દિલ્લીમાં JNU માં થયેલી ઘટના ચારેબાજુ સોશિઅલ મીડિયા અને મીડિયામાં પડઘાઈ રહી છે..
બહુ મોટો અને ખુલ્લે આમ વિરોધ થઇ રહ્યો છે પણ નરેન્દ્ર મોદી સરકારને જાગતા થોડો સમય લાગ્યો ..!
હશે મોડા જાગ્યા પણ જાગ્યા ખરા..!
ચાલો કમ સે કમ આપણને ખબર તો પડી કે દેશમાંથી પોપા”બાઈ”નું રાજ તો ગયું..!
દેશદ્રોહનો ગુન્હો દાખલ કર્યો છે,અને JNUના છાત્ર સંઘના વડાની ધરપકડ થઇ છે,બહુ મોળી અને મોડી પડે છે આ સરકાર..
ન્યાય હમેશા શિવાજી મહારાજ જેવો જોઈએ એક જ ઝાટકે..નહિ તો દેશદ્રોહ જેવા મોટા ગુન્હાને પણ આ દેશના ગદ્દારો રોજે રોજ કરશે અને કરાવશે,
અને ખરેખર એમના બોલાયેલા સુત્રો ક્યારે સાચા પડી જશે એની આપણને ખબર પણ નહિ પડે ..
આમ જોવા જઈએ તો આપણા દેશમાં વર્ષોથી અમીચંદો અને જયચંદોના વારસદારો ચારે બાજુ ખૂણેખાંચરે છુપાયેલા પડ્યા છે અને દેશના કેહવાતા કે ખરેખરા બુદ્ધિધનો, વિદ્વાનો એમને છાવરાવવા માટે દેશપ્રેમની આખી વ્યાખ્યા જ બદલી નાખે છે..અમુક પત્રકારોનો રોલ પણ JNU કેસમાં દેશદ્રોહ જ છે.
વિચાર અને વાણી સ્વતંત્રતાનો હક્ક છેક દેશને તોડવા સુધી પોહચી જાય એ તો કેમ ચાલે..? ગદ્દારીને તો મનસા,વાચા ,કર્મણા ત્રણમાંથી ગમે તે જગ્યાએ અને ગમે ત્યાં દેખાય એને તો તરત ઠાર જ મારવી રહી ,
કેટલા કાશ્મીર ઉભા કરવા છે દેશમાં ?સેના કેટલા રાજ્યો સાચવશે ? સંઘીય ઢાંચાને તોડી અને કયુ તંત્ર ઉભું કરવા માંગે છે આ લોકો ?
જો બીજા કાશ્મીર દેશમાં ઉભા ના કરવા હોય તો પોલીસને છૂટ આપો અને ન્યાયાલયો ને તાકીદ કરો કે અફઝલ ગુરુ જેવા મામલા વર્ષો સુધી ઝાલી ના રાખે,ભલે રોજ બાટલા હાઉસ થતા..
જ્યાં સુધી પોલીસથી કામ પતતું હોય ત્યાં સુધી સેનાને મોર્ચે લગાડવાની જરૂર નથી, પણ વાંક રાજકારણીઓનો છે પોલીસના હાથ પગ બાંધી અને દરિયામાં તરવા ફેંકે છે અને પોલીસ બિચારી માર ખાઈને પછી આવે છે ..!
શું આપણી પોલીસ ફક્ત ટ્રાફિકની સમસ્યા અને ચોરી ચપાટી જેવા નાના નાના ગુન્હા ઉકેલવા માટે છે?અને ન્યાયાલયો મુદતો આપવા અને સરકારને ટપારવા માટે જ છે ?
ઠાર મારવા માટે બ્લેક કેટ કમાન્ડો કે સેના જ જોઈએ?પોલીસ કોઈને ઠાર મારે તો પોલીસ ગુન્હેગાર ?
માન્યુ કે પોલીસનો એક મોટો વર્ગ ભ્રષ્ટાચારી છે પણ હજી મારું મન એમ કહે છે કે આ દેશની ૯૯.૯૯૯ % પોલીસ ગદ્દાર નથી કે ગદ્દારને સાથ નથી આપતી ,અને જો પોલીસને સારી અને સરખી રીતે ટ્રીટ કરવામાં આવે, અને થોડોક છૂટોદોર આપવામાં આવે તો આવા ગદ્દારોને વીણી વીણીને ત્યાના ત્યાં જ પતાવે.. પણ સવાલ ઈચ્છા શક્તિ અને રાજકારણીઓ ની મુનસફીનો છે, અંદર અંદર એકબીજાને ભૂંડા ચીતરવામાં આખે આખા તંત્રને અધમ કશાએ લઇ ગયા છે.. અને આખે આખી સંસ્કૃતિની ઘોર ખોદાઈ ગઈ છે, શ્રીનગરના થોડા ઘણા બચેલા હિંદુ મંદિરોની પૂજા સેનાના જવાનો ને કરવી પડે છે, જાતે દહાડે શ્રીનગરનું નામ બદલીને એકાદું આબાદ થઇ જશે એવી પરિસ્થિતિ છે..!
સેના હટાવો તો ખીણ વિસ્તાર એક મિનીટ પણ સાચવવો મુશ્કેલ છે..! સેક્યુલર એક માપથી વધારે ના થવાય..
