આજે છાપું ખોલ્યું અને વાંચ્યું ફોક્ષ્સવેગન નું કૌભાંડ ..અમેરિકા એ વાટ લગાડી દીધી છે ફોક્ષવેગનની,અમેરિકાની એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એજન્સીએ કીધું કે વોક્સવેગન કે ફોક્ષવેગન જે બોલો તે , કંપની એ સોફ્ટવેરમાં ફેરફાર કરી અને એમીશન ના આંકડા ફેરવી નાખ્યા ..એ પણ કેવા ?
નક્કી કરેલા નોર્મ્સ કરતા ડીઝલ ગાડી ૪૦ ગણું પોલ્યુશન વધારે કરે છે , અમેરિકાની સરકારે ૪,૮૨,૦૦૦ ફોક્ષવેગન અને ઓડીને પાછી ધકેલી .. ફોક્ક્ષ વેગનનો સીઈઓ ઘરભેગો થશે અને જેલ ભેગો પણ ….!!
લો કર લો બાત આટલી નાની વાત માં કંપનીના આવા હોશિયાર માણસને કોઈ કાઢી મુકાતું હશે ..? જે માણસે આટલી બધી હોશિયારી વાપરી અને કંપની નો બોગસ માલ પણ બજારમાં વેચી ખાધો એને તમે કાઢી મુકો જર્મનો ..?કેવા છો તમે લોકો તો..!
મોકલી દો ને એને ભારતમાં યાર ,આમ પણ અમારે મેઇક ઇન ઇન્ડિયામાં જરૂર જ છે આવા “કારીગરો “ની ..એ સિવાય મેઇક ઇન ઇન્ડિયા .. “ફેઇક” ઇન ઇન્ડિયા થઇ જશે ..
આ પગલાની અસર શું ફોક્ષવેગન પર ? ૧૮ બિલિયન અમેરિકન ડોલરનું નુકસાન જશે ફોક્ષવેગનને જે એના એક વર્ષના પ્રોફિટથી ક્યાય વધારે છે . શેરનો ભાવ અત્યારે જ તળિયે ધસી રહ્યો છે ફોક્ષવેગનના .
મૂળ મુદ્દા પર આવું ઓટોમોબાઇલ ક્ષેત્રમાં અત્યારે હડકંપ છે , અમેરિકાના આ પગલા પછી આખી દુનિયાના બધા દેશો ફોક્ષવેગનની ગાડીઓની પાછળ પડી જશે ,ડોશી મરી એનો વાંધો નથી પણ જમડા ઘર ભળી ગયા ..
એ ન્યાયે હવે બધા દેશ ની સરકારો બીજી બધી ઓટોમોબાઇલ કંપનીઓની પાછળ પડી જશે , જે દેશોમાં ઈમાનદારીથી ઓટોમોબાઇલમના નોર્મ્સ જાળવવા પડે છે ,એ બધા દેશોની સરકાર હવે બીજા બધા ઓટોમોબાઇલ કંપનીના બધા જ નોર્મ્સ ને ફરી એકવાર ચેક કરશે ..અને એમાં બીજો કોઈ પણ ચોક્કસ ઝલાશે જ એવું લાગે છે …
શાંત પાણીમાં પથરો પડ્યો છે અને એ વમળોમાં દુનિયાની બધી જ ઓટોમોબાઇલ કંપનીઓ ભરાવાની ..આપણે ત્યાં પણ જો ખરેખર ચેકિંગ થાય તો આપણા રાજકારણીઓને ઘી કેળા થઇ જાય .. તોડપાણી મસ્ત કરવા મળે ..અને મેગી ની જેમ જો કઈ હાથ આવે તો પ્રતિબંધ મૂકી દેવાનો , અને પેપ્સી વેચવા દેવાની ..એટલે જનતાને લાગે કે સરકાર કામ કરે છે અને બાકી બધું આંખઆડા કાન ..
ચાઈના માં તો જેમ આપણે ત્યાં સુઝુકી (મારુતિ ) રાજ કરે છે એમ ફોક્ષવેગન રાજ કરે છે અનહદ ગાડીઓ ફોક્ષવેગન એ ચાઈના માં બનાવી છે અને વેચી છે ..જો ડ્રેગન ઉંચો થયો તો ફોક્ષવેગન ગઈ ..
હવે “પણ” નાખું વચ્ચે … પણ આવા ધંધા કરવાની જરૂર કેમ પડી ફોક્ષવેગનને ?
ઓટોમોબાઇલ ક્ષેત્રમાં સખત કોમ્પીટીશન છે અને મંદી પણ એટલી જ છે , ભયાનક ઓવર પ્રોડક્શન છે ,દરેક કંપની ને પોતાની અમેરિકન પણ ક્યારેક ક્યારેક વિચારી લે છે આપણી જેમ “કિતના દેતી હૈ ?”
