કોરોના એ ભારતમાં ઓફિશિઅલી દસ્તક મારી દીધી છે ,
શું થશે ? એવા ફોન આવવાના ચાલુ થઇ ગયા છે , દુનિયા આખીમાં ફફડાટ છે અને સોશિઅલ મીડિયાની બલિહારીથી એ ફફડાટ ભારતના ઘરોમાં પોહચી ચુક્યો છે..!!
પેહલા પણ લખી ચુક્યો છું ફરી લખું છું કે વાઈરસ એ કઈ બહુ ઉખાડી
નથી લીધું ભારત વર્ષનું, ભારત નો મોટ્ટો દુશ્મન છે તો એ બેક્ટેરિયા છે અને મચ્છર છે..!
પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગો આપણને વધારે હેરાન કરી ગયા છે વાઈરલ કરતા..!
અને એનું કારણ ભારતની આબોહવા ઉર્ફે વાતાવરણ ,આબોહવા ઉર્દુ શબ્દ છે કદાચ, આબ એટલે પાણી અને હવા એટલે હવા ..!!
ભારત ની ગરમી વાઈરસ ને જીવવા દેતી નથી પણ હવે ઘર ઘરમાં અને ઠેર ઠેર લાગેલા એરકંડીશનર વાઈરસને કેટલો જીવાડે છે એ જોવાનું રહ્યું..!!
જેને પણ કોરોનાથી બહુ બીક લગતી હોય એ દરેક જણ એ એસી નો ઉપયોગ કમ સે કમ આ વર્ષ પુરતો ટાળવો જોઈએ અને આપણી પ્રાચીન પધ્ધતિ પ્રમાણે ત્રણ વાર ન્હાય કરવું જોઈએ ..
આ બાબતે સરકારો પણ સંજ્ઞાન લઈને ગાઈડલાઈન્સ મુકે તો સારું પડે કોરોના ને આગળ વધતો અટકાવી શકવામાં મદદરૂપ થાય..
સરકાર તરફ થી કોઈ કમ્પલ્ઝન આવે કે હોસ્પિટલ્સ અને અમુક જગ્યા એ જ્યાં એસી ની ખુબ જરૂર છે ત્યાં જ એસી વાપરવા ,બાકી બધે જ એસી ઉપર નિયંત્રણ મૂકવમાં આવે તો કોરોનાથી બચવામાં સરળતા રેહશે..!!
ભારતની કુદરતી ગરમી કોઇપણ વાઈરસ ને કુદરતી રીતે પતાવી દેવા માટે સક્ષમ છે પણ આપણે કુદરતની સામે પડી ને ગરમીમાં ઠંડક ઉભી કરી છે એ ઠંડક ઉર્ફે એસી વાઈરસ ને જીવતદાન આપે તો કોગળિયું ફાટી નીકળવાના ચાન્સ ખરા..!!
અને હું માનું છું કે આવા એસી બંધ રાખવાના નિર્ણયોમાં પક્ષાપક્ષી નહિ થાય ..
જીવતો નર ભદ્રા પામે..!!
એક વર્ષ ભારત ફરી એકવાર ખુલ્લામાં ખાટલા નાખી અને રાત પડ્યે ઊંઘશે તો એમાં કઈ ખોટું નહિ થઇ જાય , મચ્છરદાનીઓ જેટલા કપડા તો ભારત બનાવી જ લ્યે છે એટલે એની અછત ચોક્કસ નહિ સર્જાય ..!!
કોરોના વિશે એમ કેહવાય છે ખુલ્લામાં વાઈરસ બહુ નથી ફેલાતો જેટલો બંધ જગ્યામાં ફેલાય છે, ઓફીસના બારી બારણા ,સ્કૂલોના અને બીજી કામ કરવાની જગ્યાઓ પણ જો મોકળાશ રાખવામાં આવે તો વાઈરસ બહુ ફેલાય તેમ નથી , માટે એસી વાળી કોટડીઓમાં પુરાઈ જવું એના કરતા ખુલ્લી હવામાં જીવવામાં સાર છે..!!
યાદ છે તમને પેહલા દરેક ઘરમાં ચોક હતા ..!
બાપદાદા અક્કરમી નોહતા કે ચોક રાખતા..!!
હવે ચોક નામે નથી રાખ્યા શેહરોમાં..ફ્લેટો માં ,
હશે પણ ગેલેરીઓ છે ,ત્યાં ઊંઘાય..!!
બીજું હાથ નહિ મિલાવવાના અને નમસ્તે કરવાનું ..