ચાલો સંઘની હિંદુ રાષ્ટ્રની પરિભાષાને બાજુ પર મુકીએ અને ગંગા જમની સંસ્કૃતિને એકવાર સ્વીકારી લઈએ તો પણ એટલું તો ચોક્કસ સ્વીકારવું રહ્યું કે ગંગાજમની સંસ્કૃતિ એ સિંધુ અને બ્રહ્મપુત્રની ખીણમાં ઉછરેલી સંસ્કૃતિને ખતમ કરીને પેદા થઇ છે..
સિંધુ ખીણમાં ઉછરેલી તક્ષશિલાનું અસ્તિત્વ છેક ઋગ્વેદના કાળથી પુરવાર થાય છે અને એ સમયથી દેશની દરેક ક્રાંતિમાં કે શાસનની સામે થયેલા બળવામાં વિદ્યાલયો કે મહાવિદ્યાલય ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ જોડાયેલા રહ્યા છે..
ગુપ્તકાળનો શાસનની સામે થયેલો સૌથી મોટો બળવો યાદ કરું તો આચાર્ય ચણક એક જ નામ યાદ આવે..!
છેલ્લા ત્રણ હજાર વર્ષના હિન્દુસ્તાનના ઈતિહાસમાં આક્રમણકારીઓનો સૌથી પેહલો ભોગ વિદ્યાલયો અને મહાવિદ્યાલયો બનતા આવ્યા છે,વિદ્યાલયનો સૌથી પેહલા વિનાશ કરવો એ આક્રમણકારીઓ નું પગલું ખુબ ગણતરીપૂર્વકનું હતું..
કોઈપણ દેશનું ભવિષ્ય અને ભવિષ્યની દિશા, હમેશા દેશમાં રહેલા વિદ્યાલયો જ નક્કી કરે છે,દેશનો થનારો નાગરિક બાળકમાંથી યુવાન વિદ્યાલયના છાપરા નીચે જ થાય છે,રાષ્ટ્રનો પેહલો નિર્માતા શિક્ષક છે..!
ભવિષ્યનો નાગરિક બાળકમાંથી જયારે યુવાન થાય છે ત્યારે એની અંદર જન્મેલા વિચારોને દિશા વિદ્યાલય દેખાડે છે, અને ત્યાંથી એ યુવાન થઈને મહાવિદ્યાલયમાં જાય છે,
મહાવિદ્યાલયમાં જુવાન પોતે પોતાની નજરે દુનિયા અને દેશને જોવે જાણે છે અને પોતાની રીતે મુલવે છે અને પછી એ યુવાન ઘણા બધા આવેલા વિચારોમાંથી એક ચોક્કસ વિચાર સાથે સમાજમાં જાય છે,
ત્યારે એ યુવાનમાંથી જવાબદાર નાગરિકનું સર્જન થાય છે, અને આવા એકસાથે ઘણા બધા મહાવિદ્યાલયમાંથી બહાર પડેલા નાગરીકો ભેગા મળે અને સમાજ બને અને સમાજ ભેગો થઈને વિચારોનું મંથન કરે ત્યારે આવનારી પેઢી માટે એક ચોક્કસ વિચારધારા તૈયાર થાય છે.જેના પર આખા દેશનું અસ્તિત્વ અને ભવિષ્ય નિર્ભર હોય છે.
હવે જો મહાવિદ્યાલયના વિદ્યાર્થી અને શિક્ષકોની વિચારસરણી જ જો રાષ્ટ્રના પાયામાં કુઠારાઘાત કરે તો એ મહાવિદ્યાલયને પણ ભસ્મ કરી નાખવું ઘટે..!
JNUના કેસમાં જેટલી ઢીલાશ બતાડીશુ એટલુ મોટું નુકસાન આપણી આવનારી પેઢીઓએ ચુકવવુ પડશે, જેમ કાશ્મીરના પ્રશ્ને આજે પણ જવાહરલાલ નેહરુને આપણે માફ કરવા તૈયાર નથી, એમ JNUમાં ઉભા થયેલા સાંપને કચડી નાખવામાં ઢીલાશ દેખાડી તો ભવિષ્યની પેઢી નરેન્દ્ર મોદીને પણ માફ નહિ કરે.
કદાચ આ કેસમાં ક્રુરતાનો અને દમનનો સહારો લેવો પડે તો લેવો , એમાં કશું ખોટું નથી, સુત્રોચ્ચારના ક્લીપીંગ જોતા તો એવું જ લાગે દેશમાં ઘણા બધા ગદ્દારો વધી ગયા છે અને ગદ્દારીએ સ્કીન ઇન્ફેકશન જેવી છે,એક સાથે હોસ્ટેલમાં રેહતા નાની બધા છોકરાઓને તરત જ પકડી લે અને એની દવા બહુ ધીમે ધીમે અસર કરે ..એટલે જ્યાં દેખાય ત્યાં નસ્તર જ મુકવું પડે..!
રાષ્ટ્રીયતા,રાષ્ટ્રભાવના, દેશપ્રેમ ,દેશદાઝ ,આ બધા શબ્દોની જુદી જુદી વ્યાખ્યા ના હોય, હા એ બતાડવાની રીત અલગ અલગ હોઈ શકે..!
પણ જયારે દુશમન રાષ્ટ્રના નામના નારા દેશની ધરતી પરથી લાગતા હોય તો પછી રાહ ના જોવાય.. JNUને વિખેરી અને જે કોઈ છે એ બધાને પતાવો..સુકા ભેગું લીલું ભલે બળતું..!
ઈશ્વર નરેન્દ્ર મોદીને ૫૬ની છાતી આપે..
શુભ રાત્રી
શૈશવ વોરા