ફેસબુક પર “ચેલેન્જુ” હાલી મળી છે..! સૌથી વધારે કપલ ચેલેન્જ ચાલી..! પ્રજા સામે પણ જબરું જબરું લખે છે ..! આ કઈ ચેલેન્જ-બેલેંજ નથી એ તો ફેસબુકવાળાને તમારા બૈરા જોવા
તા .
બીજું આવ્યું કે કાગડો પતાસું ખાઈ ગયો કે બિલાડી ખીર ખાઈ ગઈ એની ખબર પડે છે.!
ભાઈ એમાં તો એવું પણ બને કે હંસલો પતાસું લઈને ઉડ્યો હોય પણ મારી જેમ આખા ગુજરાતની જીઆઇડીસીઓ ની ધૂળ ખાઈ ખાઈ હંસલો કાગડો થઇ ગ્યો હોય (આપણી જાત ને નાની કે નીચી ગણવામાં આપણે માનતા નથી),
અને એવું પણ થયું હોય કે રૂપાળી રાધા લાવ્યા હોય ને બાપડી પ્રાણી સંગ્રહાલયમાં આવી ને શેરનીની જેમ ત્રાડ પાડતી ના થઇ હોય પણ બિલાડી ની જેમ ઘુરકિયા કરતી થઇ ગઈ હોય..!!
આવું છે ભાઈ..!!
ભર્યા નાળીયેર ..!!
કોના નસીબમાં શું હોય અને કોણ શું કરતુ ને મેળવ્યું હોય એ તો માહલા ગુણ મા
દેવજી જ જાણતા હોય..!!
અમે ખાનપુરમાં રેહતા ત્યારે ત્યાં આજુબાજુના ઘરમાં નવી નવી વહુ આવી હોય તો નવું નવું નવ દાડા .. નવા નવા
પતાસાબેન પગફેરો કરવા પિયર જઈને પાછી આવે એ ભેગી રસોડે વળગાડે ને વરસમાં બાહર ચોકડીના પથરે ધોકેણો લઈને કપડા ધોકાવતી થઇ ગઈ હોય પતાસાદેવી..!! અને પેલો
દૂધપાકગલ્લે જઈને માવો ફાકી ખાતો થઇ જાય..!! પણ ક્યારેક મને ઘાતકી વિચારો તો આવે હો ..! આ ફેસબુકવાળા એ કપલ ચેલેન્જ મૂકી એમાં ઘરવાળીની જોડે નો ફોટો મુકવો એમ ક્યાં કીધું હતું ? થોડાક વર્ષો પેહલા એક જીમવાળા એ કૈક સ્કીમ કાઢી હતી કપલના રૂપિયા ભરો તો સારું એવું ડિસ્કાઉન્ટ આપે , એટલે બે બચુડીયા મારી પાસે આવ્યા ભાઈ આવું ના ચાલે અમે બેચલર ક્યાંથી કપલ લાવીએ ? એટલે મેં સળી કરી મેં કીધું એક કામ કર તું રીસેપ્શન ઉપર પૂછી આવ કે ગર્લફ્રેન્ડ ચાલે કે બૈરી જ જોઈએ ? પેલું બચુડીયું
અઘરું..સીધું જઈને પૂછ્યું .. રીસેપ્શનવાળો આમ પણ અકળાયેલો હતો એની જોડે લમણા લઇ લઇ ને એટલે પેલા એ કીધું ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બધું ચાલે..!! બચુડીયું તરત બીજા બચુડીયા નો હાથ ઝાલી ને દોડ્યો રીસેપ્શન ઉપર અને બોલ્યું અમે કપલ છીએ
ગેકપલ.. લાવો ડિસ્કાઉન્ટ ..!! રીસેપ્શન ઉપર બેઠેલા ભાઈ જેઠાલાલની જેમ મૂછો ચાવે .. બચુડીયું ઝીણી આંખ કરી ને બોલ્યું ..સાબિત કરવા શું કરવાનું રેહશે ? બોલો..!! રીશેપ્શનવાળા જેઠા ને તો હજી એક ગોળી છાતીમાંથી આરપાર થઇ હતી ત્યાં સીધો તોપગોળો આવ્યો..!! ધમાલ..! એ શૈશવભાઈ આ
ને હમજાવો .. મેં કીધું શું ? સાબિત કરે એમ ?
જેઠો બગડ્યો લઇ..જ..જા ,લઇ..જા …હેન્ડ ડિસ્કાઉન્ટ પણ અહિયાં “આ” બધા ધંધા ના કરે..!! બચુડીયા એ જેઠા સામે હસી ને આંખ મારી પેહલા કીધું ત્યારે માની ગયા હોત તો..!! આ કપલ-કપલની રમતમાં ક્યારેક આવું થાય..!! ફેસબુકવાળા કૈક ક્યાંક ડિસ્કાઉન્ટ નું કે કોઈ સ્કીમ ગોઠવે તો પછી જુવો ગુજરાતી ના જુગાડ..!! “વીજા” લેવા દિયર ભાભી અને જેઠ, નણંદોઈ જોડે પણ “ચોપડે” પૈ
ણી જાય..!!!
