મેચ ..
નખ્ખોદ વાળ્યું છે આ મેચ એ તો .. જાણીએ છીએ કે ભૂતકાળમાં પણ મેચના બહાને પરવેઝ મુશરફથી લઈને જનરલ ઝીયા ઉલ હક સુધીના એકેય `હખણા નોહતા મર્યા` તો હજીએ વર્લ્ડ કપના નામે શું `સ્વવાદ` લેવાની જરૂર હતી ?
હૈદરાબાદમાં જે `ભવાડો` થયો એ ઓછો છે ?
અમદાવાદ લગભગ આખું બાનમાં લીધું છે આજે સવારથી આ મેચએ, જાણે ઘેર લગન આવ્યા હોય એમ ઢોલ નગારા લઈને નાચવા મંડી પડ્યા છે,
`અલ્યા આયા છે તો નાખો વખારે` એનાથી વધારે શેના આ `ભૂખડીબારશો`ને માનપાન ?
આ ગાઝા પટ્ટીના ધાંધલ ધમ્માલ દેખાતા નથી ? રગેરગમાં કટ્ટરતા ભરી છે તે મુઆ એમના દેશમાં પડ્યા જે કરવું હોય તે કરે અહીં નોતરવાની જ ક્યાં જરૂર હતી ?
ગરીબ માણસને દેશપ્રેમ અને રાષ્ટ્રપ્રેમના પાઠ ભણવવાના અને રૂપિયાવાળાએ સ્ટેડીયમમાં જઈને અરિજિતના પરફોર્મન્સ જોવાના ..?
રૂપિયા જ સર્વસ્વ ?
રૂપિયાને પૂછવાનું નહિ કે તું કોણ ? તું ક્યાંથી આવ્યો ?
દેશના શહીદોના લોહીનો રૂપિયો ખપે ?
હવે સામી દલીલ કરશો કે અમે ત્યાં જઈને ભારતને સપોર્ટ કરીશું …
અલ્યા પિત્તળ મુકને છાલ, તારા કામ નહિ માટીપગા, એટલા રૂપિયા શહીદનિધિમાં આપી અને ઘરના ધાબે બેઠો થાળીઓ વગાડતો હોતને તો પણ સપોર્ટ થઇ ગયો હોત અને તારી જોડે આજુબાજુના ચાર લોકો જોડાયા હોત ..
આ શું માંડ્યું છે મોકા મોકા.. પીઓકે લઇ લીધું છે હેં ગાંડીનાઓ ?
બહુ જ ક્લીઅર લાઈન લેવી પડે ઈઝરાઈલની જેમ, નહિ એટલે નહિ ..
અને તમે નિર્દોષ છો તો હવે જગ્યા ખાલી કરીને નીકળો અમે તો હુમલો કરીશું જ, દુનિયાનો નકશો હવે બદલાશે જ ..
આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ભૂખડીબારશને એકલું કર્યું છે તો એને પછી અહિયાં ના તેડાવવાના હોય,
બહુ મોટ્ટી ભૂલ અને પ્રજાની પણ ભૂલ કે સ્ટેડીયમ ખાલી ખમ્મ રેહવું જોઈએ એની બદલે હકડેઠ્ઠ જાય છે..
અખંડ ભારતના સપના તો છોડો આવા ઢીલા પડો તો સરહદે હજી કારગીલ જેવા કાંડ કરે આ ભૂખડીબારશ વસ્તી..
નશામાં લાવી દે છે પ્રજાને એવા એવા પ્રોપેગેન્ડા થઇ રહ્યા છે , પ્રજા લગભગ પોતાની વિચારશક્તિ જ ખોઈ બેઠી છે ,
આજકાલ કરતા પંચોતેર વર્ષ થયા ત્રણ ત્રણ પેઢી બદલાઈ ગઈ છતાં પણ પડખામાં ભરાયેલું શૂળ પીડા આપે છે, ભલું થાજો ફિલ્ડમાર્શલ માણેકશા અને ઇન્દિરાબાનું કે એક બાજુનું પડખું તો છુટું કરી મુક્યું ..
જરાક રાજકીય અને ચૂંટણીના એન્ગલથી વિચારોને તો પણ આવા મેચના ભવાડા ચૂંટણીઓમાં ભારે પડે, પછી ચૂંટણી સભામાં ગમ્મે તેટલી રાડો પાડી અને પાણી પી ને પાકિસ્તાનને કોસોને તો પણ એ મતમાં ના ફેરવાય..
