સોશિઅલ મીડિયા આપણે માનીએ કે ના માનીએ પણ લોકમાનસ નું સૌથી મોટું દર્પણ થઇ ને ઉભું છે આજે..
જો કે સોશિઅલ મીડિયા ને તુચ્છ
ગણતા ઘણા “વિદ્વાનો” હવે તો સોશિઅલ મીડિયા ઉપર આવવા લાગ્યા છે ને પોતાના કર્તવ
આ લોકડાઉનમાં સોશિઅલ મીડિયા ઉપર મુકવા માંડ્યા છે..!
વોટસ એપની મેસેજ ફોરવર્ડ કરવાની પાબંદી પછી પણ આજે એક મેસેજ બહુ ફર્યો..
હા એ જ બેઠા બેઠા ખાવાવાળી આપણી પેઢી એ સાતમી પેઢી લાગે છે..વાળો..!!
જરાક ઊંડા ઉતરો તો દેખાય કે હવે કંટાળો ચડ્યો છે “પ્રજા” ને ,અને અચ્છા અચ્છા લોકો ને સેહજ ધાસ્તી બેસતી જાય છે કે આમ ને આમ જો હજી ખેંચવાનું આવ્યું તો બધું એકડે એકથી શરુ કરવું પડશે..
જેટલું એક સામાન્ય રીક્ષા ફેરવતો માણસ ઈશ્વર ઉપર ભરોસો રાખી ને બેઠો છે એટલો ભરોસો ઘેર ચાર ચાર બંગડી વાળો નથી રાખી રહ્યો..
બાવડાના બળ યાદ આવે છે એને..
એક ઇવેન્ટ મેનેજમેન્ટવાળો છોકરો દૂધની લાઈનમાં મળી ગયો..ભાઈ બેન્ડ વાગી ગઈ છે ,હજી ત્રણ ચાર મહિના કોઈ જ ઇવેન્ટ નથી થવાની નહિ લગ્નો મોટા પાયે કે કોઈ એક્ઝીબીશનો , કોલેજમાંથી નીકળ્યા ત્યારે જેવા “લૂખા” હતા એવા ફરી થઇ જઈશું ત્યાં સુધીમાં તો..!!
મારો એક જ જવાબ હતો..જીવતો તો રહીશ ને બકા..? તો પછી મોજ કર અત્યારે..! આ કોગળિયું કેહવાય ગમે તે ને ટપકાવી દે હુશિયારી ના મરાય, જે થવું હોય તે થાય ઘરમાં રેહવું.. અને ખુલે પછી પણ ઘેર ઘેર ભટકવા જવામાં સાર નથી..!
ઘણા ધંધાદારી મિત્રોને ઉઘરાણી ની ચિંતા છે,
સાલું કોઈને ફોન થતા નથી ને ફોન પર વાત કરીએ તો ઉઘરાણી થતી નથી ,ભૂલ ભૂલમાં પૂછી લઈએ તો સામેવાળો ઉપરથી ખખડાવે છે,
વાત પણ સાચી છે,
બધા જોડે કઈ રિલાયન્સ થોડી છે કે ૯.૯ ટકા કાઢી નાખો તો ય તેંતાલીસ હજાર કરોડ ઘેર આવી જાય..?
અહી તો અડધું અમદાવાદ તો “રાણી નો હજીરો” જોડે લઈને બેઠું છે ,આલિયા ની ટોપી માલિયા ને ,અને માલીયો ગયો મહારાણી ના દેશ ,
લઇ લે..ઉખાડી લે.. જે ઉખાડવું હોય તે..!!
મારા બેટા ને કઈ પૂછો તો એમ બોલે..લાખ કમાયા નથી લખેશરી થયા નથી..!!
છે આવી , ઢીટ પ્રજા પણ છે , ના નહિ ..!
પણ તો ય એટલી ધરપત તો રાખવી જ રહી કે રૂપિયો ખોટો ના થાય ,
દૂધ ની બદલે સેનેટાઈઝર થી ધોઈ ને આપશે..
હવે તો એવું બોલાય નહિ કે સેનેટાઈઝર ના રોકડા આપી દેજે..
દુધે ધોઈ ને આપીશ એમ બોલે તો તો મારા જેવો જુનો
અમદાવાદી એવું કેહતા..જો જો હો અલ્યા દૂધ ના બગાડતો , દૂધના રોકડા આલજે ,નક્કામી નોટો પલાળે તો સૂકવવામાં ટાઈમ બગડે ને દૂધ નો બગાડ વધારા નો..એટલે તું તારે દૂધના રોકડા આલજે..!
રોકડા આપતો હોય તો સેનેટાઈઝર વાપરવું જ રહ્યું ..!
૩ જી તારીખની ચાતક નજરે રાહ જોવાઈ રહી છે ,
પણ નથી જોવા જેવી હજી , થોડું જાળવી જઈએ તો ઘણા બાહર આવી જઈએ , વાઈરસના કર્વ w શેઈપના થઇ જાય ને તો ઉપાધીના પોટલા થઇ જાય એમ છે..
ડોકટરો કહે છે કે બધાએ ઇમ્યુનિટી કેળવવી જ રહી એમ વાઇરસ જાય નહિ ,
વાત સાચી છે , પણ એના માટે ના ઈમાનદારીથી પ્રયત્ન થતા હજી પણ ક્યાંય દેખાતા નથી..
સારી ઇમ્યુનિટી માટે પેહલા ચોખ્ખું ખાવાપીવાનું ,બીજું રેગ્યુલર કસરત ,ત્રીજું મસ્ત ઊંઘ અને ચોથું સ્ટ્રેસ ફ્રી લાઈફ..!!
