આઠમું નોરતું પત્યું અને નવમું આવ્યું..આજે છેલ્લું નોરતું.. ગઈકાલે અષ્ટમીને રાતે સલ્તનતે હિન્દના સુલતાન થાકી ને ઊંઘી ગયા હશે એવું લાગે છે,કેમ કે… સુલતાણ કે પોલીસવાલો ને “આંખ આડે કાન” કર કે રાત કો બારા બજે કી જગહ સાડે બારે બજે તક ગરબે ખેલણે કી ઈજાજત દી થી..ઔર હિંદુડે કી આવામ મોડી રાત તક રસ્તે પે ઘૂમ રહેલી થી,સાથ મેં અપણે વાલે ભી “મજે” કર રહે થે.. વૈસે પોલીસ ભી તો હિંદુડે કી તો હૈ,તો થોડા બો`ત તો ઉનકી તરફ દેખેગી..કલ રાત કો હોટેલે ભી સારી ખુલ્લી રખેલી થી..વૈસે સમજ મૈ નહિ આ રહા હૈ કી એ હિંદુડે એક હી જગહ પે ગોલ ગોલ ઘૂમને મેં ક્યા મજા લેતે હૈ..ઔર સુલતાન ભી ઇનકો કયો ઘૂમને દેતે હૈ..! વૈસે બાવા અપણે કો તો મજા આ રહા થા અરે ક્યા હિંદુડે કી … તૈયાર હોકે ઘૂમને નીકલતી હૈ..! એક બાત બોલુ પૈસે બોહ્ત હૈ એ હિંદુડો કે પાસ મૈ, બોલે તો રાતકો તીન તીન બજે તક સારે લાઈન મેં ખડે રે`કે બડી બડી હોટેલો મેં ખાણે ખાતે હૈ..અપન તો કલ પૂરી રાત એક હી બાઈક પે તીણ તીણ નીકલે થે, અરે વો એસ.જી હાઈવે પે ક્યા ભીડ ઔર પબ્લિક થી બાપ, કમ સે કમ પચાસ કિલોમીટર તો અપુન ઉધર હી ચ ઘુમેલા.. યાર હિંદુડે કી “એક” મિલ જાય ના તો અપણી તો સેટ હો જાય…!!! મારું બેટું બધું ય નીકળ્યું `તું કાલે રાતે તો..સુકા ભેગું લીલું અને લીલા ભેગું સુકું અને ગામના ઉતાર ને ગામની વસ્તી બધું ય બહાર હતું..! અમદાવાદની રાત જવાન હતી કાલે …! મોટી મોટી હોટેલો એ એમના ગેઇટ બંધ કર્યા હતા, પાંચ સિતારા તો રાત્રે બે વાગ્યે સવારના પાંચ સુધીનું વેઈટીગ આપતા હતા..! વેલે પાર્કિંગની ગાડીઓ લેવાનું બંધ કર્યું હતું ,એમના ભોંયરા ભરાઈ ગયા હતા, સલ્તનતે હિન્દ ના સિપાસાલાર નો કડક આદેશ હોવા છતાં મલક આખું બહાર હતું..! હિંદુઓની આટલી મોટી “માઈનોરીટી” હોવા છતાં આપણને આટલી બધું છૂટથી હરવા ફરવા મળે છે એ જ ઘણું છે, ગુજરાત હોય કે બંગાળ બંને જગ્યાએ હિંદુ પ્રજા ઘણી સમજુ છે, બંને પ્રદેશો નો જ પોતાનો કેહવાય એવો આ ખાસ તેહવાર એક દુર્ગાપૂજા કહે અને એક નો`રતા કહે, બંને એક જ દિવસે અને તિથીએ આવે અને બંને માં રાજ્ય સરકારો જે “સહકાર” આપી રહી છે આપણ ને એમ થાય કે ખરેખર વાહ..હૈયું ગદગદ થાય..!!!! શું જરૂર છે બંગાળમાં દુર્ગા વિસર્જનની ? ગણપતિ વિસર્જન તો કરવા દીધું હતું..! અને ગુજરાતમાં શું કામ બાર વાગ્યા સુધી ગરબા કરવાના ? અરે આપણે તો પાણી છાંટી અને વિસર્જન થાય અને ગરબા તો શુકન પુરતા પાંચ ગવાય એટલે ઘણું, વળી આ આખી રાતની રાત હો હલ્લા કરવાની ક્યાં જરૂર છે..! તાજીયા ભલે આખી રાત અમદાવાદ અને કલકતાની ગલીઓમાં ફરે ઢોલ નગારા વાગે,એ આપણી ગંગા જમની સંસ્કૃતિ છે,એ તો આપણો છેલ્લા સાતસો વર્ષથી ચાલી આવતો આટલો જુનો વરસો છે એનું “જતન” કરવું એ તો આપણી ફરજ છે..! અને ખરેખર આ હિંદુઓમાં તો ઘણા “ગાંડા” તો એવા છે કે એમને સાતસો વર્ષ જુના વારસા ને છોડી અને અઢી ત્રણ હજાર કે પાંચ હજાર વર્ષ જૂની પરંપરા નું જતન કરવું છે..!! અલ્યા સાતસો વર્ષ જૂની વસ્તુ સારી કે અઢી હજાર વર્ષ જૂની ? ચક્ર્મો છે સાવ અઢી હજાર બોલે છે..! પણ એક વાત તો કેહવી પડે કે બંગાળમાં જે સરસ રીતે અને ધારદાર રીતે વિપક્ષ લડી રહ્યો