અમીરખાન … એ ભૂલ થઇ ગઈ લખવામાં ભાઈ ,એના પેહલા પિકચરમાં એ અમીરખાન હતો પછી પાછળથી તો એ આમીરખાન થઇ ગયો, બે aa એમના નામમાં લગાડ્યા ખાન સાહેબે,અને પછી તો એમણે બૈરા પણ જોડીમાં વસાવ્યા …
આપણે પેલું ગીતના ગાઈએ છીએ ને નવરાત્રીમાં
ચૂડલાની બબ્બે જોડ ..રંગમાં રોળ્યાં રે …વાલમિયા ..
સોના વાટકણી રે ..કેસર ઘોળ્યા રે વાલમિયા ..આ આમીરભાઈ માટે એવું ગવાય
સોના વાટકણી રે …ઝેર તમે ઘોળ્યા રે.. વાલમિયા ..
બૈરાની બબ્બે જોડ…ધોળા ધૂળમાં રોળ્યાં રે …વાલ…. મીંયા
સાલું આ દેશમાં દરેક જણને જ્યાં ખાય ત્યાજ સંડાસ કરવાની ટેવ પડી ગઈ છે , આ મોદી સાહેબ આટલા બધા શૌચાલય બનાવે છે પણ પ્રજા સમજતી જ નથી ,જેવી જનતા ખાઈને ઉભી થાય અને ત્યાં જ પછી ગંદકી કરવા બેસી જાય છે ….
જે દેશ અને એની પ્રજાએ તમને હામ,દામ,અને ઠામ આટલું બધું આપ્યું ,
તો ય એમને અને એમના નવા આણેલા બૈરાને થઇ ગયું કે આપણે અહીંથી બીજે રેહવા જતા રહીએ ..!!
તો ભાઈ જા હેંડ પકડ ચાલતી,સમજોતા એક્સપ્રેસની ટીકીટ લઈને .. ત્યારે શું ..?તને થોડો સ્ટેશન મુકવા આવું હું ..?
અમે તો ઢગલો લોકો ને આવી રીતે વિદાય કર્યા અમારા દેશમાંથી સરદાર વલ્લભભાઈ હવાઈમથક અને છત્રપતિ શિવાજી હવાઈઅડ્ડા પરથી,પણ તમે સમજોતા એક્સપ્રેસમાં જજો …
કોઈ બિચારા મજબુરીમાં ગયા , કોઈને આગળ આવવાની તક નોહતી એટલે ગયા ,કોઈ ભણવા ગયા ,કોઈ કમાવા ગયા ,અને એમાંથી જેને જેને પોતાની માતૃભુમી યાદ આવી એ બધા એ એ ભૂમિ નું ઋણ ફેડવાની એની રીતે કોશિશ કરી …અને આ માણસ ..!!
બેગૈરત …આ એકજ શબ્દ એને એના બાપ દાદાની ભાષામાંથી આપું ,હવે આ વ્યક્તિ ને ભારતીય ના કહી શકાય ,અને નામની પાછળ ખાન લગાડી ને ફરે છે એટલે એમની ભાષામાં તો ફક્ત આ એક જ શબ્દ છે આવા લોકો માટે …બેગૈરત
મને લાગે છે ભારતીય પાસપોર્ટ લઇ લેવા જોઈએ જેટલા આવા લોકો છે ને એ બધા પાસેથી જાવ સલ્લાઓ કરાંચી ….
વચ્ચે પેલા સલમાનભાઈ એ બયાન આપ્યું હતું કે હું મુસલમાન છું ને એટલે મને વધારે હેરાન કરવામાં આવે છે અને પછી એમના બાપુજીએ બધું વાળી લીધું …
અને શા`રુખ ભાઈનું તો પૂછવાનું જ નહિ ,જેમ ફાવે તેમ વાર તેહવારે બોલવાનું ..
ગુસ્સો થૂંકી કાઢી અને મારી રીતે થોડું એનાલીસીસ કરું ને તો એક વાત ચોક્કસ ધ્યાનમાં આવે છે કે હવે આ ખાન ત્રિપુટીના વળતા પાણી છે ..
એક અફવા પ્રમાણે સલમાનખાન પણ સિક્સ પેક્સ એબ્સનું પ્લાસ્ટિકનું મોલ્ડ આગળ લગાડીને શુટિંગ કરે છે ..
શા`રુખ ભૈ માં હવે પેલા કરણ જોહરને રસ ના રહ્યો ..આમ પણ કરણને તો જુવાનીયા જ વધારે ફાવે છે …!!
