ગઈકાલે રાત્રે પ્રધાનમંત્રીજી આવ્યા અને જનતા કરફ્યુ શબ્દ ને આખા દેશ અને દુનિયા માં પ્રચલિત કરતા ગયા..
મને સખ્ખત દુઃખ થયું કે આ શું ?
મારી અપેક્ષા તો હેલ્થ ઈમરજન્સી
ની હતી, શા માટે પ્રધાનમંત્રીજી કટોકટી જાહેર નથી કરતા ? અમેરિકાથી લઈને દુનિયાના ઘણા દેશો એ કટોકટી જાહેર કરી છે તો આપણે ત્યાં થાય તો ખોટું શું છે ?
હોદ્દાની રુએ મળેલી સત્તા નો દુરુપયોગ ના થાય, પણ ઉપયોગ તો સમય આવ્યે કરવો જ રહ્યો, નરેન્દ્ર મોદી સરકારે કરુણા અને દયા ઇનફ
દેખાડી દીધી છે , વીણી વીણી ને દુનિયાભરમાંથી નાત ,જાત ,કોમ ,ધર્મ જોયા વિના ભારતીયો ને ભારતમાં પાછા લાવી દીધા અને એ પણ એરલાઈન ,એરપોર્ટ , ડોક્ટર્સ બધાના જાન ના જોખમે..!!
આજે શ્રી અટલબિહારી તો બોલ્યા હોત કે રાજધર્મ કા પૂર્ણત: પાલન કિયા હૈ આપને ,અભિનંદન કે અધિકારી હો આપ..
પણ હવે વાત સામેના પક્ષની ..
શું સરકારના રાજધર્મની સામે નાગરિક ધર્મ નું પાલન થયું છે ?
ના નથી થયું..!!
મક્કાથી આવેલા હોય કે ગલ્ફ થી કે પછી ઇટલી કે અમેરિકાથી પાછા આવેલા કેટલા બધા લોકો એ પોતાના નાગરિકધર્મ નું પાલન નથી કર્યું અને ઘરની બાહર રખડી રખડી ને કોવીડ-૧૯ ઉર્ફે કોરોના ને ભારતમાં ફેલાવ્યો છે..
સીધ્ધુ આળ છે , પણ સત્ય છે,
હોમ કોરોન્ટાઇન રેહવા નું હતું એ લોકો ટ્રેઈન અને ટેક્ષીમાં ભારતભરમાં રખડ્યા..!!
અને હજી પણ ઢગલો એક લોકો ભારતની બહાર છે અને એમને પાછા લાવવાના છે ,
પણ સાહેબ કોના જોખમે ? ૧૩૦ કરોડના જોખમે ?
સાંભળ્યું છે કે સિંગાપોર જેવો નાનો દેશ સેહજ પણ ડાઉટફૂલ કેસ ને એક જુદા આઈલેન્ડ ઉપર ધકેલે છે અને પંદર દિવસે જ પાછો લાવે છે ,
સાહેબ કઈ ખોટું નથી આંદામાનની સેલ્યુલર જેલ ને ખોલી અને બધા ને છુટા પાડો એકવાર સાજાસમા થઇ જાય પછી ભલે ને આવતા પણ હવે વધારે લોકો ને ભારતના લાવશો..!!
એક પછી એક કેસ વધતા જાય છે અને આપણી પ્રજા હખણી
મરે એમ નથી, જ્યાં સુધી લાકડી ના જુવે ત્યાં સુધી રખડીખાવા ના ચહડકા
ઓછા ના થાય..!
