પોસ્ટ કોવીડ ડાયાબીટીસ …!!
ટન ,ટન, ટન …!! ઘંટડી નહિ મોટો ઘંટ વગડવા નો સમય છે..!! સરકાર અને પબ્લિક બન્ને ને જાગવા નો સમય..!!
સીએનબીસી નો એક રીપોર્ટ જોઈ રહ્યો છું , દિલ્લીમાં કોવીડ આવ્યા પછી ત્રીસ ટકા ડાયાબીટીસના પેશન્ટ વધ્યા..!!
અમદાવાદના શું હાલ છે ? કોઈ આંકડા ડેટા કે સર્વે ખરા ?
ખાવામાં અને પીવામાં જરરાય ઓછો નથી ગુજરાતી ..!
બે કારણ ઉભરી ને આવ્યા છે ..!
એક.. પેહલા અને બીજા લોકડાઉનમાં ઘરમાં પડ્યા પડ્યા જે મળ્યું તે ભચડ્યું છે, ઘર ની બાહર નીકળવાનું હતું નહિ , ગુજરાતી માટીડો લગભગ ખાટલેથી પાટલે હતો , દોઢ રૂમના ઘરમાં હરીફરી ને કેટલું ફરે ?
પત્તરફડાઈ ગઈ છે શરીરની ,કોઇપણ પ્રકાર ની કસરત બંને લોકડાઉનમાં થઇ નથી, વર્ક ફ્રોમ હોમ એટલે જે ખુરશી ઉપર ચોંટયો એ ચોંટયો .. એના પરિણામ અત્યારે સામે આવી રહ્યા છે..!!
લગભગ દરેકના વજન વધ્યા, મારા પપ્પા દરેક પેશન્ટ ને એક જ વાત કેહતા જાડુ શરીર દરેક રોગ ની માં ..!!
બીજું કારણ …
કોવીડ ના ઈલાજ વખતે સ્ટીરોઇડ ના ઉપયોગ ..!
જીવન વધારે કિંમતી હતું એ સમયે એટલે ડોકટરોના ભાથામાં રહેલું છેલ્લું રામબાણ એટલે સ્ટીરોઇડ અને છૂટથી અને પ્રેમથી વપરાયું ..!
છૂટકો નોહ્તો પરિસ્થિતિ કઈ હતી એ બધા જાણીએ છીએ એટલે સ્ટીરોઇડ ના ઉપયોગ વિષે ચર્ચા કરવા નો મતલબ નથી પણ હવે જેણે જેણે સ્ટીરોઇડ લીધા છે એ દરેકે દરેક જણ એ ડોક્ટર ની જોડે જઈ ને સમય સમય ઉપર પોતાનું સ્યુગર લેવલ ચેક કરવું અત્યંત જરૂરી થઇ ગયું છે..!!
ઢીલાશ મુકાય તેમ નથી..!!
કોવીડ મહામારીમાંથી નીકળ્યા નથી અને એક બીજી મુસીબતમાં ચોક્કસ આવી પડ્યા છીએ એવું કહીએ તો જરાક પણ ખોટું નથી ..!!
છેલ્લા એકાદ મહિનાથી જીમમાં જાઉં છું આજુબાજુ કસરત કરતા જુવાનીયા આધેડ બધાય ને જોઉં છું. મારું પોતાનું ઓબ્ઝરવેશન એવું આવે છે કે સ્ટ્રેન્થ દરેક શરીર ની ઓછી થઇ ગઈ છે , જે પેહલવાનો ના બોડી હતા એ પણ થોડા સીકુડાઈ ગયા છે ..!
અમદાવાદ ના નવા પશ્ચિમ ઝોન જેને છાપાવાળાઓ પોશ વિસ્તાર તરીકે સંબોધન કરે છે એ વિસ્તારના જીમ ના બે ચાર ટ્રેઇનર કોવીડમાં સ્વર્ગે સિધાવ્યા પછી ટ્રેઇનર ની કમ્યુનીટી પોતે પણ એકદમ હાર્ડકોર વર્કઆઉટ કરતા સેહજ ડરી રહી છે ,અને મારા જેવા ક્લાયન્ટસ ની વાત કરું તો જરાક નહિ પણ બહુ વધારે સમજી વિચારી ને ડમ્બેલ હાથમાં પકડે છે ..!