હવે આપણે ત્યાં તો પેલી ઉપર ફુદરડી મારી દે એટલે ચાલે ***** આવી બધી દરેક ગાડી વેચવાવાળો આપણે ત્યાં તદ્દન જુઠ્ઠો છે અને ARDI એને સાથ આપે છે , ગાડી લેતી વખતે જે એવરેજ આપણને લખી ને આપવામાં આવે છે પેમ્ફલેટમાં એ એવરેજ તો ક્યારેય મળતી નથી અને પછી ઉપર ની પેલી ફુદરડી * લોહી પીવે પચીસ કિલોમીટરની એવરેજ લીટરે એ મારે માટે હમેશા વાર્તા જ સાબિત થઇ છે કોઈ પણ કંપનીની ગાડી માટે …
પેહલી * માં અખ્યું હોય કૈક નીચે ઝીણા અક્ષરે અને ** માં કઈ ક બીજુ લખ્યું હોય, આપણે તો તદ્દન મુર્ખ છીએ …
હવે અમેરિકામાં તો એવો દાવ નાખ્યો ફોક્ષવેગનએ જે ધુમાડો બહાર નીકળે ગાડીનો એના આંકડા બતાડતું મીટરનું સોફ્ટવેર બદલી નાખ્યું ..અને PUC લઇ લીધું ,સાદી ભાષામાં કહું તો ..
હવે આવું તો આપણે રોજ કરીએ છીએ ..!!! પેટ્રોલ પંપે આવું ચાલે જ છે ને રોજ ..!!!
કોમ્પીટીશનમાં ઉભા રેહવા જર્મનો એ કૈક લોચો કર્યો ,જાપાનીઝ અને કોરિયન ની સામે ,એમાં આ બધું થયું …જોકે અમેરિકન ગાડીઓ તો ક્યારનીય કોમ્પીટીશનની બહાર છે …
દુનિયામાં ગાડી ના એન્જીનો બનાવવાની ટેકનોલોજી ઘણા ઓછા દેશો પાસે છે , આપણી પાસે છે પણ બહુ જૂની છે ,મહિન્દ્રા અને તાતા ..સેહજ ચપલુ દબાવો સોરી એકસીલેટર દબાવો અને સાઈલેન્સર ધુમાડે ધુમાડા ઓકે ..
જેગુઆરની ખરીદીએ કરી તાતાએ , એ ખરીદી તાતા માટે સારી ક્વોલીટીનું એન્જીન બનાવતા શીખવા માટેનું પણ મોટું એક કારણ હતું..આમ તો આપણે તો ઇટાલિયન ફિઆટથી ચાલ્યા વર્ષો ના વર્ષો …
પોલ્યુશનના એમીશન નોર્મ્સ માટે આપણે હજી પછાત અવસ્થામાં છીએ .. લગભગ હાર્દિક અવસ્થા કેહવાય ,દુનિયામાં શું ચાલે છે એની ખબર નથી પણ બસ મારે તો જોઈએ , ભારત -૧ ,ભારત -૨ થી ભારત -૪ સુધી પોહાચ્યા છીએ …અને દરવાજા ખોલી અને દુનિયાભરના બધા ઓટોમોબાઇલને ઘરમાં ઘાલ્યા છે ..
જો કે મેં હમણાં એક નિયમ પકડી રાખ્યો છે ક્યાં તો જાપાનીઝ ગાડી લેવી નહિ તો દેસી .. જર્મન અને અમેરિકન , બ્રિટીશ કે ફ્રેંચ ગાડી તો ધોળે ધર્મે નહિ લેવાની , બહુ મન થાય તો કોરિયન લેવી ..
સાલા જર્મનો અને અમેરિકન ગાડીઓવાળા મેન્ટેન્સમાં આપણને મારી નાખે છે , નાની ગાડીનું સર્વિસ નું બીલ દસ હજાર અને મોટી ની વાત જવાદો બીજી એક નાની ગાડી આવી જાય એવા બીલ આવે સર્વિસ મેન્ટેનન્સ ના …
મારી જોડે તો અત્યારે બે જાપનીઝ છે અને બે દેસી તાતા ના ખટારા છે જો તમારી કોઈની જોડે ફોક્ષવેગન હોય તો ભગવાન ને પ્રાર્થના કરો કે અહિયાં આપણા દેશમાં પણ ફોક્ષવેગન ઝલાય તો મફતમાં ગાડી ના પાર્ટ બદલાઈ જશે ..
બાકી પોલ્યુશન માટેનું પીયુસી તો આપણે બધા પેટ્રોલ પંપે થી જ લઈએ છીએ ..દસ ઓટો કે ગેસ ઓટો ..જે આપે તે ..!!!
જે હોય તે હે મારે શું ? હું તો મહાન દેશ ભારતનો રેહવાસી ..!!!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા