ઘણા દિવસથી એક વાત ઘુમરાયા કરે છે મનમાં..
હું કટ્ટર થઇ ગયો છું ? મને બોલીવુડ જોવું કેમ નથી ગમતું ?
અત્યારે બોલીવુડના બહિષ્કારની બહુ મોટી “મુહિમ” ચાલી છે.. અને ટીવી ઉપર કે પછી સોશિઅલ મીડિયા ચારેબાજુ ઢગલા વિડીઓ ફરે છે, ક્યાંકને ક્યાંક બધું એવું ચાલી રહ્યું છે કે જાત માટે વિચારવું પડે ..!
પેહલા તો આજુબાજુ નજર કરવી પડે કેમ કે આપણી માનસિકતા ઘડવામાં બહુ મોટો ફાળો એ લોકોનો હોય છે કે જે તમારી અને મારી રોજબરોજની જીંદગીમાં જીવતા હોય એટલે મારે સેહજ મારી આજુબાજુ નજર મારવી પડે ..
થોડાક કટ્ટર લોકો છે મારી આજુબાજુ, પણ એ લોકો અહિંસક કટ્ટર..
કટ્ટરતાના બીજા છેડે ઉભેલા .. જે પોતે મરે, પણ બીજાને નાં મારે, અને જાત ઉપર જુલમ કરી જાણે ..!!
એક સમય એવો હતો બે દસકા પેહલાનો કે મને પણ એમ થતું કે હોળીમાં પાણી ના બગાડાય, દિવાળીમાં પ્રદુષણ નાં કરાય, ઉત્તરાણ ઉપર પતંગ પણ ના ચડાવાય,
પછી ધીમે ધીમે મને એમ લાગવા માંડ્યું કે મારી ઉપર કૈક વધારે પડતી ટોકાટોકી થઇ રહી છે, લગભગ મારે જીવનમાં ક્યાં તો અહિંસક બનીને જાતને પતાવી દેવાની છે અથવા તો મરઘુ ,બતકું ,બકરું મારીને મારે જીવવાનું છે..!!
મારા જેવા મધ્યમમાર્ગી જેને શાંતિથી જીવવું છે, તું તારું કર અને હું મારું કરું છતાં પણ આપણે એકબીજાને સન્માન આપીએ એવી ભાવના રાખીને જીવવું છે પણ ત્યાં ટોકા ટોકી ચાલુ થઇ ગઈ ..!
મારી થાળી ઉપર નજર આવે ..
એક કહે બટાકા પણ ના ખવાય ,અને બીજો કહે માછલા ખા, મરઘુ ખા ,બકરું ખા..!!
હવે ?
એક કહે જાત્તે મરી જવાનું ,પણ બીજાને કઈ ના થવું જોઈએ અને બીજો કહે આપણે કહીએ તેમ ત્રીજો ના કરે તો એને મારવામાં પાપ નહિ ..મારો ઢીશકાંઉ ..!
એમાં પાછી બીજી વધારાની અવઢવ આવી કે વ્યસન કરવા કે નહિ ?દારુ પીવો કે નહિ? સિગારેટ પીવી કે નહિ ? એનાથી આગળના વ્યસનના લોભ લાલચ પણ આવ્યા ..!
જબરા સલવામણ આવ્યા ..!
પણ છેલ્લ્લે …બધાથી ઉપર આવ્યો રૂપિયો,
એની લાલચ ને લોભ જાગ્યો,
બજારમાં ઉતર્યા… રૂપિયાની તાકાત જોઈ, અને એન્ગલ બદલ્યો જિંદગીને જોવાનો, રૂપિયાના ચશ્માં ચડાવ્યા આંખે ..!!
ખલ્લાસ ..!!
બધું જ ક્લીયર થઇ ગયું, પેલા કપડા ઉતારીને ફોટા પડાવવા બેઠેલા ફિલ્લમના હીરોના ગુપ્તાંગ સાથેના ફોટા પણ પબ્લીકે મોકલી દીધા ,અને એ જ શરીર ઉપર અમુક લાખના ડ્રેસ સાથેના ફોટા આવ્યા ..!
ખબર પડી ગઈ કે મારું શરીર એ જ મારો શણગાર એવું કરવું (ટૂંકમાં નાગાપૂગા ઉભા રેહવું ) એના કરતા કપડા પેહરેલા વધારે શોભીએ..!!,
જીવનમાં નાગાઈ ઓછી રાખવી..!
શરીરને જે ખોરાક પચે તે ખાવો, જોડે જોડે મનને પણ જે સહન થઇ શકે એ વ્યસન કરવું..!! જિંદગીના પ્લાનિંગ કરવા, અને કેટલા વર્ષને કેટલું જીવવું છે એ પ્રમાણે ખાન-પાન સેટ કરો ..!! અપની લગાઓ દુસરો કી છોડો ..!!
કોઈકે એવું કીધું કે એ કઈ હાથમાં છે ક્યારે મરશું ? એની ક્યાં ખબર છે ..
આપણે કોન્ફિડન્સથી કહી દીધું છ્યાંશી વર્ષ છ મહિના અને બાવીસ દિવસ જીવવું છે..!!
પેલો પણ ચક્કર ખાઈ ગયો .. અલ્યા શૈશવ આવું કેવું ? કંઈ ગ્રહો જોયાબોયા તે? મિનીટને સેકન્ડ પણ આપી દેવીતી ને જોડે જોડે..!! ના એટલું જેણે “હાથમાં રાખ્યું છે” એના માટે છોડો ..!! મજા પડી ગઈ જિંદગી ગોઠવવાની..મરવાની તારીખ નક્કી કરી લેવી અને પછી જીવવાનું ચાલુ કરવું અને તારીખ નજીક આવે તો એક્સ્ટેન્ડ કરી લેવી જાત્તે ને જાત્તે..! એમાં ક્યાં કોઈ તમને કે મને પરાણે કાંકરિયામાં ધક્કો મારીને પાડવાનું છે ? કોવીડ પછી ડાયાબીટીસના આવ્યો ત્યાં સુધી બટાકા ધરાઈને ખાધા , હવે માપમાં..! બકરું મરઘુ ? તો કહે ના યાર ચીતરી ચડે છે જોઈને જ, કપાતું જોયું ત્યારે ના મજા આવી , તને ભાવે તો તું ખા મને છોડ..!! વ્યસન ? તો હમણાં જ મિત્રો સાથે ચર્ચા થઇ ઉદેપુર જઈએ , એ શૈશાવ્યાને નથી લઇ જવાનો , એ આપણને દારૂડિયા કહે છે પછી.. બીજાએ કીધું ના અલ્યા એક તો નોન ડ્રીંકર જોઈએ ગાડી ચલાવવા ..!
હાહરીહેસિયત બતાડી દીધી મને તો મારી .. ગાડી ચલાવવા ..!! ત્રીજો બોલ્યો.. ના હો નથી લઇ જવાનો એને ,આપણે ટલ્લીમાં હોઈએ અને એ આપણી મજા લીધા કરે છે ..! ચોથાએ ટાપશી પૂરી અલ્યા બધા મજા લેવા તો જઈએ છીએ..!! એણે એની મજા લેવામાં તારી બગાડી ? નથી બગાડીને ? તો પછી ? બસ ત્યારે .. ભલે ને આવતો આપણે દારુની મજા લઈએ, એ આપણી લેશે, ભલે આવતો ..!! બોલો વગર કીધે છેલ્લી બે ત્રણ લાઈનમાં મારા બધા સવાલોના જવાબો આવી ગયા..! મારી મજા લેવી હોય તારે તો તને છૂટ પણ મને હેરાન કર્યા વિના ..!! હેરાન કરતો હોય તો એને ઉદેપુર નહિ લઇ જવાનો..!!! બોલીવુડ મને મજા આપતું હોય તો જોવાનું અને મજા બગાડતું હોય તો નહિ જોવાનું સિમ્પલ ..!! મને જે ખાવાની પીવાની મજા પડતી હોય અને મારું શરીર સહન કરતુ, મન