1 / 4
ભા` જપ .. વાનું નામ નથી લેતા અને બીજાને જપવા નથી દેતા ..!!
વિક્રમી સીટો લઈને ગુજરાતની ગાદી સોંપવામાં આવશે, જો કે શાસન તો જેમ રીમોટ કન્ટ્રોલથી ચાલતું હતું એમ જ ચાલશે, પણ વધુ સીટો એટલે વધુ જવાબદારી, અને જવાબદારી શબ્દનો અર્થ થાય જવાબ આપવો પડે તે..!!
વિપક્ષ પેહલા પણ ઊંઘતો હતો અને હવે જનતાએ એને પુરેપુરો ઊંઘાડી દીધો છે એટલે વિપક્ષનું કામ પ્રજાએ જાત્તે જ કરવું પડશે..!
બૂમ બરાડા પાડી પાડીને પત્રકારો અને સોશિઅલ મીડિયાએ કરવું પડશે ..!
ભાજપ માટે હવે એમના જ આટલા બધા માથા સાચવવા અને શિસ્તમાં રાખવા એ પણ બહુ મોટો પડકાર છે, એકાદ બે નાયબ મુખ્યમંત્રી જેવી વ્યવસ્થા આવે અને મંત્રી મંડળની સંખ્યાની એક મર્યાદા છે એટલે બોર્ડો અને નિગમોમાં ઝટ એલોટમેન્ટ આપી દેવું પડશે, નવરા બહુ સારા નહિ ..!
ઈશુદાન અને ઈટાલીયાની હાર એ બીજી એક શક્યતા અને સંભાવના ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું .. પત્રકાર અને ઉધામા કરતા ..આ બે વ્યક્તિને ગુજરાતની પ્રજા રાજકારણી તરીકે સીરીયસલી લેતી નથી એ નક્કી થઇ ગયું..!!
દિલ્લી લેવલે પણ આશુતોષનો રકાસ થઇ ગયેલો જોવા મળ્યો છે, એટલે એવું ચોક્કસ માની એવાય કે ટીવી ઉપર ગમ્મે તેટલા ધમપછાડા કરો , ઓન સ્ક્રીન તમે ગમ્મે તેટલી રડારોળ કરી મુકો તો પણ ચૂંટણીમાં તમે જીતો એની કોઈ જ ગેરેંટી પ્રજા આપતી નથી..!!
ભણતર ..,
એ પણ યુનિવર્સીટી બેઇઝ ભણતર હવે વધતું જાય છે ,વ્યાપ ઘણો વધી ગયો છે, એની અસર રૂપે સામાન્ય મતદારનો વિચારવાનો વ્યાપ પણ ઘણો વધ્યો છે ..
આ વખતના રકાસનું આ પણ એક બહુ મોટું કારણ છે..!
મારું માનવું છે કે સાલ ૧૯૪૫ થી લઈને ૧૯૫૨સુધીમાં લગભગ બ્રિટીશ સંસ્થાનોએ એક પછી એક દેશો ખાલી કર્યા,સામ્રાજ્યવાદનો અંત આવ્યો અને આર્થિક સામ્રાજ્યવાદની ચુંગાલમાં ફસાવ્યા દુનિયાભરના દેશો ને ..!
2 / 4
એક પાસપોર્ટ અને વિઝાવાળી દુનિયા આપી દીધી, દરેક ને કોઈને કોઈ દેશના નામે બાંધી દીધા, આજે પાસપોર્ટ વિઝા વિના એક દેશથી બીજા દેશ જઈ શકાતું નથી,
પાસપોર્ટ વિઝાવાળી આ વ્યવસ્થા છેલ્લા બસ્સો ત્રણસો વર્ષની જ છે, આ પેહલા “પંછી નદીયા પવન કે ઝોંકે કોઈ સરહદ ના ઇન્હેં રોકે” એવો ઘાટ હતો ..! પાસપોર્ટ વિઝા જેવી ઘણી બદમાશીઓ થઇ છે દુનિયાભરની પ્રજા સાથે, ઘણી બધી ચાલુ છે અને ઘણી બધી કરવાની છે આ પ્રજા..!!
પણ તેના પછીના સમયગાળામાં દરેક વિકસિત રાષ્ટ્ર કે દેશના જીવન દરમ્યાન એક સમયગાળો એવો આવ્યો કે જ્યારે બહુ મોટા પાયે ત્યાં રોડ રસ્તા અને ઊંચા ઊંચા બિલ્ડીંગ બન્યા , મેટ્રો બની , એરપોર્ટસ બન્યા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે કોઇપણ બે દસકા ભયંકર કામ થયું , મોટેભાગે તે સમયગાળા દરમ્યાન જે કોઈ નેતા આવ્યા એ બધાને જબરજસ્ત લોક ચાહના મળી..
