
શુભ લગ્ન
શ્રી ગણેશાય નમઃ
માંગલિક પ્રસંગો
મેહદી :- નથી રાખેલ
મંડપ મુર્હુત :- સવારે ૭.૩૦ અમારા નિવાસ્થાને
જાન પ્રસ્થાન :- બપોરે ૪.૦૦ વાગ્યે અમારા નિવાસ્થાનેથી
હસ્ત મેળાપ :- સાંજે ૬.૦૦ વાગ્યે પાર્ટી પ્લોટ પર
વિદાય :- રાત્રે ૧૦.૦૦ વાગ્યે
ભાદરણથી છનાલાલ પટેલના જયશ્રી કૃષ્ણ વાંચજો , અમારા ભાઈ શ્રી મહેશભાઈ અને શ્રીમતી મીનાબેન પટેલ ના સુપુત્ર
ચિ. ચિરાગના
શુભ લગ્ન
રાજકોટ નિવાસી શ્રી રમેશભાઈ શાહ અને શ્રીમતી માલતીબેન શાહ ના સુપુત્ર
ચિ. વિપુલ
સાથે નિર્ધાર્યા છે આપ શ્રી સપરિવાર પધારશો અને નવદંપતી ને આશીર્વાદ આપશો
બોલો જવું છે …??? ચિ.ચિરાગ અને ચિ. વિપુલ ના લગ્ન માં …??? શું થયું …?? સાપ સુંઘી ગયો..?? કેમ ચિરાગ અને વિપુલ ના લગ્ન ના થાય ..??? થાય બકા થાય અમેરિકામાં થાય પણ ભારતમાં ના થાય …!!!! આપણે ત્યાં ગેરકાયદેસર છે ….આવા લગ્નો .
હવે પૂછો શૈશવ ,તને કેમ આજે આ ટોપિક મળ્યો …?? અરે યાર બે દિવસથી પેલા મેઘધનુષના રંગવાળા ફેસબુક ડીપી આખું ગામ કરીને ફરે છે … મને તો આનંદ આનદ થઇ ગયો , લે ભારત દેશ ને હવે LGBT નું ફૂલ ફોર્મ આવડી ગયું …હવે કોઈ બિચારા બે “ગે” ને માર નહિ પડે , હવે કોઈ બિચારા ‘ગે’ ને રડતા રડતા હાથમાં હાથ નાખીને ગીત નહિ ગાવું પડે .. હમ તુમ સે જુદા હોકે મર જાયેં “ગે” રો રો કે મર જાયેં ”ગે” રો રો કે ….
કેટલા બધા લોકોએ પોતાના પ્રોફાઈલ પિક્ચરને મેઘધનુષ ના રંગથી રંગાવ્યું …..!!!!! ચાલો હવે વાત માં મોણ ઘાલ્ય વિના કહી દઉં … ફેસબુક વાળા માર્ક ઝુકરબર્ગએ એમના પ્રોફાઈલ પિક્ચરમાં મેઘધનુષના કલર નાખ્યા ..કેમ ..?? તો કહે અમેરિકાની સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને કાયદેસરના ઠેરવ્યા અને એ પણ અમેરિકાના દરેક રાજ્યને આ કાયદો માનવો પડશે … અને માર્ક ઝુકરબર્ગએ જાહેરાત કરી .સમલૈંગિક લગ્નોને કાયદેસરના ઠેરવ્યા એની ખુશીમાં ફેસબુક ,મેઘધનુષ તમારા પ્રોફાઈલ પિક્ચર પર લગાવી આપશે … બોલો છો ખુશ …??? સમલૈંગિક લગ્નોને કાયદેસર થવાથી …?? તો કરો કલરફૂલ તમારું પ્રોફાઈલ પિક્ચર અને થાવ તૈયાર ચિરંજીવ ચિરાગ અને ચિરંજીવ વિપુલ ના લગ્ન માં જવા તૈયાર ….!!!!!
