પ્રધાનમંત્રીજી સોશિઅલ મીડિયા છોડી રહ્યા છે..!!
પ્લીઝ ના છોડશો સાહેબ ..!!
છેલ્લા ઘણા વર્ષોથી સોશિઅલ મીડિયા ઉપર એક્ટીવ રહેલા દુનિયાભરના નેતાઓમાં નરેન્દ્રભાઈ નું નામ મોખરે છે ,પણ હવે કઈ ભાવના કે ઘટનાઓથી નરેન્દ્રભાઈ આહત છે એની જાણ આપણને નથી પણ એટલું ચોક્કસ કે રણ
છોડી ને જાય એ નરેન્દ્ર મોદી નહિ..!!
ફેક ન્યુઝ અને મીમ્સથી પણ આહત થાય તો એ પણ નરેન્દ્ર મોદી ચોક્કસ નહિ ..!
છેલ્લા બે દસકાથી નરેન્દ્રભાઈ ને એકદમ ક્લોઝલી ફોલો કરી રહ્યો છું ,ક્યારેક એમને બેઇન્તેહા પ્રેમ કર્યો છે અને ક્યારેક એમની પેટ ભરીને ટીકા કરી છે પણ આ જ સોશિઅલ મીડિયા થકી નરેન્દ્રભાઈ પાસેથી શીખ્યો છું કે વ્યક્તિની નહિ પણ પરિસ્થિતિની ટીકા કરો ..!!
નરેન્દ્ર મોદી હવે કોઈ એક વ્યક્તિ નથી પણ એક જબરજસ્ત મોટું વ્યક્તિત્વ કે વિચારધારા બની ચુક્યા છે ,
ભારત જેવા દેશમાં બિન કોંગ્રેસી વ્યક્તિ એ દસ વર્ષ સુધી પ્રધાનમંત્રી પદ ઉપર રેહવું અને એ પેહલા ગુજરાત જેવા રાજ્યના મુખ્યમંત્રી એ પણ સતત તેર વર્ષ બહુ મોટી વાત છે..!!
બહુ જ સાદી ભાષામાં કહું તો નરેન્દ્ર મોદી ને તમે પ્રેમ કરો નફરત કરો પણ એને ઇગ્નોર તો ના જ કરી શકો..!!
અને આ “પ્રેમ ,નફરત ,ઇગ્નોર” વાળું સ્ટેટ્સ ભારતવર્ષના પ્રાચીન યુગથી લઈને આજ સુધી બહુ જ ઓછા લોકો ભોગવી શક્યા છે..!!
અચ્છા અચ્છા રાજનેતા ને ઈર્ષ્યા થાય એવો રાજનૈતિક ગ્રાફ છે નરેન્દ્રભાઈ નો.!!
અત્યારે તો ટીવી ઉપર ટોક શો ચાલુ થઇ ચુક્યા છે શું કારણ હોઈ શકે ?
પણ દેખીતું કારણ આપે તો નરેન્દ્રભાઈ શાના વળી..?
અને પાછી મુદત નાખી છે તે છેક રવિવાર સુધીની ,
સોમવારે રાત્રે રવિવારની મુદત નાખવી એટલે ચર્ચા કરવા માટે નો ભરપુર સમય..!!
જે વ્યક્તિ સોશિઅલ મીડિયા ને આટલું બધું પ્રમોટ કરતા હોય એ વ્યક્તિ કેમ સોશિઅલ મીડિયા કેવી રીતે છોડી શકે..?
હું ઘણી બધી વખત સોશિઅલ મીડિયા માટે ના ટોક શો ઉપર જઈ ને કકળાટ કરી આવ્યો છું અને એનો અનુભવ કામે લગાડું તો મારું અનુમાન ૨૦૦ ટકા એવું આવી રહ્યું છે કે ભારતની પોતાની કોઈક એક મોટી સોશિઅલ મીડિયાની સાઈટ બની ચુકી હોવી જોઈએ જેમ ચીનાઓ એ પોતાનું વી ચેટ બનાવ્યું અને વોટ્સ એપ ને ફાવવાના દીધું કે ના ફેસબુક ને ફાવવા દીધું એમ જ..!!
અને જો આવું થયું તો પછી ફેસબુક વોટ્સ એપ કે બીજા પાશ્ચાત્ય સોશિઅલ મીડિયાના દિવસો ભારતમાં પુરા..!!
સ્વદેશી મેસેન્જર ની શરૂઆત થતી હોય તો નરેન્દ્રભાઈ કરો, પાછા ના પડો..!!
દરેક ડીબેટમાં કહું છું કે ભારતની પક્કડમાં એકપણ સોશિઅલ મીડિયાના હેન્ડલર ક્યારેય આવ્યા નથી ,એમની ઉપર ભારતના કાયદા બહુ જ પાંગળા સાબિત થયા છે અને સરકાર પોતે કોઈ સોશિઅલ મીડિયાનું પ્લેટફોર્મ ઉભું કરી અને આગળ આવતું હોય તો જરાય ખોટું નથી..!!
સીએએ પછી નો જે સિનારિયો ભારતમાં ઉભો થયો છે એ જોતા સોશિઅલ મીડિયાને ભારત એ કન્ટ્રોલ કરવું જ રહ્યું , કેમકે બાહરના સંજોગો જરાય સારા નથી , ટ્રમ્પ આવી ને ૩ બિલિયન ડોલરના હથીયારો ભટકાડી ગયા છે અને કાનમાં ચોક્કસ કહી ને ગયા હશે કે અમે અફઘાનિસ્તાનમાંથી નીકળી રહ્યા છીએ..
છેલ્લા ત્રીસ વર્ષથી ભારતના છાપા વાંચતા કોઇપણ માણસ ને પૂછો કે હવે અફઘાનિસ્તાન ઉપર તાલીબાન નિયંત્રણ આવી રહ્યું છે તો એ સામાન્યમાં સામાન્ય માણસ કેહશે કે તો તો આપણે ખતરો વધ્યો અને એ પણ દેશમાં જયારે ગદ્દારો ની ફોજો રોડ, રસ્તા ,મીડિયા અને સોશિઅલ મીડિયા ઉપર ઉતરી પડી હોય ત્યારે ખતરો બહુ વધી જાય છે..!!
આજે ચીનનું ઉદાહરણ લઈએ તો કોરોના નું કોગળિયું કેટલે પોહચ્યું ? શું થયું ?શું ચાલે છે ? આ બધી જ પંચાતો ને દુનિયાથી દૂર ચીન રાખી શક્યું છે એનું મોટ્ટું કારણ છે એમના પોતાના સોશિઅલ મીડિયા..!
સોશિઅલ મીડિયાના એકપણ પ્લેટફોર્મ ને જરાક પણ નાક ખોસવા નથી દીધું કોરોનાના મામલામાં અને એને લીધે કમ સે કમ ખોટા પેનિક તો નથી જ ફેલાયા ચીન દેશમાં..!!
ઈરાનથી પાકિસ્તાનમાં કોરોના એ દસ્તક મારી અને એ દિવસે કરાંચીમાં સો રૂપરડીના માસ્ક અઢારસો રૂપિયામાં વેચાયા હતા..!!
બલિહારી સોશિઅલ મીડિયા..!!
આપણી પ્રજા પણ રત્તીભાર ઉતરતી નથી ,સેહજ વા વાયો નળિયું ખસ્યું કુતરું ભસ્યું અને પત્યું ..એન્ની માં ને પડીકા
ફેરવવા મંડી જ પડે …!!
પશ્ચિમનું મીડિયા ધીરે ધીરે ચાઇનીઝ પ્રીમિયર શી પીંગ માટે ખુબ અસંતોષ છે એવી સ્ટોરીઓ પ્લાન્ટ કરી રહ્યું છે ,પડતા ઉપર પાટુ મારવાની તક છોડે તો એ પશ્ચિમ નહી..! સાચું ખોટું કશું જ કોઈ ને ખબર નથી ,ફરી એકવાર થેન્ક્સ ટુ સ્વદેશી સોશિઅલ મીડિયા..!
છેક રવિવાર સુધીનો સમય મળ્યો છે એટલે જેને જે દેખાશે, સોરી જે દેખાય એ જોઈ ને લખવાનો સમય તો જતો રહ્યો છે ,
એટલે હું મારી જાત ને જ કરેક્ટ કરું છું કે જેને જે જોવું હશે તે જ જોઈ ને ચર્ચાના ચોતરા ભરેલા રાખશે.!!
છેલ્લે સાહેબ ફરી એકવાર દુનિયા જખ મારે સ્વદેશી સોશિઅલ મીડિયાનું પ્લેટફોર્મ ઉભું કરો અને વિદેશી ને મારો લાત..!!
અમારા જેવા ટુંણીયાટ ત્રીસ હજાર ફોલોઅર ઉભા કરી લેતા હોય તો તમારે ક્યાં વિચારવાનું છે ..?!!!
મારો લાત સાહેબ બદ્ધા ને..!!!!! સ્વદેશી લાવો ..!!
ખોટી કોમેન્ટ કે ગેસિંગના મારશો કોમેન્ટ બોક્સમાં, તમે તમારી વોલના માલિક છો ત્યાં તમારો અભિપ્રાય મુકજો.. મેં મારા મનના વિચારો મુક્યા છે ચર્ચા માટે નહિ માટે મને બક્ષજો..!!
જય હિન્દ
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)