મેચો રમી અને હાઈપ ઉભા કરીને પાકિસ્તાનની સામેની દુશ્મની ને તમે જ ડાયલ્યુટ કરી નાખી ,તો પછી પાકિસ્તાનના નામે ગમ્મે તેટલું એગ્રેસીવ થાવ ચૂંટણીમાં પછી કોઈ ફર્ક ના આવે..
ધૂણી ધખતી રાખવી પડે ,રાખ વળવા ના દેવાય , આ તો મેચો રમાડીને તમે જ ઠંડું પાણી રેડી દીધું , સાંભળ્યું છે કે એમાંના એક ભાઈએ મેદાનમાં કટ્ટરવાદના સમર્થનમાં નમાજ પઢી ..
હવે ક્રિકેટ આમાં ફક્ત રમત ક્યાં રહી ?
ભારત-પાકિસ્તાન ક્રિકેટ એ હંમેશા રાજનીતિથી ભરપુર રહી છે, અને એની ઈમ્પેક્ટ બંને બાજુ પડતી હોય છે,
પણ આપણા રાજકારણીઓ એ મતની દ્રષ્ટીએ ક્યારેય આ મેચોને જોઈ જ નથી ,
પણ હવે ભૂલ કરવા જેવી નથી …!!! ચેતજો ..
એક મેચ રમાય એમાં શું ?
આવું વિચારીને આખી બાજુ વિચાર્યા વિના જ આખી ઘટના બાજુ ઉપર મૂકી દેવાઈ છે..!
ભારત જીતશે મેચમાં શંકાને સ્થાન નથી ,અને એવું જ હોવું જોઈએ , રમત હોય કે યુદ્ધ જીતવા માટે ખેલાય પણ રમત રમવી કે નહિ એ નક્કી કરી શકાય જયારે યુદ્ધ તો ખેલી જ લેવું પડે..
આ મેચનું સ્ટેડીયમ અને ભુખ્ખ્ડોની બીજી તમામ મેચોનું સ્ટેડીયમ ખાલીખમ્મ રહ્યું હોત તો જગતને શું સંદેશો જાત ?
એની કલ્પના કરો ..
જેમ લીલો પાસપોર્ટ જોવે અને જગત આખાના દેશોના એરપોર્ટ ઉપરના ઈમિગ્રેશનવાળા એમને જુદા તારવી અને એમના શરીરના ખૂણે ખૂણા ચેક કરે છે એમ ક્રિકેટ રમવા પણ બાહર ના નીકળતા,તમારી મેચો જોવામાં કોઈને રસ જરાક પણ નથી , આવો મેસેજ ગયો હોય તો ?
છીનવી લો આ સુખ પણ એમની પાસેથી ..
નથી જોઈતો આ રૂપિયો ..
અમને કોઈ રમવા પણ નથી બોલાવતું અને નથી કોઈ અમારી સાથે રમતું ..
બહુ મોટું દુઃખ છે અબુધો માટે અને આપો એ દુઃખ અબુધોને..
નગરી અમદાવાદે અત્યારે તો સન્નાટો રાજ કરી રહ્યો છે , પોલીસ ચાકચોબંધ ઉભી છે મેચ પૂરી થાય અને બધું સમુંસુતરું ઉતરે એની રાહ છે..
વસ્તીને જીતના સરઘસ કાઢવા છે..
એક ભૂખડીબારશ એવું બોલ્યો કે અમને તો હૈદરાબાદમાં રમતા હોઈએ ત્યારે અમને રાવલપીંડીમાં રમતા હોય એવું લાગ્યું ..
ધીરજ રાખ હોં ..
અયોધ્યા રાજધાની ભારતદેશની અને ત્યાંથી અશ્વમેઘનો ઘોડો નીકળશે ત્યારે રાવલપીંડી ભારતવર્ષનો જ એક ભાગ હશે હોં ..
મહારાવળ સાક્ષાત મહાકાલની પીંડી છે જ્યાં એ રાવલપીંડી છે પુરુષપુર એ તારી પેશાવર છે અને લવ ની રાજધાની તારું લાહોર છે..!
જબ ઘાયલ હુવા હિમાલય ,ખતરે મેં પડી આઝાદી ..
જો ખૂન ગિરા પર્વત પર વો ખૂન થા હિન્દુસ્તાની
જો શહીદ હુએ હૈ ઉનકી ઝરા કરો કુરબાની
જય હિંદ ..
જય હિંદ
જય હિન્દ કી સેના
હર હર મહાદેવ
હર હર મહાદેવ
હર હર મહાદેવ
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*