આજે સવારે કેલીફોર્નીયાથી ફોન આવ્યો ને સવાર પડી, સમાચાર માઠા હતા કેનેડામાં વસતા અમારા એક ફેમીલી ફ્રેન્ડ ને કોવીડ ગળી ગયો..!
ઉંમર એમની ૮૩ વર્ષ , છતાં પણ દુઃખ થયું, ને આસુડું રોકાયું નહિ.!!
એક એવી વ્યક્તિ આ દુનિયામાંથી ગઈ કે જે મારા પરિવારના મંગલ માટે હંમેશા નિ:સ્વાર્થ ભાવે ઈશ્વર ને પ્રાર્થના કરતી હતી..!!
બહુ ઓછા લોકો હોય છે જીવનમાં કે જે તમારા માટે ઈશ્વર જોડે લડી લેતા હોય..!!
યાદ કરો લીસ્ટ બનાવો એવા કેટલા લોકો તમારા મારા જીવનમાં છે કે જે બિલકુલ નિ:સ્વાર્થ ભાવે તમારા મારા માટે પ્રાર્થના કરતા હોય ..??
એક આંગળીના વેઢા ? ચાલો એક હાથના વેઢા ..?
ચોક્કસ નહિ પુરા થાય..!!!
અલ્યા આપણે ક્યારેય કોઈના માટે પ્રાર્થના કરી હોય તો આપણા માટે કોઈ કરે ને ..?
મારી વાત કરું તો ફોનબુકમાં લગભગ બે હજાર કોન્ટેક્ટ , ફેસબુકના ત્રીસેક હજાર ફોલોઅર્સ, વોટ્સ એપના જાણ્યા અજાણ્યા મિત્રો ઘણા ,પણ એમાંથી પોતાની રોજીંદી ઈશ્વર ને થતી પ્રાર્થનામાં મને સમાવતા હોય એવા કેટલા ? આગળ વધત પેહલા કહી દઉં કે
सर्वे भवन्तु सुखिनः
सर्वे सन्तु निरामया।
सर्वे भद्राणि पश्यन्तु
मा कश्चित् दुःखभाग् भवेत्।।
આ દુનિયા આખી નું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરતા હોય એ બધાનો સમાવેશ કરવો નહિ..!
એ તો બાય ડીફોલ્ટ થતી વાત છે.. એ પ્રાર્થના આ જગત પ્રત્યેની, કુદરત સૌજન્યતા છે..!
દુઃખ વધારે થવાનું કારણ એ જ કે એમની પ્રાર્થનામાં અમારો પરિવાર હતો..!!
થોડાક વર્ષો પેહલા કોઈક એક પોઈન્ટ ઉપર મારે મારા મમ્મી પપ્પા સાથે ઉગ્ર ચર્ચા થઇ રહી હતા ત્યારે એ વડીલ હાજર હતા , હું જરાક આખા બોલો અને ઉગ્ર એટલે કૈક વધારે પડતા જીવનના સત્યો બોલી રહ્યો હતો, ત્યારે એ વડીલે મને ફક્ત એક જ લાઈન કીધી ..
“શૈશવ , દીકરા પુરુષ માણસે જેટલું સમજે ને એટલું ક્યારેય બોલાય નહિ”
પપ્પા પણ હંમેશા મને કેહતા “જે જાણ્યું એ બોલવું નહિ ,એ અમૃત પણ હોય ને ઝેર પણ હોય ,નીલકંઠ ની જેમ કંઠે રાખવું , બહાર ફેંકીશ તો સામેવાળો મરી જશે ને અંદર ઉતારીશ તો તું !!!”
મારા જીવનના આજ સુધીના લગભગ દરેક પ્રશ્નો અને સમસ્યાઓ ફક્ત ને ફક્ત જે જાણ્યું એ બોલવાથી જ થયા છે , મૌન પણ ક્યારેક કોઈ ક સમસ્યા નું સમાધાન હોઈ શકે છે એ શીખવાડનાર વ્યક્તિ હતા..!!
ફરી એકવાર કોઈ ના માટે પ્રાર્થના કરવી બહુ અઘરી છે ,
કારણ એવું છે કે નિહિત સ્વાર્થમાં જ એટલા રચ્યા પચ્યા હોઈએ કે પોતાની જાત અને પોતાના લોકો સિવાય બીજું કઈ યાદ જ ના આવે..!! અને ક્યારેક ભૂલ ભૂલમાં પ્રાર્થના કરી હોય તો એની કિંમત વસુલતા હોઈએ છીએ..!
એકવાર એક મિત્ર ને હાર્ટ એટેક આવ્યો , દોસ્તી ખુબ સારી ,રેહ્વયું નહિ દવાઓ તો આઈસીયુમાં ધનાધન રેડાઈ રહી હતી એના શરીરમાં ,પણ મારાથી ના રેહ્વાયું , લાગણીઓ હાવી થઇ ચુકી હતી મન પર , એક ઓળખીતા બ્રાહ્મણ ને ફોન કરી ને મહામૃત્યુંજયના જાપ નું ઉભા ઉભા અનુષ્ઠાન કરાવ્યું ..!
