To read part – I Please click here
www.shaishavvora.com/સાયકલમીટીંગ-1/
To read part – II Please click here
www.shaishavvora.com/સાયકલમીટીંગ-30/
To read part – III Please click here
www.shaishavvora.com/સાયકલમીટીંગ-61/
નમસ્તે મિત્રો ,
સાયકલ મીટીંગનો ત્રીજો ભાગ આજે બ્લોગ પર જઈ રહ્યો છે ,અત્યાર સુધીમાં સાયકલ મીટીંગના ૨૫૦૦૦થી વધુ વ્યુ થઇ ગયા છે , મારા જેવા એક બ્લોગર માટે આ બહુ આનંદની વાત છે, સાથે મનમાં થોડી ગભરામણ થાય છે કે તમારી અપેક્ષા ને હું પૂરી કરી શકીશ કે નહિ, લખવું એ મારો શોખ રહ્યો છે ,અત્યાર સુધી તો મેં હમેશા મારા શોખ માટે જ લખ્યું છે ,
તમારા બધાના અઢળક મેસેજ ,ફોન ,વોટ્સ એપ આવ્યા , બોસ ત્રીજો ભાગ ક્યારે આપો છો ?એક જ જવાબ મેં પકડી રાખ્યો બહુ જલ્દી ,પણ સાચું કહું તો મને પણ ખબર નોહતી કે હું ક્યારે લખીશ , કેવી રીતે લખીશ ..!!
અને આજે પેહલીવાર મને ક્યાંક લાગે છે કે મારે કોઈક ને માટે લખવું પડ્યું છે અને એ પણ સમય મર્યાદામાં રહીને ..!!
આજે આનંદ એ વાત નો છે કે મેં સમય મર્યાદામાં રહીને બીજા ૩૫ પેઈજ લખ્યા અને તમને આપી શક્યો છું ..
આ ૩૫ પેઈજમાં બીજી એક વાત થઇ છે મારા રોજે રોજ આવતા વિચારો અને જેના ઇધે મેં બ્લોગ શરુ કર્યો એનો ભોગ લેવાઈ ગયો છે , શર્વરી અને ઇશાન બંને મારા બ્લોગને ખાઈ ગયા..!
જો કે બહુ લાંબો સમય હવે હું એ બંનેને નહિ આપું બીજા ત્રીસ ચાલીસ પાનામાં હવે સાયકલ મીટીંગનો ફેંસલો પડવાના મૂડમાં હું આવી ગયો છું.
ત્રીજો ભાગ કોર્પોરેટ લેવલની બહુ જ મોટા પાયે ચાલતી ખાયકીનો અને ડ્રગ્સ એ કેટલી આમ વાત છે એ લેવલે એનો એક નમુનો માત્ર છે..
મારા મધ્યમ વર્ગના માણસો માટે અ બધી કલ્પના જ છે પણ ચોવીસ વર્ષથી ધંધાદારી તરીકે દેશ દુનિયા અને દુનિયા ની દારી બહુ જોઈ એટલે આ ત્રીજા ભાગમાં મારી કલ્પનાઓ , જોયેલી ,જાણેલી હકીકતોનું મિશ્રણ ક્યાંક તમને દેખાશે..
કોઈ નામ લઈને મને પૂછશો તો હું મૌન જ રહીશ જેથી એવી કોઈ અપેક્ષા ના રાખવા વિનંતી..
તમને સહુને આ ત્રીજો ભાગ ગમશે એવી આશા સહ: ચોથો ભાગ લખાવાનોચાલુ કરું છું અને ત્રીજો ભાગ અર્પણ કરું છું
-શૈશવ વોરા
To read part – I Please click here
www.shaishavvora.com/સાયકલમીટીંગ-1/
To read part – II Please click here
www.shaishavvora.com/સાયકલમીટીંગ-30/
To read part – III Please click here
www.shaishavvora.com/સાયકલમીટીંગ-61/