मुरलिया समझकर, मुझे तुम उठा लो
बस इक बार होंठों से अपने, लगा लो न
આવું કોઈ `ઇન્વીટેશન` આવે અમદાવાદી `માટીડા`ને તો શું કરે ..?
જો સમાચાર રેગ્યુલર જોતો હોય તો તરત જ બોલે ..હેંડ ત્યારે રીવર ફ્રન્ટ ..!! હવે તો છુટ્ટી મળી ગઈ છાપાવાળાએ લખ્યું છે..!!!
અને જો સામે માનુની નું વજન માપમાં હોય, અને માટીડો અમારા જેવો રેગ્યુલર જીમર હોય તો મુરલિયા સમજીને તો નહિ પણ `બારબેલ` સમજી ને ચોક્કસ ઉપાડી પણ લ્યે…!!
ફિલ્મ `તુમ્હારે લિયે`નું આ ગીત , ગીતકાર નક્શલાલ પુરી ,સંગીતકાર જયદેવ સ્વર લતાજી અને અમને પૂછો કે રાગ કયો તો પછી ભાઈઓ અને બેહનો હા એ જ રાગ કે શિવ ને રંજ થયો એ રાગ શિવરંજની …!
હા શિવરંજનીનું આ ગીત સવારથી મગજમાં ભરાઈ ચુક્યું છે..!!
યુટ્યુબ ઉપર ત્રણ ચાર વાર જોયું પણ ખરું ,સંજીવકુમાર પીળા રંગના `સેમી-બાવા` ના વસ્ત્ર ધારણ કરી અને કોઈ નદી કિનારે ફરી રહ્યા છે અને વિદ્યા સિંહા એમને મનાવી રહ્યા છે..!!
વચ્ચે ફુલ્લ ભગવા પેહરેલા કોઈ મહાત્મા આવે છે અને સંજીવકુમારને વિદ્યાસિંહા તરફ જતા રોકે છે.. પ્રેમ ના દુશ્મન ..!
આપણને તો લોકેશનમાં પછી રીવરફ્રન્ટ જ દેખાઈ રહ્યો છે..!!
આ હા હા .. રીવરફ્રન્ટ ઉપર હગ કરવાની અને કિસ કરવાની છુટ્ટી પણ અશ્લીલતા નહિ કરવાની.!
સમાચાર વાંચ્યા ત્યારનું હજી નક્કી નથી કરી શકતો કે આ અશ્લીલતા ની વ્યાખ્યા કોણ નક્કી કરશે..?
ત્યાં ઉભેલા પોલીસવાળા ..?
અને એક કપલ દીઠ એક પોલીસવાળો વોચ રાખે તો આખા અમદાવાદની પોલીસ ત્યાં રીવરફ્રન્ટે જ મુકવી પડશે..!!
હવે સીન તમે ગોઠવો ..
માનુની ગાઈ રહી હોય ..
तुम्हें देखती हूँ तो लगता है ऐसे
के जैसे युगों से तुम्हे जानती हूँ
अगर तुम हो सागर …
अगत तुम हो सागर, मैं प्यासी नदी हूँ
अगर तुम हो सावन, मैं जलती कली हूँ
અને માટીડો પેલા પોલીસવાળા જોડે રકઝક કરતો હોય , અલ્યા `હગ` કરવાની અને `કિસ` કરવાની છૂટ છે..
પોલીસવાળો પણ એના જેવો હણહણતો જુવાન જ હોય એટલે એ પણ મોઢામાં મસાલો નાખી અને કહે.. ચાલુ રાખ હેંડ પણ અશ્લીલતા નહિ કરવાની , નહિ તો મૈ કાનુન કા રક્ષક ..!!
હવે માનુનીનું `અગર તુમ હો સાવન મૈ જલતી કલી હું…`
આટલું માટીડો સાંભળે એટલે હગ તો કરી જ લ્યે માટીડો અને પોલીસવાળો સીન જોઇને હાથમાં મસાલો મસળવાનું ચાલુ કરે અને જેમ જેમ જલતી કલી ની જલન વધે તેમ તેમ સાવન વધારે વરસે શ્વાસ ભારે થતા જાય ,અમદાવાદી માટીડા ને એટલી જ ખબર હોય `હળગે` તો `ઓલાવવું` જ પડે ,એમ `હળગતું` મેલી ને ભાગી ના જવાય ..અને પછી જેમ ઉત્કટતા વધે એમ નિકટતા પણ વધે અને મસાલો મસળવાની સ્પીડ વધે..!!
પછી વારો આવે ઉપરની લાઈન નો..
બસ ઇક્બાર હોંઠો સે અપને લગા લો ના ..!
અને પછી તો અધર રસના પાન થાય બાપુડી ..ફરજ નો માર્યો પોલીસવાળો પણ બિચારો આખો મસાલો મોઢામાં ભરી અને ગળચી જાય અને એક્શન માં આવી જાય ..
બસ હવે કાનુન તૂટવો જોઈએ ..
मुझे मेरी नींदें, मेरा चैन दे दो
मुझे मेरी सपनों की इक रैन, दे दो न
यही बात …
यही बात पहले भी तुमसे कही थी
वही बात फिर आज, दोहरा रही हूँ
मुझे मेरी नींदें, मेरा चैन दे दो
मुझे मेरी सपनों की इक रैन, दे दो न
यही बात …
यही बात पहले भी तुमसे कही थी
वही बात फिर आज, दोहरा रही हूँ
અ ર ર ર ર ર …માનુની એ ભૂલ કરી મૂકી મુઝે મેરે સપનો કી ઇક રૈન દે દો ન ..!!
પોલીસવાળો પણ તૈયાર ..હવે અશ્લીલતા આવશે અને પાછી એમ કે છે કે યહી બાત પેહાલે ભી તુમસે કહી થી , વહી બાત ફિર આજ દોહરા રહી હું .. એની માં ને આજે તો ઘાલ્લી જ દેવા છે અ બે ને લોકઅપમાં..!!
પણ પણ પણ અમદાવાદી માટીડો છે .. માનુની ડાર્લિંગ કન્ટ્રોલ પાઉઝ (પોઝ) મારો , હવે આપણે જવું પડશે બે કલાકના બારસો રૂપિયા લેતી એસજી હાઈવેની હોટેલમાં બાકીનું ગીત ત્યાં પૂરું કરવાનું ..!!
પોલીસવાળો મસાલો મસળતો રહી ગયો.. એના પોલીસ સ્ટેશનની હદની બહાર જઈને બાકીનું ગીત પૂરું થયું ..!!!
કેવી વિડંબણા છે..!!
આ ટીંડર ના અને સોશિઅલ મીડિયાના જમાનામાં કિસ કરવાની છૂટ અને હગ કરવાની છૂટ પણ અશ્લીલતા નહિ કરવાની..!!
કેટલા મંદિરો હજી તોડવા છે ? કેટલી મૂર્તિઓને કપડા ઢાંકશો ?
આખી પેઢી હાથમાંથી જતી રહી છે ત્યાં આવા ફતવા બાહર પાડવાની ક્યાં જરૂર છે..?
રીવરફ્રન્ટ મારા સારથી (ડ્રાઈવર) નો ફેવરીટ રોડ રહ્યો છે ,બિલકુલ ટ્રાફિક વિના સડસડાટ નીકળી જવાય છે અને પાછલી સીટમાં બેઠેલા નવરીબજાર શૈશવને કોઈ કામ નથી હોતું એટલે `નજારા` લગભગ અઠવાડિયામાં ત્રણથી ચાર વાર જોઉં છું..!
લગભગ દરેક કપલ દુપટ્ટાનો સદ્દઉપયોગ કરતો હોય છે કોઇપણ ધર્મ એમાં બાકી નથી .. બુરખામાં પણ ભરાયેલા જોવા ચોક્કસ મળે છે..!
સમાજ તરીકે કાયદો બનવનારા અને અમલ કરાવનારા બધાએ સેહજ વડપણ અને ઠેહરાવથી કામ લેવાની જરૂર છે , આજે નેટફ્લીક્સ અને એમેઝોન પ્રાઈમ નો જમાનો ચાલી રહ્યો છે ,આજ નો જુવાનીયો અને જુવાનડી શું જોઈ રહ્યા છે એનો એમના માંબાપ ને અણસાર સુધ્ધા નથી ..
ઘોડાપૂર આવ્યું છે અને એ બધું આવી ફાલતુ જાહેરાતોથી ખાળી નહિ શકાય..
લાખ્ખો ફ્લેટ અને ઓફીસ અમદાવાદમાં ફક્ત અને ફક્ત નવી પેઢી એકલી જ વાપરી રહી છે .. એ જમાના ગયા કે એલીસબ્રીજ જીમખાનાની ગલીમાં છાનગપતિયાં થતા હતા..!
ધર્મ ,અર્થ ,કામ અને મોક્ષની વાત ને વાર્તા સ્વરૂપે મૂકી અને સમજણ આપવાની જરૂર છે બાકી તો ભય,ભૂખ , નિંદ્રા અને મૈથુન લઈને જન્મેલું પ્રાણી માત્ર પોતાનું એકાંત શોધી જ લેવાનું છે..!!
અને આપણે પણ આપવું જ રહ્યું..!!
ઉદારીકરણ નો જમાનો છે..૧૨૦૦ વર્ષ પાછા નહિ જવાય ..સમલૈંગિક લગ્નો થવાના ચાલુ થઇ ચુક્યા છે..!
લગ્નની પરિભાષામાં એકલું સહજીવન નહિ પણ સંતાન આપી શકે એ સહજીવનને લગ્ન ગણવું રહ્યું બાકી તો એકબીજાનો સ્વીકાર કરેલો છે એ બધા જોડા ને પરણેલા ગણવા રહ્યા..!
વિચારજો લાંબી ચર્ચા છે હું અલ્પવિરામ મુકું છું ..
આપની રવિવારની સાંજ શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*