બધું સમુસુતરું પાર પણ પડ્યું ,
પણ પછી ઘણીવાર મને એવી ફીલિંગ આવતી કે એનું જીવન બચાવવામાં મારો મોટ્ટો ફાળો છે ..!! અને એ ન્યાયે એ મિત્ર ની ઉપર હું કૈક વધારે પડતો હક્ક કરી લેતો , આજે વિચારું છું તો એવું લાગે કે હું કિંમત વસૂલતો હતો..!!
પછી થોડાક વર્ષો પછી ફરી એકવાર એવી જ ઘટના બની એ જ ગ્રુપના બીજા એક મિત્ર ને હાર્ટ એટેક આવ્યો ,એનું પણ બધું સમુંસુતરું પાર પડ્યું ,પણ એમાં થયું એવું કે કોઈક કારણસર સમાચાર મને છેક ચોવીસ કલાક પછી મળ્યા , એટલે મને મારી “મહાનતા” બતાડવો અવસર જ કુદરતે ના આપ્યો..!!
બીજે દિવસે હું આઈસીયુમાં મળવા ગયો ત્યાં ઉભા ઉભા મારી પેલી અવસ્થા ચુર ચુર થઇ ગઈ , આઈસીયુમાં ઉભા ઉભા એક એક સેકન્ડે સેકન્ડે મને એહસાસ થતો હતો કે બચાવનાર અને મારનાર એક જ છે ,
કોઈ ના માટે થતી પ્રાર્થના એ વ્યક્તિ પ્રત્યે ની લાગણી છે , પ્રેમ છે , પઝેશન છે ,પણ એહસાન હરગીઝ નથી એટલે એનો બદલો તો ક્યારેય એક્પેક્ટ ના કરવો..!!
બચાવનાર ની ઈચ્છા હશે તો જ એ તને પ્રાર્થના કરવા નો મોકો પણ આપશે ,નહિ તો એ મોકો પણ નહિ આપે..!!
નિમિત્ત માત્ર ..!!
મો ક ગાંધી નો ટ્રસ્ટીશીપ નો સિધ્ધાંત ..
સખ્ખત પામરતા ફિલ થાય..!!
ચોમાસા ના પેહલા વરસાદ નું ફૂદ્દુ ..!
એક બીજા પ્રકારની પણ અમુક વ્યક્તિઓ મારા જીવનમાં છે , કે જે મારા માટે વિચારે છે..!
આ પણ બહુ મોટી વાત છે , મોટેભાગે લોકો કોઇપણ વાત ઉપર પોતાનું રીએક્શન આપી દેતા હોય છે કે તારે આમ નહી પણ આમ કરવું જોઈતું હતું ..!
આવી વ્યક્તિ પણ આપણા માટે વિચારતી જ હોય છે, પણ એકાદ ક્ષણ માટે , અને આપણને સલાહ આપ્યા નો સંતોષ લેવા પુરુતુ જ વિચારતી હોય છે..!!
જયારે બે પાંચ લોકો એવા હોય કે જે તમને અને મને નસે નસ થી ઓળખાતા એક બે લાઈન બોલીએ ત્યાં સુધીમાં તો સમસ્યા ને માપી લ્યે અને સમાધાન આપે ..!
અને આવું થવા પાછળ નું કારણ એક જ કે એ વ્યક્તિ એ તમારા મારા માટે જે તે સમયે મળ્યા એ પેહલા ઘણી બધી વાર વિચાર્યું હશે .. પોતનો સમય એણે આપણા માટે બગડ્યો હશે બુદ્ધિ ને કસી હશે..!
હું એવા લોકો નું બહુ રીસ્પેક્ટ કરું છું ..!
આજે કોઈ કામથી બેંકમાં ગયો હતો સીનીઅર મેનેજર સાથે સારી મિત્રતા , મને ઈશારો કરી ને કેબીનમાં બોલાવ્યો અને પેહલું સેન્ટન્સ હતું કે “ભાઈસા`બ મૈને એક ચીજ નોટ કી હૈ આપ સોચતે બહોત હો , યે કરુંગા તો વો હો જાયેગા , વો કરુંગા તો યે હો જાયેગા..! મત સોચીએ થોડા બોહત ઉપરવાલે કે લીએ રખ દીજીએ..!”
મને માન થઇ ગયું એના માટે ..મારા માટે આટલા કન્ક્લુંઝન ઉપર આવવા માટે એણે એનું બધું બાજુ ઉપર મૂકી ને કેટલું બધું વિચાર્યું હશે ..! કેટલો સમય આપ્યો હશે ? કેટલો મને ઓબ્ઝર્વ કર્યો હશે?
જીવનમાંથી બે પ્રકાર ની વ્યક્તિઓ ની બાદબાકી થાય તો નુકસાન બહુ મોટું છે એટલું ચોક્કસ જાણજો ..!
એક તમારા માટે પ્રાર્થના કરતી અને બીજી તમારા માટે વિચારતી..!!
જય શ્રી કૃષ્ણ
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*