હું તો ઘણા વર્ષોથી તૈયાર બેઠો છું , આવા લગ્ન માં જવા માટે , કેમ કે આશરે ૯૦૦ છોકરાની સામે આશરે ૭૦૦ છોકરીઓ બચી છે , બાકી બધી છોકરીઓને તો પેટ માં જ મારી નાખી , તો વધેલા ૨૦૦ છોકરાઓ ક્યાં જશે ..??? આ એક બહુ મોટી સમસ્યા છે … ચાલો એવું માનીએ કે થોડાક બાવા સાધુ થાય થોડાક ને રાષ્ટ્ર સેવાનું ભૂત વળગે અને કુંવારા રહે પણ બાકીના ક્યાં જાય ..??? સમલૈંગિક લગ્નો ને સપોર્ટ કરવાનું મારું મોટું કારણ તો આજ છે …
બીજું હું બહુ ચોક્કસપણે માનું છું કે દરેક વ્યક્તિ ને પોતાનો જીવન સાથી નક્કી કરવાનો હક્ક હોવો જોઈએ …સમલૈંગિક સંબંધો ભારતીય સમાજ માટે ઘૃણાસ્પદ છે ,પણ નવા નથી , સદીઓથી એના વિષે ચર્ચાઓ ચાલે છે , અને રીસર્ચ પણ ચાલે છે , કે આ સમલૈંગિકતા એ કુદરતી છે કે વિકૃતિ ..??
હું માનું છું કે જ્યારથી ઉત્ક્રાંતિ થઇ અને બે લિંગનો જન્મ થયો , નાર અને માદા ..ત્યારથી ક્યાંક ક્યાંક દરેક જીવમાં થોડા ઘણા અંશે સમલૈંગિકતા છુપાયેલી છે … હા કોનામાં એ ક્યારે જાગે અને કેટલી ..?? એ એક બહુ મોટો રિસર્ચનો વિષય છે … મોટેભાગે ઉત્ક્રાંતિમાં પેહલા ઉભયલિંગી જીવો હતા અને ધોમે ધીમે બે અલગ અલગ લિંગનો જન્મ થયો ,ક્યાંક એક રીસર્ચ પેપર વાંચ્યું હતું કે વિજાતીય આકર્ષણનો ચાર્ટ હમેશા બેલ શેઈપમાં હોય છે સજાતીયથી વિજાતીય તરફ જયારે આ ચાર્ટ જાય છે ત્યારે એનો પીક બાય સેક્સુઆલીટી પર આવે છે …
આપણા શાસ્ત્રો એ સમલૈંગિકતાને બહુ પ્રેમથી વખોડી છે અને લગભગ દરેક ધર્મગુરુઓ એ સમલૈંગિકતાની ભરપુર ટીકાઓ કરી છે .. પણ મહાભારતમાં LGBT ના T ને શિખંડીના રૂપમાં સ-રસ રીતે સ્વીકાર્યો અને સન્માન આપ્યું છે ….પણ શિખંડી ના જાતીય જીવન વિષે મહાભારત પણ મૌન છે.. મહર્ષિ વેદવ્યાસે ત્યારે જો શિખંડી વિષે થોડી વધારે કલેરીટી આપી દીધી હોત તો એક સન્માનીય જીવન સદીઓ સુધી આ નાન્યતર જાતીને મળતે ….
હજી પણ મોટેભાગે દરેક દેશોમાં LGBT આખે આખી કમ્યુનીટી એ ક્યાંતો ઘૃણાનું કે મજાક નું કેન્દ્ર છે , જે લોકો ને કુદરતી રીતે જ જન્મની સાથે જ આ LGBT માં જવું પડે છે બીજી ભાષામાં કહું તો જન્મથી જ જેના માં આ પ્રકારની ખામી શબ્દ નહિ વાપરું પણ ચોઈસ છે એના પ્રત્યે મને પૂર્ણ સહાનુભુતિ છે ,
પણ જે લોકોએ એક શોખ તરીકે સમલૈંગિકતા ને ડેવલોપ કરી છે એનો હું ધૂર્ત વિરોધી છું …..બાકી તો એટલું ફરી એકવાર ચોક્કસ કહીશ કે આદર્શ દાંપત્યજીવન જીવન ઉમા મહેશનું જ છે ….. અને કુટુંબ બે વ્યક્તિથી નાહી પણ ત્રણ વ્યક્તિથી બને છે … અને ત્રીજી વ્યક્તિએ ઈશ્વરનું વરદાન … સંતાન
શુભ રાત્રી
શૈશવ વોરા