યો છે લગભગ દસેક લાખ માણસને માથે ઉપર આભ અને નીચે ધરતી..એક જ નારો હવામાં ગુંજે છે .. બોલ મારી અંબે જય અંબે …બોલ મારી અંબે જય જય અંબે..!
રાત આખી દસેક લાખ પદયાત્રીઓ બને એટલી ઝડપથી આવતીકાલના દર્શને પોહચવા ઉતાવળે ઉતાવળે ચાલી રહ્યા છે..
એ.સી. ગાડીમાં બેઠા બેઠા છેલ્લા દસ દિવસથી અંબાજી તરફ જતો માનવ મેહારમણ જોઈએ ત્યારે વિચાર આવે એક થેલીમાં બે જોડ કપડા,પગમાં ચપ્પલ અને એક ગમછો અને ૨૩૦ કિલોમીટર ચાલવાનું…! કેવી રીતે..?
હૈયે મજબુત શ્રધ્ધા..!
હજારો સેવાકેન્દ્રો પદયાત્રીઓની સગવડ સાચવે..બધું કમ્પ્લીટલી અનઓર્ગેનાઈઝડ ફક્ત અને ફક્ત આંતરસૂઝ અને એકબીજાને સાચવી લેવાની ભાવનાથી ચાલતા એ સેવાકેન્દ્રો..!
કાલે ભાદરવી પૂનમ બાવન ગજની ધજા માં અંબાના સુવર્ણ મઢેલા શિખરે ચડશે..લાખો માણસો માં અંબાના દર્શન કરશે..!
ભાદરવી પૂનમ એટલે નવલી નવરાત્રીનો આગાઝ.. પેલો ગરબો કાનમાં ગુંજે..
આજ ગગનથી ચંદન ઢોળાય રે..
સહિયર મને આસોના ભણકારા થાય..
ધીન ધા ધા , તીન્ન નાં ક્ત્તા ( તાલ હીંચ )
કોઈ આવતું ક્ષિતિજથી પરખાય
આછા આછા ચાંદની ના ચમકારા થાય..
ધીન ધા ધા , તીન્ન નાં ક્ત્તા
પગ થીરકવા લાગે અને મન નાચવા લાગે..એકવાર કબાટમાંથી ઝભ્ભા અને ચણિયાચોળી બહાર કાઢી જોઈ લેવાનો સમય થયો..
માડી સોળે સજી શણગાર
મારે લાખ લાખ દીવડાની હાર
ધીન ધા ધા , તીન્ન નાં ક્ત્તા..
વાદળ વિખરાયાને અજવાળા આયા
અવનીએ ગોખે ગોખે દીવડા પ્રગટાવ્યા
માં ના રથની ઘૂઘરી સંભળાય
રાતા રાતા કંકુના પગલા પરખાય…
શ્રધ્ધા,ભક્તિ, લોકગીત,લોકસંગીત,લોકનૃત્ય બધાનો સમન્વય એટલે નોરતા..
નવરાત્રીના નવ દિવસ સિવાય કોઈ ટ્રેડીશનલ ધોતિયું પેહરીને નીકળે તો..?અને નવરાત્રીમાં..?
એના સિવાય ના નીકળાય..!
લાલ બાગના રાજા ભાયખલ્લા પોહ્ચ્યા છે મુંબઈ હજી આખી રાત જાગશે છેક પરોઢિયે બધું મનેખ ઘરભેગું થશે..
આપણે ત્યાં પણ કોંગ્રેસની સરકારનો એક જમાનો હતો કે ત્યારે આઠમ અને નવમું નોરતું સવારે દૂધ લઈને જ ઘેર જવાનું..
પણ નોઈસ પોલ્યુશનના સામે ભાજપની વીસ વર્ષથી ચાલતી કેહવાતી હિંદુવાદી સરકારે ચોકડી મારી દીધી..!
“તાકાત” હોય તો રાતના અગિયાર વાગી ગયા છે અટકાવો લાલબાગના રાજાની સવારી..?
બોડીબામણીનું ખેતર છે ગુજરાત..ગુજરાતનો પોતાનો કેહવાય એવો એકમાત્ર તેહવાર નવરાત્રી અને એને લગભગ ખતમ કરી દેવાનું કાવતરું થયું પણ ભીષ્મપિતમહ જેવો મજબુર સંઘ ધ્રુતરાષ્ટ્ર જેવી વિશ્વ હિંદુ પરિષદ..!
