આંશિક રીતે લોકડાઉન ખુલ્યું છે એટલે અમદાવાદના રોડ રસ્તા ઉપર ચેહલ પેહલ દેખાઈ રહી છે ,પણ લગભગ બપોર પડે એટલે સન્નાટો રાજ કરતો થઇ જાય છે ને રાત પડ્યે તો ભૂત રડે ભેંકાર થઇ જાય છે..!!
આજે બે ચાર નાના મોટા કામ ભેગા થયા હતા એટલે થોડુક અમદાવાદના રોડ રસ્તે અમે ભમી
લીધું ,એમાં એક વાત ઉડીને આંખે વળગી ..!
ચોખ્ખાઈ…!
એક એક રોડ રસ્તા એકદમ ચોખ્ખા ચણાક છે, ને સાવ નગણ્ય ટ્રાફિક..
રોડ ઉપર રાહદારી પણ મુશ્કેલીથી જોવા મળે..!
પરદેસમાં રખડતા હોઈએ ત્યારે દિલમાં એવી તમન્ના ઉભરાય કે મારો દેશ આવો ચોખ્ખો ક્યારે થશે ? આટલો ઓછો ટ્રાફિક ને માણસો પણ ઓછા હોય કેવું રૂડું લાગે..!
બિલકુલ એવી જ ફીલિંગ આવી આજે..!!
ધીમે ધીમે કારખાના ને દુકાનો ખુલી રહી છે, જોડે જોડે ઓફિસો પણ ખુલી રહી છે..છતાય રોડ ખાલી એવું કેમ ..?
જવાબ તરત જ મળ્યો..
અમદાવાદનું કીટલી કલ્ચર કોમા
માં જતું રહ્યું છે એટલે..
લુખ્ખી લાટો બધી ઘરમાં ભરાઈ ને બેઠી છે જે ગલ્લે ,કીટલીએ,કોફીબાર , નાસ્તાની લારીએ ભેગી થતી હતી એ બધી લુખ્ખી લાટ રસ્તા ઉપરથી ગાયબ હતી..!!
એક ગજબ આઈડિયા
આવ્યો..
લોકડાઉન પેહલા અમદાવાદ ખરેખર ગેરકાયદેસર દબાણોથી પીડાઈ રહ્યું હતું ,જ્યાં અને ત્યાં ચોરે ને ચૌટે ખાણીપીણી ,ચા કે પછી પાનબીડીના ગલ્લા ઉભા થઇ ગયા હતા..!!
ત્યારે સમય સમય ઉપર તંત્ર એ સણકો ઉપડે એટલે દબાણ ખસેડવાની ગાડીઓ લઈને આવતી, બધું ઉપાડી જાય પછી ને થોડાક સમયમાં બધું ઠેરનું ઠેર..
હવે અત્યારે તો ખરેખર પાક્કો સમય છે કે એક પછી એક રોડ રસ્તા ઉપર ઉભા થયેલા દબાણો ને ભમાંભમ તોડી પાડો ,લારી ગલ્લાને ઉપાડી સ્ક્રેપ કરી નાખો એટલે લોકડાઉન પૂરેપૂરું ખુલે ત્યારે અમદાવાદ શેહર ટ્રાફિકની સમસ્યાથી લગભગ આઝાદ થઇ ગયું હોય..!!
પ્લસ જેટલા કોમર્શિયલ કોમ્લેક્ષની આગળ પાર્કિંગની જગ્યાએ ગધેડીનાઓ એ ઊંચા ઓટલા તાણી મુક્યા છે એ બધે જેસીબી લઈને ફરી વળો ને ઓટલા નવરા કરીને પાર્કિંગ ની જગ્યા છૂટી કરી ને મૂકી દો ત્યારે શું ..?