ચોખ્ખું ખાવાનું તો જખ મારી ને ખાવ છો અત્યારે હોટલો બંધ છે એટલે ..
કેટલા માંદા પડ્યા આ મહિનામાં ?
કેમ ?
પેલા આજીનો મોટો
ઉર્ફે સોડીયમ ગ્લુકોમેટ નાખેલા પંજાબા
ના ગ્રેવા
પેટ નામની ગટરમાં પધરાવતા હતા ને એ બંધ છે હવે, પછી પેલી જંગલી દાબેલી ,વડાપાંવ ,બર્ગર મેંદા ના રોટલા .. વગેરે વગેરે એ બધું બંધ છે એટલે..!!
રેગ્યુલર કસરત ..? એટલે શું હે..? કોઈ કસરત કરવી જોઈએ એવું કલ્ચર જ નથી ગુજરાતી માણસોમાં ..નવો નવો ડાયાબીટીસ આવે એટલે બાયડી
ને લઈને હેંડવા
નીકળે પછી અડધી ગોળી ,આખી ગોળી ,દોઢ ને બે , છેક ઇન્સ્યુલીન સુધી પોહચી જાય પણ કસરત કે હેંડવા જવાનું ?
તો કહે મને ઘૂંટણમાં બહુ દુ:ખે છે.. બહાનું તૈયાર જ હોય ,અને ખાઈ ખાઈ ને ડોઝું
એટલું મોટું કરે છેવટે ઘૂંટણ ખરેખર ઘસી મારે ને પછી બદલાવે ઘૂંટણીયા..!!
ગઈસાલ ચીન દેશ ગયો હતો આ કોગળિયું ફાટ્યું એ પેહલા શેનઝેનમાં હતો ..
સાંજના છ સાડા છ થાય એટલે લગભગ બધી ઓફીસ બંધ થાય અને કોમર્શિયલ કોમ્લેક્સના પાર્કિગ ખાલી થઇ જાય , ત્યાં બે ત્રણ ફૂટડી અને હણહણતા આવી જાય મોટ્ટા સ્પીકર લઈને ,
બસ્સો બસ્સો જણ ને સાથે ખુલ્લામાં એરોબીક્સ કરાવે અને મ્યુઝીક પણ જાત જાત નું વગાડે મારા ઓળખ્યા
..
ત્યાં ઓફીસના કોમર્શિયલ કોમ્લેક્સમાં સાંજે નીચે “ભાજાપાંવ” ના “લારા” ના ઉભા હોય..
નખ્ખોદ વાળ્યું છે..!
હું અને મારો બીજો દેસી
જોડે ઉભા ઉભા જોતા હતા..બસ્સો નાચતા હતા એમને ,
તે એવામાં વાંદરી
એ પેલું ગીત ચાલુ કર્યું.. નાગડા સંગ ઢોલ વાગે ..ધાંય ધમ ધમ ધાંય .. પછી દોડતી મારી જોડે આવી અને મને કહે સ્ટેપ શીખવાડ..
બોલો અઘરી કે નહિ..?
આપડી જોડેવાળો ઉત્સાહી હતો ગુર્જર નર..તે એણે પોપટીયું શીખવાડી દીધું ચીનકાઓ ને..! આપણે આવું ના કરી શકીએ ? રોજ સોસાયટીમાં ચાર ગરબા
ગાઇલઈએ તો પણ કસરત થઇ જાય અને એમાં પણ જો
ગળે થી ગાઈએતો પ્રાણાયામ પણ થાય અને શરીર અડધો કલાક ગરબે ફરે તો કસરતની કસરત..!! એશી ટકાના ડાયાબીટીસ અને બ્લડપ્રેશર જતા રહે , પણ કાયા ને કષ્ટ આપે કોણ ? સુધરી જા ગુજરાતી , નહિ તો કોગળિયું ભરખી જશે ..વીમો પાકી જશે..!! કસરત કર..!! ત્રીજું ઊંઘ .. મોબાઈલ છૂટે તો ઊંઘ આવે ને ? એમાં શૈશવભાઈ બ્લોગ નાખે રાત્રે સાડા અગિયારે .. પણ હું તો પ્રેમથી આઠ સાડા સુધી ખેંચું , પાછું બપોરે પણ આપણે તો ખેંચી લઈએ હો મોસાળના પાંચ ગુણ તો આવે ને ..? અમરેલી મોસાળ ભ
ઈ , બપોરે તો ઊંઘવું જ પડે કાઠીયાવાડમાં..!!
ચોથું સ્ટ્રેસ ફ્રી લાઈફ ..
અઘરું છે આ જગતમાં ..એક રસ્તો છે સેહ્લો છે મારા પપ્પા એ મને શીખવાડ્યો હતો..
હું રોજ રાત્રે મંદિર જાઉં એટલે એક દિવસ પપ્પા એ મને ટોક્યો રાત્રે કેમ જાય છે મંદિર ? મેં કીધું દિવસભરના પાપ ધોવા..
તો પપ્પા એ મને કહ્યું એના કરતા સવારે જા ને અને કહી દે કે દિવસભરના આજ ના બધા કામ તને અર્પણ ..એ પાપ જ નહિ થવા દે..!!
આ બધું કરવાની મારી કોશિશ ચાલુ છે , ગાળો દઉં છું પણ સાચું કહું તો હું પણ બહારનું ખાવાનો મોહ નથી છોડી શક્યો ,હા કસરત કરી લઉં છું ,ઊંઘ લઇ લઉં છું ,પણ સ્ટ્રેસ નથી છુટતો ..બસ ..!
કોશિશ કરવાની બીજું તો શું..?
તમે પણ કરજો
સ્વસ્થ રહો ,શાંત રહો , ઘરમાં રહો ..!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)