અમારા કનકકાકા એવું કેહતા કે બે બૈરાવાળા ને અને ઝાઝા ધંધાવાળા ને ભગવાન ના મારે..!!
ફેસબુકની આ ચેલન્જ ઉપરથી એટલું તો નક્કી થઇ ગયું કે બધું સિંગલ
સિંગલ
જ છે , નથી બે બૈરા ,અને ધંધા પણ ઝાઝા નથી કરતી પ્રજા ,નહિ તો ફોટા પડાવવા નવરી ક્યાંથી પડે..?
બતાડી
દેવાના જમાનામાં જીવીએ છીએ, લોકડાઉન અને કોગળિયું ચાલુ છે એટલે પ્રસંગો બંધ છે, વત્તા વિક એન્ડ પણ બંધ બારણે જાય છે ,એટલે ક્યાંક તો પ્રદર્શન કરવું રહ્યું ને..!!
અઘરી જિંદગી થઇ ગઈ છે , સુખ અને દુઃખ બધુય સાપેક્ષ જ પોતાનું કશું જ નહિ..!
કેટલાક વોટ્સ એપ ગ્રુપમાં એક સાથે શ્રદ્ધાંજલિ અને બીજા ઠીઠીયારા કરતા મેસેજીસ ચાલતા હોય, અમુક ગ્રુપના દૂર દૂર સુધી નાહવા નીચોવાના સબંધ ના હોય તો પણ મરણના સમાચાર નાખે અને આરઆઈપી લખાવે બધા જોડે..!!
અજાણ્યા પોતાના લાગે અને જાણીતા પારકા..!!
એક બીજા ને મળવાનું બહુ જ ઓછું થયું છે એના આ બધા પરિણામ છે..!
નવા કપડા ખરીદી કર્યે એક સદી વીતી હોય એવું લાગે છે , સોના ચાંદીના ભાવ જોઇને ઘરેણું સપનામાંથી ય દૂર ભાગી ગયું છે ..!!
મિત્રોના બાળકોના પ્રસંગ દેવઉઠી અગિયારસ પછી છે, પણ સ્ટાફ સહીત સો માણસની પરમીશન હોય ત્યાં ક્યાં આપણા વારા આવે ?
પિયરીયા ને સાસરિયાની વચ્ચે જ પ્રસંગ થાય ને મારા જેવા ચીકણા ને કોઈ આમન્ત્રણ આપે તો સામેથી ના પાડે ,ના ભઈ ના હો , ક્યાંય કોરોના ઘરમાં ઘાલવા નથી જવું..ભાખરી શાક સારા ઘરના..!! આજે અમારા પ્રહલાદનગરના સો ફૂટના રોડ ને સજા પડી છે .. રાત્રે દસ પછી બધું બંધ..!! આખા ગુજરાત નો કોરોના નો ભાર એકલા પ્રહલાદ નગર રોડ એ જ ઉપાડવાનો છે , પૂર્વ અમદાવાદમાં તો બધા સેનેટાઈઝર થી ધોયેલા ફરે છે જાણે..!! પ્રજા પણ જંગલી થઇ ગઈ છે.. સમજવું જ નથી..!! ફેસબુક ઉપર ચેલેન્જુ રમી ખાતા સારા , બિચારા કોગળિયું તો ના ફેલાવે..!! કઈ જ સમજાતું નથી આગળ કુવો ને પાછળ ખાઈ..! ઘરમાં રહો તો ચાર દિવાલ ને સોશિઅલ મીડિયા ગાંડા કરે છે અને બાહર નીકળો તો ગાંડામાં ખપો..!! ઓવર ઓલ પાનના ગલ્લા,પાણીપુરી ના ખુમચા , ચા ની કીટલી , કોફી બાર નો ડામ પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનના સત્યાવીસ વિસ્તાર ની ઊંચા ભાડા ભરતી હોટેલો એ ખમવા નો છે..!! આ દેશની આ જ કમબખ્તી છે ,ગરીબ હમેશા ગરીબ રહ્યો છે ને પૈસાદાર હંમેશા પૈસાદાર ..!! વચ્ચેવાળો બિચારો..!! છપના કાળમાં પેલો કાળું બોલ્યો હતો ને ખાંડણીયામાં માથું ને ધીમો કેમ રામ..? આવું કોરોનાકાળમાં કૈક કેટલા વચ્ચે જીવતા કાળું બોલે છે ..!! પણ સાંભળવું કોને છે ? અને સમજવું ? તો ધરાર નથી ..! હું ગલ્લે ને
કીટલેજઈશ જ..શાક લેવા જાઉં તો
પાણીપૂરો` તો ખાઇશ જ ..!
થાય તે કરી લો..!!
અને બહુ એવું હોય તો ઘરમાં પૂરો ..!!
બસ ..!!
સાચવજો ..
કોઈકે સાચું કીધું છે માસ્ક એ જ વેક્સીન અત્યારે તો…!!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)