PAGE-5
પછી તો સિલસિલો ચાલ્યો,અને તિલોત્તમા રોજ એ ખારી શીંગના પચીસ પૈસાના પડીકાની રોજ રાહ જોતી થઇ ગયી…
હા પણ જયારે એ ખારી શીંગ નું પડીકું આપતા એ કાકા જયારે તિલોત્તમાના હાથને સેહજ સ્પર્શ કરતા ત્યારે તિલોત્તમાને એક અજબ પ્રકારની ફીલિંગ થઇ જતી…
ખારી શીંગ ના એ પડીકાની ટેવ પડ્યાને લગભગ પંદર એક દિવસ વીત્યા,એક દિવસ ખારી શીંગનું પડીકું ના આવ્યું
કાકા લાયબ્રેરી આવ્યા નહિ ,
તિલોત્તમા એકદમ બેચેન થઇ ગઈ અને એને અદમ્ય ઈચ્છા થઇ ગઈ કે એ કાકાને ક્યાંકથી શોધીને મળી આવું પણ કઈ જ માહિતી નહિ એ કાકા વિષે તિલોત્તમાને, ક્યારેય એકપણ શબ્દની આપ લે પણ થઇ હોય તો માહિતી હોય ને ,બીજો દિવસ ગયો કાકા દેખાયા નહિ તિલોત્તમાની બેચેની વધતી ગઈ..પણ કન્ટ્રોલ કરી ગઈ
ત્રીજા દિવસે એ કાકા આવ્યા,તિલોત્તમાના હાવભાવ પરથી જ કાકા સમજી ગયા કે એ અકળાઈ ગઈ છે,તરત જ કાકાએ ઈશારો કર્યો, બને જણા લાયબ્રેરીમાંથી બહાર નીકળ્યા..
તિલોત્તમા એ પેહલો જ સવાલ પૂછ્યો ક્યાં હતા એટલા દિવસ..?
તિલોત્તમાને ખુદને ખબર ના રહી કે એ ક્યાં હક્કથી આ સવાલ કરી રહી છે અને કાકા પણ જોતા રહ્યા, કશો જવાબ ના આપ્યો એમણે ,
પછી કાકા એ એક બે મિનીટ રહીને પૂછ્યું તમને મારું નામ પણ ખબર છે..??
તિલોત્તમા એકદમ ભોંઠી પડી ગઈ, કાકા એ ખુબ શાંતિથી કીધું મારું નામ અભયભાઈ છે અને હું સામે શ્રીરામજીની શેરીમાં જ રહું છું ,રીટાયર છું,પાંચ વર્ષ થયા રીટાયર્ડ થયે ,ક્લાર્ક હતો મિલમાં ..
તિલોત્તમા ચુપચાપ સંભાળતી રહી ,અને મને સેહજ તાવ જેવું હતું એટલે નોહતો આવતો,
તિલોત્તમા તરત બોલી તો હવે કેમ છે..?
સારું છે પણ એકલે હાથે બધું કરવાનું એટલે થોડી નબળાઈ છે અભયકાકા બોલ્યા ,
કેમ એકલે હાથે..??
એક દીકરી છે મારે, અને પરણીને એ સાસરે ગઈ, અહિયાં અમદાવાદમાં મીઠાખળી જ રહે છે ,અને તમારા કાકી તો ક્યારના મને એકલો મૂકીને જતા રહ્યા છે ..પરધામ..!!
તિલોત્તમાને દયા આવી ગઈ ..તરત જ અભયાકાકાનો હાથ પકડ્યો હવે કેવું છે..??તાવ તો નથી લાગતો અત્યારે… અભયાકાકા એ કીધું તમારો હાથ અડ્યો ને મારા હાથને હવે જલ્દી સાજો થઇ જઈશ…
તિલોત્તમા થોડી શરમાઈને અને ત્યાંથી અંદર પાછી લાયબ્રેરીમાં જતી રહી …એને ખુદને નોહતું સમજાતું કે શું થઇ રહ્યું છે એની સાથે ..પણ કૈક અજબ થઇ રહ્યું છે એવું એને લાગી રહ્યું હતું..
અભયાકાકા શાંતિથી લાયબ્રેરીમાં બેસી અને એક પુસ્તક વાંચવા લાગ્યા, પણ એમનું મન તો ક્યાંક બીજે ભટકતું થઇ ગયું હતું તિલોત્તમાના ખરબચડા હાથના સ્પર્શ ને એ ભૂલી નોહતા શકતા,
શીંગ નું પડીકું/PAGE-5/ શૈશવ વોરા
WWW.SHAISHAVVORA.COM
[su_button url=”http://shaishavvora.com/khari-sing-6/” target=”blank” size=”4″]Continue to Page – 6[/su_button]
No Comments