એક જબરજસ્ત ચર્ચા ચાલી છે અમેરિકામાં , અનામતની નહિ હવે …
બહાર આવો ભાઈઓ હવે દુનિયામાં હાર્દિક સિવાયનું ઘણું છે …
માણસની જગ્યા રોબોટ લઇ શકે કે નહિ ..?પણ જગ્યા કઈ ? સવાલ ને થોડો ઝૂમ કરું …
કામક્રીડામાં સ્ત્રીની જગ્યા રોબોટ લઇ શકે કે નહિ …? મારો જવાબ તો થોડો બોલ્ડ છે…
હા અને ચોક્કસ લઇ શકે અને જગ્યા લેવા દેવી પણ જોઈએ ,ફક્ત સ્ત્રીની શા માટે પુરુષની જગ્યા પણ રોબોટ લઇ શકે .. અને આ માટે દુનિયાની કોઈપણ સરકારે એમાં દખલ કરવાની જરૂર નથી ..
ચર્ચાની શરૂઆત એટલે થઇ કે એક ભાઈએ અમેરિકામાં એક રોબોટ બનાવી અને જેની સ્કીન સપૂર્ણ સ્ત્રી જેવી જ હોય છે , નામ આપ્યું એનું રોક્સી ..અને બીજી બધી તમામ રીતે એ રોક્સી કોઈપણ નગરવધૂને મ્હાત કરી શકે એ રીતે એને પ્રોગ્રામ કરવામાં આવી છે , કિમત છે હાલમાં ફક્ત ૭૦૦૦/- અમેરીકન ડોલર , રૂપિયા કેટલા થાય ?જો ખરીદવામાં રસ હોય તો તો ૬૬ એ ગુણી નાખો …
ચર્ચા એવી થઇ કે આ રોક્સીનું વેચાણ વધી જશે તો માણસ ના માણસ સાથે ના સબંધો ખતમ થઇ જશે ,હું માનું છું કે એ કદાચ શક્ય છે અમેરિકામાં, અહિયાં હિન્દુસ્તાનમાં તો બહુ સારી પડે આ રોક્સી ..
ઘણા બધા બળાત્કારો અટકી જાય હિન્દુસ્તાનમાં ,અને અનેક નિર્ભયા બચી જાય , રોકસી ના આવવાથી .
આપણા દેશમાં આમ તો વેશ્યાવૃત્તિ એ ગેરકાયદેસર પ્રવૃતિ છે ,પણ ચારે બાજુ અને ચોરે અને ચૌટે ચાલે છે અને પ્રોપર માહિતી જોઈતી જ હોય તો સૌથી સારો અને મોટો સોર્સ તમારી નજીકનું પોલીસ સ્ટેશન , ત્યાં જઈ ને કોઈપણ પોલીસવાળા ને એકાદ મસાલો ખવડાવો સારી વાતો કરો અને ધીમેકથી પૂછો તો સરનામું મળી જાય ,અને કોઈવાર નસીબ સારા હોય તો સીધો મોબાઈલ નંબર જ મળે …
આખા દેશની આ હાલત છે , એકલી મહારાષ્ટ્ર પોલીસ કે ગુજરાત પોલીસ નહિ …
એક મારો અનુભવ કહું ..
એકવાર મારે સવારે ૭ :૧૦ ની જેટ એરવેઝ પકડવાની હતી સોમવારની સવાર હતી હું લગભગ ૬:૦૦ વાગ્યે સિક્યુરીટી પતાવી અને બોર્ડીંગની રાહ જોતો બેઠો હતો ,મેં એરપોર્ટ પર છાપા ખોલ્યા હતા , એવામાં એક મોટું ધાડું સુંદરીઓનું સિક્યુરીટી ક્રોસ કરી ને આવ્યું , એ લોકોની સ્પાઈસ જેટ હતી ..
એ ફ્લાઈટનું બોર્ડીંગ વેહલું ચાલુ થયું ,અને બધી સુંદરીઓ લાઈનમાં ગોઠવાઈ ..લગભગ પંદરેક સુંદરી અને સાથે એક આંટી , ઉમર બધી સુંદરીની ૨૦ થી ૨૨ વર્ષની વચ્ચે ..
મને ત્યારે ત્યાં મહાકવિ યાદ આવી ગયા ,મેઘદૂતમાં મહાકવિએ અલકા નગરીની યક્ષિણીના વર્ણન કર્યા છે ..મહાકવિ કાલિદાસ લખે છે કે ..હે મેઘ કૈલાસને પેલે પાર કુબેરની અલકા નગરીમાં જયારે રાત્રી થશે ,ત્યારે તને ત્યાં યક્ષિણીઓ ફૂલોના વસ્ત્રો પેહરી અને યક્ષોના ઊંચા ઊંચા ભવનો તરફ જતી રસ્તે દેખાશે..અને એ મેહલોમાં જયારે યક્ષ તેના ફૂલોના વસ્ત્રો ખેંચશે ત્યારે યક્ષથી શરમાયેલી યક્ષિણી એ દીવાઓને ઓલવવા એ દીવા ઉપર રેતી નાખશે ..
પણ એ દીવા ઓલવાશે નહિ કારણકે એ દીવા અગ્નિના નહીં રત્નોના છે …!!
