મોદી સાહેબ અમેરિકા પોહચી ગયા, અને ફટાફટ પાછા પણ આવી ગયા..!
કમલા હેરીસન જોડે એમના ફોટા ફરતા થયા ને મિમ ફેકટરીઓ ને મસાલો મળી ગયો..!!
વિરોધીઓ ને ગમે ત્યાં વાંકુ દેખાશે અને સમર્થકો ને બધે સાચું જ દેખાશે..! કોઈ બિચારો સેહજ તટસ્થ થઇ ને મૂલવવા જાય તો એને બંને ભેગા થઇ ને તટસ્થડું કરીને પજવે ..!
ખરું ચાલે છે ..!!
એની વે.. બહુ નાજુક સમય ચાલી રહ્યો છે, દુનિયા આખી એક બહુ મોટી મહામારીમાંથી પસાર થઇ રહી છે, બીજા વિશ્વયુદ્ધ પછી ના ગોઠવાયેલા સમતોલનો આઘા પાછા થઇ રહ્યા છે, જે ચીન દેશ ને પશ્ચિમ જેમાં અમેરિકા રશિયા અને યુરોપ બધાએ ભેગા થઇ ને માથે ચડાવ્યો હતો એ હવે એમની જ આંખ નો કણો બન્યો છે..!!
સામ્રાજ્યવાદ પૂર્વમાંથી ઉભો થાય એ તો પશ્ચિમ કેવી રીતે સહન કરી શકે ? એ ભલે ને આર્થિક હોય ..!
એક પછી એક ચીન દેશ ને ગમે નહિ તેવી હરકતો અમેરિકા ઓસ્ટ્રેલીયા અને યુકે ભેગા થઇ ને કરી રહ્યા છે જેને “ટીઝીંગ” પણ કહી શકાય..!!
આ બાજુ અફઘાન પ્રદેશ ખાલી કરી ને ભાગ્યા પછી લગભગ જેને કબીલાઓની મધ્યયુગી કહી શકાય એવી સરકાર આવી ગઈ , ભારત માટે ચોક્કસ ખતરા ની ઘંટડી વાગી ચુકી છે કારણકે તાલિબ ના ઈરાદા પણ મધ્યયુગી જ છે, હિન્દ ને ફતેહ કરવાના અને લુંટવાના ..!!
હિન્દ અને હિંદુ બહુ જ પેહલેથી આતંકના શિકાર રહ્યા છે , આજે ચારેબાજુ રાષ્ટ્રવાદીઓ જાગો જાગો ની બુમો મારે છે પણ જાગી ને કરવાનું શું ?
પાકિસ્તાન ઉપર હુમલો કરવાનો ? પત્થર ફેંકવાના ?
મોટેભાગે ભવ્ય ભૂતકાળની દુહાઈ દેવામાં આવે છે, લખાણો વાંચીએ તો હિન્દી ફિલ્મોથી પ્રેરિત થઇ ને લખાતું હોય એવું લાગે ક્યાય કશું નવું લાગે જ નહિ , એક ની એક વાતો ..!
એક નવા રાષ્ટ્રવાદ ની જરૂર છે અથવા તો રાષ્ટ્રવાદ ને ફરી એકવાર પરિભાષિત કરવા ની જરૂર છે.. ભવ્ય ભૂતકાળ ને સેહજ ભૂલી એ તો જ ભવ્ય ભવિષ્ય તૈયાર થશે બાકી તો તાલિબ ની સામે તાલિબ થવા ગયેલા દરેક દેશ ભાગી છૂટ્યા છે..!
સાલ ૧૯૨૦માં અંગ્રેજ ભાગી છૂટ્યા હતા અને એ પછી જેટલા આવ્યા એ બધા માર ખાઈ ખાઈ ને નીકળ્યા છે..!
સંશોધન અને પ્રોડક્શન આ બે નો આધાર રાખી ને જો રાષ્ટ્રવાદ બને તો દુનિયા આખ્ખીની ગુલામીમાંથી તમને અને મને છુટકારો મળે ,બાકી તો એક નહિ તો બીજી રીતે આંગળી પથ્થર નીચે રેહવાની જ છે..!
વર્ષોથી આર્થિક જગતના વિદ્વાનો કહે છે કે આપણું સૌથી વધારે વિદેશી હુંડીયામણ પેહલા ક્રુડ ઓઈલ લેવા માટે બીજું સોનું અને ત્રીજું ઇલેક્ટ્રોનીક્સ નો સમાન ખરીદવા માટે વપરાઈ જાય છે ,
ક્રુડ ઓઈલના વિકલ્પે ઇલેક્ટ્રિક ગાડીઓ ની વાત કરી તો આપણે તો ઠેરના ઠેર જ રહ્યા ,સોના ની ભૂખ ભારત ને ઓછી થાય તેમ જ નથી કારણ તો કહે અડધી રાત્રે કામ લાગે અને એ “અડધી રાત” છેલ્લા એક દસકા માં ઘણી બધી વખત ભારત ભૂમિએ જોઈ લીધી ..!
રસ્તો શું ? એકલું ને એકલું સંશોધન ,તમામ માલ સમાન ભારત ભૂમિ ઉપર બને , એક નું એફ્લ્યુંઅંટ બીજા નું રો મટીરીયલ બને અને એનો આધાર લઈને નવા ના સંશોધન થાય તો જ ભારત બચી શકે અને ટકી શકે બાકી તો માનસન્માન ભૂલી ને નીચી મૂંડીએ જીવ્યા કરવું પડે..!
