ફૂટપટ્ટી ઓ ..
બજારમાં ફરતી કેટલી ફૂટપટ્ટીઓ ને ઓળખો તમે ?
ના , સ્ટેશનરીની દુકાને મળતી ફૂટપટ્ટી ની વાત નથી કરતો ..
પેલી નજરો ,
જે તમને અને મને સતત માપ્યા કરતી હોય છે એની વાત કરું છું..
થોડાક સમય પેહલા મને એમ એક જૂની ફાટેલી હજાર ની નોટે એમ કહ્યું કે “હું તને ય સારી રીતે ઓળખું છું શૈશવ..!!”
મેં કીધું પત્તરફાડી , આણે તો.., હજી મને મારી જાતની ખબર નથી અને આ ફૂટપટ્ટાએ મન ઓળખી લીધો ? અને એ પણ સારી રીતે ..?
બહુ કરી ફૂટપટ્ટા એ તો..ડોસ્લું હતું,
જીવનમાં એક સેકન્ડ બીજા માટે કોઈ જ કામ ના કર્યું હોય અને છતાંય મને બધાંય બહુ જ માન આપે બોલાવે, ટુંકાણમાં મોટો ભા કરે મને એવી રદ્દી થયેલી હજાર ની નોટ..
મને અત્યંત દયા આવી ફૂટપટ્ટા ઉપર જે મને ઓળખી ગયો છે એની ઉપર..
મેં જનરલી મારી અંદર રહેલી મીટરપટ્ટી નો ત્યાગ કરવાની કોશિશ કરી છે અને હજી કોશિશ ચાલુ છે..જો કે અહિયાં પણ મારો અહંકાર જ છે કે બીજાની હું ફૂટપટ્ટી ગણું છું અને મારી મીટરપટ્ટી..પણ એટલી ટણી તો ફૂટપટ્ટા જોડે ડીલ કરતી વખતે રાખવી પડે નહિ તો બદમાશ આપણને ડોહળી નાખે..!!
મોટેભાગે ઘણા સમયથી વ્યક્તિ નહિ પણ પરિસ્થિતિ ને સમજવાની અને મૂલવવાની કોશિશ કરું છું એટલે પેલી ફૂટપટ્ટી કે મીટરપટ્ટી ને બાહર ફેંકી દઈએ તો મજા આવે છે જિંદગી જીવવાની..!!
એકવાર વ્યક્તિ જોડે કોઈ સંજોગમાં ફસાઈ ગયા હોઈએ તો ફૂટપટ્ટીની સામે મીટરપટ્ટીથી ડીલ કરી લેવું પણ પછી પાછળથી પરિસ્થિતિ ને સમજી અને પરિસ્થિતિ જોડે જ ડીલ કરવું..!
બહુ જ વ્યક્તિની આજુબાજુ આપણે ફરતા થઇ ગયા છીએ ,વ્યક્તિ ને સેન્ટરમાં રાખી ને રામાયણ અને મહાભારત રમતા થઇ ગયા છીએ એટલે એક ને માપી અને એમ માની લઈએ કે બસ અહી પૂરું..
આ કોઈ ને માપી લેવાની આ જે વૃત્તિ એ લગભગ દુનિયાના મોટામાં મોટાથી લઈને છેક છેવાડાના લોક સુધી ની છે એનાથી શરુ શરુમાં હું બચતો ,અંદરથી ડરતો કે કોઈ માપી જશે તો શું ?
પછી ફૂટપટ્ટીની સામે મીટરપટ્ટી કાઢતો ત્યારે અમુક નોટો કિલોમીટર પટ્ટી કાઢતા.. એવા સમયે હું મિલી ,સેન્ટી ,ડેકા ..હેકટા આવા બધા મીટરો ની વેરાયટી સામે કાઢી અને મુકું..એટલે સામેવાળો જોર ડોફારાય..
પછી ધીરે ધીરે ખબર પડી કે કોઈ ના કિલોમીટર માપવા પેલું કાઠીયાવાડીમાં બોલે ને હમજાઈ ગ્યું હવે.. ઉત્તર ગુજરાત એમ બોલે અહહ ઈમ વાત હતી એમ બોલે ન તા`રે..એના કરતા સામેવાળા ને માપવા દેવા..!
રમવા દેવા નો..
પાણી જેવા બનવાની કોશિશ જ નહિ કરવાની , નહિ તો ડોહળી નાખે દુનિયા અને એમના રંગ ભરી મુકે તમારામાં અને સેહજ ગરમ થઇ એ તો એમ બોલે બહુ ગરમી ચડી ગઈ છે, એનાં કરતા હૈયે ધધકતા લાવાની ઉપર એક શાંત રાખનું પડ ચડાવી ને રાખવું પછી જેની પાસે જે પટ્ટી હોય એ નાખવા દેવાની..!
