ગઈકાલે દીકરીને ટ્યુશનમાંથી લેવા જવા માટે મારો વારો આવ્યો હતો અને હું ઉત્સાહમાં થોડોક વેહલો પોહચી ગયો હતો..સમય હતો બપોરના અઢી વાગ્યાનો અને થોડો વેહલો હતો એટલે અગ્રવાલ ટાવરની બહાર ઉભા રેહવા સિવાયનો મારી પાસે કોઈ ઓપ્શન નોહતો..
મને સેહજ શરદી જેવું હતું અને તડકો ખીલ્યો હતો એટલે ઘરમાં પડેલા ચાર પૈડાનો ત્યાગ કરીને દ્વિચક્રી વાહન પર અમે ગયા હતા..
આટલા દિવસના વાદળ છાયા વાતાવરણ અને લગભગ આખો દિવસ એસી કેબીનોમાં કે ગાડીઓમાં રહી રહીને હું કંટાળી ગયો હતો,વાદળામાંથી ફિલ્ટર થઇને આવતો તડકો મને ગમતો હતો, અને ત્યાં બહુમાળીયા ફ્લેટમાં ૧૫મી ઓગસ્ટનું ઉજવણું હજી પત્યું નોહતું, માઈક ઉપર બાળકોના નામ બોલાઈ રહ્યા હતા અને સૂચનાઓ અપાઈ રહી હતી..
મને તડકે ઉભેલો જોઇને ત્યાં ફ્લેટના દરવાજાની સામેની બાજુએ ઝાડના છાંયડા નીચે બેઠેલા ચોકીદારકાકા એ ઈશારો કરી અને મને એમની પાસે બોલાવ્યો..અને કાકા ઉવાચ ..
“ઇતની ધૂપ મેં નહિ ખડે રેહતે, અભી તો હૈ ના સાવન ચલ રહા હૈ ઔર યે સાવન ઔર ભાદરવે કી ધૂપ બીમારી લાતી હૈ..બચ્ચે તો બચ્ચે બડે ભી બીમાર હો જાતે હૈ ઔર બીમારી ભી કૈસી જાન લેવા બીમારીયાં હોતી હૈ, દુઈ દિન કે બુખારમેં ઇન્સાન ચલ બસતા હૈ..બચ્ચે તો ઇસ મહિનો કી બીમારી કે સામને ટીક હી નહિ સકતે..
કાકો પછી અસ્ખલિત બોલતો ગયો ..
ભૈયા હમારે યહાં ઐસા નહિ હોતા ઝંડા ફેહરાને કે બાદ મેં બચ્ચો કો મીઠાઈ દી જાતી હૈ, ઔર ગ્યારહ બજે સબ ખતમ હો જાતા હૈ (ત્યાં ફ્લેટમાં ચાલતા પ્રોગ્રામ તરફ એમનો ઈશારો હતો) મીઠાઈ તો પ્રસાદ કી તરહ હોતી હૈ,ખાના તો સબ ખીલા દેતે હૈ, લેકિન સબ સે બડી બાત હૈ મુહ મીઠા કરાના,અગર મુહ મીઠા કરાવોગે તો હી મીઠાશ ફૈઈલેગી, એક રસગુલ્લા,પેડા,લડ્ડુ યા ગુલાબજાંમુન ખીલા દેતે બચ્ચો કો..ઔર ઘર ભેજ દેતે..અભી ઇતની ધૂપમે બચ્ચે ખેલ રહે હૈ કલ આધે ઇનમેં સે બિમાર હો જાવેંગે, ઔર યહાં ગુજરાતમેં બીમારી કા ઈલાજ ભી બહોત મેહગાં હૈ, હમારી પેહચાન મેં કિસી કો ખોપરી મેં કુછ લગ ગયા થા,તો પુરા ખોપરી ફાડ કે ઓપરેશન કરાવાયા,ઉધર દિલ્લીમેં ઢાઈ લાખ બોલે લેકિન હમારે યહાં ભોપાલ મેં દેઢ લાખ મેં હો ગયા, ઔર ઇધર ગુજરાત મેં ઉનકો લાતે તો દસ લાખ હો જાતા..યહાં ઈલાજ બહોત મેહંગા હૈ, ઔર અબ તો કમાઈ ભી ઉતની બચી નહિ, દસ સાલ પેહલે ઇધર આયા તબ આઠ હજાર પગારથી ઔર અબ નવ હજાર હૈ, બોલો ક્યા ફર્ક રહા ? કમાઈ અબ ગોવા મેં જ્યાદા હૈ ઉધર તેરા હજાર મિલતા હૈ, ઉધર ક્યા આજ ભી વિદેશી ઝ્યાદા હૈ ઇસીલીએ કમાઈ બહોત હૈ,અબ ઘર છોડ કે ઇધર આને મેં મજા નહિ હૈ.. ઇધર કિસી કો લેને આયે હો સા`બ ?
આટલું બધુ એકસામટું બોલીને કાકો અટક્યો ..
મેં કીધું હા ભાઈ બેટી કો લેને આયા હું વો યહાં ટ્યુશનમેં પઢને આયી હૈ..
