નરેન્દ્ર મોદી ઉવાચ્ ..તમે ઘણુ પ્રદુષણ કરી લીધું હવે થોડું અમને કરવા દો ભાઈ ..પેરીસની કલાઇમેટ ચેન્જની દુનિયાના બધા રાષ્ટ્રોના વડાઓની વચ્ચે …!
વાહ મોઢા મોઢ કીધું બાપુ તમે તો ,પણ કઈ ફરક પડશે ખરો ? આ મગર અને ગેંડાની ચામડી ઓઢીને બેઠેલી મહાસત્તાઓ ને ..!
આપણા જેવા વિકાસશીલ દેશો ને તો આ લોકો ટોઇલેટના ટીસ્યુ પેપરથી વધારે અત્યાર સુધી ગણતા નોહતા અને એકદમ કેમ આમ કરવું પડ્યું ..?
છેલ્લા ઘણા વખતથી ગ્લોબલ વોર્મિંગની બુમો પાડતા આવ્યા છે આ બધા મોટા મોટા દેશો, અને આપણા માથે સાફો પેહરાવતા હતા,વચ્ચે તો એમને આપણી ગાયો ભેંસો નડી હતી એમને ..!
વિકસિત દેશો તો એમ કહે છે કે ભારતની દસ કરોડ ગાયો ભેંસો એમની વાછૂટ ક્રિયામાં સૌથી વધારે મીથેન ગેસ છોડે છે એટલે ગ્લોબલ વોર્મિંગ વધે છે..!
પણ મને કઈક બીજું રંધાતું હોય એવું લાગે છે આ ગ્લોબલ વોર્મિંગના નામે ,
આપણે આજકાલ ફોસિલ ફ્યુઅલનો ઉપયોગ વધારે કરીએ છીએ ,એ વાત સાચી અને માન્યું ,પણ ફોસિલ ફ્યુઅલ અને ન્યુકલીયર એનર્જીને લીધે તાપમાનમાં જે વધારો થાય છે એ એવો વધારે નથી કે ધરતી રસાતાળ જાય,
ક્યાંક વાંચ્યું હતું કે અત્યારે જે તાપમાન રત્નગર્ભા નું છે, એ તાપમાનમાંથી ધરતી પેહલા ઘણા વર્ષો સુધી પસાર થઇ ચુકી છે,ક્યારેક આદિકાળમાં સામાન્ય તાપમાન ૫૫ સેલ્શીયસ ડીગ્રી સુધી રહી ચુક્યું છે ,અને તાપમાનનો વધારો કે ઘટાડો એ વસુન્ધરાની એક રૂટીન પ્રોસેસ છે ,
માણસ જાત ગમે તેટલું ફોસિલ ફ્યુઅલ બાળે તો બહુ લાંબો ફેર નથી આવવાન કેમકે એક ચીજ હજી એવી છે કે જેને આપણે મનુષ્યો કુદરત તરીકે ઓળખીએ છીએ અને એ કુદરત પોતાની રીતે બધું બેલેન્સ કરી જ લે છે ..
ભૂતકાળમાં ધરતી ઉપર જયારે ધગધગતા જવાળામુખી ભભૂકતા હતા ત્યારે પૃથ્વીનું તાપમાન ઘણું ઊંચું રેહતું અને ત્યારે પણ જીવસૃષ્ટિનું અસ્તિત્વ તો હતુ જ, હા માણસ હજી જન્મ્યો નોહતો ઉત્ક્રાંતિ પ્રાગઐતિહાસિક કાળમાં પોહચી હતી …
અત્યારે જેને આપણે કુદરત કહીએ છીએ એને વશમાં લેવના અત્યારે માણસજાત ના પૂરે પુરા પ્રયત્નો ચાલુ છે ,પણ કુદરત પોતાની રીતે માપમાં જ બધુ કરે છે ..!
જે દિવસે કુદરત વિફરી એ દિવસે એની રીતે બેલેન્સ કરી લેશે ..
હવે આ નિયમની પેલા વિકસિત દેશો ને ખબર છે અને પોતાને વધુ પ્રદુષણ કરી અને વધારે મોજ મજા ભોગવવી છે, અને એના માટે તો આપણા જેવા દેશો વધારે પડતું વોર્મિંગ કરે તો કુદરત વેહલી વિફરે એટલે આ બધી ગ્લોબલ વોર્મિંગની વાતો આપણને દાબવી રાખવા માટેની છે ..
ફોસિલ ફ્યુઅલ એટલું બધું ડેન્જર નથી કે જેટલા એમના ઇન્ડસટ્રેયલ ગેસ નુકસાન કરે છે, પેહલા પ્રદુષિત કંપનીઓ વિકસિત દેશોએ પોતે ચલાવી અને પછી ચાઈના મોકલી
પણ આ બધી કંપનીઓનો માલ વાપર્યો કોણે ..? તો કહે અમે વિકસિત દેશોએ ..
એક વાર્તા સાહેબ કરીને આવ્યા નોન કનવેન્શલ રીતે વીજળી પેદા કરવાની વાત છે અને એમા ફ્રાંસ અને બીજા દેશોની મદદ માંગી છે , સારી સોગઠી મારી છે ,પણ કઈ મેળ પડે તેમ નથી સોલાર અને વિન્ડ એનર્જી બહુ મોંઘી પડે છે..!!
ચાઈના એ જે દેશ ને નોન કનેવેશ્નલ રીતે વીજળી બનાવવી છે એને માટે એક અબજ ડોલર સ્પેર કર્યા છે ,પાકિસ્તાન ખાઈ જશે આ બધા રૂપિયા ,અને સોલાર પાર્ક થોડા બનાવશે અને બાકીના રૂપિયા જશે એમના આતંકવાદના આકાઓ પાસે ..!
ક્યાંક એવી શંકા જાય છે કે ગલોબલ વોર્મિંગ ના નામે આ લોકો આપણી પ્રગતિ રોકવા ના કારસા તો નથી કરતા ને..?
અત્યારે હકીકત એ છે કે દુનિયામાં પેદા થતી ૪૮% વીજળી આજની તારીખમાં પણ કોલસાથી થાય છે અને ૨૮% એનર્જી સોર્સ એ ફોસિલ ફ્યુઅલ છે, ઓપ્શનમાં ન્યુકલીયર એનર્જી છે પણ હવે એના ઉપર બહુ ભરોસો થાય એમ નથી કેમકે ન્યુકલીયર રીએક્ટરો પાણીનો પણ એટલો જ બગાડ કરે છે,
અને સલામતીની દ્રષ્ટીએ એ વધારે જોખમી છે ,ભારત દેશમાં તો આ ન્યુકલીયર એનર્જીના મુદ્દા પર આખી સરકાર કુરબાન કરી અને પછી અક્કલ આવી કે અલ્યા આ તો ના થાય ..!
અહિયાં આ ભારત દેશમાં પીવાના પાણી ના વાંધા છે અને ન્યુકલીયર એનર્જી પેદા કરવા માટે પાણી બગડી અને એનું વપરાયેલું રેડિયો એક્ટીવ પાણી ક્યાં નાખવું ..? સાહેબ થોરિયમ થોરિયમ કરે છે પણ દિલ્લી બહુ દુર છે થોરિયમ માટે ..
હવે પાછો પેરીસ જાઉં પેરીસની વાર્તામાં એવું નક્કી કર્યું કે કોઈ પણ રીતે ઇસવીસન ૧૮૪૪ની સાલ માં ધરતીનું તાપમાન હતું એ લાવવું ,એટલે કે અત્યારે જે તાપમાન છે એના કરતા ૨ ડીગ્રી ઓછું ,
પણ હકીકત તદ્દન ઉંધી છે ,જો આજ રીતે ઇન્ડસટ્રેયલ ગેસ વાતાવરણમાં ફેંકાતા રહ્યા તો ૩૦ વર્ષમાં બીજું બે ડીગ્રી તાપમાન વધી જશે ..!!
એટલે ઉનાળામાં આપણે ત્યાં સૌથી વધારે તાપમાન ૫૧-૫૨ ડીગ્રી થઇ જાય , ગ્લેશિયરો પીગળે અને ટાપુઓ ડૂબે ,કેનેડામાં અને ગ્રીનલેન્ડમાં જેવા દેશમાં રેહવા જમીન ખુલે અને દરિયાની વચ્ચે આવેલા મુંબઈ અને માલદીવ જેવા ટાપુઓ ડૂબી જાય ..
આ બધી સંભાવનાઓ છે કોઈ નક્કર પુરાવા કે લોજીક સાથે આમાંની કોઈ વાત કરતુ નથી, સાલ ૧૮૪૪થી બે ડીગ્રી તાપમાન વધ્યું તો કોઈ મોટો ફેરફાર દેખાતો નથી,
પણ હવે આવનારા ભય ને ઓળખી અને પાણી પેહલા પાળ બાંધવી છે ..!
હવે આમાં એક બીજો આઈડિયા પશ્ચિમમાં ધુરંધરોને આવ્યો છે , આપણે જે કરીએ છોએ એ કરતા રહીએ ,અને ગ્રીન હાઉસ ઈફેક્ટમાંથી બચવા માટે સૂર્યના કિરણો ને બારોબાર પરાવર્તિત કરી દઈએ,
બુદ્ધિ તો જાણે એમની પાસે છે , કેવી રીતે કરશો ..? તો કહે વાદળાઓ માં મીઠું નાખી (છાંટી ) અને ઘટ્ટ બનાવી દો એટલે તડકો બધો પરાવર્તિત થઇ જશે અને તાપમાન ઘટી જશે
તારી જાતના તારું સત્યનાશ જાય ..!!
એક મુસીબત હજી આવી નથી અને એને બહાર કાઢવા બીજી ઉભી કરવાની વાત છે , સૂર્યના કિરણોમાં તડકો એકલો થોડો આવે છે ..? જોડે કઈ કેટલાય કોસ્મિક કિરણો આવે છે અને હજી તો ક્યાં ખબર છે કે કેટલા કામના ,અને કેટલા નકામા કિરણો ધરતી પર આવે છે ..!
પણ બધું લોલ એ લો ચાલ્યું છે ,જે થયું તે સારું થાય છે પેરીસના આતંકવાદના હુમલા પછી નો માહોલ બદલવા આ કોન્ફરન્સ કામ લાગી ..!!
બાકી જે માણસ જાતને જેટલી હોશિયારી કરાવી હોય એટલી કરી લે પણ જે દિવસે કુદરત વિફરી એ દિવસે બધું જ એક ઝાટકે પતાવશે કશું બાકી નહિ રાખે ..!
શુભ રાત્રી
શૈશવ વોરા