એ હા .. બહુ ભારે કરી..!!
કાકા અને ભાભી પોઝીટીવ આવ્યા ..!! કાકા ની આસિસ્ટન્ટ પોઝીટીવ આવ્યા એટલે કાકા અને ભાભી એ પણ ટેસ્ટ કરાવ્યો ને બંને જણા પોઝીટીવ આવ્યા..!!
બળ્યો આ કોવીડ.. કોઈ ને છોડતો નથી..!!
થયું એવું કે કાકાની એમની આસિસ્ટન્ટ જોડે એરફોર્સ વનમાં ફરતા હતા ને ત્યાંથી આસિસ્ટન્ટ એ કાકા ને આપ્યો ,અને કાકાએ ભાભી ને..!!!
હજી ગઈકાલે રાત્રે જ જુનિયર ટ્રમ્પના ભાષણો સાંભળતો હતો અને પછી થોડું ગુગલ જ્ઞાન ભેગું કર્યું કે કાકા નો વસ્તાર કેટલો ?
કાકાને પેહલા કાકી થી બે દીકરા ને એક દીકરી ,બીજા કાકી થી એક દીકરી અને નવા ભાભી થી એક દીકરો..!!
આટલું જાણ્યા પછી થયું કે પેહલા કાકી ના જણ્યા ત્રણેય જોર ફોર્મમાં છે તે એ વાળા કાકી ક્યાં છે અત્યારે ?
માંળું કાકી એ તો પછી ઘણા ઘરગળણા કર્યા છે..!!
પેલું કહીએ ને “છાશ વલોવતા મારા છ્મ્મ્કતા રાણી તમારી સાથેને સત્તરમી આણી.!!”
અને સામો રાણી નો જવાબ આવે “એ ઘણું જીવો મારા કોડીલા વર તમારી સાથે મારું અઢારમું લગન..!!!”
બધાય એક બીજા ની ઉપર માથે રાત રહે એવા છે..!!
બળ્યું આ અમેરિકન કલ્ચર..!!
હવે ઘણા ને એવો સવાલ થશે કે આ શૈશવભાઈ કેમ કાકા અને ભાભી કહે છે ?
ભાઈ જો એમાં એવું છે ને કે ઉંમર ને લીધે કાકા ને કાકા કેહવું પડે એમાં એમનું માન સચવાય અને ભાભી ને કાકી
કહીએ તો એમનું અપમાન થાય એટલે ભાભી જ બરાબર છે..!!
ફેસબુક યુનિવર્સીટી ઉપર વિદુષી ગીરીજાદેવી નો એક ઈન્ટરવ્યું જોયો હતો એમાં એ એવું ટાંકતા હતા કે સ્ત્રી જલ્દી ઘરડી થઇ જાય છે લગભગ પચાસ વર્ષે જયારે પુરુષ સિત્તેર વર્ષે..!!
કાકા એ તો એ પણ પાર કરી લીધા..!! તોંતેરમુ પાર કરી લીધું છે..!!
પણ ઘડપણ હજી નજીક ફરકતું નથી..!!
મને પચાસ વર્ષે ઘરડો કેહનારા “ડફોળો” જુવો..જુવો.. નાલાયકો..!!
આખા અમેરિકામાં સૌથી વધારે મજાકનું પાત્ર અત્યારે કાકા છે , કોઈ કહે છે કે કિલો એક એચસીકયુ ખાઈ ગયા તો પણ પોઝીટીવ આવ્યા ,ને કોઈ કહે સેનેટાઈઝર પીવડાવો ડોહા ને , જેટલા બફાટ કર્યા છે ઓન રેકોર્ડ એ બધા બફાટ સોશિઅલ મીડિયાના ચોતરે ચડ્યા છે..!!
હમણા હમણા છેલ્લે એવું આવ્યું કે કાકા ટેક્ષ ભરતા જ નથી…!!
અને પછી તો જે ચાલી છે..!!!
કાકા ના બંને છોકરા મેદાને આવી ગયા ઘાંટા પાડી પાડી ને ટેક્ષ ની ડીટેઇલ બોલવા માંડ્યા પણ હજી ડોકયુમેન્ટેડ પુરાવા આવવાના બાકી છે..!!
ઘાંટા પાડતા જાય અને પાછા લવ યુ ડેડ .. લવ યુ ડેડ કરતા જાય..!!
ડોલર..ડોલર ..રંગ ડોલરિયો .. !!
એક કાકા (ઝાડ) માથે ઝુમ્મ્કડુ ઝુમ્મ્કડે..રાતા ફૂલ કે ઘમ્મર રે .. રંગ ડોલરીયો ..લવ યુ ડેડ ..!!
અમારી પાડોશમાં એક માડી રેહતા , એમના એક પુત્ર
રતનપણ કાકા જેવા પરાક્રમી અને પ્રતાપી.. હવે થયું એવું કે પ્રતાપી-પરાક્રમી પુરુષ એ જમાનામાં કૈક એમની જોડે કામ કરતી કન્યા ને લઈને મુંબઈ કે એમ ક્યાંક ગયા, ઘેર બેઠેલી નાર એ પેહલીવાર ગળી પીધું..!! પરાક્રમી-પ્રતાપી પુરુષ ને ચસ્કો ચડ્યો ,પછી તો નવું શેહર ને નવી કન્યા..!! ઘેર બેઠેલી નાર એ ફરિયાદ કરી સાસુમાં ને ..!! મા
ડી ઉવાચ્યા …હોશિયાર પુરુષો ને બે ચાર બૈરા તો હોય જ ..મૂંગી મર, નસીબવાળી છે કે ઘરમાં નથી લાવતો બાહર નું બાહર જ પતાવે છે..!!!
પછી તો ઘેર બેઠેલી નાર એ પણ ચાર-ચાર નો વસ્તાર ભેગો કર્યો..!!
પરાક્રમી ને પ્રતાપી પુરુષ ને નાથવા, પણ બાપડી ના ફાવી ..!!
સંતાન માંબાપના લક્ષણ ગ્રહણ કરે કે ના કરે પણ અપલક્ષણ તો પેહલા ગ્રહણ કરે ..!
ચારેચાર પરાક્રમી કે પ્રતાપી તો થતા થયા, પણ છાનગપતિયા પેહલા કર્યા..!!
નાર બાપડી ઠેર ની ઠેર ,
છેવટે સ્વીકારી લીધું કે હોશિયાર પુરુષો ને તો બે ચાર..!!
આવું છે ભાઈ મોટા લોકો ની મોટી દુનિયા..!!
પણ એક વાત કેહવી પડે કે આ ભરકોગળિયામાં કાકા એ માસ્ક બે ચાર વાર માંડ પેહર્યો બાકી તો ખુલ્લા મોઢે ભટક્યા..!!
પેલા બિચારા ડેમોક્રેટ ને જાહેરમાં લીધા કે સૌથી મોટો માસ્ક તો “આ” પેહરે છે ..!
“ભાયડો” ..!!