અને આ આમીર ભા` નો તો ક્યાય હવે મેળ નથી પડતો એટલે પબ્લીસીટી સ્ટંટ મારવા પડે ….
આ ચામડાની દુનિયાના ધંધા બહુ ખરાબ છે ,જો કોઈ એમ કેહતું હોય કે ખાન ત્રિપુટી એ કલાકાર છે ચામડાની દુનિયાના ધંધા નથી કરતા તો એ વાત ખોટી , ત્રણે જણે પોતાનું રૂપ વધારે વેચ્યું છે કળા ઓછી ….
કળા વેચી છે ઓમપુરીએ,સ્મિતા પાટીલએ …..
બીજા ઘણા નામ લઇ શકાય એમ છે, જે લોકો હાર્ડકોર કલાકાર છે અને હતા ..
એક મસ્ત કિસ્સો ….
મારા જીમ માં બે ટ્રેઈનરો … એક કાળો સલમાન અને બીજો ધોળો જોહન અબ્રાહમ ,બંને જણાના રૂપ રંગ સારા બોડી પણ સારી એવી મેહનત કરીને બનાવેલું ,ઉમર પણ ખાલી એકવીસ વર્ષની …બંનેની
એક દિવસ કાળો સલમાન મને કહે …કાકા તમે મારી પથારી ફેરવી છે ને …મને ખબર છે … આવા દાવ કરવાના ..?
મેં કીધું ….અલ્યા શું છે ?મેં શું કર્યું ?
મને એણે પોતાનો મોબાઈલ ખિસ્સામથી કાઢી ને બતાડ્યો અને કીધું ..આ બધા મેસેજો તમે મોક્લ્યાછે ને ..મારી ખેંચવા ..?
મેં એનો ફોન હાથમાં લીધો .. જોયું તો બે મેસેજ હતા બોમ્બેના નંબર પરથી મોડેલીંગમાં રસ હોય તો અમદાવાદની એક પાંચ સિતારા હોટલમાં મળો અથવા આ નબર પર ફોન કરો ….
મેં કીધું ….અલ્યા ડોબા મેં આ મેસેજ નથી મોકલ્યા તને ,તે ક્યાંક મોડેલીંગ માટે એપ્લાઇ કર્યું હશે એનો જવાબ છે , ફોન લગાડ એને અને જઈ આવ ,
એટલે સલમાને કીધું… હાચ્ચે .. મેં કીધું ..હાવ હાચ્ચે ..કર ફોન અને જતો આવ….
એટલે એ સલમાન જોહન અબ્રહામ ને લઈને મારી પાસે આવ્યો ,બંને જણાએ મારી સામે જ ફોન લગાડ્યો અને સામેવાળા ભાઈએ કીધું કે રાત્રે દસ વાગ્યે આવો તમે બને જણા આ ફાઈવ સ્ટારની રૂમ નંબર ૮૦૧ માં ..
બને જણા ગભરાયા કાળો સલમાન અને ધોળો જોહન … મારી સામે જોવે …સીધો કાકામાંથી ભાઈ ઉપર આવી ગયો…. એ સૈસવભાઈ સુ કરીએ જઈએ ..? આ તો હારો રાતે બોલાવે છે …
એમનો ડર હું સમજી ગયો મેં કીધું જાવ અને જોવો તો ખરા, આ સાંઢ જેવા છો તમે બે જણા ,તમે એક ત્રણ ત્રણ ને મારશો તો પણ છ જણાને તો તમે બંને પોહચી વળશો …
કાળો સલમાન બોલ્યો …ના એક સરતે જૈયે તમારે હોટલની નીચે ઉભા રે`વાનું ..
મેં કીધું ના હો ભાઈ રાતે દસ વાગે તમે જાવ અને પાછા ક્યારે આવો મારે ઘેર બૈરી છોકરા છે ,તું તારામાં હિમત હોય અને મોડેલીંગ કરવું હોય તો જા …છેવટે એ બંને જણા ગડમથલ કરતા રહ્યા …
હું રાત્રે ઘરે જઈને જમીને આડો પડ્યો સવા દસ જેવું થયું હતું અને એકદમ મારા મોબાઈલ પર ધોળા જોહન અબ્રાહમનો ફોન આવ્યો ..
ભાઈ હું ફોન ચાલુ રાખું છું અમે હોટલની લીફ્ટમાં છીએ જો કઈ ગડબડ લાગે તો અમને બચાવજો એટલું બોલી અને એણે ચાલુ ફોન એના ખિસ્સામાં મુક્યો …
મને ફોનમાં બારણાની ડોરબેલ સંભળાઈ અને બારણું ખુલ્યું …મારા સલમાન અને જોહને બહુ શિષ્ટ અને સારી ભાષામાં વાતચીત કરી ..સામેવાળાભાઈ એ બંનેને બીયર પાવા પર તુલ્યા હતા , પણ મારા બે હીરો એ ના જ પીધું , પંદર વીસ મિનીટ હું પથારીમાં પડયો પડ્યો સંભાળતો રહ્યો ..
પછી પેલા સામેવાળા ભાઈએ કીધું તમારું ફીઝીક કેવું છે એ તો બતાડો… એટલે હું થયો પથારીમાંથી ઉભો મને લાગ્યું કે હવે પેલો જાત પર આવ્યો છે .. છોકરાઓની ઈજ્જત ખતરામાં છે ..પેલા બંને પણ મજબુત હતા ..સામાવાળાએ બહુ મેહનત કરી પણ મારા સલમાન કે જોહનએ શર્ટ નું બટન સુધ્ધા ના ખોલ્યું અને બંને જણા આઠ માળના દાદરા ઉતરી અને પાંચ સિતારાની બહાર …
અરે બાપરે બાપ ભૈયા બચી ગયા, પાકો હરામી હતો ,સાલો નાલાયક ,હરામી પાછો કહે છે કે આ ઇન્ડસ્ટ્રીમાં આવવું હોય તો તમારે ક્યારેક તો આવું બધું કરવું જ પડશે ….સાલા કેટલા હરામી છે ..આપણને છોકરાઓને નથી છોડતા તો બિચારી છોકરીઓ ને તો શું નું શું કરતા હશે …
મેં ફોન પર કીધું પેહલા પાણી પીવો ,શાંત થાવ અને બંને જણા મારા ઘરે આવો ..બંને આવ્યા ,બહાર હિંચકે બેસાડ્યા અને શાંત કર્યા … ભઈલા દુનિયા છે બધી જાત ના લોકો હોય, એક આવો હોય તો બીજા બધા આવા ના હોય ..ત્યાં સુધીમાં મેં એમના બીજા મિત્રો ને બોલવ્ય હતા એ બધા આવી ગયા અને જે કોઈ લોકો મોડેલીંગ માટે ગયા હતા બધાના આવા જ કઈક અનુભવો હતા …
હવે હું તો એટલું વિચારું કે મોડેલીંગ માટે જો આટલું મોલેસ્ટેશન થતું હોય તો બિચારા ખાન બંધુઓનું તો કેટલું બધું થયું હશે …!!!!
આટલા મોટા લેવલે પોહચતા એમની તો કેટલા લોકો એ અને કેવી કેવી વાટ લગાડી હશે ..?
સાચો જવાબ તો એ લોકો જ આપી શકે જો આપવો હોય તો ..પણ આ ફિલમની દુનિયા છે બહુ જ ખરાબ એટલું નક્કી , વાંક આપડો જ છે કે આવી ખતરનાક દુનિયામાંથી આવતા લોકો ને રૂપેરી પડદે જેવા ભોળાભલા લાગે છે એવા એ લોકો સાચી જીંદગીમાં હશે એવું આપણે માની લઈએ છીએ …
ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ નિશાળેથી નીકળી પાંસરા ઘેર જાવું એવા લોકોથી નથી બની ,એની આંટીઘૂંટી બહુ છે,આખી જાત અને જીવન ને હોમી અને પછી જીવનના પચાસમાં વર્ષે જયારે પડતી આવે કે પડતી દેખાય ત્યારે માણસ ના બોલવાનું બધું બોલે …
અને એ બોલવાનું કારણ એટલું જ છે કે જુવાનીમાં સફળતા પામવા માટે ના કરવાનું બધું જ કરી ચૂકયા છે તો ,એટલે હવે ના બોલવાનું બધું જ બોલો …
બધામાં અમિતાભ બચ્ચન થવાની તાકાત નથી હોતી …
માટે પરભુ જીસસ આ લોકો શું કરી રહ્યા છે એનું એમને ભાન નથી એટલે તું એમણે માફ કરી દેજે,અને સાથે અમને પણ ,જો જોશમાં આવીને બે શબ્દો વધારે લખાઈ ગયા હોય તો ..
ગુડ નાઈટ
સૈસવ વોરા