બિહાર ચુંટણી નું બ્યુગલ ફૂંકાઈ ગયું …
મને વધારે રસ એટલે પડે છે કે યુપી અને બિહાર આ બે રાજ્યો દેશની ચાલીસ ટકા વસ્તી ને સમાવે છે ,અને જ્યાં સુધી આ બે રાજ્યો નહિ સુધારે ત્યાં સુધી દેશનો ઉદ્ધાર શક્ય નથી ,સાક્ષાત શ્રી કૃષ્ણકુમાર વાસુદેવભાઈ યાદવ પણ ધરતી આવે ને તો પણ નહિ ….ઓળખો છોને કૃષ્ણકુમાર યાદવ ને ..??
જોકે આ યાદવો પેહલેથી જ શ્રી કૃષ્ણકુમાર વાસુદેવ યાદવનું લોહી પીતા આવ્યા છે , એમને એમ હતું કે કંસને મારીને બીજું બધા થોડા ઘણાને મારીશ તો હું શાંતિથી ગંગા જમુનાના મેદાની ઇલાકામાં શાંતિથી રહીશ રાજ કરીશ પણ …બિચારા શ્રી કૃષ્ણકુમાર યાદવ યુપી બિહાર ના ત્રાસથી બિચારા ,થાકી અને એમના સારા સારા જે યાદવો હતા એમને લઈને ગુજરાતમાં આવ્યા અને વિકાસ કર્યો…
પણ યાદવ જેનું નામ અંદર અંદર લડી મર્યા.. ય્દ્વાસ્થાલી થઇ …પાછો વર્તમાનમાં આવું ..
સામ સામા આરોપ પ્રત્યારોપ ક્યારના ચાલે છે , નીતીશકુમાર ને નરેન્દ્ર મોદી ઘણા સમય થી કટ ટુ સાઈઝ કરતા આવ્યા છે,છેક ગુજરાત વિધાનસભાના સમયથી ,પેલા ફોટા નો વિવાદ યાદ કરો … પાંચ કરોડ ની સહયતા પાછી મોકલી હતી..
છેલ્લા લોકસભાના પરિણામો એ લાલુ અને નીતીશકુમાર ને જડમૂળમાંથી હલાવી નાખ્યા છે ,પણ લાગે છે કે એક છેલ્લો મરણીયો પ્રયત્ન ચાલુ છે એ બંને નો ..સર્વાઈવલનો ..
સેફોલોજીસ્ટ નામની જાતિ બિહારમાં નરેન્દ્ર મોદીની આંધી જોવે છે ..અને જો ખરેખર આંધી આવી અને રીઝલ્ટમાં દેખાઈ તો એ આંધી મુલાયમસિંહને પણ ઉખાડીને લઇને જશે ..
અત્યારે બધું જ નરેન્દ્ર મોદી વિરુદ્ધ આખી દુનિયા ..ઇન્દિરા ગાંધી યાદ આવે છે ..આધે મેં રામ આધે મેં ગામ ..
ચેનલો વાળા મચ્યા છે બિહારને હજી પણ નાત જાત ના વોટથી જ માપે છે , પણ થોડાક ભણેલા બિહારી ને પૂછીએ કે તારે ત્યાં આવું બધું છે ..? જવાબ આવે છે.. ભાઈ છે પણ હવે બહુ ઓછું છે .. લોકો ને અત્યારે બિહાર માં લાલુ કે નીતીશ નથી જોઈતા ..
નીતીશકુમાર પોતાની અને લાલુ રબડીદેવીની ભેગી પચ્ચીસ વર્ષના એન્ટી ઇન્કમ્બક્સીવ નો સામનો કરી રહ્યા છે આ એક ફેકટર એટલું ખતરનાક છે કે જેમાંથી જ્યોતિ બસુ પણ બચી શક્યા નથી ..
એન્ટી ઇન્કમ્બક્સીવ એ નરેન્દ્ર મોદીનો રસ્તો ઘણો સાફ કરી આપ્યો છે , છેલ્લા હથોડા નરેન્દ્ર મોદી જાતે બિહાર જઈને જઈને ચાર રેલી કરીને મારતા આવ્યા છે ..
યાદવો માં નવા ચેહરા આવ્યા છે લાલુ પ્રસાદનો છોકરો તેજસ્વીની યાદવ .. રાહુલ ગાંધીનો નાનો ભાઈ લાગે છે પણ લાલુ રબડીનું સંતાન એકદમ ફલુઅન્ટ ઇંગલીશ બોલે એટલે એટલી શાંતિ તો થાય કે બિહારનો ઉદ્ધાર થયો કે નહિ પણ લાલુપ્રસાદના પરિવારનો તો ઉદ્ધાર ચોક્કસ થયો …
બીજો નવી પેઢી નો બિહારી ચેહરો ચિરાગ પાસવાન .. જોરદાર કોન્ફીડન્ટ સ્પષ્ટ ઇંગલીશ અને વિચારો .. ડાર્ક હોર્સ
શત્રુઘ્ન સિન્હા ..ટોટલ ડફોળ સાબિત થશે કોઈ કારણ વિના સાહબ જોડે પંગો લીધો …
અત્યારે તો બિહાર નરેન્દ્ર મોદી તરફ કમ્પ્લીટ ઢળી જતું દેખાઈ રહ્યું છે .. સોનિયા ગાંધી નું કાલનું ભાષણખરેખર સાચું અને સારું હતું પણ અરણ્યરુદન હતું .. સંભાળનાર પણ કોઈ નથી ..
ચાલો જે થાય તે …
શુભ રાત્રી
શૈશવ વોરા