ચંદ્ર સુધીની દોડ ..
અમાસની કાજળ કાળી રાતે નભનો ચંદરવો ઓઢીને ધરતી સુતી હોય ને કાંટીયુ માથે ચડે એવી વેળાએ નજર પોહચે એટલી દૂર જોઈએ ત્યારે દેખાતા તારાઓમાં મન કશુંક શોધે,
એવી વેળાએ અચાનક બધું પારકું લાગે પણ એક કળાનો તો એક કળાનો ચંદ્ર દેખાય તો પણ કોઈક પોતાનું મળી ગયું હોય એવું તરત જ લાગે..!!
આમ તો પૃથ્વી માટે ચંદ્ર પારકો છે, શાસ્ત્રોએ ચન્દ્રને બુધનો પુત્ર કીધો છે, શનિને સૂર્ય પુત્ર અને મંગળને ભૂમિસુત કીધા છે ..સૂર્ય , શુક્ર અને ગુરુ બ્રહ્માંડનો અંશ છે..!
પિતા પુત્રનો સબંધ આજકાલ જીનેટિક એન્જીનીરીંગની મદદથી સાબિત કરી શકાય છે, એવી રીતે જરાક આ દિશામાં નજર દોડાવાય ખરી..!
થોડુક આ દિશામાં સંશોધન કરી અને ખંડન કે સમર્થન થાય બાપદાદા મૂરખા નથી એવું કહી શકાય..!
બાકી તો ઓળખાણને સૌથી મોટી ખાણ સમજતા ગુજરાતી માણસોએ ચન્દ્રયાન સાથે જોડાયેલા લોકો સાથે પોતાના સબંધો પ્રસ્થાપિત કરી દીધા છે ..!
અમારા ફલાણા-ઢીંકણા એ પણ ચન્દ્રયાનમાં બહુ મોટો અને મહત્વનો ફાળો આપ્યો છે અને એમના વિના તો કશું જ શક્ય બને નહિ..!!
`જૈનમ`ની મમ્મી અને `જયતિ`ના પપ્પા..!!
બાપા રે…!!
મુકને છા`લ બો`ન મારી ..!!
પણ માને ખરો-ખરી ..? ગુજરાતી ?
હશે ત્યારે તું તારે પંચાતો કૂટવાનું ચાલુ રાખ, પોહળા પોહળા ઉચ્ચારણ કરીને બોલવા માંડ ચલ જોઉં ..“નાસાની જૈનમને ત્યાં ઈન્ટરશીપ કરવાની જ હતી, પણ એને ગુગલમાં બોલાવી લીધો પછી એ ત્યાં જ છે..! અમારી જયતિની તો શું વાત કહું બીલ ગેટ્સ એને પર્સનલી ઓળખે..!!”
હવે એ બંને અમેરિકા છે તો તમે હવે ત્રીજું પ્લાન કરી નાખો … “શાસનમ”..!!
ભારતની તમામ સફળતાઓને દેશના જન જન સાથે જોડી દેવામાં સરકાર સફળ રહી છે..
પાશેરાની પેહલી પૂણી છે પણ શરૂઆત છે, અમેરિકા પચાસ-સાહીઠ વર્ષ પેહલા કરીને બેઠું છે,બાકી બધા દેશો રહસ્યમય રીતે આ રેસ છોડીને ભાગી ગયા છે..!
ચંદ્ર ઉપર બાર જણા અત્યાર સુધી જઈ આવ્યા છે અને એનેકો અનેક મિશન થયા છે પણ કોઈ જ વધારાની માહિતી `લીક` થઇ નથી અમેરિકા તરફથી..!
બચ્ચનદાદાએ કેબીસીમાં સવાલ પૂછ્યા પછી ગુગલથી આ જ્ઞાન મેળવ્યું..!
પુષ્કળ ઉત્તેજના અનેક લોકોમાં છે ચન્દ્ર અને પૃથ્વીની બાહરની દુનિયાને જોવાની જાણવાની , ઘણા બધા લોકો એને ધર્મની સથે જોડી અને ધર્મને બાહર મુકવાની કોશિશ કરે છે પણ હું માનું છું કે ભારતીય શાસ્ત્રો “સ્ટોરી ટેલીંગ” એટલે કે વાર્તાના રૂપમાં લખાયા છે ,એનું સાચી રીતે ભાવાત્મક બાજુઓને સાઈડ ટ્રેક કરીને ઇન્ટરપ્રીટેશન કરવાની જરૂર છે..
હું પણ માનું છું કે પ્રોડક્ટ વિના બધું નક્કામું છે .. જો બ્રહ્માસ્ત્રનું અસ્તિત્વ છે તો આજે નરેન્દ્ર મોદી જેટલો રાષ્ટ્રવાદી અને સમર્થ પુરુષ ધરતી ઉપર અસ્તિત્વ નથી ધરાવતો.. આપો એમને અને કરશે નક્કી એ કે કોની ઉપર બ્રહ્માસ્ત્ર વાપરવું ..!
પરંતુ નથી થતું એવું ,પ્રોડક્ટ નથી મળતી અને શાસ્ત્રોની મંત્ર શક્તિ જે કદાચ પાસવર્ડ હતા એ નક્કામાં સાબિત થાય છે..
