ન જાણ્યું જાનકી નાથે ..
બિલકુલ એવું જ થયું ..
દુનિયા આખીની જેમ મને પણ એમ જ હતું કે ત્રણસોથી ત્રણસો વીસ એકલે હાથે અને ચારસો પાર એનડીએ..
પણ હવે શું ?
અક્કડ રેહવું કે ઝુકી જવું ?
એનડીએના ઘટકોના ટેકાથી સરકાર બનવાશું એવી જાહેરાત કરી દીધી પણ જગત આખાને ખબર છે કે ટેકા સરકારોને આ બધી માયાઓ કેટલી ચાલવા દીધી છે..!
એવું બને કે સો સીટોનો ટેકો આપી અને કોંગ્રેસ ખીચડી સરકાર બનાવે ?
કશું પણ બને એવી હાલત અત્યારે છે ..
હજી સુધી બિહારીબાબુએ મગનું નામ મરી પાડયું નથી એટલે આવનારા દિવસો માથે લટકતી તલવારે જ જવાના..
શું થયું ?
અને કેમ આવું થયું ?એનું પોસ્ટમોર્ટમ તો દિવસો સુધી થશે પણ હવે આગળ શું ?
શું બિહારીબાબુ ઉપપ્રધાનમંત્રી બનશે ? કે બનાવવા જ પડશે ?
કે પછી બંગાળ વિશ્વાસના મત વખતે સદનની બાહર નીકળી અને લઘુમતી સરકારને ચાલવા દેશે ? જે થાય તે પણ એટલું તો નક્કી જ છે કે હવે દર છ મહીને વિશ્વાસનો મત લેવાનો અને ગઠબંધનની સરકારના મુખિયા ઝુકી ઝુકીને ચાલવું પડે તેમ ચાલવું જ પડશે ..
ગુજરાતમાં એક સીટ જતી રહી ને સામે મધ્યપ્રદેશના તમામ સીટો આવી ગઈ ,ત્યાં સુધી કે કમલનાથની બાપીકી સીટ કેહવાય એ સીટ પણ મામાજી ખેંચી લાવ્યા ..
મામાજીનું કદ જબરજસ્ત મોટું થઇ ગયું , ગુજરાતમાં જે ભેલાણ થયું એ આજે નહિ તો કાલે ગુજરાત ભાજપમાં ભૂકંપ લાવે તો નવાઈ નહિ ,પણ દિલ્લી સેટ થાય પછી..
ઘણા મુરતિયા ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણ થાય એની રાહમાં છે પણ હવે દિલ્લીનું કોકડું ગજ્જબ ગૂંચાયું છે ..એટલે મુરતિયાઓ ને રાહ જોવી પડે કદાચ ..
કોંગ્રેસ અને બીજા વિપક્ષો માટે વકરો એટલો નફો જ છે, લગભગ અસ્તિત્વની લડાઈ હતી , અસ્તિત્વ માટે ઓક્સિજનનો બાટલો મળી પણ ગયો પરંતુ જો ૩૦૦ની આજુબાજુની સીટો લઈને દિલ્લી સરકાર લાંબી ચાલી જાય તો ફરી એકવાર ભાજપ કોંગ્રેસ યુક્ત થઇ જાય ..!
આજે શેરબજારે રીતસર સ્કુબા ડાઈવીંગ કર્યું .. ત્રીજી ટર્મમાં નરેન્દ્ર મોદી સરકાર વિશ્વાસનો મત લઈને બજેટ ના પાસ કરાવી લ્યે ત્યાં સુધી શેરબજારના શ્વાસ ઉપર નીચે થતા રેહશે અને ડૂબકા ખાતું રેહશે..
આમ જુવો તો સ્થિર સરકારનો ક્લીયર મેન્ડેટ છે પણ જેમને ભરોસે ક્લીયર મેન્ડેટ મળ્યો છે એમના ઉપર ભરોસો થાય એમ નથી ,બાકી પાંચ વર્ષ આરામથી ખેંચાઈ જાય..
હવે ખરેખર ભારત એના ભાગ્યને ભરોસે આવી પડ્યું છે ..
દસ વત્તા પાંચ બીજા સ્થિર સરકારના ભારતને ઘણું આગળ મુકે આજના આંતરરાષ્ટ્રીય બજારમાં..
જોઈએ હવે શું થાય છે આગળ ..
આજે આટલું જ
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*