છે દુર્ગા વિસર્જન માટે અને કોર્ટો પણ સાથ આપી રહી છે એ જોઇને એમ થાય કે આ લોકો ને જો હાથમાં સત્તા આવે તો દરેક હિંદુના મનમાં દબાયેલું હિંદુ રાષ્ટ્રનું સપનું સાકાર થઇ જાય..! પણ હવે જવા દો એવું કાઈ ના થાય..! આપણે તો રાખે એમ રેહવું .. ભક્તિ કરતા ભ્રષ્ટ કેહ્શો તો.. કરશું …!! અને આ હિંદુઓમાં બીજી પણ બહુ મોટી તકલીફ, ભ્રષ્ટ પણ જલદી થઇ જાય અને એમાં પણ એમના “બાબા” ઓ જરાક મોટા થાય ને તો એમની જાતને ભગવાન માની લે, પેહલા રાસલીલા કરે પછી સ્વિમિંગ પુલમાં ભેગા નાહવા પડે અને પછી વરદાન આપવાનું ચાલુ કરે ..! અને છેલ્લે યૌનશોષણના મામલામાં ભરાય.. અમારે ગઝનીમાં આવું નહિ અમે તો ત્યાં “બચ્ચાબાઝી” કરીએ ચૌદ થી અઢાર વર્ષના છોકરાઓ ની જોડે ખેલ કરી નાખીએ..!(ગુગલ કરી લેજો વધુ જાણવું હોય તો,અને ગુગલ દેખાડે એના કરતા વધારે ખરાબ પરિસ્થિતિ ત્યાં છે) છી છી..બહુ ગંદી ગંદી વાતો થઇ ગઈ ભૈ`શાબ છેક કલકતા અને ગઝની હુધી જતા રહ્યા આ ભાઈ તો..! સીધા વાત પર આવો ને કે આજ ના પાસના વહીવટ થયા કે નહિ ? હા ભાઈ આપડું તો પૂરું થઇ ગયું છે..! આ વર્ષે ઘણા વખતે ગરબામાં ડાકલું વાગે છે, એક જમાનામાં રામદેવ પીરની નવરાત્રી(ભાદરવી)માં ઘીકાંટા નગર શેઠના વંડો અને એની પાછળ આવેલી જૂની કલેકટર ઓફીસની બાજુમાં આવેલા રામાપીરના મંદિરે ડાયરો થતો અને એમાં “હે મેલડી રમતી આવે,રમતી આવે રમતી આવે..મારી મેલડી રમતી આવે” ગવાતું અને ડાકલા વાગતા જોડે તબલામાંથી પણ ડાકલું વાગતું,(ડાકલું એટલે લગભગ ડમરું) ઓરીજીનલ ડાકલું બે ચાર જણા જોડે લઈને બેસતા અને જેવા ડાકલાં ચાલુ થાય ત્યારે જનતા જનાર્દન ડાયરામાં ઉભી થઇને જે નાચતી, એ જનતાને નાચતી જોઇને અને આખો માહોલ જોઇને સ્ટેજ પર ડાકલા વગાડતા પણ ઉભા થઇ ને નાચે અને ધૂણે ..અને બુમાબુમ થાય હજ્જારો માણસ ધૂણતા અને નાચતા અને આપણને લાગે કે સાક્ષાત ક્યાંક મેલડી આવી.. જો કે મને ત્યારે એક ભય મિશ્રિત અચરજની લાગણી થતી, મેલડીમાં ના નામથી ક્યાંક ડર લાગતો મંત્ર તંત્રનો..! આજે છેલ્લી રાત નવદુર્ગા અને છોસઠે જોગણી રમવા ઉતરશે ને ઢોલીડાના ઢોલ ઢબુકશે..ધિધીન તાક ધીધીન તાક કરતો રામ ઢોલ ગરજેને પેલી ઝીણી ઢોલકી ધીન ધા ધા, તીન ના ક્ત્તા કરતી તાલ ઝાલે,શરણાઈ યમન કલ્યાણ ના સુર છેડે જોડે ખંજરી,મંજીરા ને ઘૂઘરા ઘમકે..પછી પેલો ગાયક ઊંચા સાદે લેશે હે જી રે….. છંદ ગવાય જોડે બધા તાલ વાદ્યો ધમચકડ ધમચકડ કરે ને ખેલૈયાના પગ ઝાલ્યા ઝલાય નહિને..વારો આવે “પરથમ સમરું સરસ્વતી ને ગરબે રમવા નીસર્યા મા`ત અને બે તાલી ચાલુ થાય..! એ ખમ્મા મા`ડી ખમ્મા… કેટલા ય નેહરુ, ગાંધી, મોદી, રૂપાણી ને મમતાઓ નો મારો મહાકાળ કોળીયો કરી ગયો.. અને એ જ મહાકાળ ની મહારાણી મારી ચોસઠે જોગણીઓ અનાદિ કાળથી આસો ની અજવાળી રાતે રમતી આવી ને રમતી રેશે.. બાર વાગ્યે ગરબા બંધ કરવો છો અને દુર્ગા વિસર્જન પર પ્રતિબંધ મુકો છો.. જૌહર ચિતામાં હજી આગ બાકી છે,ને મારો બાપ રાજ વીર હમીરસિંહ ગોહિલ આજે ય સોમનાથના રખોપા કરે છે,તમે ચાર કોડી ના રાજકારણી શું કરવાના હતા..રૈયત ને રંજાડ સિવાય..! ફટ છે તમને હિંદુ કેહડાવવા પર..! નમઃપારવતી પતે હર હર મહાદેવ..! બોલ શ્રી અંબે માત કી જે..! શૈશવ વોરા