પેહલા કરતા દેશ ઘણો આગળ વધી ચુક્યો છે સંશોધનમાં પણ હજી પાશેરા ની પેહલી પૂણી કેહવાય ,
લોકડાઉનમાં એક સારી પરિસ્થિતિ નું નિર્માણ થયું હતું ઈમ્પોર્ટ જેટલું જ એક્સપોર્ટ થયું હતું , ભારત ની બનતી વસ્તુઓ દુનિયા ચોક્કસ સ્વીકારી રહી છે પણ હું જે લેવલની વાત કરું છું એ તદ્દન નાના લેવલ ની વાત છે..!
જાપાનના નાના નાના જેને ભારત એમએસએમઈ યુનિટો કહે છે એવા યુનિટોમાં જેને આપણે “રોકેટ સાયન્સ” કહી ને છોડી દઈએ છીએ એ રોકેટ ના પાર્ટ ઉફ્રે પુર્જા ઉર્ફે ભાગ ત્યાં બને છે , ચોકસાઈ અને થીયરી પરફેક્ટ હોય છે..! એટલી ચોકસાઈ અને ટેકનોલોજી ને એ સેક્ટરમાં લાવવી રહી..!
આજે ભારતમાં રાષ્ટ્રવાદના નામે ફક્ત અને ફક્ત ભાષણો ,ભવનો જ ઉભા થઇ રહ્યા છે , હવે રાષ્ટ્રવાદી પુરુષો નો આદર્શ હવે રતન તાતા હોવા જોઈએ..!! પેહલા ગાડીઓ અને હવે લશ્કરી હવાઈ જહાજ..!!
નેહરુ સરકાર ની એમ કહી ને ઉડાવાય છે કે ભારત માં આઝાદી સમયે એક ખીલ્લી પણ નોહતી બનતી તો કુતુબ ઉપર ઉભેલો લોહ સ્તંભ કોણે બનાવ્યો?
વાત સાચી છે ,ચાલો માન્યું પણ એ જે એન્ટી કોરોઝીવ ટેકનોલોજી છે એને શું આપણે રીવાઈવ કરી શક્યા ? નાં ,
તો પછી ખેંચમતાણી કરવાનો મતલબ નથી..!
અરે બહુ દુર નથી જવું લો ઝુલતા મિનારા લઇ લો એનું એન્જીનીયરીંગ જાણી ને કેટલા ઝુલતા મીનાર બીજા ઉભા કર્યા ? મીનાર ઉર્દુ શબ્દ લાગે તો સ્તંભ કેહજો પણ પ્રોડક્ટ આપો ..!!
આપણા જ બાપદાદાઓ એ ઉભી કરેલી બનાવેલી અત્યારે ઉભેલી કે નષ્ટ થઇ ગયેલી કે કરાયેલી પ્રોડક્ટ આપો ..!
બ્રહ્માસ્ત્ર હતું અને છે ,એ માની લીધું પણ હવે એ મોદી સાહેબના હાથમાં આપો, ચીન દેશે લગભગ વરુણાસ્ત્ર સાધી લીધું છે એવું કેહવાય છે , જયરે અને જ્યાં જરૂર પડે ત્યાં વરસાદ વરસાવી દે છે , આપણે ?
સેહજ વરસાદ ખેંચાય તો સરકારોને અને સરકારી મશીનરી બધાય ને હાંફ ચડવાના ચાલુ થઇ જાય છે ..!!
શસ્ત્ર પણ જોઈએ છે ,અસ્ત્ર પણ જોઈએ છે ,દવા પણ જોઈએ છે ,જમવાનું પણ જોઈએ છે , શું નથી જોઈતું ?
સાવ ફાલતું પ્રોડક્ટ્સ નો બજારમાં રાકડો ફાટી નીકળ્યો છે, લોકડાઉનમાં કચરા ડુંગરે આવતા ખટારા ઘણા ઓછા થઇ ચુક્યા હતા , લોકો ફાલતું પ્રોડક્ટ્સ લેતા નોહતા અને કચરા ના ઢગલા ઓછા થતા હતા ..!
હવે કોઈ ને એમ થાય કે ફાલતુ પ્રોડક્ટ એટલે શું ? તો બટાકાની વેફર નું પડીકું એ ફાલતું પ્રોડક્ટ છે ,એશી ટકા પ્રોસેસ ફૂડ આઈટમ એ ફાલતુ પ્રોડક્ટ છે, અત્યારે આ સમયે એ ઐયાશી ની જરૂર નથી , એક સમયે ઘેરથી થેલી લઈને નીકળતા અને ડોલચા લઇ ને પણ ..!!
છેલ્લે પૂરું કરતા પેહલા, સેમી કન્ડટર ની જે જોર અછત ઉભી થઇ છે એને સરખું કરતા અમેરિકાને પણ વર્ષ બે વર્ષ જાય તેમ છે , ભારત ને કેટલા વર્ષ થશે એ વિચારી લેજો ..!!
પંદર વર્ષ પેહલા બે જણા આવેલા અહિયાં બનાવવા, ત્યારે સરકાર સબસીડી આપવામાં પાછી પડી અને હવે આગ લાગી છે ત્યારે કુવા ખોદવા નીકળ્યા છીએ..!!
જો કે એ કુવો તો હવે ખોદ્યે જ છૂટકો છે ,પણ એ પતે એટલે બીજો કુવો પણ તૈયાર હશે .. બેટરીઓ નો ..!!
ઈલેક્ટ્રોનિક ગાડીઓ ની બેટરી અને ચાર્જર ,એ પણ ઝટ ચાર્જ થાય એવી ..! ઇન્વેન્ટ ના થાય તો રીવર્સ એન્જીનીયરીંગ કરવું પડે તો કરો પણ લાવો , ડીપેન્ડીબીલિટી ઘટાડો ..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*