કાકો ફરી ચાલુ પડી ગયો..
તબ તો આપ કો રાહ દેખની હી પડેગી કુછ સવાલ જવાબ લીખ રહી હોંગી બિટિયા, સાબ એક બાત બોલું ઇધર મત પઢાઓ કુછ નહિ બચા હૈ, હમારે યહાં એમ.પી. મેં પઢાઓ, થોડે દો પાંચ લાખ કા ખર્ચા કર લોગે ને તો ગ્રીજયુએટ હો જાયેવેગી ઔર ફિર સરકારી ઈસ્કુલ મેં માસ્ટરની બના દિયો..તીન સાલ મેં પચાસ હજાર પગાર મિલતી હૈ, ઔર ફિર એ છઠ્ઠા સંતવા ઔર આઠવા પગાર પંચ આવેગા અસ્સી હજાર કી સેલેરી મીલેગો, કુછ કામ કરને કા નહી ઔર અસ્સી હજાર લે જાનેકા..બિટિયા કી જીંદગી બના દોગે, આપ ઇધર સે નિકલ લો આપ તો બસ..!
અને ત્યાં મારી દીકરી આવી અને હું કાકામાંથી છૂટ્યો…!
પણ દસ મિનીટમાં તો એ ચોકીદાર કાકા એ મને પગથી માથા સુધી હલાવી નાખ્યો..!
કેટલા બધા ટોપિક એ કાકા એ કવર કરી લીધા અને દેશમાં ક્યાં અને શું ચાલી રહ્યું છે એનો ચિતાર આપી દીધો..મેં ખાલી અને ખાલી એ ચોકીદાર કાકાની સામે સ્માઈલ કરી હતી અને કાકાને એનો “પિયરીયો” મળ્યો હોય એમ કાકો એની બધી ભડાસ કાઢી ગયો..!
બીમારી અને બીમારીમાં બાળકો નું મરી જવું..અત્યારે આ સીઝન એટલે વાઈરલ અને બેક્ટેરીયલ બીમારી અને જો સમયસર દવાના થાય તો ખરેખર ઉકલી જવાય.. કાકો સાચો
ધ્વજવંદન પછી મોઢું મીઠું કરાવવાની પરંપરા બિલકુલ લુપ્ત થઇ ગઈ..!
ગુજરાતની મોંઘી મેડીકલ ટ્રીટમેન્ટ .. એક્દમ સાચી વાત જરૂર હોય કે નહિ દે દે દવાઓ હોસ્પિટલો ઠોકે અને “ખોપરી” (સ્કલ) ફાડીને ઓપરેટ કરવાનું હોય સેહ્જે બે ત્રણ મહિનાનો ખેલ થાય આઠદસ લાખ તો જાય જ વાત સાચી..
ગુજરાતમાં કમાણી રહી નથી .. તદ્દન સાચી વાત પરપ્રાંત થી અહિયા કમાવા આવ્યો હોય તો લેબર જોબમાં મેક્સીમમ દસ અને મીનીમમ આઠ હજાર મળે, ગોવા ખરેખર આગળ છે ..!
બિટિયા કો એમપી લે જાવ ..ચાર પાંચ લાખ ખર્ચો કરો..
“વ્યાપમ” નું નામ જ લખાય આગળ લખીએ તો બાયડી છોકરા રખડી પડે કેટલા ખૂન થયા..?
માસ્ટરની બના દો જિંદગી બન જાયેગી..
તદ્દન સાચી વાત, સરકારી સ્કુલમાં નોકરી મળી ગઈ તો નેટ નવરા અને પચાસ હજાર તોડવાના અને પગાર પંચ.. બાપરે પરફોર્મન્સ હોય કે નહિ જીવનભર પગાર અને રીટાયર્ડ થાય પછી પણ પેન્શનમાં પગાર પંચ આવતા રહે, એક જબરજસ્ત સિક્યોર જિંદગી..!
અભણ માણસ ચોકીદાર બિચારો પણ કેટકેટલા સત્યો દસ મિનીટમાં બોલી ગયો..! ક્યારેક વિચારવા બેસીએ તો પણ દસ મિનીટમાં આટલા ટોપિક આટલી સરળતાથી કવર ના થાય અને એકપણ વાત ખોટી નહિ..!
ક્યારેક દયા આવે આપડી જાત પર કે ક્યા દેશમાં હું રહું છું મારો એક અત્યંત વિદ્વાન અને સરકારમાં સારી એવી પેઠ ધરાવતો મિત્રનો એક ક્વોટ યાદ આવે છે..
“હે પ્રભુ ભારત ભૂમિ પર જ મને દરેક જન્મ આપજે,પણ મેહરબાની કરીને મને સામાન્ય માણસ ના બનાવીશ ”
પરમ સત્ય ,નગ્ન સત્ય ..
શું લગાડવું સત્યની આગળ ઉપરની લાઈન માટે..?
સાલા “મૂરખ” બનવા જ જન્મ્યા છીએ અને મરતા સુધી “મૂરખ” જ રહીશુ..!
શુભ રાત્રી
શૈશવ વોરા