ઓગાળી જ નાખવાની જેવો રાખથી સેહજ નીચે આવે એ ભેગો તરત જ એની ફૂટપટ્ટીને..પ્લાસ્ટિક હોય તો ફટ દઈ ને ઓગળે અને મેટલની હોય તો સેહજ વધારે ઊંડો આવવા દેવાનો ફૂટપટ્ટો આપણી અંદરના લાવાનું ટેમ્પરેચર ઓછું નહિ થવા દેવાનું ગરમી નહિ છોડવાની નહિ તો ફૂટપટ્ટીની મેટલ છરકો કરી જાય..
“એની માં” ને કરી ને નહિ “એન્ની માં તો..” કરી ને ઉતારી દેવાનો .. ઘણી ફાટેલી એવી હોય કે ફૂટપટ્ટી ઓગાળી નાખીએ તો સમજે નહિ હાથ અડાડે આખો અંદર આવે ઊંડાઈ માપવાનું છોડે નહિ..
નો ટેન્શન સેહજ એસીડને એન્ટ્રીક કોટિંગ કરી ને છૂટો પાડવાનો એના હાઇડ્રોકાર્બન ,સલ્ફર નાઈટ્રોજન બધું જ ઓગળી ને છુટું પાડી દેવાનું..!!
જિંદગી આખી ઠુંઠો હાથ જોઈ ને યાદ રાખે કે માપવા ગયો હતો..!!
દયા માયા બધું જ છોડી દેવાનું જેવો અંદર આવે એ ભેગું..!!
લાવાના દરિયા થવું છે.. વિસર્જન નો આનંદ..મહાકાલ ..!!
બ્રહ્મ મૂહર્ત નો ભૈરવ .. ષડ્જ ને લઈને ને બઢત આવતી જાય ધીર ગંભીર રિષભ કોમળ પણ આંદોલિત સ્વરને પકડી ને ઝુલાવવાનો સા થી રે ઉપર આવતા જ સદી એક પૂરી કરવાની ગંધાર મધ્યમ ને પંચમ ને દોડાવી ફરી પાછા કોમળ ધૈવત ઉપર ઉભા રહી ને એના ઝૂલા ખાવાના બે પગલા આગળ વધી ને સપ્તક પૂરું કરવાનું..
સંપૂર્ણ સંપૂર્ણ જાતિ નો રાગ થવાનું..ઓરીજનલ સાત સૂરોમાંથી બનેલું મારા મહાદેવ પોત્તાનું કમ્પોઝીશન..!!
ચીજ આવે..
ધન ધન મુરત ક્રિષ્ણ મુરારી
સુલોચન ગિરિધારી..
છબ સુંદર લાગે અત પ્યારી..
અંતરો ચડે..
બંસી ધરમન મોહન સુહાવે
બલ બલ જાઉં મોરે મન ભાવે
મંગળાના દર્શન નો ભાવ થઈ રહ્યો છે ,મારો કાળીયો એકલો બેઠો છે ને મારો મહાદેવ પણ..
રોજ મંદિરના મહારાજ ને બાઈક ઉપર ચોક્કસ સમયે ઘેર જતા જોઉં છું ગેલેરીમાંથી અને ઈર્ષ્યા થાય છે..!
પણ મજબૂરી છે..!!
જે પોષતું તે મારતું..
ટપોટપ વરસાદી ફૂદ્દા ને પડતા જોયા હતા આ તો મનેખ પણ ટપો ટપ પડે..
અલખના ધણીમાં આસ્થા વધે..
મરવા પડ્યો ડોહલો એન્ની માં ને પણ માપવાનું છોડશે નહી ભર કોગળિયાની વચ્ચે હવાર હવારમાં મોર્નીગ વોક લેવા નીકળે અને પાછો ફૂટપટ્ટી લઈને..
જીવન આખું કઈ કર્યું જ નહિ ,જે કર્યું એ એના સિવાય બીજો કોઈ કરી જ ના શક્યો હોત એવા ફાંકા જોડે જશે સીએનજી ની ભઠ્ઠી માં ..
રહી ગયો તો ડોહલો આ ભર કોગળિયામાં મોર્નિંગ વોક લીધા વિનાનો..!!
અમદાવાદના એક બહુ મોટા ડોહા અનેક મોટા મોટા કામો એમના પૂર્વજો એ કરેલા એક દિવસ મળવાનું થયું ,પેહલીવાર મળતો હતો એક નજર મારી અમારી ઉપર સલ્તનતે બ્રતાનીયાના હાકેમ જેવી તીણી નજર .. પ્લાઝમા ફોર્મ ધરી દીધું..
કાયલ થઇ ગઈ પાર્ટી ..
પેહલી જ વારમાં ઘેર આવને ..બાબા ને મળ ને..!
મિલી, સેન્ટી ,ડેકા.. લાઈટ ઈયર સુધી ..!
અનંત ની ઓળખાણ કામ લાગે છે ખરી..!!
નવી નવી પેદા થયેલી બે હજારની નોટો શેનાથી “માપે” છે ખબર છે..?
કેબી ,એમબી ,જીબી ,ટેરા .. આગળ ગુગલ કરી લેજો..!
આપનો મંગળ શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)