થુંક ..
કોરોનાનું કોગળિયું પોતાનું જોર મારી રહ્યું છે અને એની સામે દેશ આખ્ખો પોતાનું જોરે દેખાડી રહ્યો છે..
નહિ નહિ તો ય દેશભરમાં હજાર લોકો વેન્ટીલેટર બનાવવા ઉપર મચી પડ્યા છે ,અને કૈક લોકો પ્રોટો ટાઈપ તૈયાર કરી ચુક્યા છે અને પ્રોડકશનના પ્લાનિંગમાં આવી ગયા છે..
ડોકટરો પોતાની રીતે જોર મારી રહ્યા છે, અમેરિકાના ડોકટરો જોડે વાત કરી લગભગ ત્રણ અઠવાડિયા પેહલા પ્લાઝમા ટ્રીટમેન્ટના ટ્રાયલ મુક્યા હતા રીઝલ્ટ સારા મળી રહ્યા છે..
વેક્સીન માટે હાથવેંતમાં છે એમ બોલાય છે, પણ વાઈરસ બહુ કુત્તી ચીજ છે દરેક સીઝન સીઝનમાં એના ખેલ જુદા હોય છે એટલે બધી સીઝન જ્યાં સુધીના દેખાય ત્યાં સુધી આવેલી રસી એ પરફેક્ટ છે એમ ના કહી શકાય માટે ચોમાસાની રાહ જોવાની..
હું પેહલા પણ લખી ચુક્યો છું કે બેક્ટેરિયા એ જેટલા માર્યા એટલા વાઈરસ આપણને ભારતીયો ને નથી મારી શકતા …
હું ચોક્કસ માનું છું કે ભારત દેશમાં ઘણા બધા પોઝીટીવ ફેક્ટર
વાઈરસની સામે લડવામાં આપણને મદદ કરી રહ્યા છે જેમાં સૌથી મોટું યોગદાન આપણા રસોડાના મસાલીયા
નું છે..!
એક લોકડાઉન પછી બીજી લોકડાઉન આવ્યું ,
ભારત સરકાર પ્રેક્ટીકલી પેટે પાટા બાંધી ને વસ્તી ને જીવાડવાની કોશિશ કરી રહી છે, સરાહનીય પ્રયત્ન છે સરકાર તરફથી …પણ ,પણ ..આજે રોજ થતા દસ બાર વિડીઓ કોલમાં એક ગ્રુપમાં મસાલા ઉર્ફે માવા ઉર્ફે પાનમસાલા ના સપ્લાય માટે કાગારોળ મચી ગઈ..
બહુ ભાવ ચડી ગયા છે..!!
કાળાબજાર થઇ રહ્યા છે..!!
એટલું બધું મારું મગજ ફરી ગયું કે ના પૂછો ને વાત..!!
આ પાન મસાલા ,માવા ,તમાકુ ,ગુટકા ,ખૈની વગરે વગેરે ખાઈ ખાઈ ને ઢોરાં
જે થુંકે છે એમાંથી કેટલો કોરોના ફેલાયો ? એનું કોઈએ ધ્યાન આપ્યું છે..?
એકપણ જાહેરાતમાં એનો ઉલ્લેખ સુધ્ધા નથી થતો, આટલું બધું ઇગ્નોરન્સ નહિ પાલવે આપણને કેટલાય જંગલી ઢોરાં
માં દેખીતા લક્ષણ ના હોય પણ કેરિયર થઇ ને ભટકતો હોય અને આવો જંગલી ઢોર
પાન મસાલા ,માવા ,તમાકુ ,ગુટકા , ખૈની ખાઈ ખાઈ ને થુંકતો ફરતો હોય તો ..?
સોરી ,સોરી ,ઢોરાં શબ્દ વાપરવો ગુન્હો છે ..
મારા પપ્પા મમ્મી એમના દવાખાને જે કોઈ પાન મસાલો કે ગુટકા ખાઈ ને આવે એને પેહલા તો બાહર કાઢી મુકે… મોઢું ચોખ્ખું કરી ને આવો અને પછી દરેક ને એક સવાલ પૂછે ..
તમાકુ ના ખેતર ને વાડ કેમ નથી હોતી ..?
ઢોરાં નાં ખાય તમાકુ ..એ તમે ખાવ છો , સુધરી જાવ..!
એટલે આ મસાલા ખાતી પ્રજા માટે ઢોરાં
શબ્દ ખોટો છે ,એનાથી પણ ગયેલી છે આ પ્રજા કે જે પાન મસાલા ખાય છે..!!
આજે સમય નો તકાદો છે કે પાન મસાલા ખાતો કે ગુટકા ખાતો હોય એને થૂંકતા પકડવો એના કરતા એ થુંકે નહિ એવું જ કરવું રહ્યું..એટલે એનો સીધો અને સરળ રસ્તો એ જ છે કે ખાધા પછી થૂકવું પડે એવી તમામ પ્રોડક્ટ ગુટકા ,પાન મસાલા , તમાકુ ઉપર પ્રતિબંધ ..!! જોડે જોડે ચીંગમ ઉપર પણ..!!
એ પણ તાત્કાલિક અસરથી..!!
બાકી તો ગમ્મે તેટલું લોકડાઉન રાખીએ તો પણ નક્કામું પડશે..!!
ખાધા પછી થૂંકવું પડે એવી પ્રોડક્ટ ઉપર પ્રતિબંધ મુકવો..નહિ તો કોરોનાની લડાઈ ક્યારેય નહિ જીતી શકીએ..!
મુઈ રેવન્યુ ..સરકારી હોસ્પિટલના ખાટ્લા જો આ થુંક ને લીધે વધી જશે ને તો બધી બાજુથી નુકસાન પડશે..
ખરી વાત તો એ છે કે સ્વચ્છતા અભિયાન પછી આ બધી ખાઈ ને થુંકવું પડે એવી બધી પ્રોડક્ટ ઉપર પેહલો પ્રતિબંધ મુકવાની જરૂર હતી પણ રેવન્યુ ની લાલચ કોઈ પણ સરકાર જતી કરી શકતી નથી પણ હવે તો રેવન્યુ ની સામે સીધ્ધો ખર્ચો આવી ને ઉભો છે..!
ખાયા પીયા કુછ્છ નહિ ગિલાસ ફોડા બાર આના..!!
ખઇ કે પાન બનારસવાલા ખુલ જાયે બંધ અકલ કા તાલા .. ના ભઈ હો ખુલ જાયે કોરોના કા તાલા જો પાન ખાઈ ને થૂંક્યો તો.!
અત્યારના સંજોગોમાં દુનિયાના તમામ વ્યસન કે તરફ જાય અને એની સામે બીજી તરફ ખાઈ ને થૂંકવું પડે એવી પ્રોડક્ટ્સ નું વ્યસન બધાથી આગળ જાય છે..બહુ નુકસાન પાડે આ થુંક તો..!
અઘરું પડે તેવું છે, ઘણા બધાને પણ કરવું પડે તેવું છે..
વીતેલા જુના જમાનાના “બા ને બજર ના બજર ના બંધાણ હતા..”
આજે કેટલા બા કે દાદી બજર
ઘસે છે દાંતે ? ગણ્યા ગાંઠ્યા ખૂણેખાંચરે રહી ગયા હોય તો ઠીક બાકી આજકાલના ફેસબુક અને વોટ્સ એપ ઉપર આવેલા બા ને તમે પૂછો કે બા બજર
એટલે શું તો કહે મારા વડ સાસુ દાંતે ઘસતા હતા..!
વ્યસન ને બંધાણ કહીએ છીએ આપણે ,આ બંધાણના પ્રકાર સમય સમય પર બદલાતા જતા હોય છે ..
ચોક્કસ દુનિયાનો દરેક માણસ માત્ર નશા વિના જીવી નથી શકતો ..!
ખુશહાલ જીવનનો બહુ મોટો આધાર નશો હોય છે ,
અમારે એક મિત્ર છે એને એની ઘરવાળી ખુબ રૂપાળી ,એને એનો નશો છે ,
એક કાલ્પનિક નામ આપું છું રૂપલ..
એની દરેક વાત રૂપલ થી શરુ થાય અને રૂપલ ઉપર પૂરી થાય , એક સેકન્ડ રૂપલ વિના ના જાય , દિવસમાં સાતથી આઠ ફોન થાય રૂપલ ને અને એ પણ પૂરી વીસ પચ્ચીસ મિનીટના મારા જેવા નું દિમાગ ભમી જાય કે.. અલ્યા નથી તારે કામધંધો કે નથી તારી રૂપલી ને કે શું ? ઘરમાં તો ભેગા ને ભેગા હો છો તો બહાર નીકળી ને પછી પણ શું છે.?
સાલું લગ્નના પચ્ચીસ પચ્ચીસ વર્ષ પુરા કર્યા પણ તો ય રૂપલી એને ટ્વેંટી ફોર બાય સેવન ..
અમે ઘણીવાર પાછળથી કુથલી કુટી ઘાલીએ પણ બધા છેલ્લે તો એક જ સવાલ ઉપર આવી ને અટકી જઈએ ..આ ઘેલશંકર છેલશંકર આવા કેમ ..?
પણ નથી મળતો કોઈ જવાબ, મોઢા મોઢ પૂછીએ કે એકલામાં અને બંને જોડે હોય ત્યારે, પણ જવાબમાં તો બસ મંદ મંદ હસ્યા કરે બંને અને એમના મોઢા જોઈ ને તમને આનંદ આવે , મજા આવે..પેલા ફુલ્લ ટલ્લી થયેલા પથારીમાં પડ્યા હોય ત્યારે કેવા નાના ભોળા બાળક જેવા લાગે.. બિલકુલ એવા..!!
શું કરવું છે બોલો રસોડાના મસાલીયા
ના મસાલાથી કોરોનાને મ્હાત આપવી છે કે પછી માવા મસાલાથી હારવું છે ..?
એક નશો છૂટશે તો બીજો આપોઆપ પકડાઈ જશે..
કોણ જાણે રૂપલી નો નશો ચડી જાય..
તમારી રૂપલી હો પરણી ને લાવ્યા છો ને એનો..!
સુધર જાવ કમીનો..!
ખાઈ ખાઈ ને મરશો ને થૂંકી થૂંકી ને બીજા ને મારશો ..!!
વિચારજો ..
આપનો દિવસ શુભ રહે ..
ઘરમાં રહી ને જો થુકતું પ્રાણી ઘરમાં જ હોય તો પછી આજે ચાલુ પડી જાવ બધા ભેગા થઇ ને પ્રાણી ઉપર, કેળવો ને તો કુતરા પણ કેળવાય તો ગમે તેમ આ તો માણસ છે..!
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)