કલમ ૬૬ એ (66-A) ગઈ….. સુપ્રોમ કોર્ટે ભૂંડે હાલ કાઢી આ કલમ ને…ગેરબંધારણીય જાહેર કરી…!!!! પણ બીજી બે કલમો નું શું ..? ૬૯-એ ( 69-A) અને IPC act 79 નું શું … ?? નામદાર સુપ્રીમ કોર્ટે આ બે કલમો ને કેમ કઈ ના કર્યું ..???
66 –A કલમ માં તો હદ બહાર જઈ ને બહુ જ વધારે પડતો દુરઉપયોગ થયો …મને પણ પરોક્ષ રીતે અસર કરતી આ કલમ….!!!!
લોકસભા ની ચુંટણી વખતે તો મને તો મારા મિત્રો એ રીતસર ધમકાવ્યો , એ શૈશાવ્યા બંધ કર આ બધું લખવાનું ..!!! ઘાલી દેશે તને સીધો અંદર જેલ માં … તો કોઈ મિત્ર એ એવું કીધું ભાઈ દુનિયા માં લખવા જેવું ઘણું છે , આ રાજકારણીઓ સિવાય , રેહવા દે ને યાર ..!!!! અને હકીકત એ છે કે મારા મિત્રો એ આ કલમ ૬૬-એ ની બીકે મારી લખેલી બે ,ચાર પોસ્ટ મારી પાસે તાત્કાલિક ડીલીટ કરાવી હતી ….
કલમ ૬૬-એ , મારા વાણી સ્વતંત્રતા ના અને વિચારો ની અભિવ્યક્તિ ના હક્ક પર સીધી તરાપ હતી …!!! મારો પેહલો બંધારણીય હક્ક freedom of speech …. લોકશાહી નો… મિત્રો ના દબાણ હેઠળ મારે જયારે પોસ્ટ ડીલીટ કરાવી પડી ત્યારે મને એવું લાગી રહ્યું હતું કે હું હિન્દુસ્તાન નહિ ચીનમાં વસુ છું ..!! જ્યાં તમને વિચારવાની પણ છૂટ નથી બસ ચુપચાપ તમારું કામ કરો….સારી સારી વાતો જ કરવાની તમારે….!!!!
દોસ્તો મને ઘણી વખત બધા બહુ લોકો પૂછે છે તે આ શું માંડ્યું છે ભાઈ શૈશવ..?? તું લેખક છે ?? કોલમિસ્ટ છે..? તું તારી જાત ને શું માને છે ..? અને તું તારી જાત ને ક્યાં મુકવા માંગે છે ..??
આજે હું આ બધા નો જવાબ આપું છું … હું ફક્ત બ્લોગર છું … બ્લોગીંગ એ કદાચ ગુજરાતી ભાષા માં એ એક નવો કન્સેપ્ટ છે …મારી માન્યતા પ્રમાણે બ્લોગર એટલે બ્લોગર ને જે મન માં આવે તે વિષય પર લખે અને જે કોઈ વ્યક્તિના માટે બ્લોગર ને જે સાચું લાગે તે લખે .. અને પોતાનું લખેલું સોસીઅલ મીડિયા પર મુકે જેમાં ફેસબુક,ટ્વીટર , વોટ્સ એપ આ બધા આવી જાય અને એક ચર્ચા નો આરંભ થાય…. કોઈ મિત્ર બ્લોગર ના વિચાર સાથે સહમત પણ થાય અને કોઈ મિત્ર અસહમત થાય …..
હવે મને મુશ્કેલી ક્યાં નડી…??? આ ત્રણ કલમો એવી છે કે જેમાં મને એક બ્લોગરને ,કે સોસીઅલ મીડિયા પર કઈ પણ લખનારા ને , કોઈ પણ સવાલ પૂછ્યા વિના પોલીસ જેલ ભેગો કરે અને પછી કોર્ટ માં જામીન મળે …એટલી બધી સત્તા પોલીસ ને મળે …!!!!
દોસ્તો બ્લોગર કે ફેસબુક ,ટ્વીટર,કે વોટ્સ એપ પર લખનારા ને હજી પત્રકાર ની જેટલું પ્રોટેક્શન મળતું નથી ભારત દેશ માં … હું કે મારા વૈચારિક મિત્રો ..જે કઈ લખું છું કે લખે છે એમાં કઈ પણ આડુંઅવળું લખાઈ જાય તો મારી કે મારા વૈચારિક મિત્રો ની પાછળ કોઈ મીડયા કે પ્રેસ નો સપોર્ટ કે તાકાત નથી ઉભેલી …
બ્લોગર હજી આ દેશ માં બાપડો અને બિચારો છે એકલો અટૂલો મશાલ પકડી ને ઉભેલો….!!! પત્રકાર જગત માં એક ભાઈચારા ની ભાવના છે કોઈ નેતા જયારે કોઈ પત્રકાર ને ઝાપટ મારે ત્યારે આખે આખું મીડિયા એક થઇ ને લડે છે… જયારે સોસીઅલ મીડિયા ને આશરે ઉભો થઇ રહેલો બ્લોગર અનાથ છે … બીજું બ્લોગર કોઈ પત્રકાર ની ભૂલ થતી હોય તો એને પણ ક્યાંક કાન પકડાવી શકે છે… બ્લોગર ને ખરીદવો અઘરો છે…. પશ્ચિમી જગત માં બ્લોગર હમેશા પત્રકાર થી ઉપર રહ્યો છે…અને સૌથી મોટી વાત એ છે કે બ્લોગર ને દેશ ના સીમાડા નથી નડતા … મારું જ ઉદાહરણ આપું તો મારો બ્લોગ વિશ્વ ના લગભગ ત્રીસ દેશો માં વંચાય છે … એટલે હું કે મારા વૈચારિક મિત્રો જે કઈ લખે છે સોસીસલ મીડિયા પર એ ક્ષણભરમાં દુનિયાભરમાં પોહચે છે….
હવે આ 66-A કલમ એ પાપ કોનું ..?? કોંગ્રેસ નું કે ભાજપ નું ….??? જવાબ ક્લીયર છે પાપ કોંગ્રેસ નું અને એ પાપ ને પોષ્યું બધા પક્ષો એ .. કોઈ જ બાકી નહિ ભાજપ થી લઇ ને સામ્યવાદીઓ …
કોઈપણ રાજકીય પક્ષ જેવો સત્તા પર આવે , એટલે તરત જ એને લોકો ના મોઢા પર તાળું મારવુ હોય છે , અને બીજું એક ભયાનક સત્ય એ છે કે હિદુસ્તાન ના દરેક રાજ્ય ના મુખ્યમંત્રી ને પ્રધાનમંત્રી થવું છે ,અને દરેક પ્રધાનમંત્રી ને વિશ્વમાનવ બનવાની રીતસરની અદમ્ય ભૂખ રહી છે….અને આજ કારણે એ લોકો ના ખાસ કરીને વ્યંગકારો ના મોઢા પર કપડું ચોક્કસ મારવા ની કોશિશ જુદી જુદી રીતે થાય છે ..અને જાણી જોઇને યેન કેન પ્રકારેણ આ જ દિશા માં પ્રયત્ન કરે છે….અને આ પ્રયત્નો આજકાલ ના નહિ પણ છેક પંડિત જવાહરલાલ નેહરુ ના સમય થી થતા આવ્યા છે …..!!!
આ કલમ ૬૬ – એ અને બીજી બે ૬૯-એ અને આઈ પી સી ૭૯ મોઢા બંધ કરવામાં બહુ જ મદદરૂપ થાય એમ છે…ગામ ના મોઢે ગળણું બાંધવા માટે…..આજે આ કલમ ને ગેરબંધારણીય સુપ્રીમ કોર્ટે જાહેર કરી પણ કરાવી કોણે ..?
શ્રેયા સિંઘલ નામની એક નાની છોકરી , ફક્ત એકવીસ વર્ષ ની ….કાયદા ની સ્ટુડન્ટ . જેણે એક પબ્લિક ઇન્ટરેસ્ટ ની પીટીશન ફાઈલ કરી લડી….છેક સુપ્રીમ કોર્ટ સુધી..!!! અને આજે આ જજમેન્ટ લઇ આવી …
થોડા આ કલમ થી થયેલા હાઈ પ્રોફાઈલ કેસ પર નજર …
કેસ નંબર એક મુંબઈ ની શાહીન અને રેનું નો કેસ …બાળા સાહેબ ઠાકરે ના મૃત્યુ વખતે ,અને એની કોમેન્ટ અને કોમેન્ટ ને લાઈક કરવા વાળા પણ અંદર થયા..
કેસ નંબર બે …અસીમ એક કાર્ટૂનનીસ્ટ સીધો દેશદ્રોહ નો કેસ ,સજા નું પ્રાવધાન ફાંસી ….બેંગલોર ,
કેસ નંબર ત્રણ અમ્બીકેશ મહાપાત્ર બંગાળ માં ગિરફ્તારી …
કેસ નંબર ચાર વીકી સ્થળ ઉત્તર પ્રદેશ …
આવા બહુ જ ઉદાહરણો છે , જરૂર છે એક સોસીઅલ મીડિયા ની ફોરમ ની , એક પ્લેટફોર્મ ની ,જેમાં લોકો ભેગા થઇ ને પોતાના હક્ક માટે લડે , અને નાના અને નવા ઉભા થતા બ્લોગર ને પપ્રોટેકશન આપે અને આ બ્લોગીંગ ની પ્રવૃત્તિ ને ફૂલવા અને ફળવા દે …હજી તો 4G આવે છે ..બધું વધશે ..
શુભ રાત્રી
શૈશવ વોરા