કોરોના એ બાકાયદા ભારતમાં એન્ટ્રી લઇ લીધી.. ૨ મૃત્યુ કન્ફર્મ થયા..!!
દેશની ઘણી બધી સરકારો એ સ્કુલ કોલેજ બંધ કરી દીધી..!!
કંઇક ભૂલ થઇ રહી છે..
ચોક્કસ , બાળક એ દેશ નું ભવિષ્ય છે ,સૌથી પેહલું બાળક પછી બીજું બધ્ધું પણ કોરોના બાળકો ને બહુ અડતો
નથી કે નડતો
નથી એવું કોરોનાના આંતરરાષ્ટ્રીય ડેટા કહી રહ્યા છે ..
સૌથી વધારે કોરોના ભારે
પડ્યો હોય તો એ સિત્તેર ઉપરના લોકોને અને દેશભરની સરકારો જ્યાં સિત્તેર કે સાહીઠ વર્ષ ઉપરના લોકો ભેગા થાય છે એ જગ્યા ને બંધ કરવાનું સાહસ દેખાડી શકી નહિ..!!
હા એ જ .., ધર્મસ્થાનો ..જ્યાં સૌથી વધારે સાહીઠ ઉપરના લોકો નો આવરોજાવરો રહે છે ..!!
દક્ષિણ કોરિયા મા કોરોના ચર્ચ મા ભેગા થતા ગ્રુપમાથી આગળ વધ્યો..
ખરી કસોટી લોકતંત્રની આજે છે , રોજ દિવસમાં દસ વાર બંધારણના નામની દુહાઈ દેવામાં આવે છે પણ આજે બંધારણના મળેલા હક્ક ને સરકારો એ વાપરવાની જરૂર છે..
ચાલો બાળકોની સ્કૂલો અને કોલેજો પંદર વીસ દિવસ બંધ કરી ઠીક છે , કઈ પ્રોબ્લેમ નથી , પણ કોરોના ની સૌથી વધારે અસર થાય છે એવા વૃદ્ધ લોકો ને કોઈ એક જગ્યાએ કેવી રીતે ભેગા થવા દેવા..?!!
બહુ મોટી એસેટ છે આ વડીલો પણ દેશની , ફક્ત અને ફક્ત ધાર્મિક લાગણી દુભાય એવી બીક રાખી ને કોરોના ની સામે નહિ લડી શકાય , તાત્કાલિક ધોરણે ધાર્મિક સ્થાનો ઉપર આવતા વૃધ્ધો ને અટકાવી દેવા જોઈએ..!!
ઘરોમાં પણ જો કોઈને સેહજ પણ શરદી ઉધરસ દેખાય તો વડીલોની આસપાસ ફરકવું નહિ એવા જ્ઞાન વેહચવા પડે તેમ છે…! અથવા તો કમ સે કમ સાહીઠ ઉપરના લોકો ને ઘરની બાહર નીકળે તો માસ્ક પેહરવા ફરજીયાત કરવા જોઈએ..!!
કોરોના નો ડેટા કહે છે કે ખતરો સૌથી વધારે ત્યાં છે , સ્કૂલો કોલેજોમાં અને મોલ થીયેટરમાં નહિ..બાળકો અને જુવાનીયા તો રીકવર પણ થઇ જાય છે પણ અનેક રોગો ના ઘર એવા વૃદ્ધ શરીર કોરોના નો વાર ઝીલી નથી શકતા..!!
આજે ખરેખર ભારતે સેક્યુલર થવું પડે એવી પરિસ્થિતિ પેદા થઇ છે..!!
દરેક ને આજે વિચારવાની છૂટ છે કે ઈશ્વર ને માણસે બનાવ્યો છે કે માણસે ઈશ્વર ને બનાવ્યો ? અને કોઈ ને એમ પણ કેહવું હોય તો પણ કહી શકે કે માણસ ઈશ્વર ને “બનાવતો” જ આવ્યો છે અને આજે ઈશ્વરનો વારો છે માણસ ને “બનાવવા” નો..!!
મોટેભાગે મર્યા પછી ની જિંદગી માટે લઢી મરતો આખો ઉપમહાદ્વીપ વૃધ્ધોની જિંદગી માટે બહુ સીરીયસ નથી,
સિત્તેર અને એશી ઉપર જાય એટલે બહુ થઇ ગયું અને પછી જેવી ઉપરવાળા ની મરજી કહી ને છૂટી પડે છે આખા ભારતીય ઉપમહાદ્વીપ નો સમાજ..!!
સરકાર કે સમાજ કોઈની તરફથી વડીલો ને કોરોનાથી બચાવવા માટેના સ્પેશિઅલ પ્રયત્ન થયા હોય એવું દેખાયું નથી ,
ઘરમાં ચારેબાજુ ડોક્ટર છે મારી ,અને પપ્પા ની બીમારી હજી હમણા જ ગઈ છે એટલે બહુ મોટા મોટા કન્સલ્ટન્ટ પણ થોડો સીબીસી કે ઈએસઆર ઘરડા લોકો નો વધારે હોય તો એને સામાન્ય ગણતા હોય છે , એટલી નાની મોટી ઇન્ફેકશન તો ઘરડા શરીરમાં હોય જ એવું મેડીકલ સાયન્સ પણ માની લે છે અને કોઈ એગ્રેસીવ ટ્રીટમેન્ટ નથી થતી ..
