એ ગુજરાતના ભાઈઓ અને બેહનો એવું ખરું કે ગુજરાતની ગાંધીનગરની ગાદીને પટેલ મુખ્યમંત્રી બહુ સદતા નથી ?
પટેલ મુખ્યમંત્રીને ક્યાં તો જનતા આંદોલન કરીને મારી મારીને કાઢે છે નહીતો પછી ઉપરવાળા એમને બોલાવી લે છે ….!!
આજે એ પટેલ મુખ્યમંત્રીઓ નો ઈતિહાસ ને તમે ચેક કરો હું આજ ની વાત કરું ,
સોરી ગઈકાલની વાત કરું ..
ગઈકાલે મત આપવા ગયો ,ત્યાં જોયું મતદાન મથક ની બહાર .. એક બુથ એજન્ટ બેન મોબાઈલપર જોરદાર ઘાંટાઘાટી કરતા હતા ,નામ ક્યાં ગયા ..? મતદાર યાદીમાંથી નામ કોને ડીલીટ કર્યા ..? આ ડીલીટના સિક્કા કોને માર્યા ? કમી મતદારની જુદી યાદી ક્યાં છે ? એમાં તો ડીલીટના સિક્કા મારેલા મતદારો ના નામ કેમ નથી ..? મારી સોસાયટીના એક પટેલ ફેમીલીનું મતદાર યાદીમાંથી નામ ગાયબ .. અને એ બુથ એજન્ટબેન જોરદાર બુમો મારે ..મતદાન મથકની બહાર
મારા મતદાન મથકમાં સાલું એટલી બધી સોસાયટીઓ હતી , પણ સાવ કાગડા ઉડે આખા મતદાન મથકમાં અંદર … કોઈ કરતા કોઈ જ નહિ …!!
બહુ જ બીક લાગી મને તો એકવાર તો અંદર જતા ,કે ઘરવાળીને લઇને આવી ભેંકાર જગ્યાએ જવાય કે નહિ ..? પણ પછી થયું પવિત્ર ફરજ બજાવવા માટે થોડું રિસ્ક લેવું પડશે અને બે પોલીસવાળા જોયા એટલે રિસ્ક લઇ લીધું ..!!!
બહુ જ ગજબની ભયંકર નીરવ શાંતિ આખા મતદાન મથકમાં …
બપોર સુધીમાં સાત ટકા મતદાન થયું હતું …!! અને સાંજે ચાર વાગ્યા સુધીમાં ખાલી વીસ ટકા મતદાન થયું અને પછી તો ….
છેલ્લા કલાકમાં “બેન”એ પાસ થવા માટે “કાપલી”કાઢી…અને “બાપુ” જોતા રહી ગયા, મોઢામાં આવેલો કોળીયો જતો રહ્યો ..
અમે કોલેજમાં હતા ને ત્યારે પાસ થવા માટે મારી એકદમ “હોશિયાર” બે ચાર અમારી સાથે ભણતી છોકરીઓ જે પ્રકારના જુદા જુદા અને નવા નવા હથકંડા અપનાવાતી અને પાસ થતી ,અને એ પણ છોકરીઓ કેવી સરસ રીતે ચોરીઓની કરતી અને પાસ થતી એની વાત કરીએ ..
આમ તો અમારા છોકરાઓની મથરાવટી તો “બાપુ” જેવી મેલી જ છે પણ “બેન” દીકરીઓ ,છોકરીઓ પણ પરીક્ષામાં ચોરીઓ કરે ..!?
શરુ શરૂમાં એ મને અજુગતું લાગતું પણ પછી એમને વિવિધ રીતોથી ચોરી કરતી જોઈ ને હું જોરદાર હસતો અને એમની ખેંચતો …
ચોરી કરવાનો તરીકો નંબર એક ..
કાપલી બનવાની અને ચોક્કસ જગ્યા સંતાડવાની , બીજી જગ્યામાં પર્સ ,કેલ્કયુલેટરના સેલ કાઢી અને સેલની જગ્યાએ સંતાડવી , કમ્પાસ તો ખરો જ …
તરીકો નબર બે ..
વેહલા આવીને બેંચ ઉપર લખવું અને આગલા દિવસનું લખેલું રબરથી ના ભૂસાય તો કાચ પેપર વડે ઘસી નાખવાની બેંચ …પછી લખવાનું જો દીવાલની નજીકની જગ્યા મળે તો દીવાલો પર પણ લખવું..
તરીકો નબર ત્રણ ….
