ચાલો આજે સમસ્યા યૌવનની..!
????
એક ટીવી સીરીયલમાં ડાયલોગ સાંભળ્યો..પંદર વર્ષનો ટેણીયો એની ચારેક વર્ષની મોટીબેહનને કહે છે “દીદી વો અવિનાશ બહોત અચ્છા લડકા હૈ પકડ લો ઉસે.” એની દીદી જવાબ આપે છે “ચલ હટ પગલે ઐસા કુછ નહિ હૈ વી આર જસ્ટ ફ્રેન્ડસ” પેલો ટેણીયો એની બેહનને કહે છે “હાં દીદી મૈ જાનતા હું, લેકિન આપ અબ આગે બઢો, ઔર હે ના વો બેસ્ટ ફ્રેન્ડવાલે સ્લોટ મેં મત ઘૂસના એકબાર બેસ્ટ ફ્રેન્ડ વાલે સ્લોટ મેં તું ઘૂસ ગઈ ના,તો ફિર સમજો વો ગયા હાથ સે,ફ્રેન્ડ સે સીધી આગે નિકલ જાઓ, બેસ્ટ ફ્રેન્ડ વેસ્ટ ફ્રેન્ડવાલે સ્લોટ મેં જાઓગી ના તો પૂરી લાઈફ બેસ્ટ ફ્રેન્ડ બનકે રહોગી,ઔર તુમ્હારી જગહ કોઈ ઔર ઉસકી બીવી બન જાયેગી ઔર ફિર તુમ લાઈફ ટાઈમ બેસ્ટ ફ્રેન્ડ..”
આપણને તો ટેણીયાની વાતમાં દમ લાગ્યો..કેસેટ રિવાઈન્ડ કરવાનો ટાઈમ આ તો..!
બેસ્ટ ફ્રેન્ડ બીવી કેટલી..? બહુ જ ઓછી એકદમ રેર..!
અંકલ શાહરૂખ ક્યારેક હ્ક્લાતા હક્લાતા બોલ્યા હતા એ..એ..એ..એક લડકા ઓર લડકી કભી દોસ્ત નહિ બન સકતે.!
બે યાર…સુ મુસીબત છે આ..ત્યારે તો આપણે કહી દીધું કે એ હકલા તું હલકો એટલે બધા હલકા એવું નાં હોય..!
નાજુક જ્ઞાન અને અતિનાજુક સમસ્યા..! અને ફ્રેજાઈલ ઉમર…
હજી હમણા જ છેલ્લા બે વર્ષથી કપડાની સાઈઝો સ્ટેબલ થઇ હોય હાઈટ અને વેઇટ સ્થિર થયા હોય..પ્રોપરલી રેઝરથી શેવ કરતા થયા હોય એકદમ પીક પર આવેલો ટેસ્ટોસ્ટેરોન નું લેવલ એની અસરો ઓછી કરતો હોય અને આંખોમાં સપનાના પાર ના હોય..!
કેરિયર સેટ કરવાની,અને એક મસ્ત ****..!
અને એના માટેના બધી બાજુના પ્રયત્નો અને મેહનત ચાલતા હોય..ચારેબાજુ જ્યાંથી મળે ત્યાંથી જેવી મળે તેવી “સલાહો” અને “નોલેજ” લેવાતા હોય,અને સેહજ પણ સકસેસફૂલ અને થોડો રીલાયેબલ માણસ મળે એટલે એના “જ્ઞાન” નું રીતસર દોહન કરવાનું..
બહારના “જ્ઞાન”થી દિમાગનો ગ્લાસ ભરાય જાય એટલે પોતાની બુદ્ધિનું બોર્નવીટા નાખી અને શેઈક બનવવાનો અને પછી ટાઈમ આવે એપ્લાઇ અને ઓકે ના બટનો દબાવવાનો..!
નાજુક સબંધ અને એને નામ આપવાનું બેસ્ટ ફ્રેન્ડ,જસ્ટ ફ્રેન્ડસ,કમિટેડ,ફ્રેન્ડસ ફોર એવર, ચારે બાજુ ઇલ્યુઝન જ ઇલ્યુઝન..દરેક વખતે સંબંધનું એક નામ શોધે…મન..? એ નામ આપ્યા પછી આગળની દિશામાં વધવાનું..
એક કિસ્સો..છોકરો આર્કીટેક્ચરનું ભણે, છોકરી બાજુમાં એમજી સાયન્સમાં રસ્તે જતો આંધળો પણ જોવે કે ભરપુર પ્રેમમાં ગળાડુબ છે બંને..પેલી સબંધનું નામ જ ના આપે બસ લટકાવ્યા કરે બેસ્ટ ફ્રેન્ડના નામે..બંને જોડે પરદેશ ભણવા ગયા બીજા બે વર્ષ..પાંચ પાંચ વર્ષનો સબંધ પણ નામ નહિ..
મેડમ પાછા આવ્યા અને અચાનક કંકોત્રી આવી આખું ગ્રુપ ડઘાઈ ગયું બારને બદલે છ વર્ષે “બાવી” બોલી અમે તો બેસ્ટ ફ્રેન્ડસ હતા અને રહીશુ..
એના લગનની રાતે બધા મિત્રોએ એને “કંધો” આપ્યો, પેલાએ અમારા બધાના શર્ટ એના આંસુડે પલળ્યા..બે વર્ષે રીશેપ્શનનું કાર્ડ આવ્યું ભાઈ પણ “સેટ” થઇ ગયા છે..
હવે વીસ વર્ષે પેલો સંબંધ “બેસ્ટ ફ્રેન્ડ” નું શું..? કે પછી બીજું ત્રીજું .?
બોસ્સ જોરદાર દોસ્તી પેહલા કરતા પણ વધારે, એકબીજાના ઇન્વેસ્ટમેન્ટથી લઈને છોકરાઓના એડમીશન બધું જ હજી પણ વીસ વર્ષે બંને “બેસ્ટ ફ્રેન્ડ” ભેગા થઈને જ નક્કી કરે છે અને એમના ઘરવાળા..?કોઈ પંચાત કે પૂછવાની હિમ્મત જ નથી કરતુ અને ગાડું ગબડે છે, સોરી ગાડું તો ના કેહવાય ફુલ્લસ્પીડમાં બધું જઈ રહ્યું છે..
ઈચ્છા થાય ક્યારેક સળી કરવાની કે અલ્યા તો પરણ્યા કેમ નહિ..?
એક દિવસ “સળી” કરી લીધી,મહામાયા એ કીધું..શૈશવ તારી પાસેથી આવું એક્સ્પેકટેશન નોહ્તુ હું તો એમ માનતી હતી કે મારી લાઈફમાં એના પછી મને કોઈ સમજી શકે છે તો એ તું છે..! અડધો કલાક સબંધોની સ્ટોરી ચાલી..!
આખે આખી પાઘડીનો વીંટો વાળીને મારે ગળે ભેરવી દીધો.!
નક્કી કર્યું કે બ્લોગ લખી નાખવો પણ કોઈને પૂછવું નહિ કે તમારે બંનેને શું હતું કે શું છે..
પ્યાર કો પ્યારહી રેહને દો રિશ્તો કા…
અફસોસ થાય હો આવું કઈ આપણને..!!! “ટીંડર” પર પ્રોફાઈલ મુકવાનું મન થઇ જાય..હમણાં એક થોડા આંખની ઓળખાણવાળા પિસ્તાળીસે પોહ્ચેલા એવા કરમાઈ ગયેલા સન્નારીને પીઆરએલ વળી ગલીમાં શરમાતા જોયા..!
પણ દૂધના દાઝેલા આપણે તો બોયા નહિને ચાયા ય નહિ…! નકામી પછી કોઈ કહી જાય કે શૈશવ તું મને “સમજે” છે ..!
અમે તો એક જમાનામાં નિયમ ડીરાઈવ કર્યો હતો કે બેન નીચું જોઇને જમીન ખોતરે અને ભાઈ ઊંચું જોઇને તારા ગણે તો સમજવું કે એ લોકો એકાન્ત શોધી રહ્યા છે..!એમને હવે બેસ્ટ ફ્રેન્ડથી આગળ જવું છે..!
બેસ્ટ ફ્રેન્ડ જોડે વગર કામની અડાઅડી, હસવું,તાળીઓ બાઈક પાછળ બેઠા હોય તો આગલી બ્રેક નાનો ખાડો આવે તો પણ જોરથી મારવી..આ બધા લક્ષણો ૧૦૦% પરણીને ઘેર ના લઇ જાય..! દવાની દુકાન સુધી જ જવાના લખ્ખણ..!
હું માનું છું બેસ્ટ ફ્રેન્ડ ચોક્કસ હોય અને કદાચ જીવનભર રહી શકાય,પણ પેહલા કોઈ એક કોમન સબ્જેક્ટ કે શોખ પછી એકબીજાને મદદરૂપ થવાની અને કેરીંગ વૃતિ અને પછી શારીરિક અડપલા કર્યા વિના સાથે રહીને આનંદ કરવાની આવડત અને બધાથી ઉપર એકબીજાની સ્વીકાર્યતા અને તારી તકલીફ મારી અને મારી ખુશી તારી..! અને આવા કેસમાં નસીબ હોય તો ક્યારેક ચારની દોસ્તી પણ ગોઠવાઈ જાય..!
ટીનએજથી શરુ થયેલી દોસ્તી જીવનના થોડાક “ગંભીર” વળાંક પાર કરી લે તો એ દોસ્તી ખરેખર જીવનમાં ખુબ આગળ કદાચ અંત સુધી જાય છે અને કોઈક “મારુ” છે એટલી હુંફ જીવનની ઘણી બધી લડાઈને લાકડાની તલવારે જ જીતાડી દેતી હોય છે..!
પણ ઘણીવાર કોઈક નસીબવાળા ગધેડા પાસે આવું કૈક હોય તો એને સ્પેરવ્હીલ કરીને ગાળ આપે, હવે એવી ગાળ આપવાને બદલે ફોનબુકમાં “બેસ્ટી” તરીકે નંબર સેવ કરશો તો આગળ જવાય..! બેસ્ટ ફ્રેન્ડ કરીને ઘરમાં તો ના લાવ્યા તો કઈ નહિ પણ પ્રોપર રીસ્પેક્ટથી ફોનબુકમાં સેવ રાખો તો રોજ ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટના આવતા વોટ્સ એપ જોવાની મજા આવશે..!
આપણને તો પેલો ટેણીયો સો ટકા સાચો લાગ્યો એકવાર જો બેસ્ટ ફ્રેન્ડના સ્લોટમાં ઘુસી ગયા તો પછી લાઈફ પાર્ટનર બનવું અઘરું છે..
એટલે બેસ્ટ ફ્રેન્ડની કેટેગરીમાં ઘુસતા પેહલા જો ખરેખર બીજી કઈ “ઈચ્છા” હોય તો થોડા મો-ફટ થઇને પૂછી લેવું સારુ,કેમ કે બેસ્ટ ફ્રેન્ડનો સ્લોટ તો “ના” પાડે,તો પણ ખાલી અને ખુલ્લો જ હોય છે..! અને એમાં વન એન્ડ ઓન્લી વન નો નિયમ નથી લાગુ પડતો બેસ્ટ ફ્રેન્ડ તો બે ચાર પાંચ હોય..!!
સબંધોની દુનિયા,નામ આપો એ સબંધ “સબંધ” જ ના રહે, અને બેનામી (અનામી) સબંધો જીવનભર ચાલે..!
લવ યુ ઓલ
?
જી.એન. (શુભ રાત્રી)
એસ.વી.(શૈશવ વોરા)
www.shaishavvora.com