હા પાડતું હોય એ કરવું ..!! બોલીવુડના જુના પિક્ચરમાં યાદ કરું કે લગભગ દરેક હિંદુ પાત્રમાં ક્યાંક કઈ ગડબડ હતી એવી અક્કલ હવે આવી તો મુઆ ત્યારે.. એ સમયે જોઈ લીધું ભલે જોયું હવે નથી જોવું..! બીજા ઘણા ઓપ્શન આજે અવેલેબલ છે મનોરંજનના તો પછી બોલીવુડ શું કરવા..? આપણને તો સોશિઅલ મીડિયા બહુ ફાવી ગયું છે , ચારેબાજુ જે જોવું હોય તે જોવા મળે , વોટ્સ એપ યુનીવર્સીટી , ફેસબુક યુનીવર્સીટી, ઈન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ બધું ય જ્ઞાન જ જ્ઞાન આપે અને સૌથી મોટી વાત એ કે જ્ઞાન વેહચવાની પણ તક આપે ...!! આવડા મોટા લાંબા લાંબા બ્લોગ લખું અને તો પણ લોકો વાંચે અને પાછા એ પણ વાઈરલ થાય .. લ્યો બોલો ..ત્યાં ક્યાં બોલાવુડના પિકચરો જોવા નવરાશ મળે ? અતિની ગતિ નહિ બોલીવુડ હવે અતિ થઇ ચુક્યું છે એટલે અંત આવશે જલ્દી એવું તો નહિ કહું ,પણ આવતો દસકો તકલીફ તો પડવાની .. ફોર-જી જુનું થવા જઈ રહ્યું છે ,અને ફાઈવ-જી આવી રહ્યું છે, ઉપરથી માથે મેટાવર્સ ગાજી રહ્યું છે... કોણ જાણે એ મેટાવર્સ નવી ટેકનોલોજી કેવા કેવા ગુલ ખીલવશે એની ખબર નથી પણ જેમ ભવાઈ ,શેરી નાટકો ,કઠપૂતળી... વગેરે વગેરે.. પરંપરાગત મનોરંજન પીરસતા મંચનો ખો નીકળી ગયો એમ હવે બોલીવુડનો વારો છે..!! બોલીવુડ તકલીફમાં તો ચોક્કસ છે અને આગળ તકલીફ વધશે એ પણ નક્કી..!! હેંડો હેંડો ગુજરાતી પિક્ચર બનાવીએ તા
રે શું લ્યા ..?.. સુ કે પેલું અર્બન ગુજરાતી બનાવવાનું હેન્ડ્યું તો હેન્ડ્યું નહિ તો પછી ઓટ્ટીટી અને પાછળથી સબસીડીની સીડી તો ચ્છ.. જ .. ને !!
દાઢીની દાઢીને હાવરણીની સાવરણી ..!!
ધોઈ લો ધોઈ લો વેહતી સાબરમતીમાં હાથ ..!!
તઈણ દાડાથી અસલી સાબરમતીનું પાણી આયુ છે નદીમાં.. હે
ઈ મજાની બે કાંઠે રમખાટ જાય છે સાબરમતી, જોવાની મજ્જ્જા પડી જાય છે, એલીસબ્રીજ પુલે ઉભા રઈએ
ને બહુ હારું લાગે છે ..!!!
જજો લ્યા નદીએ ..પેલું હાવ ગ્ન્ધારું રીવર ફ્રન્ટનું પાણી જોઈ જોઈને થાક્યા હો તો જોવા ..!! હિંદુ ધરમને ગાળો આલતા
પિકચરોજોવા કરતા તો નદીનું પાણી બ
ઉ હારું લાગશે જોવું હોં …!!
મજાનું ખળખળ વેહતું સાબરમતીનું પાણી ..અને એ પણ હાવ મફતમાં જોવા મળે ..!! દો
ડો લ્યા દોડો એલિસબ્રિજ પુલે નહિ તો ને
રુબ્રીજ પુલે..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)