કોવીડ પેહલા સો કિલો ની બેંચપ્રેસ રમતા ઠોકી દેતો અને બુમાબુમ કરી ને આખું જીમ માથે લેતો ..!
ચાર ટ્રેઇનર ને માથા ઉપર ઉભા રાખું ને દસ છોકરા ફરતે ઉભા હોય એવા સીન સપાટા હું પોતે જ કરતો પણ પોસ્ટ કોવીડ .. નહી ,કોઈ જ નાટક ચેટક કશું જ નહિ , એક અજાણ્યો ડર ઘુસી ગયો છે માપમાં રેહવાનું શૈશવ ..!!
જે મારી સાથે થઇ રહ્યું છે એ બીજા લોકો સાથે પણ થઇ રહ્યું છે , જીમ નહિ જઈ ને કે રેગ્યુલર જોગીગ કે પછી યોગ કે બીજી એકદમ નિયમિત કસરત કરતા મિત્રોમાં પણ કોવીડ અને લોકડાઉન પછી બોડી સ્ટ્રેન્થ નો ઘટાડો જોવા મળ્યો છે..!
રોજ કલાક સવા કલાક ટ્રેક ઉપર ચાલનારો પોણો કલાકમાં હાંફી જાય છે..!
બહુ મોટી આ એલાર્મિંગ સિચ્યુએશન છે.. ડોકટર મિત્રો તમારા પેશન્ટોના અનુભવો સોશિઅલ મીડિયા ઉપર શેર કરો યાર પોસ્ટ કોવીડ ડાયાબિટીસ ના..!!
સીએનબીસી કહે છે કે એઈમ્સ દિલ્લી એ એના પ્રોટોકોલમાં લઇ લીધું કે આવનારા તમામ પેશન્ટ ની સ્યુગર લેવલ ચેક કરવી..!!
આપણે ત્યાં શું પરિસ્થિતિ છે ? પ્રોટોકોલમાં લીધું છે ? ના લીધું હોય તો જાગવું પડે ..!!
કોવીડ ના ગુજરાતના આંકડા તો ખુબ જ ઉત્સાહ પ્રેરક છે , ભગવાન કરે ને આમ ને આમ ચાલે તો બે ત્રણ મહિનામાં લગભગ બાહર નીકળી જવાય પણ ત્યારે એવું ના થાય કે પબ્લિકના ડાયાબીટીસ ચેક થયા જ ના હોય અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કાર્ડિયાક ,કીડની અને લીવર ને લગતા કેસીસ ની મહામારીમાં ફસાઈ જઈએ..!
ડાયાબીટીસ એ ખુબ જ સાયલેન્ટ રોગ છે અને રેગ્યુલર ચેક અપ થતા હોય તો જ ટાઈમ ઉપર ઝડપાય બાકી તો શરીરમાં કૈક તોડફોડ કરે ત્યારે જ ડાયાબિટીસ નામની ઉધઈ પકડાય..અને ગુજરાતી ને ડાયાબિટીસ જોડે તો સાવ ઘર જેવો સબંધ..!! પાંચ સાત જણ નું કુટુંબ હોય તો એક નો હોય જ…!!
અત્યાર સુધી કોવીડ ની સામે કેવી રીતે લડવું અને ઝઝૂમવું એની જ ચર્ચાઓ થતી અને થઇ પણ હવે પોસ્ટ કોવીડ જે સિનારિયો પેદા થયો છે એને પણ એટેન્ડ કરવા નો સમય પાકી ગયો છે..!!
મમ્મી પપ્પા જેવા જનરલ પ્રેકટીશનર ના દવાખાના અત્યારે સીઝનલ ચોમાસા ને લગતા રોગો થી ઉભરાઈ રહ્યા છે જે કોવીડ કાળમાં બિલકુલ નોહતા, હવે સ્કૂલોની ઘંટડી પણ આપણે વગાડી છે , જોડે જોડે પ્રસંગો અને તેહ્વારોમાં પણ લોકો ભેગા થઇ રહ્યા છે ,પબ્લિક ફરી એકવાર ઘેર નહિ ખાઈ ને ઝેર ખાવા બાહર ગઈ છે એટલે ઓવર ઓલ દવાખાના ઉભરાય એમાં નવાઈ નહિ..!!
અને જોડે જોડે દવાની દુકાનો પણ ..!!