એક લે-મેન
તરીકે મારે એ વાત ને ચેલેન્જ કરવી યોગ્ય પણ નથી ,પરંતુ અત્યારના સંજોગોમાં સિવિયર ડાયાબીટીક અને બીજા ઘણા રોગો છે નામ નથી લખતો પણ એ બધા ને તો થોડી એગ્રેસીવ રીતે ટ્રીટ કરીને સરખા કરી મુકીએ તો ..?
વડીલો પણ ખોટા લોહી ઉકાળા ના કરાવે કે જે થવા નું હશે એ થશે જ હું તો ગળ્યું ખાવાની કે ખાવાનો જ એવું કૈક થાય તો આ કોરોનાના કોગળીયા સામે લડવામાં મદદ ના મળે ?
ક્યાંક આજે વાંચ્યું કે ત્રીજા ફેઇઝમાં છીએ ઇટલી અને એ બધા છઠ્ઠા ફેઇઝમાં પોહચી ગયા છે અને જો આપણે આગળ વધ્યા તો ઈતિહાસમાં ના જોયેલા દિવસો આપણા ભાગે આવશે..!!
સરકાર એકલી પણ કશું કરી શકે તેમ નથી, એક એક વ્યક્તિ એ કરવું પડે એવું છે , એક સમાચાર એવા આવ્યા કે પંજાબમાં અમુક સંદિગ્ધ પેશન્ટો હોસ્પિટલમાંથી ભાગી ગયા..
આવું વાંચીએ ત્યારે એમ થાય કે સાલાઓ ને સીધા સેલ્યુલર જેલ આંદામાન ફરી એકવાર ખોલી અને ત્યાં ધકેલવા જોઈએ ,પડો બંગાળ ની ખાડીમાં પછી ભાગી ભાગી ને..!!
એક તો કેટલી બધી જેહમત ઉઠાવી ને સરકાર પરદેસથી એમને અહિયાં ઉપાડી લાવે અને નખ્ખોદીયા ભાગી જાય એ કેમ ચાલે ?
એક એફઆઈઆર પણ થઇ એવું પણ ટીવીમાં જોયું ..!!
કેટલી બધી સામાજિક બેજવાબદારી ..!!
મોટાભાગના સામાજિક સંગઠનો હજી ક્યા પ્રકારની સેવા કરવી એ વિષે મૂંઝવણમાં છે..!!
વડીલો ને ઘરમાં બેસાડો અને ત્યાં કંપની આપો,
જાહેર જગ્યાએ ગાર્ડન કે ધાર્મિક સ્થાનથી દૂર રાખો .. મને તો અત્યારે આવું કૈક સુઝે છે..!!
જો કે અત્યારે આ બધું થોડું વેહલું છે પણ સાવચેતી ..
બીજો એક સૂર એવો ઉઠ્યો કે વાઈરસ ગરમીમાં મરી જાય એવું કોણે કીધું અને ક્યાં લખ્યું છે ? હવે કોઈ લખેલું કાઢી લાવ્યું તો કહે લખનારો ડોબો છે..!
આને કેમનું પોહચવું બોલો ?
જોર રીતે કોરોના શરીરમાં આવે એ પેહલા દુનિયાના દિમાગમાં ભરાઈ ગયો છે, ચીન ,ઇટલી અને ઈરાન ના વિડીઓ જોઈએ તો ગભરામણ છૂટી પડે છે, એરપોર્ટો ની કલીપો જોઈ ને તો પ્રેક્ટીકલી ફાટી પડે છે ચારસો ચારસોના જહાજમાં દસ વીસ પચ્ચીસ જણ હોય ,સાલું આવી ભૂતિયા ફ્લાઈટમાં જવું કેમનું ?
હમણાં ગયા મહીને નાશિક એરપોર્ટ ઉપર હું હતો અને આખા ટર્મિનલ ઉપર મારી જોડે સાથીદાર હતો એ એક જ ફક્ત અમે બે જ જણ ટર્મિનલ ઉપર અને બે સિક્યુરીટી સ્ટાફ ,બે કલાક કાઢતા તો ફીણ ચડી ગયા હતા ..
ચાંગી કે હિથ્રો ઉપર તમે હો અને કોઈ જ ના મળે તો કોરોના પેહલા બીક ના માર્યા જ …
મારા જેવા ને તો આવા ભૂતિયા ચાંગી ઉપર જઈને ..ઓમ ત્ર્મ્બક્મ યજા મહે ..ચાલુ કરવું પડે તો એના કરતા ઘેર બેઠા ના કરીએ , ઘણું જોયું અને જાણ્યું ત્યારે શું ..!
ચલો રવિવાર છે સાચવી સાચવી ને ભટક્જો..!!
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)