નાના મોઢે મોટી વાત છે, પણ વસ્તી
એમ સમજે તેમ નથી.. અને જો સમજી હોત તો આ દાડા જ ના આવ્યા હોત..!! આજે તો હજી આ રોગ લગભગ
રીચઅને
સુપર રીચક્લાસમાં જોવા મળે છે, આવું કેહવાનું કારણ એટલું જ છે કે જે હવાઈ જહાજમાં સફર કરી ને આવ્યા છે એમાંથી જ મોટાભાગના છે અને હવાઈજહાજની સફર ભારતમાં રસ્તે રખડતા ને ના પોસાય..!! હવે જે દિવસે આ રોગ ઝૂપડપટ્ટીમાં અને ચાલીઓમાં ફાટી નીકળ્યો એ દિવસે શું કરશું ? નહિ હોસ્પિટલમાં એક ખાટલો ખાલી હોય, કે નહિ ડોક્ટર્સ ,કે નહિ દવાઓ .. આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ કહે છે કે સંક્રમણ થયેલા ઘરમાં જ રહે અમે એમને દૂધ ,રેશન અને કરિયાણાનો સામાન મફત પોહચાડીશું.. સારી વાત છે , ખુબ સારી વાત છે , પણ આ મહામારી છે અને એ પણ વૈશ્વિક મહામારી , જે દિવસે ઘર ઘરમાં ઘુસી ગઈ ને એ દિવસે હિન્દુસ્તાન લોહીના આંસુડે રડશે..!! ઠાઠડીઓ ઉપાડનારા નહિ મળે.. ઇટલીનો વિડીઓ જોઈ ને ચિત્કાર ઉઠે છે , શબો ના અંતિમસંસ્કાર કરનારા કોઈ મળતા નથી સેનાએ આ કામ કરવું પડ્યું છે..!! રોડ રસ્તા સુના ચોક્કસ પડતા જાય છે , પણ સન્નાટો નથી, જનતા કરફ્યુ ને જો રિસ્પોન્સ ના આપે પ્રજા તો લાલ આંખ કરવી રહી, મોટ્ટી મોકાણ એ છે કે કદાચ દિવસભર પ્રજા ઘરમાં ભરાઈ રહી તો રાત પડ્યે ટેહલવા નીકળશે..! સજ્જડબંબ પુરવી પડે ,અને સંક્રમણ થયેલા ને ખેંચી કાઢો ઘરોની બાહર અને કરો કોરોન્ટાઇન ,એ હું પોત્તે પણ કેમ નાં હોઉં કે મારું સંતાન કે મારા માતાપિતા કેમ ના હોય ?..!! ઇન્ફેકશન બહુ કુત્તી ચીજ છે અને એમાં પણ વાઈરલ , દવા મળી તો મળી અને સમયસર થઇ તો થઇ નહિ તો ગયા લાકડે , સીધ્ધો ફોટે હાર..!! જન્મ્યો ત્યારથી ડોક્ટર્સની વચ્ચે જ જીવ્યો છું અને હવે મરીશ પણ એમની વચ્ચે, માંબાપ ,બેહન અને દીકરી આટલા ડોક્ટર્સ છે ઘરમાં .. પપ્પા એમના જમાનામાં સિત્તેર ના દાયકાની શરૂઆતમાં આવેલા મેલેરિયાની વાતો કરતા દવાખાને લાઈનો લાગતી પણ લાઈન ઓફ ટ્રીટમેન્ટ નક્કી હતી એટલે ડોક્ટર્સ જીતી જતા, એ પછી તો કમળો ,ટાઈફોડ ,ફાલ્સીપારમ , વાયએક્સ , ચિકનગુનિયા અને છેલ્લે ડેન્ગ્યું બધું દે ધનાધન આવ્યું અને મેડીકલ સાયન્સ અપડેટ થતું ગયું અને ડોક્ટર્સ પણ .. આજે કોરોના સામે હજી પણ લાચાર લાગે છે બધાય..!! એન્ટીમેલેરિયલ અને બીજા કોમ્બીનેશન ને લઈને લાઈન ઓફ ટ્રીટમેન્ટ ને અમેરિકા એ મંજુરી આપી દીધી છે પણ નક્કર રીઝલ્ટ નથી એટલે જાળવી જવું પડે તેમ છે.. આજે દવાખાને આવતો લગભગ એકેએક પેશન્ટ શરદી, ઉધરસ અને ખાંસી લઈને આવે છે , સીઝન છે ફલ્યું ની મારા જેવાને તો લીમડો ખરવાનો ચાલુ થાય તે દિવસથી લઈને છેક ચૈતર નો નવો લીમડો ઉગે ત્યાં સુધી છીંકાછીંક થતી હોય ,નાક વેહતું હોય પણ આ વખતે કોઈ રિસ્ક લેવા તૈયાર નથી થતું અને બધા જ પેહલા જ દિવસે ડોક્ટર પાસે પોહચી જાય છે અને ડોક્ટર્સ પણ એગ્રેસીવ ટ્રીટમેન્ટ કરી રહ્યા છે કોણ જોખમ લ્યે ? અને શું કામ લ્યે ? પેશન્ટ ને જીવવું છે અને ડોક્ટર ને જીવાડવો છે .. કોઈ બીજી વાત જ નથી..!! રવિવારની રાહ છે આડો ખાલી શનિ પડ્યો છે ,પણ પછી સોમવારથી ઠોકો ઈમરજન્સી , મુઓ માર્ચ એન્ડ એના માટે પછી વહીવટ થશે અધિક મહિનો જેમ આવે છે એમ એપ્રિલ ના પાછળના બે અઠવાડિયા અધિક માર્ચના ગણીશું પણ ભરી મુકો બધા ને ઘરમાં અને કોરના ના કોગળિયા ને ડામી દ્યો..!! શનિ ઉપરથી યાદ આવ્યું દેવગુરુ બૃહસ્પતિ રાહુ ને ધન રાશિમાં મૂકી ને પોતાની કેહવાતી ધન રાશી છોડી ને મકરમાં જાય છે ત્રીસમીએ ,ત્યાં ઓલરેડી શનિ મહારાજ બિરાજેલા છે..એટલે એવું મનાય કે થોડીક રાહત આવે .. થોડીક કેહવાનું કારણ એટલું જ કે મકરમાં ગુરુ નીચત્વ ભોગવે અને શનિ મહારાજ નું પોતાનું ઘર છે અને રાહુ મહારાજ ધન રાશિમાં એકલા પડવાના એટલે હખણા ના રહે .. જો કે મકર રાશીમાં જ અત્યારે રોગ શત્રુ ને ડામી દેનાર મંગળ ઉચ્ચના થઇ ને પડ્યા છે એટલે ઈતિહાસ તો જાણે નવો લખાય પણ જોડે જોડે ભૂગોળ પણ બદલાય..!! અર્ધવિજ્ઞાન છે આ શાસ્ત્ર , ફલાદેશ ઉપર આવી ને સાચુંખોટું થતું નથી એટલે..! એની વે ઘણા લોકો એમ કહે છે કે પાંચમની છઠ નથી થતી બધું ઉપરવાળાના હાથમાં છે તો એ બધા માટે પેલી ડૂબતી નાવડીની વાર્તા યાદ છે ને ..? કહી દઉં ડૂબતી નાવડીમાં અમુકતમુક બેઠા હતા ત્રણ વખત એમને લેવા જુદી જુદી નાવડીઓ આવી પણ એક
હોશિયાર` ઉતરે નહિ મને તો મારો ઉપરવાળો જ બચાવવા આવશે .. ડૂબી ગયો .. ઉપરવાળા જોડે સાક્ષાત મુલાકાત થઇ કેમ મને બચાવવા ના આવ્યો ? ઉપરવાળા એ ઝાટક્યો તારો બાપો ત્રણ વાર નાવડી લઈને તો આવ્યો હતો ..
આવું છે ..ભઇ , સરકાર ઉપરવાળો જ છે .. નહિ માનો તો ઉપરવાળો પણ આવું કેહશે .. તારો બાપો ત્રણ વાર તો આવ્યો હતો..!!!
મારો લાકડી ..નહી તો “માવા” ખાવા ગલ્લે જશે નોટો ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)