ભારત દેશમાં એ સમયગાળો છેલ્લા પાંચેક વર્ષથી ચાલુ થઇ ગયો હોય તેમ દેખાઈ રહ્યું છે એટલે ફાયદો નરેન્દ્રભાઈ મોદીને આવનારા સમયમાં પણ મળવાનો એ નક્કી ..
ગુજરાત ચૂંટણીમાં ત્રિપાંખીયા જંગે એક તરફી પરિણામો આપ્યા, મોટેભાગે ગાંધીનગર મ્યુનિસિપલીટીનું મોડેલ રીપીટ થયું એવું તમામ રાજકીય વિશ્લેષકો બોલે છે અને જે સત્ય પણ છે ..
હવે આ જ મોડેલ ૨૦૨૪માં ભારતભરમાં કેટલું ,કેવી રીતે,અને ક્યા લેવલે રીપીટ થાય છે તે જોવાનું રહે છે ..!
આર્થિક અને સામરિક દ્રષ્ટીએ ખુબ નાજુક સમયગાળો પસાર થઇ રહ્યો છે, યુદ્ધ લંબાતું જાય છે, આજે કૈક તુર્કીએ જહાજો રોકવાના ચાલુ કર્યા છે ,ચીન દેશ સાઉદી જોડે સબંધ વધારી રહ્યું છે .. રોજ નવા નવા ખેલ થાય છે અને સમીકરણો બદલાય છે..ભારત પણ ફૂંકી ફૂંકીને પગલા ભરતું દેખાય છે ,જે પાણીએ મગ ચડે એ પાણીએ ચડવવાના છે..
ગુજરાતમાં આતંકવાદ અને બીજા રાષ્ટ્રીય મુદ્દા મૂકીને ખેલ પાડી દીધો પણ રાષ્ટ્રીય સ્તરે હવે સાટાપાટા ગોઠવાશે, રાજ્યોના સ્તરેથી રાષ્ટ્રીય સ્તરે આવેલા મહાક્ષત્રપોને ફરી
3 / 4
એકવાર રાજયના સ્તરે મોકલી અને જંગ ખેલાશે કે પછી રાજ્યના સ્તરેથી નવા ઉભા થયેલા ક્ષત્રપોથી ૨૦૨૪ લડશે એ જોવું પણ રસપ્રદ રેહશે ..!
ગુજરાતમાં હવે ૧૫૬ “નાથ” થવા થનગની રહ્યા છે અને જુના “નાથો” ને પણ હજી કઈક મળશે એવી આશા છે ..! રાજકારણમાંથી રીટાયર્ડ થવું કોઈને ગમતું નથી , ગુજરાતમાં એટલા બધા “અનુભવી” જુનાને જાણીતા લોકો “ભેગા” થઇ ગયા છે કે ભારતના બધા રાજ્યના રાજ્યપાલ ગુજરાતમાંથી લાવો તો પણ પાકિસ્તાન માટે આઠદસ નેતાઓ વધે ..આ બધા જુના ને હવે ક્યાં અને કેમના ઠેકાણે પાડવા એ પણ એક સવાલ છે..!!!
ઓવર ઓલ ગુજરાતની આ ચૂંટણીએ ઘણા બધા રસ્તા ક્લીઅર કરીને આપ્યા ..
જેમ કે ત્રિપાંખીયો જંગ કે પછી ચતુષ્કોણીય જંગ ખેલાય તો ભા` જપે નહિ..!
જુના ચેહરાને ઘર ભેગા થાય તો કરી જ નાખવાના જેથી એન્ટી ઇન્ક્મ્બન્સી જેવા ફેક્ટરથી બચી શકાય ..!
નરેન્દ્ર મોદી નામની બ્રાંડ ગજ્જબ મજબૂતીથી હજી જઈ રહી છે..!
૨૦૨૪ને પણ ગુજરાતની જેમ કયાંય કાચું નહિ મુકાય અને ૧૨મી ડિસેમ્બરે ગુજરાતની નવી સરકારની રચના સમયે થનારું શક્તિ પ્રદર્શન એ ૨૦૨૪ના જંગના નક્કારા પરની પેહલો આઘાત હશે …!!
એ પછી ૨૦૨૩માં રાજસ્થાન,મધ્યપ્રદેશ, કર્ણાટક ,છત્તીસગઢ, તેલંગાણા , ત્રિપુરા,મેઘાલય,નાગાલેન્ડ અને મિઝોરમમાં રણભેરી ને દુંદુભી વાગશે …!!!!
બહુ બધું ટીવી ઉપર જઈને બોલી નાખ્યું છે એટલે લખવાનું ઓછું છે માટે આજે અહિયાં પૂરું કરું છું ..!!
શુભ રાત્રી
4 / 4
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*