શિવને અનંત કીધા અજન્મા કીધા તો જેને બ્રહ્માંડ કહીએ છીએ એ અનંત જ છે “ઈન્ફીનીટી” એ જ શિવ કેહવું હોય તો કહી શકાય ..
એક પુરુષના રૂપે શિવની કલ્પના કરો અને એના મસ્તિષ્ક ઉપર ચન્દ્ર મુકો પછી એ પુરુષની વિશાળતાની કલ્પના કરો ..!
ઘણા બધા વિચારો થયા છે, તર્ક પણ થયા છે, પરંતુ સિધ્ધાંત પ્રસ્થાપિત થાય અને છેવટે પ્રોડક્ટ મળે ત્યારે બધું કામનું ..
આધાર ચોક્કસ લઇ શકાય પણ આગળ તો વધવું જ રહ્યું..
વિજ્ઞાન અને ધર્મની બંનેની સરખામણી કરું તો વિજ્ઞાન શરીર અને માનવજીવનને બેહતર અને આગળ લાવવાની કોશિશ કરતુ દેખાય અને ધર્મ આત્માને..!
મજાની વાત એ છે કે આત્માનું અસ્તિત્વ સાબિત થઇ જ નથી શક્યું ..
કોઈ સતત પૂછે કે મારી મા કેમ મરી ગઈ ? તો ધર્મનો જવાબ છે જે કોઈ ઈશ્વર ,અલ્લાહ ,ગોડ ની મરજી અને વિજ્ઞાન કોઝ ઓફ ડેથ આપે હાર્ટએટેક કે બ્રેઈનસ્ટ્રોક વગેરે વગેરે અને છતાંય વધારે પૂછ પૂછ કરે તો મારા જેવો એમ કહી દે કે તારી મા ટપ દેતી મરી ગઈ .. કેવી રીતે ? તો કહે ટપ કરતી મરી ગઈ..!
અકળ રહસ્ય છે મૃત્યુ આજે પણ મનુષ્ય માટે ..
મર્યા પછી કોઈની ચિઠ્ઠી આવી જ નથી..!!
એટલે આપ મુઆ ફિર ડીબ ગઈ દુનિયા..!
તો પછી આ બધા ધખારા શેના ?
હું સવાલને સવાલ જ રાખી મુકું છું કેમ કે એ સવાલ જ છે કે તમને અને મને રોજ સવારે જવાબ શોધવા દોડતા રાખે છે અને આપણે ઉઠીને દોડીએ છીએ..
ક્યારેક રખડતા એસ્ટ્રોઇડ એટલે કે ધૂમકેતુઓ ઉપર ખનન કરવાની વાત આવે છે, તો ક્યારેક ચંદ્ર મંગલ ઉપર કોલોનીઓ વસાવવાની વાત આવે છે પણ જેમ સમાનવ યાન ચન્દ્ર ઉપર જઈને આવ્યા તેમ મંગળ સુધી હજી કોઈ ગયું નથી..!
બીજું અહિયાં ધરતી ઉપર પણ સ્પીડ એ સમસ્યા છે, હવા જીવાડે છે તો અવરોધ પણ આપે છે ,કોન્કર્ડ લાવ્યા અને અચાનક પાછું ખેંચી લીધું અને હવે ફરીવાર કોન્કર્ડ આવી રહ્યું છે ..
સૌથી મોટી વાત એ છે કે હરીફાઈમાં ઉતર્યા છીએ ..
હરીફાઈમાં રેહશું તો દોડતા રહીશું અને બીજું કશું થાય કે ન થાય પણ અહિયાં દુનિયાના છસ્સો-સાતસો અબજ લોકોની વચ્ચે માથું ઊંચું રાખીને જીવી શકીશું ..!
ટકવા માટે મેહનત કરશું ..!
સંજીવની વિજ્ઞાન શોધી રહ્યું છે, પંચમહાભૂતના બનેલા શરીરમાં તેજ એ આત્માનો કારક કીધો છે અને તેજ શુક્ર પાસે છે તો સંજીવની ત્યાં છુપાયેલી હોઈ શકે ખરી ?
અગ્નિ પૃથ્વી જળ અને વાયુને તો લગભગ ઓળખીએ છીએ..!
બે દિવસ પેહલા એક યુનિવર્સીટીની મુલાકાતે ગયા હતા , એનએમઆર મશીનની જાણકારી લીધી મજા આવી…લગભગ બધા પીએચડી થયેલા જોડે લમણા લીધા આનંદ આવ્યો.. ટેસ્ટીંગ ફેસેલીટીઓ જબજસ્ત ઉભી થઇ રહી છે દેશમાં આગળ જતા સંશોધન કરવા ઘણું કામ લાગે તેમ છે..
ઓળખાણો શોધવા કરતા રીસર્ચ ઉપર લાગી જાવ, રૂપિયા પણ મળશે અને દેશના કામ થશે..! મોદી સાહેબની જેમ ..!
ચલો પ્રજ્ઞાન અને વિક્રમ ને એનું કામ કરવા દો ..
તમે અને હું આપણું ..!
પણ નકરી પંચાત અને ફાંકા ફોજદારી નહિ પ્રોડક્ટ ..!
જય હો
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*