બાજુવાળા હોશિયાર છોકરા જોડે ડીલ કરવી કે ત્રણ ચેપ્ટર તું કરજે બાકીના હું કરીશ, આવું ડીલ આજુ બાજુ ના બધા જોડે કરવું ,અને ફક્ત એક્ઝામ પુરતું બધા છોકરા જોડે હસી હસીને વાત કરવી…..
તરીકો નંબર ચાર ..
સુપરવાઈઝર જો કોઈ થોડો આધેડ ઉમરનો પચાસની આજુબાજુ નો હોય તો ગુડમોર્નીગ સર કરી અને બહુ સરસ મજાનું બ્રોડ સ્માઈલ આપી અને બાટલીમાં ઉતારવો અને પછી સ્માઈલને વસુલ કરવી…જો થોડો વધારે ઢીલો સુપરવાઈઝર મળે તો ઉભા થઈને ગાઈડ પણ લઈને બેંચ પર બેસવું એટલે પુરા માર્ક મળે …!!!
તરીકો નંબર પાંચ …
છેલ્લી દસ મિનીટ માં તો ગમે તેવો કડક સુપરવાઈઝર હોય તો પણ એની એસી કી તૈસી કરી નાખવી અને આજુબાજુ બધેથી સપ્લીમેન્ટરી ભેગી કરી અને ધડાધડ લખવા માંડવું ….
તરીકો નબર છ …
ક્યા સર પેપર કઢાવના છે એ શોધી પાડવું અને પછી એમના ઘર સુધી જવું અને સર પાંચ ક્વેશ્ચનમાંથી બે તો આઈએમપી આપો આપો અને આપો જ …જરૂર પડે તો રડવું ….કોઈ શરમ ના રાખવી
તરીકો નંબર સાત ….
પેપર તપાસાવવા ક્યાં ગયા છે એ શોધવું અને એ તપાસનારા સર ને ત્યાં જવું અને એમને “સેન્ટી” કરવા ,પોતાની માં ને તો કેન્સર કરી જ નાખવાનું અને નાના ભાઈ બેન ને મોટા કરવાના છે અને બાપાને પ્લમ્બર બનાવવા …રસોઈ મારે જ કરવી પડે છે ,ઘરમાં હું ના રાંધુ તો નાના ભાઈબેન ભૂખ્યા રહે …પાસ થઈશ અને નોકરી કરીશ તો બે પૈસા કમાઈશ …અને મારીમાં ની દવા કરાવીશ ..!!
ટૂંકમાં સામ દામ દંડ અને ભેદ વાપરીને પણ આપણે “પાસ” થવું અને ખાલી “પાસ” નહિ “ફર્સ્ટ કલાસ”થી પાસ થવું એટલે બિચારા મેહનત કરીને મરી ગયેલા કાર્યકર્તાઓ ને તો કઈ સમજણના પડે કે આ શું થઇ ગયું ..?
ભુદરપુરા અને આંબાવાડીમાં તો નારાજ કાર્યકર્તાઓ કેસરી ખેસ પેહરીને કોંગ્રેસને મત આપવા વિનંતી કરતા હતા …!!
પણ છેલ્લી મીનીટે જે ખેલ પડ્યો બાપુ ..
કે “બાપુ” પણ ચક્કર ખાઈ ગયા , બહુ ભારે કરી હો આ “બેન “એ તો ..એક જ કલાક માં ૨૭ ટકા મતદાન થઇ ગયું અને ટોટલ આંકડો ૪૭ ટકાએ પોહચાડી દીધો ….
યુદ્ધ અને પ્રેમ માં બધું જ જાયઝ છે ..!!!!
તરીકા નબર પાંચથી ચાલુ થયું આ વખતે ..અને હવે તરીકા નબર છ અને સાત વપરાતા હશે એવું લાગે છે..
ભારે માર્કથી પાસ થશે “બેન” અને “બાપુ” ધૂળ ફાંકતા રહી જશે ,ભલેને કેક ખવડાવી “બેન”ને “બાપુ”એ પણ બેન એમને તો એમણે ધૂળ જ ચટાવશે…
બિચારા નારાજ કાર્યકર્તા ,પટેલો બધા જ હક્કા બક્કા છે , સાવ આવું કેવી રીતે થાય..!!
પણ થયું ભઈલા થયું થયું …જે બિહારમાં થયું અને થતું આવ્યું છે દરેક ચુંટણીમાં એ હવે ગુજરાતમાં થયું , છેલ્લી મીનીટે બાજી પલટાઈ ….!!!
અને ભાઈ લોકતંત્રમાં તો જો જીતા વહી સિકંદર બાકી બચે સબ બંદર ….!!
જય હો ..
શુભ રાત્રી
શૈશવ વોરા