નમસ્તે દોસ્તો ,
સાયકલ મીટીંગ વાર્તા લખ્યા પછી ઘણા બધા મિત્રોનો ફોન આવ્યો કે શૈશવ તું આવી રીતે શર્વરીને એકલી ના મૂકી શકે .
બીજો ભાગ લખ..મારી દલીલ હતી કે
સંપૂર્ણ
એકવાર લખી નાખ્યા પછી બીજું કઈ ના થાય , પછી ઘણી દલીલો આવી અંતે હું હાર્યો અને સાયકલ મીટીંગ નો બીજો ભાગ લખી નાખ્યો છે ..
પણ અત્યારે મારે મુસીબત એ થઇ છે કે શર્વરી કે ઇશાન બંનેમાંથી એક પણ જણ મારા દિમાગમાંથી ખસવા તૈયાર નથી થતા , બીજો ભાગ લખતી વખતે એવો વિચાર પણ આવ્યો કે હવે આ ઇશાનને મારી નાખું ..
પણ ઇશાન ના મર્યો..આંગળીઓ કી બોર્ડ પર ફરતી જ નોહતી ઇશાનને મારી નાખવા માટે..
અને છેવટે હવે સાયકલ મીટીંગનો બીજો ભાગ તો આજે તમને આપું છું પણ ત્રીજો ભાગ પણ ચોક્કસ મળશે તમને ..
હા દોસ્તો તમને એક વિનતી છે ,વાંચો પછી ફીડબેક ચોક્કસ આપજો અને ત્રીજો ભાગ હજી મેં લખવાનો શરુ કર્યો છે એટલે એમાં તમને પણ કોઈ ઈચ્છા હોય કે ઇશાન કે શર્વરીને આવી પરિસ્થિતિમા શુ કરવું જોઈએ ,તો મને ચોક્કસ મેઈલ કે ફેસબુક કે પછી બ્લોગના માધ્યમથી જણાવજો..
સાયકલ મીટીંગના પેહલા ભાગ વખતે ઘણા દોસ્તોની એક કમ્પ્લેઇન હતી કે યાર તે મારી અડધી રાત બગાડી ..
તો હવે જેણે પેહલો ભાગ પણ નથી વાંચ્યો અને બીજો ભાગ વાંચવો છે તો ભઈલા તારી આખી રાત ગઈ સમજ..
આશા રાખું કે જેણે જેણે અડધી રાતનો ઉજાગરો કર્યો છે એને ફરીવાર ઉજાગરો માથે નહિ પડે 😉
-શૈશવ વોરા
To read part – I Please click here
www.shaishavvora.com/સાયકલમીટીંગ-1/
To read part – II Please click here
www.shaishavvora.com/સાયકલમીટીંગ-30/