બીજી એક વાત ,
આપણે ત્યાં આપણે દિલ્લી સલ્તનત ઉપર વંશવાદ ને બેસતો ૨૦૧૪થી અટકાવ્યો ,પણ અમેરિકામાં કૈક જુદું ચાલી રહ્યું છે , બુશ પછી બુશ ,ક્લીન્ટન પછી ક્લીન્ટન અને હવે કાકા કેહવા લાગ્યા છે કે મારી મોટી છોડી અને મોટો પણ કેપેબલ છે..!! માળુ આ બધું અઘરું..!! જો કે કાકાએ પણ આપણા ફિલ્લમવાળા જેવું રાખ્યું છે..! તમે માર્ક કરજો ... આજકાલ ના આપણા છેલ્લા દસકા ના ફિલ્લમવાળા બધા “સુપર સ્ટાર” એ પચાસ પાર કર્યા પછી એક છોકરું થવા દીધું છે , કેમકે પોતે પંચાવન સાહીઠે પોહચે ત્યારે એકાદું પેહલું-બીજું છોકરું બોલીવુડમાં સેટ થઇ ગયું હોય, પછી બે દસકા એના જાય ને એ છોકરું આધેડ થાય ત્યાં પેલું પચાસ વર્ષે જાણેલું
તૈયારથઇ ગયું હોય એટલે “સુપર સ્ટાર” એશી નો થાય ત્યાં સુધી “રાજગાદી” ભોગવે ..!! કાકાએ પણ એવું લોજીક બેસાડ્યું હોય એવી સંભાવના ખરી..!!! “ધવલ મહાલય” માં ભાભી ના દીકરા હવે
કાંડકરવા જેવડા જુવાન થઇ ગયા છે..!! આવતા ચાર વર્ષ મળ્યા તો
બાબલોકૈક
બબાલલાવે પણ ખરો ..!! પેલું ..પેલું.. લક્ષણ ..અપલક્ષણ..!! આમ તો કાકા અને ભાભી નો કોવીડ ઝટ પકડાઈ ગયો છે એટલે વાઈરસ લોડ ઓછો હશે ને ભાભી તો મારી જેવા
ટંકણખારછે ,એટલે એ તો હમણાં રમતા થઇ જશે અને કાકા એ ઘણા ઘાટના પાણી પીધા છે ઉપરથી બીજી ટર્મના અરમાન હજી અધૂરા છે , સ્વભાવે જીદ્દી પણ ખરા ,લીધી લત મુકે ઝટ નહિ , એટલે તોંતેર તો તોંતેર પણ કોવીડ પાડી દેશે..! યાદ છે કેવા તાજમેહલમાં ભાભી જોડે હાથમાં હાથ ઘાલી ને ફરતા હતા.. મારા જેવા જુવાનીયાને શરમ આવી ગઈ , અમારા પત્નીજી એ તો ટીવીમાં આખો દા
ડો એ જ જોઈ જોઈ ને અમને મેહણું માર્યું….આ જુવો કેવા કાકા હાથમાં હાથ ઘાલી ને આ ઉંમરે ફરે છે..!!
અમે કીધું ત્રીજી વાર નું ને આટલું …X X X Y Y ZZ છે ..
વધારે લખાય નહિ .. એવું મળશે એ ઉંમરે તો તો અમે પણ ફરશું..!!
રહી ગયા છે કોડ હજી બાકી…ના જોયો હોય તે મોટો …મમ્મી એ મમ્મી ..આને જરાક સરખો કરો તો..!!
કેસ સીધો આપણે તો સુપ્રીમ માં જાય અને આપણી સુપ્રીમ કોર્ટ તો ખબર છે ને ..!!
જરાક બોલતા તો શરમાહવે કા
ઈ ભાનબાન પડે છે તને ? આં છોકરીઓ હવે મોટી થઇ ગઈ , પાંચ માં ઉઠવા બેસવાનું હોય ત્યાં આવી વાતો કરે છે, જરાક લાજો હવે નાનો નથી રહ્યો તું હવે .. આ નામ જ ખોટું પાડ્યું તારું શૈશવ … કોઈ `દિ મોટો નો થ્યો ..!!
અરમાનો કી નગરી ને આગ..!!
તોંતેર વર્ષ ના થવા નું મોટીવેશન ખતમ ..!!
વાનપ્રસ્થાશ્રમ શરુ ..!!
શૈશવ કાકા ને કાકી જોડે જ ફરવું પડશે..!!
તમારે કેવું હે બકા ..? કાકા ની કાકી જ ને ?
નસીબ જ એવા છે આપણા બધાના ભારતભૂમિ ઉપર ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)