અને સવારે બ્રહમ મુહુર્તમાં જયારે યક્ષિણી પોતના વેર વિખેર મુરઝાયેલા ફૂલોના વસ્ત્રોને સમેટતી રસ્તા પર પોતાના અંગો ને લજ્જાથી સંતાડતી અને આંખમાં રાત્રીના આનંદને સમાવી જતી હશે …
બસ મને પણ બ્રહમ મુર્હતમાં એરપોર્ટ પર એ પંદર એ પંદર સુંદરીઓમાં યક્ષિણીના દર્શન થયા … બે મિનીટ માટે તો મને લાગ્યું કે આ અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક નહિ ..શનિ અને યમરાજના ભાઈ કુબેરની નગરી અલકા છે …વેર વિખેર વસ્ત્રોમાં શરીર ને સંતાડતી એ સુંદરીઓ …
હવે આ સીન જોયા પછીતો મને એકદમ શ્રધ્ધા બેસી ગઈ કે છાપામાં જે કઈ આવે છે એ બધ્ધું સાચું જ હોય છે ..અને જે કઈ જ્યાં પણ ચાલે છે એમાં તંત્ર સીધી કે પરોક્ષ રીતે સંડોવાયેલું હોય છે , આખો એરપોર્ટ પરનો સીઆઈએસએફ નો સ્ટાફ ચકળવકળ જોયા કરતો હતો વેર વિખેર ટૂંકા વસ્ત્રોમાં સજેલી આખી રાતની થાકેલી એ સુંદરીઓને …પાછા આવો અલકાપુરીથી ભાઈ લોગ …!!
બોલો હવે કહો કે પેલી રોક્સી હોય તો પેલી પંદર સુંદરી અને પોલીસ બીજી બધી માથાકૂટ નો અંત ..અને શોખીન લોકોનો કેટલો ખર્ચો બચી જાય ..?અને છાપાનું રોજનું એક પાનું બચે એ નફાનું ..
ઓન સીરીયસ નોટ આવી કોઈ રોબોટીક્સ વ્યવસ્થા ગોઠવાતી હોય તો વેશ્યાવૃત્તિ ઉપર ઘણી લગામ આવે અને બીજો પોઈન્ટ એવો છે કે એઈડ્સ અને એચઆઈવી જેવા જાતીય રોગો પર પણ ઘણો કંટ્રોલ કરી શકાય …
બીજો એક વિરોધનો પોઈન્ટ એવો હતો કે એ રોબોટ સુંદરીને તમારે જેનું મોઢું રાખવું હોય તે રાખી શકો ,એ તદ્દન ખોટી વાત છે ,કોઈપણ જીવિત કે મૃત વ્યક્તિના આવા રોબોટ બની અને બજારમાં ના આવવા જોઈએ ..
આ પોઈન્ટ સાથે હું એગ્રી થાઉં છું ,કેમકે જો કોઈ આપણા ફોટા મોર્ફ કરી ને કઈ આડુંઅવળું કરે તો આપણો પિત્તો કેવો જાય , તો પછી એ હક્કીકત છે કે રોબોટ સુંદરી ને કોઈ હયાત કે મૃત વ્યક્તિ નો ચેહરો ના આપી શકાય
પણ એમાં એક ઓપ્શન મળે આપણા બોલીવુડ માં હમણા જ આવેલા બેબી ડોલ મેં સોને દી .. ને હું માનું છું કે કોઈ રોયલ્ટી મળતી હોય તો એમનું મોઢું આપી દે ..અને આવું થાય તો પછી ઘણા પ્રોબ્લેમ બીજા સોલ્વ …રોક્સી ની બદલે ઘણા નવા નવા નામ આવે …!!
અને રહી વાત મનુષ્ય ના મનુષ્ય સાથેના સબંધોની તો ભાઈ એમાં તો એવું છે કે પ્રેમ તો હૈયામાં હોય અને જેણે હૈયું હોય એને ક્યાય કશે જવાની જરૂર જ ના પડે , એને માટે તો રોક્સી કે ચોકસી બધું એક જ ..એટલે બાકી વધ્યા એની બહુ ચિંતા કરવાની જરૂર નથી ..
હું તો કહું છું મોદી સાહેબને અમેરિકા ગયા જ છો તો લાગે હાથ આ રોક્સીના જન્મદાતા ને મળતા આવજો અને ભારતમાં પણ રોક્સી નું ઉત્પાદન અને વેચાણ ચાલુ કરાવી દો ,દરેક ગેસ્ટહાઉસવાળો રોક્સીને રાખશે , આમ પણ જેમ અમેરિકામાં મોટેલો કલાક ના ભાવે ભાડે મળે છે એમ આપણે ત્યાં ગેસ્ટહાઉસ..
લે હવે હું પણ ખરો છું ને કોને માહિતી આપું છું હે .. તમને ના ખબર હોય એવું બને..?
ભારતમાં તો પત્તે પત્તું હાલે તો તમને જાણ થાય છે ..
હશે ત્યારે ..
કોઈ ને ક્યાંક વાંચતા સંકોચ થયો હોય તો ખાનગીમાં વાંચી લેજો
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા