વોઈસ ઓફ અમેરિકા અને બીજા મીડિયા લખે છે કે અમેરિકાના છેલ્લા ત્રણ વિમાનો એ કાબુલ છોડ્યું …!
અમેરિકાની મહાન યાતના પીડાનો અંત આવ્યો ..!
વિશ્વ આખું ચિંતામાં છે ,અમેરિકાની યાતના નો અંત આવ્યો પણ બીજી યાતનાઓ નો આરંભ થયો છે ? થશે ? અને કોની ઉપર ક્યા પ્રકારની યાતનાઓ તાલિબ ગુજારશે ?
બહુ સાદી બુદ્ધિથી વિચારું તો યાતના કે પીડા બે પ્રકાર એ આપી શકાતી હોય છે એક સ્વપીડનથી અને બીજી પરપીડન થી ..!!!
મોટેભાગે શરૂઆત હંમેશા સ્વપીડન થાય, સ્વપીડન ની વાસના, અહિયાં વાસના શબ્દ ને કામાંધ થઇ ને કોઈ સ્ત્રી ને સતત બળાત્કાર કર્યા કરતા પુરુષ કરતા પણ નેક્સ્ટ લેવલે જતા પુરુષ માટે જે શબ્દ વપરાય જેને સભ્ય સમાજ ગાળ કહે છે અને ગાળમાં પણ જ્યારે તમામ હદ ચુકાઈ જતી દેખાય ત્યારે ફરી સભ્ય સમાજ ના શબ્દ નો સહારો લઇ ને ગાળ આગળ `મહા` શબ્દ લગાડવામાં આવે છે ,
આ એવી વાસનાની ની વાત કરું છું..!!
અફઘાન સમાજમાં સ્વપીડન ની શરૂઆત થઇ ચુકી છે ,સ્ત્રીઓ ને મૂળભૂત હક્ક કહો કે અધિકારથી વંચિત કરી મુકવામાં આવી ..!!
દુનિયા નો સર્વ સામાન્ય નિયમ.. નબળો ધણી બૈયર ઉપર શૂરો..!!
એક વસ્તુ માર્ક કરી છે તમે ? આજકાલ સોશિઅલ મીડિયા ઉપર આવતા સ્વીમિંગપુલના ફોટા કે દરિયામાં કુદકા મારતા ફોટાઓમાં પુરુષો પણ ટીશર્ટ પેહરી ને પડેલા હોય છે..!!
સ્તન ધારી પુરુષો ને છાતી બતાડતા શરમ આવે છે..!!
હવે એ જ ફોટાઓમાં જો જો તમે ,ટીશર્ટ પેહરી ને પુલમાં પડેલા પુરુષ ની સ્ત્રી ના વસ્ત્રો .. પગથી માથા સુધી ઢંકાયેલા જોવા મળશે..!!
સર્વ સામાન્ય નિયમ નથી ક્યાંક અપવાદ મળશે પણ આવું કૈક ઓબ્ઝર્વેશન આવે ,પોતાની શારીરિક વિકલાંગતા છુપાવવા સ્ત્રી ને પુરેપુરી ઢાંકી દીધી..!! કે પછી સ્ત્રી સમજી ને ઢંકાઈ ગઈ..!!
સેહજ આડવાત .. એક જીમ ટ્રેઈનર કપલ છે .. બંને એકદમ ચુસ્ત અને ફીટ , જેને મોડલિંગ ની ભાષામાં બેર બોડી કેહવાય એ પણ એકદમ મસ્ત , હવે એ બંને જણા નો પ્રેમ પરવાન ચડ્યો લગ્ન પેહલા નો સમય અને કોઈક ફોટોગ્રાફર મળી ગયો ,આમ પણ થ્રી ઈડિયટ્સ પછી ફોટોગ્રાફરો ના ઢગલા થઇ ગયા છે..!
બંને જણા એવા એવા ઇન્ટીમેટ ફોટા પડાવે અને સોશિઅલ મીડિયા ઉપર મુકે ,થોડાક સમય ચાલ્યું બધું પછી થયું એવું કે દો જિસ્મ એક જાનમાંથી એક જિસ્મ ને એક જાન જેવા ફોટા આવે એટલે એમના જ મિત્રોમાંથી બુમ આવી અરે ભાઈ આને કૈક બોલો ..!!
મેં કીધું ના બોલાય .. કેમ ? એમનો અંગત મામલો છે .. લીમીટ રાખવી જ રહી ..!
તો પેહલો સવાલ આવ્યો કે આવા ફોટા પડાવાય ? અને પડાવાય તો સોશિઅલ મીડિયા ઉપર મુકાય ?
મારો જવાબ હતો .. જો બકા સારું અને રૂપાળું શરીર હોય અને એ પણ બંને તરફ ત્યારે તમારે નક્કી કરવાનું હોય છે કે તમારે તમારા શરીર ને બીજાની ફેન્ટસી બનવા દેવી છે કે નથી , કોઈ ના દિલો દિમાગ ઉપર એટલા છવાઈ જાવ કે એ વ્યક્તિ તમારી ફેન્ટસી કરતો કે કરતી થઇ જાય તો પછી સમસ્યા ચાલુ થાય , કેમ કે ફેન્ટસી કરવાવાળો જો તમને કે તમારી સાથીદાર ને પામવાની ઈચ્છા કરે અને પછી પ્રયત્ન તો થાય બબાલ ..!! ત્યાં આખું ભારત દેશનું બંધારણ વચ્ચે વચ્ચે ઘૂસે..!!
એમ નહિ ભાઈ પ્રોપર સમજાવો ..
જો બકા તારું શરીર ખુબસુરત છે તું તારા અર્ધનગ્ન કે પોણાનગ્ન કે પછી બે ચાર ટકા જ શરીર ઢંકાય એવા કપડા પેહરે અને સોશિઅલ મીડિયા ઉપર જાય એવા ફોટા લઈને તો શું થાય ?
અરે ભાઈ ઇન બોક્સ ભરાઈ જાય ?
બેહનો અને ..?
અરે હા ભાઈ હા ભાઈઓ થી પણ ,હવે તો બધું ઇકવલ જ છે ..!! હા હા હા ..!!
તને ગમે ?
હા ગમે
અને કોઈ પાછળ પડે તો ?
ના ગમે ..ત્રાસ ત્રાસ થાય ..!
જો કોઈ ઘર સુધી આવી જાય તો ?
પોલીસ ..
બસ એ જ ભારત દેશ નું બંધારણ ..!! તો તારે શું કરવું એ તારે નક્કી કરવાનું , ફિલ્મવાલા એને ફેન ફોલોઈંગ કહે અને તને ને મને ત્રાસ લાગે , ફિલ્મવાળા ને આનંદ થાય કે અમે કોઈ ની ફેન્ટસીમાં છીએ ને તારા મારા જેવા ને ગભરામણ થાય..!
મતલબ એવો થયો ભાઈ કે સોશિઅલ મીડિયામાં એવા ફોટા ના મુકો કે જેનાથી લોકો તમારી ફેન્ટસી કરી જાય..!!
એ તારે નક્કી કરવાનું ..!!
શૈશવભાઈ છૂટી પડ્યા..!!
સ્વપીડન ની શરૂઆત ..! અને પછી પરપીડન , બૈરી ને પણ એવા કપડા પેહરવા ઉપર પાબંધી કે જેનાથી કોઈ એની ફેન્ટસી કરી જાય..!!
વસ્ત્ર પેહરવામાં સેહજ સ્ત્રીએ પોતાની મરજી દેખાડી કે પછી તરત જ પરપીડન આગળ વધે , પછી લગ્નજીવનમાં મિત્રો ,સાસુ, સસરા ,સાળો ,સાળી ,અને વધુ થાય તો બંધારણ ના રખેવાળ એવા પોલીસ ,વકીલ અને જજ કોણ ક્યાં સુધી ઘૂસે એ એમના રામ જાણે..!!
રોલ સ્ટેટ નો ઉર્ફે રાજ્ય નો અહિયાં આવે , રાજ્યકર્તાઓ એટલા કાયર હોય અને સમાજ ની માનસિકતા એટલી નબળી હોય કે કોઈ સ્ત્રીના મોઢા જોવાથી કે એકપણ અંગઉપાંગ ઉપર નજર પડી જવાથી જો માનસિક કે શારીરિક સ્ખલન આવી જતું હોય તો પછી એ સમાજ ને સમાજ કેહવડાવા નો અધિકાર નથી એ પશુઓ નું ઝુંડ છે ..!!
સામાજિક પ્રાણી તરીકે અસ્વીકાર થવો જોઈએ જે તે સમાજ નો..!!
ભારતભૂમિ ઉપર પણ ઘણા પંથ છે કે જે સ્ત્રી ભાગતા છુપાતા ફરે છે..!!
સ્ત્રી ને ફક્ત અને ફક્ત ઉપભોગ નું સાધન સમજનારા લોકો ભાદરવા ની ભેખડે ભરાયેલા શ્વાન કરતા પણ વધારે કામાંધ છે ..!
આજે દુનિયાભર ની સ્ત્રીઓ ને અફઘાન સ્ત્રીઓ માટે અનહદ સહાનુભૂતિ છે , બર્બરતા નો અંત લાવવા કયો બર્બરકજિષ્ણું આવે છે એની રાહ..!
બહુ મોટો વિષય છે આ સ્વપીડન અને પરપીડન , બે સાથે રેહતી વ્યક્તિ એકબીજા ને કોઈ ને કોઈ રીતે પીડા આપતી જ હોય છે અને વ્યક્તિઓથી બનેલો સમાજ પણ એ જ કરતો આવ્યો છે..!!
તો પછી આ પીડા નો અંત ક્યાં ?
હા ત્યાં જ ..!! લાકડામાં ..!!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*