છેલ્લા એક દોઢ દસકામાં એક જુદા પ્રકારનો પેશન્ટ નો બહુ મોટો વર્ગ ઉભો થયો છે અને એ છે ગેલસપ્પો વર્ગ..!!
આ ગેલસપ્પાઓ ડોક્ટર ની બદલે ઓળખીતા દવા ની દુકાનવાળા પાસેથી દવાઓ ડાયરેક્ટ લઇ લે છે અને પોતાનો ઈલાજ કરે છે..! દવાની દુકાન વાળો પણ ડોક્ટર ના બની શકવાની એના ઓરતા આવા ગેલસપ્પાઓ ને દવા આપી ને ડોક્ટરી કરી ને પૂરા કરે છે..!!
આવા અમુક ગેલસપ્પાઓ ને ડાયાબીટીસ હોય પણ ખબર ના હોય ને પેલા દવાની દુકાનવાળા પાસેથી ગોળીઓ લઇ લઇ ને ખાધા કરે બે ચાર મહિના, પછી થાય શું ? તો કહે એન્ટીબાયોટીકના રેસ્ઝીસ્ટન્સ આવી જાય અને રોગ ક્રોનિક થાય છેવટે હોસ્પિટલ નો ખાટલો ..લાંબી બીમારી અને ગાળો કાઢવાની ડોકટરો ને..!!
તારી માં પરણવા દવાની દુકાનવાળા જોડે જતો હતો ? એ એટલો હોશિયાર હોત તો ડોક્ટર ના થયો હોત ..?
સોરી મને એવું કહે છે કે નારી જાતી ને તમે ગાળો ના આપો ..ચાલો નર જાતી ને પણ આપું બસ તારો બાપ ત્યાં ઝુડાવતો હતો તે ત્યાં દવા લેવા પોહચી જતો હતો ?
એક બીજો પણ પ્રકાર પેદા થયો છે ,ગુગલીયો ..!! અક્કરમીઓ ગુગલ કરી કરી ને દવાઓ ખાધા કરે અને જાતે જાતે રોગ નક્કી કરી લે ..!
મારા શરીર ને હું ના ઓળખું ?
એ બેવકૂફ તારા જેવાઓ થી તો મસાણ ના મસાણ ભરેલા પડ્યા છે ..!!
એની વે ડાયાબિટીસ પર પાછો આવું ..એક છેલ્લું અને બહુ મોટું કારણ છે સ્ટ્રેસ ..
મારા જેવા ઘણા બધા ને ઘણો બધો સ્ટ્રેસ રહ્યો છે ,કામધંધા ,કલ કારખાના બંધ અને પગારો બેઠા બેઠા કર્યા , જુના માણસો હોય, જોડે બેસી ને ટીફીન ખોલી ને ખાતા હોઈએ તો ક્યા મોઢે પગાર કાપવો ? એ પણ ધંધો નથી એટલે પગાર કાપું એવું બોલતા જીભ જ ના ઉપડે.. અંદર અંદર મન સોરાય..!!
કૈક લોકો એ પોતાની ફોજો રીતસર પાળી છે અને નાગા લોકો પણ છે દુનિયામાં ,જેમણે બેશરમીથી કાપી લીધા..!
સ્ટ્રેસ બેઉ બાજુ ડાયાબીટીક પેદા કરી ગયો જેમણે નથી કાપ્યા એ શેઠિયા અને જેમણે કાપ્યા એમના માણસો ને ..!!!
એક ડોક્ટર મિત્ર કહે છે કે કોવીડ અને પોસ્ટ કોવીડ બન્નેમાં પેથોલોજીકલ ઈન્વેસ્ટીગેશન પૂરે પુરા કરવા , કદાચ થોડાક વધારા ઈન્વેસ્ટીગેશન થઇ જાય તો ચાલે પણ એકાદ બે છૂટી જાય ને કેસ બગડી જાય પછી એને સુધારતા નેવા ના પાણી મોભે ચડાવવા જેટલા જોર પડે છે..!!
ના કરતા હો ડોક્ટર ને પૂછી ને સમય સમય પર ડાયાબીટીસ તો ચેક કરતા જ રેહજો અને આ બ્લોગ પણ ફોરવર્ડ કરજો જેથી કોઈ બિચારો અંધારામાં ના રહી જાય..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*