બધું ય ભેગું થઈને હાઈકોર્ટના ઓર્ડરના નામે ચુપચાપ છેલ્લા વીસ વર્ષથી સાક્ષીભાવે જોઈ રહ્યા છે..!
અલ્યા જાગો હવે..નહી કોઈ ભૂંગળાના અવાજથી મરી જાય… સિવિલ હોસ્પિટલ કે વાડીલાલ ના પ્રાંગણમાં ગરબા નથી રમવાના..
માડી ની મેહરબાનીથી આ વખતે નવની બદલે દસ નોરતા છે..ખેલવા દો જુવાનીયાઓને..નહિ તો પછી ૩૧મી ડિસેમ્બરે આપણો તેહવાર નથી એમ કરીને બખાળા કરવા પડશે..
નોરતામાં જ ગરબા ગાવા નહિ દેવાના.. દંભી લોકો..!
દિવસના કામ કરીને થાકેલો ફ્રેશ થાય અને ગરબાના સ્થળે પોહચે સેહ્જે સાડા દસ થાય ત્યાં તો બાર વાગે ભૂંગળા બંધ.. બહુ બહુ તો એક વાગે..!
રમવા દો સવારો સવાર..!
આ વર્ષે પ્રિ-નવરાત્રી ચાલતા ગરબા ક્લાસમાં થોડી મંદી વર્તાણી છે..જુવાનીયા કહે છે હવે દર વર્ષે કોણ શીખવા આવે..? જે નવા નવા નોન ગુજરાતી ગુજરાતમાં આવ્યા હોય એ જ જાય બાકી આપણને તો ઢોલ વાગે એટલી વાર..!
વાત તો સાચી છે..!
ખુબ ખેલે છે ખેલૈયાઓ..
આખી જિંદગી એ.સી.માં પુરાઈ રેહતી પ્રજા ગરબા ખેલતા ખેલતા પરસેવા પાડી લે છે અને એ પણ લથબથ..!
ભાદરવી પૂનમ જાય એટલે બજારોમાં પણ દિવાળીના નવા માલો ભરવાની સીઝન ચાલુ થાય..
ચોમાસું હજી દસ આની છે..એક વરસાદ સરખો આવી જાય તો વરસ બાર આની થઇ જાય ..સોળ આની વર્ષની શક્યતા તો નથી પણ જો માડી મેહર કરે ને દશેરા ઉતરે બે ચાર દિવસની હેલી ચડી જાય તો પછી શિયાળુ પાક પ્રેમથી લેવાય..!
ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે કન્ઝ્યુમર ગુડ્સમાં પ્રોડક્શન ફૂલ ફોર્મમાં જઈ રહ્યા છે, ટેક્ષટાઇલ જબરજસ્ત મંદીમાં છે..!
દિવાળીની ખરીદી નીકળે અને એને પોહચી વળવાની તૈયારીઓ પુરજોશમાં ચાલુ છે..!
કોણ તમારા અને મારા ખિસ્સામાંથી રૂપિયા પેહલા કાઢી જાય એની હરીફાઈ લાગશે, પણ સૌથી પેહલા હાથ મારશે ઓનલાઈન દિવાળી સેલ..!
અને બાકી બચ્યા હશે તો બધા મોલ..!
મહાત્મા ગાંધી ખિસ્સામાંથી કોણ કાઢી જાય છે એ જ ખબર પડતી નથી…!
મહાત્મા ગાંધી ખિસ્સામાંથી સેરવી લેવાની શરૂઆત નવરાત્રીના નવા નીકળેલા ડિઝાઈનર ચણીયાચોળી અને ઝભ્ભા કરશે એવું લાગી રહ્યું છે, પછી વારો આવશે ગરબાના પાસનો…રાતના નાસ્તા ..ગાડીઓના ડીઝલ..
ખર્ચાના પાર નથી..!
હશે કમાઈ લેશું પણ ગરબા તો …
બનતા હૈ યારો
રૂપાણી સાહેબ સન્માન લેવામાંથી હવે સેહજ ફ્રી થયા હોય તો પેહલો રાજકીય નિર્ણય લ્યો હવે.. ગરબા ઈચ્છા હોય ત્યાં સુધી રમો..!!
ચાલો સૌને જય અંબે
શુભ રાત્રી
શૈશવ વોરા