બરાબર છે ભારતીય સંસ્કૃતિ ના પ્રહરીઓ ને ગમે તેવું છે આ બધું અને જોડે જોડે દિવસમાં ત્રણ વાર ન્હાવાનું પણ થાય તો વાઈરસ ચોક્કસ દૂર ભાગે ..!
અત્યારે ચીન દેશ પછી ઈરાનમાં ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ ચુકી છે , કોરોના ને જે લોકો એ નીગલેકટ કર્યો છે એની કોરોના બેન્ડ બજાવી દે છે ..!
ભારતમાં કોરોના માટે હવે નક્કરાની પેહલી ચોટ થઇ હોય એવું લાગી રહ્યું છે પણ ધીમે ધીમે નહિ ચાલે , ઢોલ ,નગારા ને બુંગીયા જે હાથ ચડે એ બધું જ વગાડવું પડશે ત્યારે કોરોના ના કોગળિયું ના ફાટી નીકળે..!!
અરે હા એક બીજો રસ્તો પણ છે .. વાઈરસ રેસ્પીરેટરી ને પકડે છે એટલે શ્વસનતંત્ર જેટલું મજબુત એટલી તકલીફ ઓછી ..
એટલે યોગ તો થાય એટલા કરો એ બરાબર પણ એસીમાં નહિ હો ,
એ ના થાય તો બુન્ગીયા ઉપરથી યાદ આવ્યું શંખ વગાડવો કે રોજ આરતી દિવસમાં બે વાર મોટેથી ગાવી અને જોડે જોડે તાળીઓ પણ પુરા જોશથી વગાડવી જેથી શરીર પોતાના જોઈતા અને રોગ ની સામે લડવાના તત્વો જાત્તે બનાવી લ્યે ..!
આરતી નો બીજો ફાયદો પણ ખરો છેલ્લે કર્પૂર ગૌરવ કરુણાવતારમ કરી ને કપૂર નખાય અને આરતીની થાળીમાં દિવેટ પણ જો નાગરવેલના પાન ઉપર કરી હોય તો નાગરવેલનું પાન બળે જોડે ઘી ,કપૂર બધુય બળે અને એ જે ધુમાડો થાય એ જબરદસ્ત રીતે રોગાણું ને મારે એવું આયુર્વેદ કહે છે..!!
બાકી તો રસોડાની હળદર ગરમ કરેલું હુંફાળું પાણી બીજા ડોશી વૈદું જેને કહીએ એવા ઘર ઘરમાં ઘણા ઈલાજ પડ્યા છે પણ માંદા પડવું એના કરતા માંદા નાં પડવું એ જ રસ્તો છે..
વોટ્સ એપ અને ફેસબુક યુનીવર્સીટી ના જ્ઞાન કહે છે છેલ્લા ચાર પાંચ વર્ષથી કે દર વર્ષે કોઈ ને કોઈ નવો વાઈરસ આવે છે જે હાહાકાર મચાવે છે પણ આ વખતે કૈક વધારે હોય એવું લાગી રહ્યું છે ..
ચીન દેશેથી આજે એક ચીના નો મશીનો સસ્તા ભાવમાં વેચવાના છે એવો પેહલો સંદેશો આવ્યો છે વી ચેટ ઉપર એટલે નોર્મલ થયું લાગે છે પણ આપણે જો ચીન દેશ ની જેમ આખો દેશ મહિનો બે મહિના બંધ રાખવાનો આવે તો વાટ લાગી જાય એટલે ચેતતો નર સદા સુખી ..
સાહેબ આ એસી નું કઈ કરો તો આ કોરોના ની ઘાત કાયમની માથેથી જાય અને ગ્લોબલ વોર્મિંગ પણ ઓછું થશે ..સહન કરાવો પબ્લિક ને ગરમી.!
દવાઓ ની નિકાસ ઉપર તો પ્રતિબંધ મૂકી દીધો પણ દવાઓ વાપરવી જ નાં પડે એવું કૈક થાય તો વધારે સારું બાકી તો બાબાજી મેદાનમાં આવી જ ગયા છે , જો કે ઓલ્ટરનેટ મેડીસીન અમુકવાર અકસીર હોય છે જેમ પપૈયાના પાન ડેન્ગ્યુંમાં રીઝલ્ટ આપી ગયા એમ કોરોનામાં કૈક આવું કોઈ શોધી કાઢે તો નવાઈ નહિ..!!
ભારત દેશ છે ભાઈ આ ધારે તો બધું કરી શકે પણ ધારવું
પડે ,નહિ તો પથારીમાં પડ્યો પડ્યો પણ દરેક વસ્તુ ધરી લ્યે ..
સાચવજો ,
તમારી ઠંડી કોટડીઓ
નો ત્યાગ કરીને ગરમી “ખાજો” થોડી ..!!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)