
ટીચર્સ ડે ઉપર પ્રજા મંડાણી છે..
હશે એ બધા ને બહુ આદર હશે પણ આપણને તો બહુ નહિ..!!
ભારત નામના દેશની જો માનીએ તો આજ ની દુર્દશા માટે સૌથી વધારે જવાબદાર હોય તો એ છે ટીચર નામની જાતી..!!
પેહલા જ લખું છું કે `જો માનીએ તો..`
બાકી જેમને માટે ભારત એ સંપૂર્ણપણે ગુણોથી ભરેલો અને એકદમ સુશિક્ષિત, સુવિકસિત દેશ છે, અને પશ્ચિમ જગત તો તુચ્છ અને વિષયો અને વાસનાઓથી ભરેલું છે તો એવા બધા માટે તો પછી તમને તમારી દુનિયા મુબારક..! અને તમારા ટીચર મુબારક…!
નર્સરી, કે.જી. થી લઈને આજ સુધી જેટલા ટીચર્સ મળ્યા એમાંથી કેટલાના `ચોકઠાં` પણ તમને યાદ છે ..?
બહુ જ ઓછા..કેમ ?
બહુ જ આદર અને સન્માન છે તો એ બધાના મોઢા સુધ્ધા કેમ યાદ નથી ?
હવે સ્કુલ-કોલેજ ની વાત છોડો, ટયુશનીયા માસ્તર કેટલા યાદ છે..?
લગભગ બધા જ..
કેમ..?
સ્કુલના-કોલેજના ટીચર્સ કેમ યાદ નથી..?
ભણાવતા જ નોહતા..
અને ભણાવતા હતા તો કોણ જાણે શું ભણાવતા હતા એ આજે પણ ખબર નથી પડી એવું અને એવી રીતે ભણાવતા હતા, તો પછી એમના મોઢા ક્યાંથી યાદ રહે..!!
સ્કુલ અને કોલેજની ટોટલ જિંદગીમાં આવેલા ટીચર્સના એક ટકા પણ ટીચર લગભગ યાદ નથી , એક વર્ષમાં લગભગ છ થી આઠ ટીચર જોડે પનારા પડે, જીવનના ત્રણ પ્રીપ્રાઈમરી અને બાર સ્કુલના વત્તા ત્રણ કોલેજ, ઉપરથી બીજા પોસ્ટ ગ્રેજ્યુએશન ના બે કે ત્રણ એમ ટોટલ મારીએ તો જીવનમાં આશરે સો એક ટીચર્સ જોડે પનારા પડ્યા હોય, અને એમાંથી એક કે બે માંડ યાદ હોય તો એનો મતલબ શું કાઢવો ?
અને પાછું ઉપરથી હેપી ટીચર્સ ડેના મેસેજીસ લખે તો શું માનવું ?
ખોટ્ટી ચાંપલાશપટ્ટી..
હવે આજ વાત ને ઉંધી રીતે લઈએ એક ટીચરની જિંદગીમાં કેટલા છોકરા આવ્યા ?
અને એમાંથી કેટલાનું ઈમાનદારીથી એ લોકો એ ઘડતર કર્યું ? અરે ત્રીસ-પાંત્રીસ વર્ષ ની કારકિર્દીમાં તમારી જોડે આવેલા હજ્જારો છોકરામાંથી તમને સો છોકરા છોકરીના નામ પણ યાદ છે ?
નહિ હોય .. કેમ ?
કોઈ દિવસ કોઈને પોતાના સમજી અને રસ લઈને ભણવ્યા હોય તો યાદ હોય ને ..!
પગારની તારીખ જ જિંદગીભર યાદ રાખી હોય ત્યાં બીજું શું યાદ રહે..!!
હવે કડવો ઘૂંટડો ..
દા.ત. નો વારો..સારા સારા ટીચર્સના ઉદાહરણો તો બહુ આવ્યા હશે આપણે નાકારા ,નીખ્ખટ્ટુ ની વાત કરીએ..
થોડાક સમય પેહલા મંદિરે સવાર સવારમાં એક “ચોકઠું” દેખાઈ ગયું.. અને મનમાંથી ધિક્કાર ની લાગણી જન્મી..
નકરો હર્રામ નો રૂપિયો જીવનભર ખાધો છે આ માણસે ..
મારી કોલેજના પ્રોફેસર હતા એ ડો`હા, અને રોજના બે લેકચર માંડ લેતા ..એમના લેકચરમાં કોઈ છોકરા જાય જ નહિ અને એવું બોલે અને એવું ભણાવે કે અમે એમ જ કેહતા કે અ મનમાં પરણે છે અને મનમાં રાંડે છે..દોઢસો છોકરામાંથી એકેય ને સાંધો ના મળે , ચાલો માન્યું કે અમે તો ફાટેલી નોટ હતી પણ આખી કોલેજમાં એક પણ `નોટ` સરખી ના હોય..?
એકેય છોકરો કે છોકરી એના ક્લાસમાં ધરાર ના જાય..બે ચાર દોઢ છપ્પન થઈને પ્રિન્સીપાલ ને ફરિયાદ કરવા ગયા કે આ સર બરાબર ભણાવતા નથી ,તો એ પ્રોફેસરે એમને ઇન્ટરનલમાં ઉડાડી દીધા ..!!
બોલો હવે ..?
બીજા એક પ્રોફેસર સાહેબ ને અમારા ક્લાસની એક છોકરી પ્રત્યે આકર્ષણ જાગ્યું હતું..હવે એ ટોપો પેલી ને `બચારી`ને કહે કે તારે કોઈ ડીફીકલ્ટી હોય તો પર્સનલી સોલ્વ કરી આપીશ અને આવું બીજું બધું પણ પેલી ને કહે.. કેસ આપણી પાસે આવ્યો..
અમે પણ માર્ક કરતા હતા.. મારો પીટ્યો નાલાયક કેમેસ્ટ્રીની લેબમાં પેલી બિચારી બ્યુરેટ ભરતી હોય ત્યારે એકઝેટ એની પાછળ આવી ને ધીમેકથી મેક્સીમમ પોણા ફૂટના અંતરે ઉભો રહી જાય..!
બે ચાર વખત એ એવી રીતે ઉભો રહ્યો એટલે આપણી જંગલી નજરમાં આવી ગયું કે આ છે લખ્ખણ ખોટો..
આપણને તો બહુ નાનપણથી ખબર હતી કે છોકરા ભગવાન નથી મૂકી જતા દુનિયામાં..!
એના માટે કોઈક ચોક્કસ પ્રક્રિયામાંથી પ્રાણી જગત ની સૃષ્ટિ આખી પસાર થાય છે..!
હવે કેસ આપણી જોડે આવ્યો..અમારી એક મિત્રની પાસે એ `બિચારી` આવી અને એના થ્રુ આપણી પાસે..!! ચારેય નીતિ હતી આપણી પાસે સામ ,દામ ,દંડ અને ભેદ..
પેહલા `સામ` નો વારો કાઢ્યો.. લેબોરેટરીમાં એ “બિચારી” બ્યુરેટ ભરવાની ચાલુ કરી, અને મહાશય જેવા નજીક સરક્યા એટલે આપણે સનન..ન… કરતો એક કાચનો ફ્લાસ્ક દિવાલે મારી ને ફોડ્યો .. જોરદાર અવાજ આવ્યો ..
મહાશયનું ધ્યાનભંગ થયું અને કોણે એ “ઘૃષ્ટ” કૃત્ય કર્યું એ શોધવામાં લાગ્યા.. પછી તો પેલો જેવો નજીક જવા જાય અને રોજ લેબોરેટરીમાં કૈક ફૂટે..અઠવાડિયામાં મહાશય ને લાગ્યું કે “બાળકો” એટલા નાના નથી રહ્યા હવે ..
પછી પેલી “બિચારી” ને સમજાવી અને શિંગડા ઉગાડ્યાં ..જો સમજી લે આવું ભોળી ભોળી નજરે એ ટોપાની સામે નહિ જોવાનું, મારકણી ગાયની જેમ શિંગડા ઉલાળતી ઉલાળતી ચા`લ, નાક નું ટેરવું ચડાવ અને વાત વાતમાં ગાળ બોલતા શીખી જા બે-ચાર..
જો કે ગાયમાંથી મારકણી શિંગડા ઉલાળતી ગાય બનાવવાની પ્રકિયામાં એક સમય એવો આવ્યો હતો કે આ `મનાજ` પઢવા જતા `સમીદ` કોટે વળગે..!!
થાય એવું , બહુ ઢીલું પાત્ર હોય એટલે જરાક વધુ સેફટી દેખાય તો એ તરફ ઢળી પડે પણ આપણે આ મામલે પેહલેથી સાબુત મગજ..
પણ ટીચર કે પ્રોફેસરની આવી કાળી બાજુ અમે જલ્દી ઝાલી લેતા..
કોઈક ટ્યુશન માટે પ્રેશર ટેકનીક વાપરે તો કોઈ બીજા ખેલ કરે .. ઓવર ઓલ આવક વધારવાના કારસા શોધે, બાંધી આવકમાંથી છૂટવાની વાત..!!
મોટા થયા પછી ખુલ્લા મને સવાલો પણ કર્યા કે શું લેવા આવા કારસ્તાન કરો છો ? જવાબ આવતા કે કેમ અમને વધુ કમાવા નો હક્ક નહિ ?
તો શા માટે આ ધંધો પકડ્યો ?
તું પણ રતનપોળમાં બેસી જા ને દુકાન ખોલી ને કર છડે ચોક ધંધો .. શિક્ષણ ને ધંધો બનાવી મુકવાની ક્યાં જરૂર હતી ..?
જો કે બહુ મોડું થઇ ચુક્યું છે, આજે હવે આવું કેહવું નિરર્થક છે..*સરકારે શિક્ષણ નો ભાર સમાજ ઉપર નાખ્યો છે અને સમાજ એટલે બજાર ..!*
*બજાર ને હવાલે થયેલી કોઈપણ વસ્તુ વેચાતી જ મળે, એટલે શિક્ષણ પણ વેચાતું જ લેવું રહ્યું ..અને જ્યાં વેચાતું જ શિક્ષણ મળતું હોય ત્યાં આવા હેપી ટીચર્સ ડે ના ટાયલાવેડા કરવાની ક્યાં જરૂર છે..?*
હવે આવા હેપા ટીચર્સ ડે ના મતલબ રહ્યા નથી , *સ્કૂલો અને કોલેજો પોતાની જવાબદારી નિભાવવામાં ઉણી ઉતરી છે ,નથી ભણતર આપી શકી કે નથી ઘડતર, તો પછી ખાલી ખાલી મતલબ વિનાની ક્રેડીટ શા માટે આપવી ?*
ફરી એકવાર જો સ્કૂલો અને કોલેજો સારું ભણતર અને ઘડતર આપી શક્યા હોત તો બિલાડીની ટોપની જેમ ટ્યુશન કલાસીસ ફૂટી નીકળ્યા ના હોત..!!
છતાંય કોઈક ને એમ થાય કે ના ભાઈ ટીચર એ ટીચર છે એમને માન આપવું રહ્યું તો તમે આપો બાકી હું દશેરાના દિવસે રાવણને બાળવાવાળી સંસ્કૃતિવાળો છું ..
રાવણે ખોટું કર્યું હતું તો કર્યું હતું ,અને ત્રેતાયુગથી લઈને આજ સુધી હજી પણ એના `ખોટા` ને ભૂલ્યા નથી અમે તો..!!
પર્સનલ બ્લોગ છે, ચર્ચાનો અવકાશ નથી ખોટી કોઇપણ પ્રકારની કોમેન્ટ કે ચર્ચા નહિ, વોટ્સ એપવાળા રોજના હજ્જારો આવતા જંક મેસેજમાંથી એક મેસેજ સમજી ને સ્ક્રોલ કરી જજો..
છતાય દુઃખ લાગે એમને માટે બિનશરતી માફી ..
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*