ગુરુ, સીસ્ટમ , ભણતર /ભાગ-એક
બ્લોગ ઘણો લાંબો છે બે ભાગ છે , જરાક વધારે છટકી છે..!!
પ્રાસ જોડવા ટેવાયેલી ગેલહાગરી પ્રજા એ મીરાબાઈ ને જોડે મીરાબાઈ ને જોડી દીધી અને કૈક કૈક સોશિઅલ મીડિયા ઉપર નાખવા માંડી ..!!
નામ એક એટલે સરખામણીઓ કરવાની અને ચપડ ચપડ લખવાનું ..!!
પિત્તળીયા બંબા (ઘીકાંટા આવે ..!!!) તને નિશાળમાં આવું શીખવાડ્યું હતું હે ?
એથ્લેટ ની સરખામણી ભજનિક જોડે કરવાની , બંબા સાલા ..!!!
મારા એક ગુજરાતીના માસ્તર મને બંબો કેહતા ..!!
બોલે અલ્યા શૈશવ તારા અક્ષર છે કે પાકિસ્તાન નું લશ્કર ? કશું એક સીધી લીટીમાં જાય જ નહિ .!
એક જ લીટીમાં એક અક્ષર દોડે ઉપર ને બીજો નીચે..સાલા બંબા ..તારા માંબાપ નું નામ બોળીશ તું તો..!
અને આપણે બિન્દાસ્ત બોળ્યું ..!!
સગર્વ ..!!! ભણવાનારા ગુરુઓ યાદ આવ્યા છે ..આમ તો એકેય ગુરુ કેહડાવવા ને લાયક નોહતા , આપણને પેહ્લેથી જ બહુ માં નહિ આ માસ્તર નામની પ્રજાતિ ,ઉપજાતી કે જાતિ ઉપર .. નવરી બજાર એક નું એક જન્મારો આખી ગોખી ને ભણાવ્યું અને તો પણ પોતાની જાત ને સર્વજ્ઞ અરે છોડો કલિકાલસર્વજ્ઞ માને..!!
દેશ નું નખ્ખોદ વાળવામાં સૌથી મોટો હાથ આ ચોરો નો છે ..!!
કોઈ જ પ્રકાર ની એકાઉન્ટેબીલીટી નહિ ,પાસ થયા તો પૂરો પગાર અને નાપાસ થયા તો પણ પૂરો પગાર..!! અમદાવાદના એક માલેતુજાર કે જેઓ ની ઘણી સ્કૂલો અને કોલેજો છે એમને મળવાનું થયું હતું એમણે જેટલી નવી સ્કૂલો ખોલી એમાં એક પણ છોકરું નાપાસ ના થવું જોઈએ અને જો છોકરું એક અઠવાડિયાથી વધારે નિશાળે ના આવે તો ચાલી માં જઈને માસ્તરે તપાસ કરી ને સમ્પૂર્ણ રીપોર્ટ આપવા નો અને પછી એ રીપોર્ટ ઉપરથી છોકરા ના ઘરના દુખડાં કાપવાના અને છોકરા ને સ્કુલ ભેગું કરવા નું ..
૧૦૦ ટકા એકાઉન્ટીબીલીટી સાથે જ નોકરું કરવાનું બાકી જાવ તમારે ઘેર..!!
આજે સવારથી જે ચાલ્યું છે ગુરુઓ ને પ્રણામ ને નમન કરવાનું યાર હું તો ત્રાસી ગયો..
ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય ..?
બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય ..!!
ગોવિંદ બતાડે તો પાય લાગુ એ પણ સાચ્ચો ગોવિંદ..
આ તો ત્રિશંકુ નું સ્વર્ગ .. ગુરુ નો ઉભો કરેલો ગોવિંદ ગુરુ તમને દેખાડે અને તમારે બલિહારી બલિહારી કરવાનું ..!!
રાધે રાધે ..!!!
આજે અષાઢી પૂર્ણિમા છે , ગુરુ પૂર્ણિમા છે એક બ્લોગ ખમ્મખમાઈ ને લખી મુક્યો છે “ગુરુ”ઓ ઉપર અને સીસ્ટમ ઉપર ..!
થોડાક સમય પેહલા લખેલો હતો પણ લાગે છે આજે રાઈટ ટાઈમ છે પોસ્ટીંગ નો .!
દશે દિશામાં ચારે બાજુ ફૂટી નીકળેલા ગુરુ અને ખોટા ખોટા બીજા પ્રત્યેના અહોભાવથી પીડાતા લોકો ને નજર સામે રાખી ને આખું લખાયું છે..!!
ઘણીવાર મને ક્યારેક બે ચાર લોકો પગે લાગે ગુરુજી કરી ને હાથ જોડી ને ઉભા રહે , હું સ્પષ્ટ રીતે કહું અલ્યા એ હું કોઈ ગુરુડો ફૂરુંડો નથી હો આપણા મનના વિકારો જરાક પણ શમ્યા નથી , એનું દમન કરી ને શમન કરવી આપણી કોઈ જ ઈચ્છા નથી , મેં તને ક્યારેય ભૂલ ભૂલમાં કોઈ જ્ઞાન આપી દીધું હોય તો માફ કરી દે બકા અને જો મરતા સુધી કદાચ હું જેવો છું એવો જ રેહ્વાનો માટે ગુરુ-ફૂરું કહી ને ખોટા વેહમ માં તારે પણ નહી રેહવાનું ને મને પણ નહિ રાખવાનો ટણપા (ગાળ એ પણ નોન વેજીટેરીયન )..!!
સલાહ કે ભાષણ ઠોકવાથી ગુરુ થવાતું નથી ..!!
હવે સલાહ ઉપર આગળ ..
જીવનમાં આજ સુધી જેટલા લોકો એ સલાહ ઠોકી છે મારા ઉપર એમાંના એકેય એ ક્યારેય એવું કીધું નથી કે તું ફલાણું ભણીશ તો તને આટલા રૂપિયા મળશે…!!
તમને કોઈ એ કીધું કે છે ક્યારેય કે તું એન્જીનીયર થઈશ તો આટલા રૂપિયા નક્કી કમાઈશ , કે હું તને આપીશ ?
મને તો એકેય મળ્યો નહિ .!!!!
બોલો કેવી ગંદી હાલત છે નહિ આપણી ..!
શું ખાવું શું પીવું એ બધા ઉપર દુનિયા આખી ભાષણો ઠોકે પણ શું ભણીશ કે શું કરીશ તો આટલા રૂપિયા ગેરેન્ટેડ મળશે ભારતભૂમિમાં એવું કોઈ જ કેહતું નથી..!! અને જો રૂપિયાની આપવાની વાત આવે ત્યાં વસ્તી આઘી પાછી થઇ જાય અને એ જ વસ્તી જો રૂપિયા લેવા ની વાત આવે તો લાઈન લગાડે…!
દંભી ,સાલા, ચોર, શઠ, હલકટ ..!!
કોને ગાળો આપી બોલો કંઈ ખબર પડી ..?
ના પડી ને ,
તમને જે મનમાં પેહલો ચેહરો દેખાયો આ ગાળો ના હક્કદાર માટે એ મોઢું મન માં સામે રાખી ને બ્લોગ વાંચજો આગળ નો..!!
ભારત દેશમાં જન્મ્યો એ દરેકે દરેક છોકરા છોકરી ને ફક્ત એટલી જ ખબર છે કે એને ઢગલો રૂપિયા કમાવા છે ,
પણ એને જો આંકડો પૂછો કેટલા ? તો ડોફરાય ..!!
સાલું આઝાદી ને સિત્તેર સિત્તેર વર્ષે પણ “ગુરાજનો” એ પ્રજા ને એટલી અક્કલ નથી આપી શક્યા કે એને કેટલા કમાવા જોઈએ ..!
છતાં પણ બહુ જોર મારો તો માટીડો સીધો અંબાણી સુધી પોહચે, પણ આંકડો તો ધરાર પાડે નહિ..!!!
કુતરા જેવી જિંદગી થઇ જાય છે છેલ્લે,નથી ઘરનો અને નથી ઘાટ નો , નસીબ ને દોષ કે યશ આપતો થઇ જાય ..!
જો કમાયો નહિ સરખું તો જીવનનો પેહલો દસકો આખે આખ્ખો જરૂરિયાતો ને અને ઈચ્છાઓ ને મારવામાં પૂરો કરે ..! ઈચ્છાઓ ને ઠારવા ની વાત તો સાવ ભૂલી જ જવાની ..!! બહુ થયું તો દારૂ પી ને લવરી કરી લ્યે..!!
સીસ્ટમ ની કમબખ્તી જુવો ..
(આગળ ભાગ -૨ વાંચો )