મોકો છે તો ચોકો મારી જ લો મુન્સીટાપલીવાળા ભઈ.. બીજું જયારે બધી હોટેલો ફરી ખોલવા નો વારો આવે ત્યારે બાહર જેટલી ગાડીઓ ના પાર્કિંગ ની જગ્યા હોય એ પ્રમાણે જ ટેબલો મુકવા દેવાના , ને રેસિડેન્શિયલ સ્કીમમાં તો ખાણીપીણી નું દુકાનો ઉપર સદંતર પ્રતિબંધ..!! પછી જુવો કેવું અમદાવાદ ઇન્ટરનેશનલ લેવલ પકડી લે છે..!! જો કે અત્યારે જે રીતે વસ્તી ડરી ગઈ છે એ જોતા બાર મહિના તો બાહરનું ખાવાનું વસ્તી ટાળશે એવું લાગે છે ,પછી જે થાય તે.. પણ હમણા તો આ શાંતિ કાયમ રેહશે...! લોકડાઉન ખુલ્યા પછી પણ આ કીટલી કલ્ચર બહુ તકલીફ આપી જાય તેમ છે, ઉદાહરણ વિના તો આપણે ક્યાં વાત જ કરીએ છીએ..? હે .. આજે સ્વસ્તિક ચાર રસ્તાથી કોમર્સ થઈને એ.જી.વાળી ગલીમાં ઘુસ્યો, ત્યાં સેપ્ટની થોડે પેહલા એક નર નારી પ્રેમ ગોષ્ઠી કરતા દેખાયા ,અમારી બાજ “નજરે” દૂરથી ઓળખી લીધું કે ફ્રેન્ડસ વિથ બેનીફીટ છે.. જરાક નજીક અમારી ચતુષ્ચક્રી આવી એટલે વિઝન ક્લીયર થયું, બિચારા બન્ને મોંઘા માઇલી એક સિગારેટમાંથી વારાફરથી ધુમ્રપાન કરી રહ્યા હતા..!! અત્યંત દયા આવી ગઈ એમની ઉપર ..કેમકે “આધારભૂત સુત્રો” કહે છે કે ધુમ્રપાનની સામગ્રી હજીપણ સસ્તી નથી થઇ ,એ જ કાળાબજારનો ભાવ હજી પણ ચાલી રહ્યો છે.!! બોલો હવે આમાં પેલા ધુમ્રપાન કરતા નરનારીની વ્યથા સમજી શકાય કે નહિ ? બે જણ વચ્ચે એક જ સિગારેટ વાપરવી પડે ને..!! બે જણ વચ્ચે એક સિગારેટ ,કાચના અડધા ધોયેલા ગ્લાસ કીટલીના આ બધું કોગળિયું ઝટ ફેલાવે..! મને તો લાગે છે કે હવે આ કીટલી કલ્ચરનો કોરોના જોડે અંત જ કરી મુકવો જોઈએ..!! કીટલી કલ્ચર ખતમ કરવાની વાત કરી ને એટલે ... એ હા પાછળથી ગાળ આવી, સાંભળો તમે પણ.. “એ ડોહા ..તું ખાઇ પી ઉતર્યો એટલે બીજાની જિંદગી ઝેર કરે છે શૈશવ્યા..? ભૂલી ગયો હજી ગઈસાલ સુધી એ જ કીટલે ચોંટી રેહતો હતો અમને બધા બચુડીયાઓ ને લઈને..!!” “એવું નથી
બકાપણ તું સમજ હવે, આ કીટલી કલ્ચર ,ત્રણ પૈડાની રીક્ષા ,પેલા પાણીપૂરીના ખુમચા ,રોડ રસ્તા ઉપર રખડતી શાકભાજીની લારીઓ આ બધું કલંક કેહવાય..આપણે હવે ચાઈના જોડે કોમ્પિટિશન કરવાની છે ,એની જગ્યા લેવાની છે .. ત્યાં આવું બધું નાં હોય..જ્યાં સુધી આ બધું આપણે ત્યાં હોય ને ત્યાં સુધી આપણે થર્ડ વર્લ્ડ કન્ટ્રી જ કેહવાઈએ.. ગરીબ કેહવાઈએ અને ગરીબ શું મળે ? ખાલી ભીખ જ મળે એને કોઈ મેહલના બાંધી આપે.. સમજ્યો..!!” “તો એક કામ કર ડોહા ફોરેનની જેમ પબ ખોલી આપ અહિયાં પછી કીટલા ને ગોળી મારી દે ..કૈક હેંગ આઉટ કરવા ની જગ્યા તો જીવનમાં જોઈએ કે નહિ..? આખી જિંદગી લોકડાઉન ? બધું ફોન ઉપર જ ? તને ખબર છે ડોહા જીવનમાં કેટલા ત્રાસ થઇ ગયા છે..?” “બોલી નાખ
લાલાતારા ત્રાસ હવે ..” “અરે યાર જવા દે ને ડોહા એકેય જોડે કઈ વાત જ ન
હિ થતી ,બધી
ઓ ના બાપા ઘરમાં જ છે ,કઈ પણ પૂછો ને તો હં ..હા .. ના, ઓકે ,ના, પછી કરું ફોન, ચલ બાય .. બોલ આટલો જવાબ આવે અને ચેટીંગ કરી કરી ને કેટલું કરવાનું ? યાર મળવું તો પડે ને..? ટીંડર ની તો પત્તરફડાઈ ગઈ એ
કે ય ઓયો હોટેલ પણ ચાલુ નથી ..”
“એ નાલાયક પરણી જા હવે એક ડાળીએ બેસી જા.. સુધર હલકટ ..”
“શું સુધરે ડોહા ? અમારી જવાની તો બરબાદ થઇ ગઈ હો એવું લાગે છે ડોહા , તારા બુઢાપા ની જેમ અમારી જવાની પણ ઘરની ચાર દિવારમાં જશે..!!”
“બે ગધેડીના બુઢાપો આવ્યો હશે તારા બાપ ને, મને નહિ…ક્યારનો સાંભળી લઉં છું એટલે આગળ વધતો જ જાય છે ટોપા ,હજી તારો આ ડોહો જીમ બંધ છે ને તો ય એનો બાય્સેપ ૧૬ નો છે એટલે માપમાં રેહજે હલકા..!!”
આવું છે બધું દુનિયામાં…,
સોશિઅલ મીડિયાથી ઉબાઈ ગયેલી જિંદગી રોડ ઉપર આવતા ડરી રહી છે..!!
કોણ જાણે આ કોગળિયું ક્યારે જશે ?
ભલે આપણે પીતા નથી પણ કીટલી કલ્ચર જતું હોય અને પબ કલ્ચર આવતું હોય તો આપણને કોઈ બહુ પ્રોબ્લેમ નથી..!! અમદાવાદમાં હવે નરનારી સાથે જ ધુમ્રપાન અને મદિરા પાન કરે છે.. વાંચતા નથી છાપા માં ? હવે તો નવી પ્રથા ચાલુ થઇ છે એડ્રેસ અને નામ બધું જ લખવાનું એટલે બદનામી ફૂલ થાય , પણ હવે તો પેલા ગૌતમ બુદ્ધના ચેલા જેવું થઇ ગયું છે .. એક લોટો પાણી લેતો આવ વત્સ કે જેના ઘરમાં કોઈ મર્યું ના હોય.. એક લોટો પાણી લેતો આવ કે જેના ઘરમાં કોઈ પી
તું ના હોય..
હું ના પીતો હોઉં તો મારા સાઢું,સાળા ,બનેવી ,ભાઈ ,કાકા ,મામા ,માસા,ફૂવા પીતા હોય..! અને આ બધા સ્ત્રીલિંગ પણ પી
તા જ હોય તો પણ નવાઈ નહિ લગાડવાની હા..!
આભ ફાટ્યા ત્યાં ક્યાં આડા હાથ દેવા..!
ભગવાન સહુ ને સદ્દબુદ્ધિ આપે ને શરૂઆત મારાથી કરે..
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)